સૈયદ ઉસ્માન મસ્જીદ
સૈયદ ઉસ્માન મસ્જીદ અને મકબરો | |
---|---|
સૈયદ ઉસ્માન મસ્જીદ, ૧૮૬૬ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
જિલ્લો | અમદાવાદ જિલ્લો |
સ્થિતિ | સક્રીય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°02′53″N 72°34′10″E / 23.0480301°N 72.5694835°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ અને મકબરો |
સ્થાપત્ય શૈલી | ઈન્ડો ઈસ્લામિક સ્થાપત્ય |
આર્થિક સહાય | મહમદ બેગડો |
પૂર્ણ તારીખ | ૧૪૬૦ |
સૈયદ ઉસ્માન મસ્જીદ અથવા ઉસ્માનપુરા દરગાહ એ રોઝા અથવા સૈયદ ઉસ્માન મસ્જીદ મકબરો એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ઉસ્માનપુરામાં આવેલી એક મધ્યયુગીન કબર અને મસ્જિદ છે
ઇતિહાસ
[ફેરફાર કરો]સૈયદ ઉસ્માન, કુતુબુલ આલમના મંત્રી હતા, જેમને સૈયદ બુરહાનુદ્દીન પણ કહેવામાં આવે છે. તેમણે ઉસ્માનપુરા ગામની સ્થાપના કરી, જે હવે અમદાવાદનો એક ભાગ છે. ઈ.સ. ૧૪૫૮ માં તેમનું અવસાન થયું અને ૧૪૬૦માં મહમદ બેગડાએ તેમને સમર્પિત સમાધિનું નિર્માણ કરાવ્યું હતું. તે સ્થાપત્યની રીતે સરખેજ રોઝા ખાતેની ગંજ બક્ષ સમાધિ જેવું જ છે.[૧][૨]
૨૦૦૧ ના ગુજરાતના ભૂકંપમાં મસ્જિદને ભારે નુકસાન થયું હતું પરંતુ તેને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા ૨૦૦૯માં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.[૩][૪][૫]
સ્થાપત્ય
[ફેરફાર કરો]દરેક છેડે મીનારા ધરાવતી આ મસ્જિદ સરખેજ રોઝાની શૈલીમાં બંધાવાયેલી છે. એક કમાનને બાદ કરતા આ મસ્જીદ હિંદુ સ્થાપત્ય શૈલીમાં બનેલી છે. અંદરની બાજુએ, થાંભલાઓની ગોઠવણી, સરખેજ જેટલી સરળ અથવા સ્પષ્ટ નથી. રોઝાની એક ખાસિયત એ છે કે તેનો ગુંબજ આઠ સ્તંભોને બદલે બાર પર ઊભો છે. આ પરિવર્તન ઘણી વિવિધતા આપે છે અને આ કબર અમદાવાદની સ્તંભિક શૈલીમાં કરવામાં આવેલી સૌથી સફળ રચના છે.[૧]
ચિત્રો
[ફેરફાર કરો]-
મસ્જિદનો ઉત્તર ભાગ
-
ઉત્તર તરફથી દેખાવ
-
મસ્જિદનો આંતરિક ભાગ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 284.
- ↑ "AHMEDABADS OTHER ROZAS". Times of India Publications. 25 February 2011. મેળવેલ 7 December 2014.
- ↑ "PEARLS OF PAST: Need Some Elbow Room". The Times of India. 25 November 2011. મૂળ માંથી 13 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.
- ↑ "Mosque owners, ASI lock horns". The Times of India. 10 September 2007. મેળવેલ 7 December 2014.
- ↑ "ASI asked to take care of monuments". The Hindu. 13 June 2001. મૂળ માંથી 7 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2014.