લખાણ પર જાઓ

હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોઝ

વિકિપીડિયામાંથી

ઢાંચો:HPBooks બ્રિટીશ (British)લેખિકા જે કે રોઉલિંગ (J. K. Rowling) દ્વારા લખવામાં આવેલી હેરી પોટર (Harry Potter) નવલકથાની સાતમી અને અંતિમ નવલકથા હેરી પોટર અને ધ ડેથ હેલોવ છે. 21 જુલાઈન 2007ના રોજ આ પુસ્તક રીલીઝ થયું જે 1997માં શરૃ થયેલી હારમાળાનો અંત હતો. પહેલું પુસ્તક હતું હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ સ્ટોન (Harry Potter and the Philosopher's Stone)આ બુકમાં હેરી પોટર અને હાફ બ્લ્ડ પ્રિન્સ (Harry Potter and the Half-Blood Prince)ની 2005ની વાર્તાને આગળ વધારવામાં આવી છે અને અંતે લોર્ડ વોલ્ડેમોર્ટ (Lord Voldemort) અને હેરી પોટર (Harry Potter) વચ્ચે સંધર્ષ થાય છે.

બ્લુમ્સબરી પબ્લિશિંગ (Bloomsbury Publishing) દ્વારા ડેથલી હેલોવ યુનાઈટેડ કિંગ્ડમમાં પ્રગટ કરવામાં આવી રહી છે જ્યારે અમેરિકામાં સ્કોલાસ્ટીક (Scholastic)દ્વારા, કેનેડામાં રેઈનકોસ્ટ બુક્સ (Raincoast Books) દ્વારા અને ઓસ્ટ્રેલિયા તેમજ ન્યુઝીલેન્ડમાં એલેન અને અનવીન (Allen & Unwin) દ્વારા રીલીઝ કરવામાં આવી રહી છે. 93 દેશોમાં પ્રકાશિત કરવામાં આવેલી ડેથલી હેલોવે ઝડપથી વેચાતા પુસ્તકનો રેકોર્ડ તોડી દીધો છે. બુક રીલીઝ થયાના 24 કલાકની અંદર જ તેની 11 મિલિયન(એક કરોડ 10 લાખ) કોપીઓ વેંચાઈ ગઈ હતી. આ પહેલાનો રેકોર્ડ હાફ બ્લ્ડ પ્રિન્સના નામે હતો. આ બુકની પહેલા દિવસે નવ મિલિયન નકલો ખપી ગઈ હતી. [૧]આ ઉપરાંત ધ ડેથલી હેલોવનો વિશ્વની અલગ અલગ ભાષાઓમાં અનુવાદ થયો છે. જેમાં યુક્રેનિયન (Ukrainian),[૨]સ્વિડીશ (Swedish), [૩]પૉલીસ (Polish) [૪]અને હિન્દી ભાષા (Hindi)નો સમાવેસ થાય છે. [૫]

પ્રકાશિત પહેલાનો ઇતિહાસ[ફેરફાર કરો]

ટાઈટલની પસંદગી[ફેરફાર કરો]

બુક પ્રકાશિત થયા બાદ જ જે કે રોઉલિંગે જાહેર કર્યું કે તેમણે આ બુક માટે ત્રણ ટાઈટલ પસંદ કર્યા હતા. [૬][૭]21 ડિસેમ્બર 2006ના રોજ અંતિમ ટાઈટલ, હેરી પોટલ એન્ડ ધ ડેથલી હેલોવ નાતાલની હેંગમેગ (hangman)કોયડા આધારિત થીમ પર રોઉલિંગની વેબસાઈટ પર આ ટાઈટલ જાહેર કરાયું. આ બાદ બુકના પ્રકાશકે આ વાતને સમર્થન આપ્યું હતું.[૮]જીવંત વાતચીત દરમિયાન પુછવામાં આવ્યું કે અન્ય ક્યા ટાઈટલ તેઓ વિચારતા હતા તેના જવાબમાં રોઉલિંગે કહ્યું હતું કે તેઓ હેરી પોટર એન્ડ ધ એલ્ડર વાન્ડ અને હેરી પોટર એન્ડ ધ પેરવેરલ ક્વેસ્ટનો વિચાર કર્યો હતો. [૬]

માર્કેટિંગ કેમ્પેન[ફેરફાર કરો]

[[ચિત્ર:Hpdeathlyhallowsscholastic fullcover.gifસ્કોલાસ્ટિક (Scholastic)અમેરિકાની આવૃતિનું|thumb|right|300px| જેકેટ આર્ટ. ]]

સ્કોલાસ્ટિકના છ પ્રશ્નો
આ અંતર્ગત અમેરિકાના પબ્લિશર સ્કોલાસ્ટિકે (Scholastic)સાત પ્રશ્નો રીલિઝ કર્યા અને પુસ્તકના પ્રશંસકોએ અંતિમ પુસ્તકમાંથી તેના જવાબ શોધવાના હતા. [૯]
 1. કોણ જીવશે ?કોણ મરશે?
 2. શું સ્નેપ (Snape)સારો કે રાક્ષસ ?
 3. શુ હોગવાર્ટ (Hogwarts)ફરી ખોલી શકશે ?
 4. કોણ કોને ખતમ કરશે  ?
 5. હોર્ક્યુઅસ (Horcrux) ક્યાં છે ?
 6. શુ વોલ્ડેમોર્ટ (Voldemort)ની હાર થશે ?
 7. ડેથલી હેલોવ (Deathly Hallows)શુ છે.?

લંડન (London)માં આવેલા નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ (Natural History Museum)માં આ પુસ્તકને પ્રકાશિત કરાયું જે દરમિયાન આખી રાત પુસ્તકનું વાંચન કરાયું હતું તેમજ બુક પર હસ્તાક્ષર કરાયા હતા. આ પ્રસંગે જે કે રોઉલિંગ બેલેટ દ્વારા પસંદ કરાયેલા 1700 મહેમાનો સહિત હાજર હતા. [૧૦]ઓક્ટોબર 2007માં રોઉલિંગે અમેરિકાનો પ્રવાસ કર્યો, જ્યા આવા જ પ્રકારની ઉજવણી ન્યુયોર્કના કાર્નેગી હોલ (Carnegie Hall)ખાતે રાખવામાં આવી જેની ટીકીટ સ્વીપસ્ટેક દ્વારા ફાળવવામાં આવી. [૧૧]

હેરી પોટર શ્રેણીના અમેરિકાના પ્રકાશક સ્કોલાસ્ટિક ઈન્કે (Scholastic Inc.) લાખો ડોલરનું " ધેર વિલ બી સુન બી 7" માર્કેટિંગ કેમ્પેન લોંચ કર્યું. આ કેમ્પેનમાં નાઈટ બસ અમેરિકાની વિવિધ લાયબ્રેરીમાં ફરી હતી, આ ઉપરાંત ઓનલાઈન ચર્ચા અને સ્પર્ધા, બુકમાર્ક, ટાટુ અને પ્રશંસકો દ્વારા ચર્ચવામાં આવેલા ડેથલી હેલોવને લગતા 7 પ્રશ્નો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા. [૧૨]

આ ઉપરાંત, સ્કોલોસ્ટિકે ન્યુયોર્ક ખાતેના પોતાના વડા મથકે હેરી પોટર પ્લેસ એન્ડ મડાસ નામની જાદુઈ અને ઈન્ટરએક્ટીવ સ્ટ્રીટ ઉજવણી રાખી હતી. જ્યા 20 જુલાઈ 2007ના રોજ હસ્તાક્ષર કરાયેલી અમેરિકાની ડેથલી હેલોવની પ્રથમ આવૃતિ લોંચ કરવામાં આવી.. આ ફેસ્ટીવલમાં 20 feet (6 m)હાઈ હુમપિંગ વિલો, ફેશ પેઈન્ટીંગ, વાન્ડ મેકિંગ, ફાયર-ઈટર, જાદુગરો, અને સ્ટિલ્ટ પણ હાજર હતા. [૧૩]

જે કે રોઉલિંગે (J. K. Rowling) તેમના પ્રકાશક સાથે એક પોસ્ટર ડીઝાઈન કરાવ્યું હતું જેમાં બ્રિટીશ (British)બાળક મેડેલેઈન મેકકેન (Madeleine McCann)નો ચહેરો બતાવવામાં આવ્યો હતો. અને જ્યારે 21 જુલાઈ 2007ના રોજ ડેથલી હેલોવ પુસ્તક પ્રગટ થયું ત્યારે આ પુસ્તક વિક્રેતાઓને આ પોસ્ટર આપવામાં આવ્યું. તેમણે આશા વ્યકત કરી હતી કે જ્યારે વિશ્વમાં આ પુસ્તક પ્રગટ થશે ત્યારે દરેક પુસ્તક વિક્રેતા આ પોસ્ટર પોતાની દુકાન બહાર લગાવશે. [૧૪]

