હિમાંશી શેલત

વિકિપીડિયામાંથી
હિમાંશી શેલત
જન્મનું નામ
હિમાંશી ઇન્દુલાલ શેલત
જન્મહિમાંશી ઇન્દુલાલ શેલત
(1947-01-08) 8 January 1947 (ઉંમર 77)
સુરત, ગુજરાત
વ્યવસાયટૂંકી વાર્તા લેખક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોઅંધારી ગલીમાં સફેદ ટપકાં (૧૯૯૨)
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬)
જીવનસાથીવિનોદ મેઘાણી (૧૯૯૫ – ૨૦૦૯)
સંબંધીઓઝવેરચંદ મેઘાણી (શ્વસુર)
સહી

હિમાંશી શેલત (૮ જાન્યુઆરી, ૧૯૪૭) ગુજરાતી વાર્તાકાર છે.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. ૧૯૯૫માં તેમણે ઝવેરચંદ મેઘાણીના પુત્ર વિનોદ મેઘાણી સાથે લગ્ન કર્યા હતા.[૧]

તેઓ ૨૦૧૩-૨૦૧૭ના સમયગાળા માટે સાહિત્ય અકાદમીના સલાહકાર મંડળના સભ્ય રહ્યા હતા.[૨]

સર્જન[ફેરફાર કરો]

ટૂંકી વાર્તા સંગ્રહો[ફેરફાર કરો]

  • અંતરાલ (૧૯૮૭)
  • અંધારી ગલીમાં સફેદ ટપકાં
  • એ લોકો
  • સાંજનો સમય
  • પંચવાયકા
  • ખાંડણિયામાં માથું ‍(૨૦૦૩)
  • ઘટના પછી (૨૦૧૧)
  • એમનાં જીવન

નવલકથા[ફેરફાર કરો]

  • આઠમો રંગ (૨૦૦૧)

આત્મકથા[ફેરફાર કરો]

  • મુક્તિ-વૃત્તાંત ‍(૨૦૧૬)

સંપાદન[ફેરફાર કરો]

  • અંતર છબી
  • પહેલો અક્ષર

ચરિત્ર નિબંધો[ફેરફાર કરો]

  • વિક્ટર
  • સ્વામી અને સાંઈ

પુરસ્કાર[ફેરફાર કરો]

  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૬)[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "હિમાંશી શેલત: પ્રાણવાન અસ્તિત્વની દીપ્તિમાં તરબોળ સર્જનની અનુમોદનાનું મુક્તિવૃત્તાંત". મૂળ માંથી 2017-01-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૬.
  2. "..:: Welcome to Sahitya Akademi - Members of Advisory Boards (Gujarati) ::." sahitya-akademi.gov.in. મૂળ માંથી 2015-11-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૬.
  3. સાહિત્ય અકાદમી. "AKADEMI AWARDS (1955-2014)". સાહિત્ય અકાદમી. મૂળ સંગ્રહિત માંથી 2015-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]