હલ્દી ઘાટી
Appearance
હલ્દી ઘાટી | |
---|---|
હલ્દી ઘાટી અરવલ્લી પર્વતમાળા ખાતે એક સ્થળ | |
શિખર માહિતી | |
અક્ષાંસ-રેખાંશ | 24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°ECoordinates: 24°53′32″N 73°41′52″E / 24.8921711°N 73.6978065°E |
ભૂગોળ | |
સ્થાન | રાજસ્થાન, ભારત |
પિતૃ પર્વતમાળા | અરવલ્લી પર્વતમાળા |
હલ્દી ઘાટી ઇતિહાસમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે. તે રાજસ્થાન રાજ્યમાં એકલિંગજી થી ૧૮ કિલોમીટર છે. તે અરવલ્લી પર્વતમાળામાં એક ઘાટ માર્ગ છે. આ ઘાટ રાજસમંદ અને પાલી જિલ્લાને એકબીજા સાથે જોડે છે. આ સ્થળ ઉદયપુર શહેરથી ૪૦ કિમી દૂર છે. આ સ્થળનું નામ 'હલ્દી ઘાટી' પડ્યું, કારણ કે અહીંની માટી હળદર જેવી પીળા રંગની છે.[૧]
હલ્દી ઘાટીનું યુદ્ધ
[ફેરફાર કરો]હલ્દી ઘાટીનું યુદ્ધ ૧૮ જૂન ૧૫૭૬ના દિને થયું હતું. આ જ યુદ્ધમાં રાણા પ્રતાપનો પ્રખ્યાત ઘોડો ચેતક માર્યો ગયો હતો. વર્તમાન સમયમાં અહીં એક સંગ્રહાલય બનાવવામાં આવેલ છે. આ સંગ્રહાલય ખાતે હલ્દી ઘાટીના યુદ્ધનું એક નિદર્શન મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં મહારાણા પ્રતાપ જોડે સંબંધિત વસ્તુઓ મૂકવામાં આવેલ છે.