પુસ્તક સમાપ્ત કરતી વખતે રોઉલિંગ[ફેરફાર કરો]

જે કે રોઉલિંગ જ્યારે જાન્યુઆરી 2007માં એડિનબર્ગ (Edinburgh)માં આવેલી બાલમોરલ હોટલ (Balmoral Hotel)માં રોકાયા હતા ત્યારે તેમણે આ પુસ્તક સમાપ્ત કર્યું હતું. આ બાદ તેમણે પોતાના હસ્તાક્ષરવાળું એક નિવેદન રૃમમાં આવેલા માર્બલના હેરમેસ (Hermes)ના બસ્ટ (bust)(શિલ્પ) પર લાગાવ્યું જેમાં લખ્યું હતું. "જે કે રોઉલિંગે હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવ પુસ્તક આ રૂમમાં(652)માં 11 જાન્યુઆરી 2007ના રોજ પૂરુ કર્યું. "[૧૫]તેમની વેબસાઈટ પર કરેલા નિવેદનમાં રોઉલિંગે કહ્યું હતું કે "મને મારી જીંદગીમાં આ પ્રકારની મિશ્ર લાગણીઓ થઈ નથી. હું કલ્પી પણ શકતી નથી કે એક સાથે ભગ્ન હૃદય અને સારી લાગણી હું અનુભવી શકુ છું."તેમણે પોતાની આ લાગણી ચાર્લ્સ ડિકન્સ (Charles Dickens)દ્વારા 1850માં પ્રકાશિત કરાયેલી ડેવિડ કોપરફિલ્ડ (David Copperfield)ના લોચ વખતે અનુભવેલી લાગણી સાથે સરખાવી હતી. ડિકન્સે કહ્યું હતું કે આ "બે વર્ષની કલ્પાનું કામ છે. ""તે અંગે "તેમણે ઉમેર્યું હતું કે "હું માત્ર નિરાશા વ્યકત કરી શકું, 17 વર્ષ સુધી પ્રયત્ન કર્યો ચાર્લ્સ"તેમણે પોતાનો સંદેશાનો અંત આણ્યો, ડેથલી હેલોવ એ મને પ્રિય છે અને આ શ્રેણીનો અંત આ પુસ્તક દ્વારા લાવવાનો સુંદર રસ્તો હતો. [૧૬]

તેમની આવનારા પુસ્તક પહેલા તેમના પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં રોઉલિંગે કહ્યું હતું કે તે ઈચ્છે તો પણ તેનો અંત હુમ બદલી શકું નહીં. "આ પુસ્તક ઘણા લાંબા સમય દરમિયાન રચવામાં આવી અને છ પુસ્તકો દરેક પોતાની એક અલગ દિશામાં જાય છે. જેથી, હું ખરેખર એ ના કરી શકીં."[૧૭]તેમણે એમ પણ ટીપ્પણી કરી હતી કે નવું પુસ્તક આ શ્રેણીના જુના પુસ્તક હેરી પોટર અને હાફ બ્લડ પ્રિન્સ (Harry Potter and the Half-Blood Prince)થી નજીક છે. " એક જ નવલકથાના બે ભાગ જેવા લાગે છે. ‌"[૧૮]તેમણે કહ્યું હતું કે પુસ્તકનું છેલ્લુ પ્રકરણ જાણે 1990ના દાયકામાં લખાતું હોય તેવું લાગતું હતું. આ દરમિયાન જ તેમણે આ સીરીઝના પહેલા પુસ્તકો લખ્યા હતા. [૧૯]

સ્પોઈલર એમ્બાર્ગો[ફેરફાર કરો]

રોઉલિંગે જાહેર વિનંતી કરી હતી કે અન્ય વાચકોનો રસભંગ ન થાય તે માટે આ પુસ્તકને લગતી માહીતી કોઈ વાચક પાસે હોય તો તે વિષય વસ્તુને ગુપ્ત રાખે.[૨૦] આ માટે બ્લુમ્સબરીએ જીબીપાઉન્ડ (GB£) 10 અને લાખો ડોલર પુસ્તકનો વિષય વસ્તુ લોંચના દિવસ 21 જુલાઈ સુધી ગુપ્ત રહે તે માટે ખર્ચયા. [૨૧]હેરિ પોટર શ્રેણીના અમેરિકાના સંપાદક આર્થર લેવિને ડેથલી હેલોવ પુસ્તકની કોઈ નકલ પ્રેસ સમિક્ષા માટે વહેંચી હોવની વાતનો ઈન્કાર કર્યો. પરંતુ અમેરિકાના બે સમાચારપત્રોએ પુસ્તકની સમિક્ષા છાપવામાં સફળ રહ્યા. [૨૨][૨૩]

ઓનલાઈન લિક અને પહેલી ડિલિવરી[ફેરફાર કરો]

પુસ્તકના રિલીઝના એક અઠવાડિયા પહેલા, આ પુસ્તકની હોવાની મનાતી કેટલીય ટેક્સ્ટ વિવિધ પ્રકારમાં પ્રસિદ્ધ થઈ. 16 જુલાઈના રોજ 759 પાન્નાની અમેરિકન આવૃતિના ફોટોગ્રાફ લિક થઈ ગયા અને રિલિઝની તારીખ પહેલા સંપુર્ણ ટ્રાન્સક્રિપ્ટ (transcribed)કરાયા હતા. [૨૪][૨૫][૨૬][૨૭] બાદમાં આ ફોટગ્રાફ વેબસાઈટ અને પીઅર ટૂ પીઅર (peer-to-peer)નેટવર્કમાં રીલીઝ થયા. આ માટે સ્કોલાસ્ટીકે (Scholastic) ફોટોગ્રાફના સ્ત્રોતનો પત્તો મળે તે માટે કોર્ટના સમન્સ (subpoena)માટે અરજી કરી. [૨૮]આ કિસ્સો હેરી પોટર શ્રેણીના પુસ્તકના ઇતિહાસમાં સૌથી ગંભીર સુરક્ષાભંગ સમાન બન્યો હતો.[૨૯]રોઉલિંગ અને તેમના વકીલે કબુલ કર્યું કે ઓનલાઈન લિક થયું છે. [૩૦]ધ બાલ્ટીમોર સન (The Baltimore Sun)અને ધ ન્યુયોર્ક ટાઈમ્સ (The New York Times)માં 18 જુલાઈ 2007ના રોજ સમિક્ષા છાપવામાં આવી હતી. જેમાં લિક કરાયેલા ઘણા પ્લોટનો અહેવાલ આપવામાં આવ્યો હતો અને રિલીઝના એક દિવસ પહેલા ધ ન્યુયોર્ક ટાઈમ્સે કબુલ કર્યું કે લિક કરાયેલું સાહિત્ય સાચૂં હતું. [૨૯]

સ્કોલાસ્ક્ટિકે જાહેર કર્યુ કે અમેરિકાની કુલ કોપીની 0.0001 ટકા જેટલી કોપી એટલે ક 1200 જેટલી કોપી વહેલી મોકલવામાં આવી હતી. મેરિલેન્ડના એક વાચકને આ પુસ્તકની નકલ પુસ્તકના સત્તાવાર લોંચના ચાર દિવસ પહેલા ડીપડિસ્કાઉન્ડ.કોમ દ્વારા મળી હતી. જે દ્વારા સ્કોલાસ્ટીક અને ડીપડિસ્કાઉન્ડ બન્ને શંકાના દાયરામાં આવી ગયા હતા. સ્કોલાસ્ટિકે પહેલા એવું કહ્યું કે તેઓ સંતુષ્ઠ છે, આ એક" માનવીય ભૂલ" હતી અને તેઓ સંભવિત દંડ અંગે કોઈ ચર્ચા કરવા માંગતા નથી. [૩૧]જો કે , એ દિવસ બાદ જ સ્કોલાસ્ટિકે જાહેર કર્યું કે તેઓ ડીપડિસ્કાઉન્ડ.કોમ અને તેના વિક્રેતા લેવી હોમ એન્ટરટેઈમેન્ટ સામે કાયદેસરના પગલા લઈશું. [૩૨]કુક કંટ્રીમાં આવેલી શિકાગો સરકીટ કોર્ટમાં સ્કોલાસ્ટિકે નુકશાન બદલ વળતરની માંગ પણ કરી. અરજીમાં કહ્યુ કે" ડીપડિસ્કાઉન્ડે આ પુસ્તક અંગે તેમની વચ્ચે થયેલી સમજૂતીનો સંપુર્ણભંગ કર્યો છે. "[૩૩]આ બાદ રિલિઝ પહેલાના કેટલાક પુસ્તકો ઈબે (eBay)પર પણ દેખાવા લાગ્યા, એક કેસમાં પબ્લિશર્સ વિકલી (Publishers Weekly)માટે18 અમેરિકન ડોલરની પ્રાથમિક કિંમત ધરાવતું આ પુસ્તક 250 અમેરિકન ડોલર (US$)માં વેચવામાં આવ્યું. [૩૪]

