હારગઢ કિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હારગઢ કિલ્લો
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર
હારગઢ કિલ્લો is located in મહારાષ્ટ્ર
હારગઢ કિલ્લો
હારગઢ કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°45′25″N 74°02′42″E / 20.757°N 74.045°E / 20.757; 74.045
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ૪૪૫૦ ફીટ
સ્થળ વિષે માહિતી
આધિપત્યભારત સરકાર
જાહેર જનતા
માટે ખુલ્લું
હા
હાલતખંડેર
સ્થળનો ઇતિહાસ
બાંધકામ સામગ્રીપથ્થર
હારગઢ કિલ્લો
ચઢાણમધ્યમ

હારગઢ કિલ્લો (હારગઢ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના બાગલાણ વિસ્તારમાં સ્થિત છે. બાગલાણ વિસ્તારમાં બે મુખ્ય ટેકરીઓની હારમાળા આવેલી છે, જેમાંથી સેલ્બારી હારમાળા, દોલબારી હારમાળાની દક્ષિણ તરફ આવેલ છે. આ બે હારમાળાઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં એકબીજા સાથે સમાંતર ચાલે છે. હારગઢ સેલ્બારી હારમાળામાં આવેલ છે. આ હારમાળાના ડુંગરો પર આવેલ બધા કિલ્લાઓ બુરહાનપુર- સુરત પ્રાચીન વેપારી માર્ગ પર નજર રાખવા માટે બનાવવામાં આવ્યા હતા. આ પ્રાચીન માર્ગ આ બે ટેકરીઓની હારમાળા વચ્ચેથી પસાર થાય છે. હારગઢ કિલ્લો એક નાનો કિલ્લો છે, જે મુલ્હેર કિલ્લાની નજીક આવેલ છે. આ ફળદ્રુપ જમીન ધરાવતા ખાનદેશ અને બંદર ધરાવતા શહેર સુરત વચ્ચે આ કિલ્લાઓ આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ કિલ્લા માટે કોઈ અલગ ઇતિહાસનો ઉલ્લેખ નથી. આ કિલ્લો મુલ્હેર કિલ્લાની નજીક આવેલ છે.[૧]

દર્શનીય સ્થળ[ફેરફાર કરો]

આ કિલ્લા પર કેટલીક પથ્થરની દિવાલના અવશેષો અને ગુફાઓ આવેલ છે, આ ઉપરાંત એક ૧૪ ફૂટ લાંબી તોપ પણ છે. કિલ્લા પર કોઈ નોંધપાત્ર બાંધકામ નથી. કિલ્લાનો રસ્તો પથ્થરમાં કોતરીને બનાવવામાં આવેલ પગથીયાં વડે બનેલો છે. આ કિલ્લાની ટોચ પરથી માંગી-તુંગી, સાલ્હેર કિલ્લો, સલોટા કિલ્લો, મોરાગઢ કિલ્લો, મુલ્હેર કિલ્લો તેમ જ ન્હાવીગઢ કિલ્લો સરળતાથી જોઇ શકાય છે.

માર્ગ દર્શન[ફેરફાર કરો]

તળેટીમાં આવેલ ગામ મુલ્હેર સુધી પાકો મોટરમાર્ગ ઉપલબ્ધ છે. મુલ્હેર અને હારગઢ કિલ્લાની વચ્ચેની માંચી સુધી પહોંચવા લગભગ બે કલાકનો સમય લાગે છે. માંચી ખાતેથી એક માર્ગ હારગઢ કિલ્લા તરફ દોરી જાય છે. ખંડેર સ્થિતિમાં ત્રણ દરવાજાઓ આવેલ છે. કિલ્લા પર પીવાલાયક સારું પાણી નથી, તેથી પૂરતું પાણી લઇ જવું સલાહભર્યું છે. કિલ્લા ઉપર ચઢાણ કરવા અને જોવા માટે લગભગ એક કલાક લાગે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Hargad, Sahyadri,Shivaji,Trekking,Marathi,Maharastra". trekshitiz.com.