લખાણ પર જાઓ

હરિલાલ ધ્રુવ

વિકિપીડિયામાંથી
(હરિલાલ ધૃવ થી અહીં વાળેલું)
હરિલાલ ધ્રુવ
જન્મની વિગત
હરિલાલ હર્ષદરાય ધ્રુવ

(1856-05-10)10 May 1856
બહિયેલ (તત્કાલીન સાબરકાંઠા), ગુજરાત
મૃત્યુ19 June 1896(1896-06-19) (ઉંમર 40)
શિક્ષણબી.એ., એલએલ.બી
વ્યવસાયવકીલ, કવિ, સંપાદક, ભારતવિદ્યા અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન
નોંધપાત્ર કાર્ય
કુંજવિહાર અને પ્રવાસપુષ્પાંજલિ

હરિલાલ હર્ષદરાય ધ્રુવ (૧૦ મે ૧૮૫૬ – ૧૯ જૂન ૧૮૯૬) એક વકીલ, કવિ, સંપાદક, ભારતવિદ્યા[lower-alpha ૧] અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન હતા. કલા અને કાયદામાં શિક્ષિત, તેમણે શિક્ષક તરીકે અને બાદમાં વડોદરા રાજ્યના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી. તેમને પ્રાચ્યવિદ્યામાં રસ હતો. તેમણે કવિતાઓ લખી હતી અને કેટલીક કૃતિઓનું સંપાદન કર્યું હતું.

ધ્રુવનો જન્મ ૧૮૫૬માં બહિયેલ (તત્કાલીન સાબરકાંઠા જિલ્લાના) હિંદુ નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે ૧૮૭૩માં કલા સ્નાતક અને ૧૮૮૦માં કાયદાની પદવી મેળવી હતી. ધૃવે ૧૮૮૧ થી ૧૮૮૪ દરમિયાન શિક્ષક તરીકે કામ કર્યું. બાદમાં તેમણે સુરતથી વકીલ તરીકે કાયદાની કારકિર્દીની શરૂઆત કરી, અને વડોદરા રાજ્યના જિલ્લા અને સત્ર ન્યાયાધીશના પદ પર રહ્યા .[] વડોદરા રાજ્ય દ્વારા ૧૮૯૮માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં તેમને ભરૂચના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા.[]

૧૮૮૨માં, ધ્રુવે સુરતમાં ઉકાભાઇ પરભુદાસ સાથે પ્રજાહિત વર્ધક સભાની સ્થાપના કરી.[] તેમણે સ્ટોકહોમ અને ક્રિશ્ચિયનિયા ખાતે ૮મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ ઓફ ઓરિએન્ટલિસ્ટ્સમાં વડોદરાના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી જ્યાં તેમને ડોક્ટર ઓફ લિટરેચર અને આર્ટ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[] તે રોયલ એશિયાટિક સોસાયટી અને એન્થ્રોપોલોજિકલ સોસાયટી ઓફ લંડનના સભ્ય હતા. ધ્રુવે બર્લિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. તેમના ભાઈ કેશવલાલ ધ્રુવ લેખક, સંપાદક અને અનુવાદક પણ હતા. ૧૯ જૂન ૧૮૯૬ના રોજ તેમનું અવસાન થયું.[]

તેમની પ્રારંભિક કવિતા મધ્યયુગીન ગુજરાતી, મધ્યયુગીન હિન્દી અને શાસ્ત્રીય સંસ્કૃત કવિતા દ્વારા પ્રભાવિત હતી જ્યારે તેમની પાછળની કવિતા અંગ્રેજી કવિતા અને આધુનિકતા દ્વારા પ્રભાવિત હતી.[]

કુંજવિહાર (૧૮૯૫) અને પ્રવાસપુષ્પાંજલિ એ તેમની કવિતાઓનો સંગ્રહ છે. કુંજવિહારમાં સ્વદેશ ભક્તિ નામનો દેશભક્તિના ગીતોનો વિભાગ છે.[] જ્યારે પ્રવાસપુષ્પાજંલિ એ તેમના યુરોપના પ્રવાસ દરમિયાન માણેલી પ્રકૃતિની રમ્યતા અને ભવ્યતાનું નિરૂપણ છે. આહારમીમાંસા, આર્યોત્કર્ષ વ્યાયોગ, લઘુ ચાણક્ય, વસંત વિલાસીજા, પ્રાણ ગુજરાતી સાહિત્ય રત્નમાળા એ તેમની અન્ય કૃતિઓ છે.[] આ ઉપરાંત તેમણે અમરુશતક અને શૃંગારતિલકના ભાવાનુવાદ પણ કર્યા છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Amaresh Datta (1988). Encyclopaedia of Indian Literature. 2. Sahitya Akademi. પૃષ્ઠ 1005. ISBN 978-81-260-1194-0.
  2. Gujarat (India). Gujarat State Gazetteers: Vadodara District. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ 135.
  3. શ્રીમતી હીરાલક્ષ્મી નવનીતભાઈ શાહ ધન્ય ગુર્જરી કેન્દ્ર (2007). ગુજરાત. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ 57.
  4. The Indian Magazine. 217—228. National Indian Association in Aid of Social Progress and Education in India. 1889. પૃષ્ઠ 490.
  5. Ramaswamy Srinivasan; Usha Thakkar; Pam Rajput (1999). Pushpanjali: Essays on Gandhian Themes in Honour of Dr. Usha Mehta. Devika Publications. ISBN 978-81-86557-19-8. મૂળ માંથી 2020-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2021-01-26.
  1. ઇતિહાસ અને સંસ્કૃતિઓ, ભાષાઓ અને ભારતના સાહિત્યનો શૈક્ષણિક અભ્યાસ

ગ્રંથસૂચિ

[ફેરફાર કરો]