કિંમત યુદ્ધ અને અન્ય વિવાદો[ફેરફાર કરો]

એસ્ડા (ASDA) અને[૩૫] યુકેના અન્ કેટલાક સુપરમાર્કેટોએ ભારે ડિસ્કાઉન્ડ આપીને રીલીઝ પહેલા જ પુસ્તકની નકલોના ઓર્ડર લીધા હતા. એસ્ડાએ આ બાદ વધુ એક કિંમત યુદ્ધ ખેલવાની જાહેરાત કરી.એસ્ડાએ પુસ્તકના લોંચના બે દિવસ પહેલા કર્યું કે તેઓ એક કોપી માત્ર પાંચ પાઉન્ડમાં વેંચશે(10 અમેરિકન ડોલર)અન્ય રીટેલ ચેનોએ પણ પુસ્તક પર ભારે ડિસ્કાઉન્ટ જાહેર કર્યા.[૩૬]

મલેશિયા (Malaysia)માં પણ આવું જ ભાવ યુદ્ધ ચાલ્યુ હતું અને અંતે તે વિવાદોમાં પરિણામ્યું હતું.[૩૭]મલેશિયાની ચાર મોટી બુકસ્ટોર ચેન એમપીએચ બુકસ્ટોર (MPH Bookstores), પોપ્યુલર બુકસ્ટોર (Popular Bookstore), ટીમ્સ એન્ડ હેરિસે ટેસ્કો (Tesco) અને કેરેફોર (Carrefour) હાઈપરમાર્કેટ સામે વિરોધને કારણે હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવનું વેચાણ બંધ કર્યું મલેશિયામાં તેની છૂટક કિંમત હતી એમવાયઆર (MYR)109.90(16 પાઉન્ડ જેટલા) જ્યારે હાઈપર માર્કેટ ટેસ્કો (Tesco)અને કેરેફોર (Carrefour)પુસ્તકને માત્ર એમવાયઆર 69.90(10 પાઉન્ડ જેટલી)કિંમતે વેંચતા હતા. બુક સ્ટોર દ્વારા ડીસ્ટ્રીબ્યુટર પેન્ગિન બુક (Penguin Books) પર દબાણ લાવવાનો હેતું એ હતો કે દબાણમાં આવીને પેન્ગિન હાઈપર માર્કેટમાં અપાતો પુસ્તકોનો પુરવઠો બંધ કરે. જો કે, 24 જુલાઈ 2007ના રોજ ભાવયુદ્ધ પુરૂ થયું અને ચારેય બુકસ્ટોરે ડિસ્કાઉન્ટ હેઠળ પુસ્તકનું વેચાણ શરૂ કર્યું. પેન્ગિન બુકે કહ્યું કે ટેસ્કો અને કેરેફોર ખોટ ખાઈને પણ પુસ્તકનું વેચાણ કરતા હતા પરંતુ સારા વેપાર માટે આ એક સામાન્ય પ્રેક્ટીશ હતી. [૩૮]

ઈઝરાયલ (Israel)માં શનિવારની વહેલી સવારે આ પુસ્તક રીલીઝ કરવામાં આવ્યું પરંતુ તે શાબાટ (Sabbath)નો ભંગ કરતું હોવાની ટીકા થઈ. વેપાર અને ઉદ્યોગ પ્રધાન ઈલી યીશાઈ (Eli Yishai)એ ટિપ્પણી કરી કે "આ વર્જિત છે, યહુદી મુલ્ય અને યહુદી સંસ્કૃતિ મુજબ પુસ્તક સવારે બે વાગ્યે રિલીઝ કરવું જોઈતું હતું. તેમને બીજા દિવસે કરવા દો"[૩૯]યશાઈએ ઈશારો કર્યો કે કામના કલાકો અને અન્ય કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે. [૪૦]

અર્પણ અને શિલાલેખ[ફેરફાર કરો]

અર્પણના પન્નાનો અલગ પ્રકારનો લેઆઉટ હતો જે હેરીના વાગ્યાના નિશાન જેવો લાગતો હતો. જેમાં વંચાતું હતું." આ પુસ્તક સાત અલગ અલગ માર્ગોથી અર્પણ કરાયું છે, નીલને, જેસિકા, ડેવિડ, કેન્ઝી, ડી, અન્ને, અને તમને, જો તમે હેરી સાથે છેલ્લા સમય સુધી રહેશો તો."

હેરી પોટર શ્રેણીની બધા જ પુસ્તકો સમર્પિત કરાયા છે પરંતુ હેરિ પોટર એન્ડ ધ ડેથલી હેલોવ માં જ માત્ર શિલાલેખ-ઉત્કીર્ણ લેખ (epigraph) છે. આ બે અવતરણો મૃત્યુ અને મિત્રતાને લગતા છે. અંગ્રેજી અનુવાદમાં પહેલા અવતરણો પ્રાચીન ગ્રીસ (Ancient Greek)ના ધ લાઈબેશન બેઅરર (The Libation Bearers)માંથી લેવામાં આવ્યા છે. ઈ.સ. પુર્વે પાંચમી સદીમાં નાટ્યકાર એશેશ્યુલસે (Aeschylus)લખેલા નાટકમાં તે વપરાયા છે. [૪૧]જ્યારે બીજા અવતરણો વિલિયમ પેન (William Penn)ના મોર ફ્રુટ ઓફ સોલિટ્યુડ(1682)માંથી લેવાયા છે. પેન ધ ક્વેકર (Quaker) અમેરિકન કોમનવેલ્થ (American Commonwealth) ઓફ પેનસેલ્વેનિયા (Pennsylvania)નો લેખક અને સ્થાપક હતો. [૪૨]

પ્લોટ(કથાવસ્તુ)[ફેરફાર કરો]

જ્યારે મેલફોય મનોર લોર્ડ વોલ્ડેમોર્ટ (Lord Voldemort) અને તેના ડેથ ઈટર્સ (Death Eaters)જ્યારે હેરી પોટર (Harry Potter) ડ્યુર્સલેય (Dursley) ઘર છોડીને અંતિમ વાર ઓર્ડર ઓફ ધ ફિનીક્સ (Order of the Phoenix)માં જોડાવવા જાય છે ત્યારે હુમલો કરવાની યોજના બનાવે છે. વોલ્ડમોર્ટ લ્યુસિયસ માલફોય (Lucius Malfoy)ની જાદુઈ લાકડી લે છે, તે માને છે કે હેરીને મારવા માટે આ ઉપયોગી થશે.

દરમિયાન, હેરીને લાગે છે કે હોગવાર્ટ, નોંધનીય રીતે ક્વીદિચ (Quidditch)રોબમાં ભણવા જવાની જરૂર નથી, ખરેખર તો, હેરી પાસે ક્વીદિચ રમવા માટે યોગ્ય પ્રસંગ નથી, જો કે ત્રણ મુખ્ય પ્રસંગોએ હુફલેપફ કપ અને રેવેનકલાવ ડાઈડેમ અને વોલ્ડેમોર્ટ સાથેની લડાઈમાં હવામાંથી વસ્તુ ખેંચી નાખવામાં હેરીને આ કળા કામમાં આવે છે.

જ્યારે હેરીને ડ્યુર્સલેયથી સલામત જગ્યાઓએ તેના ઓર્ડર ઓફ ધ ફીનીક્સ (Order of the Phoenix)ના સાથીદારો લઈ જતા હોય છે ત્યારે ડેથ ઈટર્સ તેઓ પર હુમલો કર્રે છે.હેરીની જાદુઈ લાકડીને જ્યારે વોલ્ડેમોર્ટ હુમલો કરે છે ત્યારે હેરી ભાગી છુટવામાં સફળ રહે છે. હેડવિગ (Hedwig) અને મેડ આઈઈ મુડી (Mad-Eye Moody)ના મોત થાય છે અને જયોર્જ વેસ્લી (George Weasley) કાન ગુમાવે છે.

આ ત્રણેય ધ બુરોવ (The Burrow)ગયા જ્યા જાદુના પ્રધાન (Minister for Magic) રુફસ સ્ક્રિમિનોર (Rufus Scrimgeour) હેરીને અલબસ ડમબ્લેડોર (Albus Dumbledore)નું વીલ વિલ રોન વેસ્લી (Ron Weasley)અને હેરીમિઓન ગ્રેગર (Hermione Granger)ની વસિયત આપવા માટે આવે છે. રોનને ડેલુમિનેટર (Deluminator)મળે છે, હેરમિનોર બાળકોનું પુસ્તક છોડી જાય છે. ધ ટેલ ઓફ બિડલ ધ બર્ડ (The Tales of Beedle the Bard)અને હેરીને ગોડરીક ગ્રેફિન્ડોર (Godric Gryffindor)ની તલવાર (Sword) અને સ્નીચ (Snitch)મળે છે. જેમાં એક રહસ્યમય વાક્ય પણ હોય છે " હું બંધને ખુલ્લું કરું છું. "મંત્રાલય કહે છે કે "તલવાર એ ઐતિહાસિક વસ્તુ છે. " તેથી ગમે તે રીતે તેને પોતાની પાસે રાખજે.

