લખાણ પર જાઓ

હેબર પ્રવિધિ

વિકિપીડિયામાંથી
હેબર ફ્રિટ્ઝે, ૧૯૧૮

હેબર પ્રવિધિ (અંગ્રેજી: Haber process) નો ઉપયોગ નાઈટ્રોજન અને હાઈડ્રોજનમાંથી એમોનિયા (NH3) બનાવવામાં થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાની શોધ જર્મન ભૌતિક-રસાયણવિદ હેબર ફ્રિટ્ઝે ૧૯૦૭ થી ૧૯૦૯ એમ બે વર્ષનાં સંશોધન બાદ કરી હતી, જેના માટે તેમને ૧૯૧૮ નું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. આ પ્રક્રિયા નીચે મુજબ છે.

N2 + 3 H2 → 2 NH3     = −૯૧.૮ kJ) => (Δ= −૪૫.૮ kJ·mol−1)

એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદન માટે ૧૫૦ થી ૨૦૦ વાતાવરણ દબાણ અને યોગ્ય તાપમાન તથા ઉદ્દીપકની હાજરી જરૂરી છે. ૧૯૧૩ માં કાર્લ બોશે આ પ્રક્રિયા ઔદ્યોગિક ઉત્પાદન માટે વિકસાવી, આથી આ વિધિ હેબર-બોશ પ્રવિધિ તરીકે પણ જાણીતી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. તલાટી, જ. દા. (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૫૭.