સોમપુરા બ્રાહ્મણ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સોમપુરા બ્રાહ્મણ એ એક હિંદુ કુળ છે જે ભારતના ગુજરાત રાજ્યમાં અને રાજસ્થાનમાં વસે છે. તે બ્રાહ્મણ સમુદાયનું પેટા જૂથ છે. [૧]

ઇતિહાસ અને મૂળ[ફેરફાર કરો]

આ કુળને સોમપુરા બ્રાહ્મણ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે તેઓ ચંદ્ર દેવ દ્વારા શિવ ભગવાન માટે 'સોમ યજ્ઞ' તરીકે ઓળખાતી પવિત્ર વિધિઓ કરવા માટે નિમાયા હતા. તેઓ પ્રભાસ પાટણ શહેરમાં વસ્યા. તેઓ ગુજરાતમાં સૌથી પ્રાચીન બ્રાહ્મણ સમુદાયોમાંથી એક છે. તેઓ ગુજરાતી ભાષા બોલે છે. [૧] સ્કંદ પુરાણનાં પ્રકરણ ૨૧/૨૨/૨૩/૨૪માં સોમપુરા બ્રાહ્મણોના નિર્માણનો સંદર્ભ આપવામાં આવ્યો છે. ચંદ્ર લોકના અગ્નિહોત્રી બ્રાહ્મણો ચંદ્ર દેવના મુખ્ય કારભારી હેમગર્ભ સાથે ભગવાન સોમનાથના પ્રથમ મંદિરની પ્રતિષ્ઠા સમયે યજ્ઞ કરવા માટે પ્રભાસ પાટણની નજીક આવ્યા હતા. યજ્ઞ પછી ચંદ્ર દેવે આ બ્રાહ્મણોને ત્યાં રહેવાની વિનંતી કરી. આ બ્રાહ્મણો સોમનાથની નજીક રહ્યા તેથી તેમને 'સોમપુરા બ્રાહ્મણ' કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંસ્કૃતિ વિકસિત થાય છે અને તે વિશ્વમાં પાણીના સ્ત્રોત પ્રમાણે આગળ વધે છે, પરંતુ સોમપુરા બ્રાહ્મણ એકમાત્ર વર્ગ છે જે ઓછામાં ઓછા ૨૦૦૦ વર્ષથી સોમનાથની નજીક સ્થિર છે.

વર્તમાન સંજોગો[ફેરફાર કરો]

અન્ય બ્રાહ્મણ સમુદાયોની જેમ, તેમાં પણ ગોત્રનો સમાવેશ થાય છે. સોમપુરા સમુદાયમાં ૧૮ ગોત્રોનો સમાવેશ થાય છે. તેમાંથી ૧૧ ગોત્રો ગુજરાત અને રાજસ્થાનમાં ફેલાયેલા છે અને શિલ્પ-શાસ્ત્રની મદદથી મંદિર સ્થાપત્યનો અભ્યાસ કરે છે. કચ્છ પ્રદેશમાં સોમપુરા શિલ્પીઓને 'ગઈધર' તરીકે ઓળખવામાં આવે છે, 'ગઈધર' 'ગજધર' શબ્દનું અપભ્રંશ છે.[૨] અન્ય સાત ગોત્રોમાંથી મોટાભાગના પ્રભાસ પાટણ / સોમનાથની નજીક રહે છે; તેમનો મુખ્ય વ્યવસાય મંદિરોમાં, ખાસ કરીને સોમનાથની આસપાસના મંદિરોની યજમાન વૃત્તિ ( "સેવા-પુજા) હતો અને હજી પણ છે. ફક્ત સોમપુરા બ્રાહ્મણ જ [[સોમનાથ|સોમનાથ મંદિર]માં પૂજારી હોઈ શકે છે. તેઓ શુધ્ધ શાકાહારી હોય છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gujarat (અંગ્રેજીમાં). Popular Prakashan. 2003. પાનું ૧૩૦૯-૧૩૧૨. ISBN 978-81-7991-106-8.
  2. Somapurā, P. O. (1965). Vedavāstu prabhākara: Vedhavastu-prabhakar. India: Śilpa Sthāpatya Kalā Sāhitya Prakāśana. Pg. 16