બિલ વેસ્લી (Bill Weasley)ખાતે અને ફ્લેઉર ડિલાકોર (Fleur Delacour)ના લગ્નના રિશેપ્શન વખતે પેટ્રોનોસ (Patronus)ને કિંગ્સલે શેકલબેલ્ટ (Kingsley Shacklebolt)બોલાવે છે. અને જાહેરાત કરી છે કે હવે જાદુ મંત્રાલય (Ministry of Magic)વોલ્ડેર્મોટના નેજા હેઠળ આવે છે, અને મંત્રાલયના અધિકારીઓ અને ડેથ ઈટર્સ ગમે તે ઘડીએ અંહી આવી પહોંચશે. લગ્નમાં અરાજકતા વ્યાપી જાય છે, ડેથ ઈટર્સ એપ્રોચ કરે છે, અને હેરી, રોન, અને હેરનિમોન અદ્રશ્ય (disapparate) થાય છે અને ટોટેનપાર્મ કોર્ટ રોડ (Tottenham Court Road)પહોંચે છે જ્યાં તેઓ પોતાના આગામી પગલા માટે એક કાફેમાં સંતાઈ જાય છે. જો કે, ડેથ ઈટર્સ તેમને શોધી લે છે અને તેઓ બચીને ભાગી જાય છે.તેઓ 12 ગ્રીમ્મુલ્ડ પેલેસ (12 Grimmauld Place) ખાતે આસરો લે છે.

ગ્રીમ્મુલ્ડ પેલેખ ખાતે હેરી અનુમાન લગાવે છે કે સિરિયસ બ્લેક બ્રધર રીગુલસ (Regulus)એ જ આર એ બી છે જેમણે દરિયાઈ ગુફામાંથી હોરક્રકસ લોકેટ (Locket)ગાયબ કરી દીધું હતું. ઢાંચો:HP6હેરમિઓન યાદ કરે છે કે ઘર સાફ કરતી વખતે લોકેટ જોયું હતું. અને તેમને હાઉસ એલ્ફ (house-elf)માં ક્રેચરે (Kreacher)લોકેટ ચોર્યાનું ખબર પડે છે. ક્રેચર કહે છે કે તેણે વોલ્ડેમોર્ટની આજ્ઞા મુદૂ લોકેટ હોરક્રક્સ (Horcrux)દરિયાઈ ગુફામાં મુકી દીધુ છે. આ બાદ લોકેટ મેળવ્યા બાદ રીગુલુસ મૃત્યુ પામ્યો. ક્રેચર અને મુડુનગુસ ફ્લેચરની મદદ બાદ તેઓને ખબર પડે છે કે લોકેટ હવે ડોલોરેસ અમ્બ્રીજ (Dolores Umbridge)ના કબ્જામાં છે. આ ત્રણે જાદુ મંત્રાલયમાં ઘુસી જાય છે અને લોકેટ મેળવી લે છે.જો કે, પરત ફર્યા બાદ તેઓને લાગે છે કે ગ્રીમ્માઉલ્ડ જોખમી છે જેથી તેઓ તેનાથી દુર ભાગી જાય છે.

આ ત્રણે હવે દેશમાં ફરવા લાગે છે અને હોરોક્રક્સને શોધી રહ્યા છે જેથી તેને ખતમ કરી શકાય.આ બાદ તેઓ ગ્રીપહુક (Griphook)પિશાચ ડીન થોમસ (Dean Thomas)ટેડ ટોન્ક્સ (Ted Tonks) ડીર્ક ક્રેસવેલ અને ગોર્નુક(અન્ય પિશાચ)ની વાતો સાંભળી લે છે અને તેમને ખબર પડે છે કે હોગવાર્ટમાં રાખેલી ગ્રેફિન્ડોરની તલવાર ખોટી છે. હેરી હોરક્રક્સને મારી નાંખવા માટે સાચી તલવાર શોધી કાઢવાનું નક્કી કરે છે. થોડા સમય પછી રોન અને હેરી, યોજના બનાવવાની હેરીની અણઆવડત અંગે દલિલ કરે છે અને રોન ગ્રુપ છોડીને જતો રહે છે. હેરી અને હેરમિનોર સાચી તલવાર ગોડરિક હેલોવ (Godric's Hollow)માં શોધી કાઢે છે તેમજ હેરીનું જૂનુ ઘર પણ તેઓને મળે છે. જ્યારે તેઓ આ ઘર જોઈ રહ્યા હોય છે ત્યારે હેરી અને હેરીમિનોરને બાથિલ્ડા બાગશોટ (Bathilda Bagshot)તેના ઘરે બોલાવે છે. કંઈ ખોટુ થઈ રહ્યાનું જાણ્યા બાદ, હેરી સીડી ઉપર ચડે છે, જ્યાં તે નાગિની (Nagini) બની જાય છે. આના બાદ તરત જ વોલ્ડેમોર્ટ આવે છે. હેરીમિનોર ત્યાર બાદ ઘરમાં કંઈક વસ્તુ ઉછાળે છે જેથી તેઓ ભાગી શકે, પરંતુ તેના દ્વારા હેરીની જાદુઈ લાકડીને નુકશાન થાય છે. જ્યારે વોલ્ડેમોર્ટને ખબર પડે છે કે તેઓ ભાગી ચુક્યા છે, ત્યારે હેરીને બળપુર્વક વોલ્ડેમોર્ટની મેમરીને જોવી પડે છે અને જોમાં રાત્રે હેરીના માતાપિતાની હત્યા કરતો દેખાય છે જેથી હેરી બેભાન બની જાય છે.

હેરીમિઓને ડીનના જંગલ (Forest of Dean)માં લઈ જાય છે. જ્યારે તેઓ જોઈ રહ્યા હોય છે ત્યારે સિલ્વર કલરમાં હરણ (doe)નો આકાર ધરાવતા પેટ્રોનાસ (Patronus)ને જોવે છે. જે હેરીને બરફના સરોવર તરફ લઈ જાય છે જ્યાં તેને ગ્રેફિનડોરની સાચી તલવાર દેખાય છે. હેરી થીજેલા પાણીમાં તેને મેળવવા માટે કુદકો માર છે, હોરક્રક્સ લોકેટ ત્યારે તેને મુંઝવવાનું શરૂ કરે છે. રોન ડમ્બલડોરે તેને આપેલું ડેલુમિનેટોર દ્વારા પરત રે છે અને તેમને બચાવે છે. રોન સાચી તલવારને મેળવી લે છે અને તેની સાથેના લોકેટનો નાશ કરે છે. રોન ચેતવે છે કે વોલ્ડેમોર્ટનું નામ હવે ટાબુઉડ (Tabooed)થયું છે અને જે પણ પણ આ નામ બોલે તેનું સ્થાન વોલ્ડમોર્ટ અને ડેથ ઈટર્સને ખબર પડી જાય છે.

રહસ્યમય સિમ્બોલ સુપ્રસિદ્ધ ડેથલી હેલોવ (Deathly Hallows)નું પ્રતિનિધત્વ કરે છે.

ક્ષેનોફિલસ લવગુડ (Xenophilius Lovegood) પાસેથી આ ત્રણેયને જાણ થાય છે કે આ સિમ્બોલ ડેથલી હેલોવ (Deathly Hallows), ધ એલ્ડર વાન્ડ, ધ રીસ્યુરેસન સ્ટોન અને ધ ઈન્વિઝિબલ ક્લોકનું પ્રતિનિધિત્વ કરે છે. ક્ષેનોફિલસ તેમને ડેથલી હેલોવ અંગે કહે છે અને ત્રણ ભાઈઓને વાર્તા કહે છે જેમાં તેઓને મૃત્યુ તરફથી ભેટ મળી હોય છે તેની વાત કરે છે. જ્યારે તેઓ લુના અંગે પુછે છે ત્યારે લવગુડ કબુલ કરે છે કે ડેથ ઈટર્સ તેને ઉઠાવી ગયા છે.લુનાના પરત ફરવાની આશા રાખે છે. પરંતુ ડેથ ઈટર્સને તેમનું ઠેકાણું મળી જાય છે. જો કે આ ત્રણેય ભાગી નીકળે છે. ભાગી છુટ્યા બાદ, હેરી અદ્રશ્ય ઘડિયા તરફ ઈશારો કરે છે અને તે એક ડેથલી હેલોવ હોવાનું કહે છે.

