ખાનદેશ પ્રાંત
ખાનદેશ (મરાઠી: खानदेश) ભારતનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો એક વિસ્તાર છે.[૧] ખાનદેશ દખ્ખણના ઉચ્ચપ્રદેશની ઉત્તર-પશ્ચિમ ભાગમાં તાપી નદીની તળેટીનો પ્રદેશ છે, ઉત્તરમાં સાતપુડાની પર્વતમાળા અને પૂર્વમાં વિદર્ભ પ્રાંત આવેલો છે.
૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ ખાનદેશનું બુરહાન પુર મધ્ય પ્રદેશરાજ્યનો ભાગ બન્યું જયારે બાકીનો ભાગ મુંબઇ રાજ્યનો પ્રાંત રહ્યો. પરંતુ ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર બે અલગ અલગ ભાષાવાર રાજ્યો રચાયા ત્યારે તે મહારાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યો અને તેને બે વિભાગોમાં વહેંચીને પૂર્વ વિભાગનેં જલગાંવ જિલ્લો અને પશ્ચિમ વિભાગને ધુલિયા જિલ્લો બનાવવામાં આવ્યો અને કાળક્રમે ધુલિયા જિલ્લાનું વિભાજન કરીને નંદુરબાર જિલ્લો બનતા, હાલમાં ખાનદેશ આ ત્રણ જિલ્લાઓનો બનેલો પ્રદેશ છે. ખાનદેશનો મુખ્ય ભૌગોલીક પરીવેશ તાપી નદી છે. દક્ષીણની અન્ય નદીઓ કરતા અલગ તે પશ્ચિમ તરફ વહે છે અને અરબ સાગરને મળે છે. જ્યારે બાકીનીં નદીઓ પૂર્વ તરફ વહીનેં બંગાળની ખાડીને મળે છે.
ઇતીહાસ
[ફેરફાર કરો]ખાનદેશમાં ઇ.સ. ૧૩૮૮થી ૧૬૦૧ દરમ્યાન ફારૂકી વંશનું શાસન હતું, તેમનું પાટનગર બુરહાનપુરહતું,
ખાનદેશ મુઘલ સામ્રાજ્યના સમયમાં તેનો ખંડણી ભરતું એક પ્રાંત હતો. ખાનદેશ દખ્ખણ પ્રાંતની સીમાઓ સાથે જોડાયેલો હતો.આ પહેલાંના સમયમાં ખાનદેશ રાજ્ય ફારુકી વંશનું રાજ્ય હતું, જેનું પાટનગર બુરહાનપુર ખાતે આવેલું હતું. ઇ. સ. ૧૩૮૮ થી ૧૮૮૮ ખાનદેશ રાજ્યનો વિસ્તાર આજના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા જલગાંવ, ધુલિયા, નંદરબાર જિલ્લાઓ અને મધ્ય પ્રદેશ રાજ્યના બુરહાનપુર જિલ્લા સુધી ફેલાયો હતો.
ભાષા અને બોલી
[ફેરફાર કરો]ખાનદેશની મુખ્ય બોલી અહિરાણી બોલી છે જે પશ્ચિમ ભાગમાં આવેલા ગિરણા નદીની આસપાસના ક્ષેત્રમાં વધુ પ્રચલિત છે, જ્યારે પૂર્વીય ભાગમાં ખાનદેશી બોલી પ્રચલિત છે. વર્ષ ૧૯૭૧ની વસ્તી ગણતરીમાં અહિરાણી બોલીને પોતાની માતૃભાષા ગણાવનાર લોકોની સંખ્યા ૩,૬૩,૭૮૦ની હતી, જે ૨૦૧૧માં વધીને આશરે ૧૦ લાખની થઈ હોવાનો અંદાજ છે.
ખાનદેશમાં આવેલાં શહેરો
[ફેરફાર કરો]- જલગાંવ
- ધુલિયા
- શહાદા
- શિરપુર
- નંદરબાર
- ચોપડા
- અમલનેર
- ભુસાવળ
- ચાળીસગાંવ
- માલેગાંવ (હાલ નાસિક જિલ્લામાં આવેલો પ્રાચિન ખાનદેશ પ્રાંતનો ભાગ)
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2017-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-27.