ત્યાર બાદ, હેરી આકસ્મિક રીતે વોલ્ડેમોર્ટનું નામ વાપરે છે અને તેઓને સ્નેચર્સ દ્વારા પકડી લેવામાં આવેય છે. સ્નેચર્સ વોલ્ડેમોર્ટના સેવકો હોય છે. આ ત્રણેયને તેઓ માલફોય મનોર પાસે લઈ જાય છે જ્યા તેઓને લુના ડીન મીસ્ટર ઓલિવિન્ડર (Mr Ollivander) અને ગ્રીપહુક (Griphook)ની સાથે કેદ કરવામાં આવે છે. આ ત્રણેય પાસેથી ગ્રેફિન્ડોરની તલવાર મળે છે, બેલાટ્રીક્સ લેસ્ટ્રેન્જ (Bellatrix Lestrange)ને ભય લાગે છે કે તેઓ ગ્રીગગોટા (Gringotts)ની જેલ તોડી નાખશે જેથી તે હેરમિઓનને માહિતી માટે ખુબ મારે છે. ડોબી (Dobby)ના રૃપમાં મદદ આવે છે. ડોબી જેલમાં આવીને લુના, ડીન અને ઓલિવેન્ડરને બચાવી લે છે. આને કારણે લ્યુસિયર માલફોયનું ધ્યાન ખેચાય છે અને તે વોર્મટેલ (Wormtail)ને બોલાવે છે અને કેદખાનું ચેક કરવાનો આદેશ આપે છે. જ્યારે વોર્મટેલ કેદમાં પ્રવેશે છે હેરી અને રોન તેના પર હુમલો કરે છે. ઢાંચો:HP4હેરી તેને પોતાનું ઋણ યાદ કરાવે છે. હેરીએ વોર્મટેલનો જીવ બચાવ્યો હોય છે. ઢાંચો:HP3વોર્મટેલ ખચકાય છે. પરંતુ વિશ્વાસઘાત માટે તેનો જ ચાંદીના કલરનો હાથ તેનું ગળું દબાવી દે છે. હેરી અને રોન હેરમિઓનને બચાવવા માટે ઉપર જાય છે. રોન બેલાક્ટ્રીક્સ પાસેથી શસ્ત્રો લઈ લે છે અને હેરી ડ્રાકો માલફોય (Draco Malfoy)ની જાદુઈ લાકડી લઈ લે છે. હવે ફરી વખત ડોબી આવે છે અને બિલ અને ફ્લેઉરના શેલ કોટેજ (Shell Cottage)માં અદ્રશ્ય થાય છે. ડોબી ભાગતી હોય છે ત્યારે બેલાટ્રીકસના ચાકુથી ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે. હેરી ભાગી જાય છે અને બાકીને ડેથ ઈટર્સને ખુબ માર મારે છે. ત્યાર બાદ માલફોય મેનોર આવે છે. વોલ્ડેમોર્ટ હેરીને શરણે આવી જવાનો આદેશ આપે છે. પછી તે બધું છોડીને તેઓ હોગવાર્ટ જવા નિકળે છે અને ડમ્બલેડોરની કબર પાસેથી જાદુઈ લાકડી લે છે.

કોટજમાં ઓલિવાન્ડર મોટી જાદુઈ લાકડીનું અસ્તિત્વ સ્વીકારે છે અને કહે છે કે જાદુઈ લાકડી તેનો માલિક હારી જાય કે શસ્ત્રો વિહોણો થઈ જાય ત્યારે તે રાજદંડમાં ફેરવાઈ જાય છે. જો કે ઓલિવેન્ડર ચેતવણી પણ આપે છે કે મોટી જાદુઈ લાકડીને કોઈ પણ હરાવી શકે નહીં પણ તેનો માલિક હારી શકે છે. બેલાટ્રિક્સનુંવ વર્તનને કારણે આ ત્રણેય સમજે છે કે અન્ય હોરક્રકસ લેસ્ટરાન્જના વોલ્ટમાં છુપાવવામાં આવ્યો છે. ગ્રિપહુકની મદદથી ગ્રિનગોટ્ટામાં તેઓ પ્રવેશે છે અને હુફેલેપફ (Hufflepuff's)કપ (Cup)ને પાછો મેળવી લે છે જો કે આ પ્રક્રિયામાં તેઓ તલવાર ગ્રિપહુક પાસે ગુમાવી દે છે. આ ત્રણેય ગ્રીનગોટ્ટાના રક્ષક એવા ડ્રેગન (dragon)ને વટાવીને ભાગી છુટે છે. આ બાદ વોલ્ડેમોર્ટને કપની ચોરીની જાણ કરવામાં આવે છે. અને તેને થાય છે કે તેની પાસેની હોરક્રુક્સ નાશ પામી છે. આમ છંતા તે હેરીના મન સાથે કન્કેશન મેળવે છે અને તેને ખબર પડે છે કે અન્ય હોરક્રકસ હોગવોર્ટમાં છુપાવેલી છે.

હોગ્સમેડેમાં, ડમ્બલેડોર આ ત્રણેયને હોગ્સમેડેમાંથી બહાર નિકાળીને હોગવાર્ટમાં લઈ જાય છે. ત્યાર બાદ હેરી બધાને ચેતવે છે કે વોલ્ડેમોર્ટ ગમે ત્યારે આવી શકે છે. લુના લવગુડ કહે છે કે પાંચમી હોરક્રુક્સ એ રાવેનકોઉનો ખોવાયેલો મુઘટ હોઈ શકે છે. હેરીને યાદ આવે છે કે તેણે મુઘટ જરૂરી રૂમના અંદર જોયો હતો જ્યારે તે ગત વર્ષે પુસ્તક મુકવા ત્યાં ગયો હતો. દરમિયાન, હેરમિઓન સાપ વડે કપ હોરક્ર્કસનો નાશ કરે છે. હેરીના ઘણા બધા સાથીઓ શાળામાં ભેગા થાય છે જ્યાં હોગવાર્ટનું યુદ્ધ (Battle of Hogwarts)શરૂ થાય છે. જરૂરી રૂમમાં રોન માછલીના બચ્ચુ એલ્વેશ અંગે ઉલ્લેખ કરે છે જે હજૂ પણ રસોડામાં છે અને તકલીફમાં છે. આ બાદ હેરિમિઓર ભાગે છે અને રોનને ચુંબન કરી દે છે.

જ્યારે આ ત્રણેય જરૂરી રૂમમાં હોય છે ત્યારે ડ્રાકો માલફોય, ક્રેબે અને ગોયલ તેમના પર હુમલો કરે છે. ક્રેબે ફ્લેનડાયર સાથે યુદ્ધ કરે છે અને તેને મારી નાંખે છે અને મુઘટનો નાશ કરે છે. જો કે બીજા લોકો આ દરમિયાન ભાગી છુટે છે.

સંધર્ષના સમય દરમિયાન, જાદુ મંત્રાલયના સભ્યો એવા વેસ્લી ભાઈઓ યુદ્ધની સ્પર્ધા કરતા હોય છે. પર્સિ અને ફ્રેડ ભ્રષ્ટાચારી પ્રધાન પ્લસ થિકેન્સે સાથે લડાઈ કરતા હોય છે. અને ત્યાં જ દરવાજા આગળ જોરદાર ઘડાકાનો અવાજ સંભાળ છે. જેથી એક દિવસ ઘસી પડે છે અને ફ્રેડનું મૃત્યુ થાય છે.

હેરીને મગજમાં વોલ્ડેમોર્ટની છબી દેખાય છે, અને આ ત્રણે ત્યાંથી દુર જવા લાગે છે. જ્યા તેઓ જુએ છે કે વોલ્ડેમોર્ટે સ્નેપને મારી નાંખે છે. વોલ્ડેમાર્ટ માને છે કે હવે તે મોટી જાદુઈ લાકડીનો માલિક તે બનશે. વોલ્ડેમોર્ટ ઝુંપડી છોડી જાય છે અને આ ત્રણેય લોકો મરી રહેલા સ્નેપ પાસે જાય છે. સ્નેપ મરી જાય છે ત્યારે તે પોતાની યાદદાસ્ત હેરીને આપે છે જે દ્વારા ખબર પડે છે કે સ્નેપ ડમ્બ્લડોરનો વફાદાર સૈનિક હતો અને તે હેરીની માતા લીલીને ખુબ પ્રેમ કરતો હતો. ગોન્ટના રિંગ હોરક્રક્સના શાપથી ડમ્બલડોમ તકલીફ આવી જાય છે અને તે સ્નેપને આદેશ કરે છે કે મને મારી નાંખે. વોલ્ડેમોર્ટે પણ ડમ્બલડોરને મારી નાખવાનો ડ્રાકોને આદેશ કર્યો હોય છે. આ સ્મરણમાં એ પણ ખુલવા પામે છે કે હેરી જાતે હોરક્રક્સ છે, અને વોલ્ડેમોર્ટને મારવા માટે તેને મરવું પડશે.

પોતાના મોતથી ડર્યા વગર વોલ્ડેમોરને મારવા માટે હેરી ફોરબિડન ફોરેસ્ટમાં જાય છે અને નેવેલી લોંગબોટમને મળે છે, અને તક મળે તો લોંગબોટે નાગિનીને પણ મારવાનું કહે છે. રસ્તામાં તેને લાગે છે કે સ્નીચે તેની પાસે નવુંજીવન આપે તેવો પથ્થર છે.અને તે તેને મેળવી શકે તેમ છે. આ બાદ તે પોતાના માતાપિતા સિરિયસ બ્લેક અને તાજેતરમાં જ મૃત્યુ પામેલા રીમસ લ્યુપીનની આત્માને બોલાવે છે. આ આત્મા તેઓને વોલ્ડેમોર્ટના અડ્ડા સુધી લઈ જાય છે. વોલ્ડેમોર્ટ હેરી પર પ્રહાર કરે છે.

તે જાગે છે ત્યારે તેને કિંગનું ક્રોસ રોડ જેવું સ્થળ લાગે છે. તેને વિશ્વાસ હોતો નથી કે તે જીવે છે કે મૃત્યુ પામ્યો છે. ડમ્બલેડોર તેની સામે પ્રગટ થાય છે અને સમજાવે છે કે વોલ્ડેમોર્ટનો હોરક્રક્સ કે જે હેરીમાં હતો તે નાશ પામ્યો છે. તે કહે છે કે વોલ્ડેમોર્ટ જ્યાં સુધી તેનો આત્માને કશું નથી થયું, વોલ્ડેમોર્ટ હેરીને મારી ન શકે કારણ કે તેણે જીવીત થવા માટે હેરીના લોહીનો ઉપયોગ કર્યો હોય છે. ઢાંચો:HP4વોલ્ડેમોર્ટે આપેલા શાપને કારણે હેરીની અંદર રહેલો વોલ્ડેમોર્ટનો આત્મા જ નાશા પામ્યો હતો. ત્યાર બાદ હેરીને વોલ્ડેમોર્ટના અસલ ચહેરાનો ભાસ થાય છે જેમાં તે રડતો હોય છે. જેને ડેમ્બલડોર "આપણી મદદ થી બહાર" હોવાનું કહે છે. ત્યાર બાદ હેરીને રણસંગ્રામમાં પાછો જવાનો સમય આપવામાં આવે છે, અને સલાહ આપવામાં આવે છે કે હવે તે વોલ્ડેમોર્ટનો અંત લાવશે તો તે નાશ પામશે.

હેરી જીવે છે પરંતુ મર્યાનો ડોળ કરે છે. વોલ્ડેમોર્ટ નારસિસ્સા માલફોયને હેરીને જોવાનો આદેશ કરે છે. આમ કરતા તેને ખબર પડે છે કે હેરી જીવે છે. અને તે જલ્દીથી તેને પુછે છે કે તેનો પુત્ર ડ્રાકો જીવે છે કે નહીં જેનો જવાબ હેરી હામાં આપે છે. નારસિસ્સા માટે તેનો પુત્ર મહત્વનો હોય છે જેથી તે વોલ્ડેમોર્ટ સામે જાય છે અને કહે છે કે હેરી મૃત્યુ પામ્યો છે. હેરીને હોગવાર્ટ ખાતે લઈ જવામાં આવે છે વોલ્ડેમોર્ટે જીતેલી ટ્રોફીની જેમ. અને તેને સ્કુલના મુખ્ય દરવાજા આગળ પ્રદર્શિત કરવામાં આવે છે. જ્યારે નેવેલી લોંગબોટમ ડેથ ઈટર્સ સાથે જોડાઈ જવાના વોલ્ડેમોર્ટના આમંત્રણનો અસ્વીકાર કરે છે (કારણ કે તેનું લોહી સ્વચ્છ હોય છે.)

સ્કુલની દિવાલ આગળ ઉભેલા વિદ્યાર્થીઓના સંબંધીઓ અને હોગમેડના રહેવાસીઓ બુમરાણ મચાવે છે ત્યારે ગ્વાપ, કિન્નરો અને મોટાદેહ ધારીઓ દ્વારા પણ તેમાં વધારો કરવામાં આવે છે. નેવેલી ત્યાર બાદ હેટ ફગાવી દે છે અને તેમાંથી ગ્રેફિડોરની તલવાર દોરે છે અને એક જ ફટકામાં નાગિનીનો શિરચ્છેદ કરી દે છે અને અંતિમ હોરક્રક્સને ખતમ કરે છે. હેરી તેની અદ્રશ્ય થાય તેવી ઘડીયાલ સાથે ફરે છે અને તે યુદ્ધમાં મદદ માટે તૈયાર થાય છે. આ દરમિયાન તેના સમર્થકોએ વોલ્ડેમોર્ટ અને ડેથ ઈટર્સને યુદ્ધ કરવા માટે પડકારે છે. આ બાદ વધુ મદદ હોગવાર્ટમાંથી પરીઓના મદદમાં આવે છે ક્રેચર (Kreacher)દ્વારા ઝનુન આપવામાં આવ્યું છે તેઓએ ડેથ ઈટર્સ અને નિવ્ઝ પર હુમલો કરે છે. છેવટે, વોલ્ડેમોર્ટ પ્રોફેસર મેકગોંગાલ અને સ્લગહોમ તેમજ કિંગ્સલે શેકલબેલ્ટ સાથે યુદ્ધ એકસાથે કરે છે. તો બેલાટ્રીક્સ હેરીમિઓર અને ગીની અને લુના લડાઈ કરે છે. શાપ દ્વારા ગીનીને મારવાનો બેલાટ્રીક્સ પ્રયાસ કરે છે ત્યારે મીસીઝ વેસ્લી દ્વારા તેના પર પ્રહાર કરાય છે અને તે મૃત્યુ પામે છે. પોતાનો પ્રિય વફાદાર સાથી ગુમાવીને વોલ્ડેમોર્ટ ગુસ્સે ભરાય છે અને આકરા પ્રહાર કરવા લાગે છે.વોલ્ડેમોર્ટના પ્રહારોથી શ્રીમતી વેસ્લીને બચાવવા માટે હેરી ઢાલ તરીકે ઉભો રહી જાય છે. પછી તે જાણે છે કે તે મોટી જાદુઈ લાકડીના સાચા માલિક છે, હેરી અદ્રશ્ય ઘડિયાળ ફગાવી દે છે અને વોલ્ડેમોર્ટ સાથે યુદ્ધ કરે છે.વોલ્ડેમોર્ટને માત્ર પશ્ચાયાતાપની લાગણી જ બચાવી શકે તેમ છે તેમ જાણવાથી હેરી વોલ્ડેમોર્ટને કહે છે કે જ્યારે ડ્રાકોએ ડમ્બલડોરને એસ્ટ્રોનોમી ટાવર પર નિશસ્ત્ર બનાવ્યો ત્યારે તે અજાણપણે મોટી જાદુઈ લાકડીનો માલિક બની ગયો હતો.ઢાંચો:HP6આ વસ્તુ ત્યાર બાદ હેરીને મળી હતી જ્યારે તેણે ડ્રાકોની લાકડી માલફોય મેનોર ખાતે જીતી લીધી હતી. તેના પહેલા યુદ્ધમાં ઢાંચો:HP4હેરી એક્સપેલારમુસ ફેકે છે જ્યારે વોલ્ડેમોર્ટ અવાડા કેડાવરા ફેંકે છે.મોટી જાદુઈ લાકડીનો રાજધર્મ તેના માલિકને થતું નુકશાન અટકાવે છે અને હેરીને મારવા આવેલો શાપ વોલ્ડેમોર્ટને જ મારી દે છે અને અંતે હેરીનો વિજય થાય છે.

આ યુદ્ધમાં ડેથ ઈટર્સ સાથેની લડાઈમાં વેસ્લી, રેમુસ લુપીન, નાયમફોદરા ટોન્કસ, કોલીન ક્રીવેય અને અન્ય 50 લોકો માર્યા જાય છે. તેમજ વોલ્ડેમોર્ટ અને બેલાટ્રીક્સનો પણ ખાત્મો બોલી જાય છે. હેરી તેના સમર્થકોનો આભાર માને છે. ત્યાર બાદ હેરી હેડમાસ્ટર્સની ઓફીસમાં જાય છે અને ભૂતૂપૂર્વ હેડમાસ્ટર્સની છબીઓ તેમજ હજારો સમર્થકો તેને તાલિયોથી વધાવી લે છે. ડમ્બલેડર તેને પોટ્રેઈટ દ્વારા મદદ કરે છે, હેરી નક્કી કરે છે કે મોટી જાદુઈ લાકડી હવે ડમ્બલેડોરની કબર પર પરત મુકી દેવી જોઈએ. કારણ કે જો હેરી હાર્યા વગર મરી જાય તો તેનો બધી શક્તિઓનો નાશ થાય. અને સ્ટોનને ફોરબીડન ફોરેસ્ટમાં મુકી દેવો જોઈએ અને કલ્કોને પોટર કુંટુંબ પાસે રાખવી જોઈએ.મોટી જાદુઈ લાકડીને કબર પર મુક્યા પહેલા હેરી તેને પોતાની તુટેલી લાકડીની મદદ કરવામાં ઉપયોગ કરે છે જે પહેલા ઘણું જ નુકશાન પામી છે. ત્યાર બાદ તે ગ્રેફિડોર ટાવરમાં પોતાના પલંગ પર આડો પડે છે થાય છે કે આ સમયે તેને ક્રેચર સેન્ડવીચ લાવી આપે તો સારૂં.

ઉપસંહાર[ફેરફાર કરો]

19 વર્ષ બાદ હેરી અને ગીની વેસ્લી (Ginny Weasley) લગ્ન કરી દે છે જેમને ત્રણ સંતાનો હોય છે જેમ્સ સિરિયસ (James Sirius), અલબસ સેવરસ (Albus Severus) અને લીલી લુના (Lily Luna). રોન હેરીમિઓન સાથે લગ્ન કરે છે અને બે સંતાનો હોય છે રોઝ (Rose)અને હુગો (Hugo)આ કુંટુંબ કિંગ્સ ક્રોસ રેલવે સ્ટેશને (King's Cross station)મળે છે જ્યા ગભરાઈ રહેલો અલબસ હોગવાર્ટમાં પ્રથમ વર્ષ માટે જઈ રહ્યો છે. ડ્રોન માલફોય અને તેની પત્ની પણ પોતાના દિકરા સ્કોરપીયસ સાથે હાજર હોય છે. હેરીનો ગુડસન, ટેડી લ્યુપીન (Teddy Lupin)વિક્ટોરી વેસ્લી (Victoire Weasley)ને ટ્રેનમાં ચુંબન કરે છે અને જે બીલ (Bill)અને ફ્લેઉર (Fleur's)ની પુત્રી હોય છે. નેવેલી લોંગબોટમ હવે હોગવાર્ટમાં હર્બોલોજી (Herbology)ને પ્રોફેસર છે અને આ બે કુંટુંબો વચ્ચે મિત્ર તરીકે કાયમ રહે છે. પુસ્તકમાં છેલ્લા શબ્દો હોય છે કે " હેરીને થયેલા જખ્મએ તેને 19 વર્ષો સુધી કોઈ પરેશાન કર્યો નહીં. "તેમજ બધાને "

રોઉલિંગનું ભાષ્ય અને ઉમેરો[ફેરફાર કરો]

ઓનલાઈન ચેટ [૬][૪૩]દરમિયાન એક મુલાકાત[૪૪]માં તેમની વેબસાઈટના વિઝાર્ડ ઓફ મંથ વિભાગમાં, તેમની 2007ની અમેરિકા ઓપન બુક પ્રવાસમાં રોઉલિંગે વધારાના પાત્ર પણ ખુલ્લા મુક્યા જે તેણે પોતાના પુસ્તકમાં ઉમેર્યા ન હતા. પહેલી માહીતી એ ત્રણ વિશે હતી અને તેમના કુંટુંબ વિશે હતી જેઓએ હેરી સાથે પ્રવાસ શરૂ કરે છે.

તેમણે કહ્યું કે હેરી જાદુના મંત્રાલયનો ઓરોર (Auror) બની ગયો હતો અને તેને અંતે વિભાગનો વડો બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તે શિરિયસ (Sirius's)ની મોટરસાયકલ કે જે આર્થર વેસ્લી (Arthur Weasley)એ તેના માટે રીપેર કરાવી હોય છે પરંતુ તે તેનામાં રહેલા વોલ્ડેમોર્ટના આત્માના નાશા બાદ તે પાર્સેલોંગ (Parseltongue)બોલી શકતો નથી. તેમણે કહ્યું કે ગીની વેસ્લી (Ginny Weasley) હોલીહેડ હાર્પી (Holyhead Harpies), ક્વિદીચ (Quidditch)સાથે કામ કરે છે. ત્યાર બાદ તે હેરી સાથે ઘર વસાવવા માટે જાય છે અને ત્યાર બાદ તેડેઈલી પ્રોફેટ (Daily Prophet) માટે ક્વીદીચની કોરસપોન્ડન્ટ (correspondent) બની જાય છે રોન વેસ્લી જયોર્જ ના સ્ટોરમાં થોડા સમય માટે કામ કરે છે. વેસ્લીનો વિઝાર્ડ વ્હીઝ (Weasleys' Wizard Wheezes)પછી હેરી સાથે ઓરોરમાં જોડાઈ જાય છે. હરમઇનિને તેના માતાપિતા ઓસ્ટ્રેલિયામાં મળી જાય છે અને તેમની સુરક્ષા માટે સ્મરણશક્તિ લઈ લીધી હોય છે તે દુર કરે છે.પહેલા, તે જાદુ મંત્રાલયના જાદુના નિયંત્રણ અને નિયમન વિભાગ (Department for the Regulation and Control of Magical Creatures)માં કામ કરે છે. જેમાં તે નાની માછલીઓની જીંદગીને વધુ સુંદર બનાવે છે. ત્યાર બાદ તે જાદુના કાયદાના અમલ વિભાગ (Department of Magical Law Enforcement)માં જાય છે અને તે જુલ્મીઓ અને શુદ્ધ લોહી તરફીઓનો સફાયો કરે છે. આ ત્રણેયમાં આ જ એક માત્ર વ્યકિત હોય છે જે હોગવાર્ટમાં જાય છે અને સાતમુ વર્ષ પુરૂ કરે છે. રોઉલિંગ ત્યાર બાદ ડમ્બલેડોર અને જિલેર્ટ ગ્રીન્ડેલવર્ડ (Gellert Grindelwald)સાથેનો સંબંધ સમજાવે છે. તે તેને માત્ર મિત્રતાથી વધુ ઉપરનો સંબંધ કરે છે. ખરેખર તો રોઉલિંગ બહાર પાડે છે કે ખરેખર તો "ડમ્બલેડોર સમલૈગિક (gay)હોય છે" [૪૫]અને તેને ગ્રીનડેલવાર્ડ પ્રત્યે કુણી લાગણી હોય છે. [૪૬] આગળ રોઉલિંગ વોલ્ડેમોર્ટનો અંજામ ખુલ્લો કરે છે. તેના મૃત્યુ બાદ તેને કિંગ ક્રોસ લિમ્બો (limbo)માંથી બહાર કાઢવામાં આવે છે કારણ કે ભૂત બનાવા કરતા તેના ગુના વધુ ગંભીર હોય છે

રોઉલિંગ બીજા પણ કેટલાય પાત્રોનો અંજામ બતાવે છે, વેસ્લી (Weasleys)થી શરૂઆત કરીનેજયોર્જ વેસ્લી (George Weasley) તેની જોક શોપમાં ચાલુ રહે છે. જયોર્જ તેને ક્વિદીચ સાથી એન્જેલેના જ્હોન્સન (Angelina Johnson)સાથે લગ્ન કરે છે અને બે બાળકો હોય છે જેમા છોકરાનું નામ ફ્રેડ અને બીજી દિકરીનું નામ રોક્સેન હોય છે. આગળ, રોઉલિંગ લુના લવગુડ (Luna Lovegood)નું ભવિષ્ય સમજાવે છે. તે કહે છે કે લુના વિશ્વમાં વિકટ અને અલગપ્રકારના હથિયારો કે પ્રાણીઓની શોધ ચલાવે છે. તે રોલ્ફ સાથે લગ્ન કરે છે જે પ્રકૃતિશાસ્ત્રીક ન્વેટ સ્કામનડેર (Newt Scamander)નો પૌત્ર હોય છે.[૪૩]જેઓએ ફેન્ડાસ્ટીક બેટ્સ અને તેમને ક્યા શોધશો લખી હોય છે. તેઓને જોડીયા સંતાનો હોય છે જેમનું નામ લોરકાન અને લાયસેન્ડર હોય છે.તેના પિતાનું પ્રકાશન ધ ક્વિબર (The Quibbler) તેને પરત કરવામાં આવે છે અને તેને તેના હાસ્યરસ માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે.

નીચે આપવામાં આવેલા કેટલાક નાના પાત્રોને પણ રોઉલિંગ ઇતિહાસ આપે છએ. ડ્રાકો માલફોય (Draco Malfoy)ની પત્ની અસ્ટોરીયા, ડાફને ગ્રીનગ્રાસની ક્લાસમેટ સ્લાયથીનની નાની બહેન હોય છે. પેરસી વેસ્લી (Percy Weasley)ઓડ્રેયનામની મહિલાને પરણે છે તેમને બે દિકરીઓ હોય છે જેમનું નામ મોલી અને લ્યુસી હોય છે. ફ્રેન્ઝે (Firenze)તેના જાનવરોના ટોળામાં પરત ફરે છે અને જ્યાં તે શિક્ષણ લે છે. ડોલોરેસ અમ્બ્રીજ (Dolores Umbridge)ની ધરપકડ કરવામાં આવે છે અને પુછપરછ કરવામાં આવે છે અને ગુના માટે જેલમાં ધકેલવામાં આવે છે. ચો ચાંગ (Cho Chang)મુઘલને લગ્ન કરવા માટે જાય છે. [૪૭]વિકટોર ક્રમ (Viktor Krum)તેના જન્મસ્થળ બલ્ગેરીયા (Bulgaria)ના પ્રેમમાં પડે છે.[૪૮] નેવેલી લોંગબોટમ (Neville Longbottom)હોગવાર્ટમાં હેર્બોલોજીના પ્રોફેસર બને છે અને હેન્નાહ એબોર્ટ (Hannah Abbott)સાથે લગ્ન કરે છે. જે લેકી કાઉડ્રોનની જમીનદાર હોય છે. [૪૯]બિલ (Bill)અને ફ્લેઉર વેસ્લી (Fleur Weasley)ને કુલ ત્રણ સંતાનો હોય છે, નાના પુત્રનું નામ લુઈસ હોય છે અને બે પુત્રીઓનું નામ ડોમિનિક અને વિક્ટોરી (Victoire) હોય છે.

રોઉલિંગે આ ઉપરાંત ઘણા જાદુઈ વિશ્વ (wizarding world)ના દર્શન કરાવ્યા હતા. કિંગ્સલે શેકલબોલ્ટ (Kingsley Shacklebolt) કાયમી જાદુ પ્રધાન (Minister of Magic)બની જાય છે જ્યારે પરસી વેસ્લી તેમની નીચે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરે છે. આ ઉપરાંત શેકલબોલ્ટે જે પરિવર્તન કર્યા તેમાં ડેમેન્ટોર્સ (Dementors)માટે અઝબાન (Azkaban)નો ઉપયોગ નહીં.હેરી, રોન, અને હેરમિઓન પણ મંત્રાલયની સુધારણામાં લાગી જાય છે. [૬]હોગવાર્ટ ખાતે સ્લાઈથેરઈન (Slytherin) હાઉસ હવે વધુ સમય સુધી શુદ્ધ લોહીના લોકોનું મથક રહેતું નથી. જોકે તેની કાળી પ્રતિષ્ઠા ઓછી જરૂર થાય છે. [૬]વોલ્ડેમોર્ટેના મૃત્યુની સાથે જ કાળા જાદુ સામેના રક્ષણ જિન્કસ (jinx) પણ તુટી જાય છે, અને કાળા જાદુ માટે એક કાયમી સંરક્ષણ બનાવવામાં આવે છે. વર્ષમાં કાળા જાદુના રક્ષણમાં હેરી ઘણી વખત આવીને કાળા જાદુના ક્લાસમાં લેક્ચર લે છે. [૪૪]છેલ્લે, રોઉલિંગ કહે છે કેસ્નેપ (Snape)નું ચિત્ર જે થોડા સમય માટે હોગવાર્ટના હેડમાસ્ટર તરીકે કામ કરે છે, તે હવે હેડમાસ્ટરની ઓફિસમાં દેખાતું નથી, કારણ કે તેઓએ પોતાનો હોદ્દો છોડી દીધો હોય છે. ત્યાર બાદ હેરી સ્નેપનું વધુ એક ચિત્ર લગાવે છે અને સ્નેપની સાચી રાજનિષ્ઠાની જાહેરાત કરે છે. [૬]

ક્રિટીકલ રીસેપ્શન(સ્વીકાર)[ફેરફાર કરો]

ધ બાલ્ટીમોર સન (The Baltimore Sun)'ના વિવેચક કારોલ મેકકુલીએ આ શ્રેણીની પ્રશંસા ક્લાસિક "બિલ્ડુંગસરોમન (bildungsroman) અથવા કમિંગ ઓફ એજ ટેલ કહી". તેમણે નોંધ કરી છે કે "સાતમાં પુસ્તકમાં પહેલાના પુસ્તકો જેટલો આકર્ષણ અને હાસ્ય નથી.તેમજ લખાણ વધુ પડતું નિરસ છે." પરંતુ તે પુસ્તકના વિષયનું નિરિક્ષણ કરે છે કે" આનાથી ભિન્ન કેવી રીતે હોઈ શકે"[૫૦]

ધ ટાઈમ્સ (The Times)ના સમિક્ષક અલિસ ફોર્ડધામે લખ્યું છે કે "રોઉલિંગ પ્રતિભા માત્ર કલ્પનાના પ્રદેશમાં વિહાર કરાવવા પુરતી નથી પરંતુ ,પાત્રોના સર્જનની અને પાત્રો દ્વારા રજૂ થતા આવેગો અને લાગણીઓ જેમ કે પ્રેમ, હિંમત સ્પર્શી જાય છે. " ફોર્ડહામ સમાપન કરે છે " આપણે સાથે ઘણો સમય રહ્યા, રોઉલિંગ કે હેરીએ આપણને અંતમાં પડવા દીધા નથી."[૫૧]

તો ભિન્ન રીતે, ક્રિસન સાયન્સ મોનિટર (Christian Science Monitor)ના જેની સાવયરે કહ્યું કે " હેરી પોટર શ્રેણી માટે માટે બધાને પ્રેમ છે. તેણે જે રીતે જાદુઈ વિશ્વનો પરિચર કરાવ્યો છે તે ઘણો જ સારો રહ્યો છે". જો કે " આ વાર્તા એવી છે કે તેને કોઈ પણ બદલી શકે છે. "અને ઉંમર વધવાની સાથે હેરીમાં ખાસ કોઈ પરિવર્તન આવ્યુ નથી. રોઉલિંગના મતે હેરી સારા માર્ગે ચાલ્યો જેથી વોલ્ડેમોર્ટનો અંત ટાળી શકાય તેવો ન હતો પરંતુ વોલ્ડેમોર્ટનો અંત હેરીનું પવિત્ર કાર્ય હતું. [૫૨]

કેટલાક સમિક્ષકો કે જેમાં મેકકાઉલીનો પણ સમાવેશ થાય છે તેઓ આ પુસ્તક પર પોતાનો અભિપ્રાય જલ્દીથી રજૂ કરી દીધો તેના અંગે સ્ટેફન કિંગે (Stephen King) કેટલીક ટીકા કરી છે. [૫૩]તેઓ અનુભવે છે કે આ ટાળી શકાય તેવું નથી, કારણ કે પુસ્તકના રીલીઝ પહેલા ઘણી બધી સુરક્ષા રાખવામાં આવી હતી જેથી સમિક્ષકોને વાંચવાનો ટાઈમ મળ્યો નથી, પણ ઘણા પહેલાના વિવેચનોમાં ઉંડાણનો અભાવ છે. તેનું લખાણ નિરાશાજનક છે તેવું જોવા કરતા, તેઓ અનુભવે છે કે લખાણ ઘણું જ સુધર્યું છે અને વિકસીત થયું છે.તેઓ કબુલ કરે છે કે પુસ્તકની વિષય વસ્તુ વધુ પુખ્ત થઈ છે અને શ્રેણીના વચલા પુસ્તકોથી રોઉલિંગ પુખ્તવયના લોકોને ધ્યાનમાં રાખીને પણ લખતા રહ્યા છે. તેઓ આ શ્રેણીની તુલના હકલબેરી ફિન (Huckleberry Finn)અને એલિસ ઈન વન્ડરલેન્ડ (Alice in Wonderland)સાથે કરે છે જે હાલમાં ક્લાસિક કહેવાય છે, જેમાં કેટલોક ભાગ પુખ્ત વયના લોકોને અપીલ કરે છે જ્યારે કેટલોક ભાગ બાળકોને પસંદ પડે છએ.

12 ઓગસ્ટ 2007,ના રોજ ન્યુયોર્ક ટાઈમ્સના ક્રિસ્ટોફર હીચેન્સે બીજા વિશ્વ યુદ્ધ વખતની અંગ્રેજી બોર્ડીંગ સ્કુલની સિરીઝ સાથે આની સરખામણી કરી છે અને લખ્યું છે કે " રોઉલિંગે અવિનાસી વિખ્યાતી પામી છે" જે ડયૂસ એક્સ મચિના (deus ex machina)નો વારંવાર ઉપયોગ કર્યો છે જેની કથાવાર્તા અને ડાયલોગ પર ખરાબ અસર પડી છે." આ પુસ્તકના વચ્ચેના પ્રકરણો વધુ ઉંડા છે અને વોલ્ડેમોર્ડ ઈયાન ફ્લેમિંગના વિલન કરતા વધુ કંટાળાઉપજાવતું પાત્ર બની રહે છે."[૫૪]

ઝડપી વાંચન (Speed-reading)ના વિશ્વ વિજેતા એન્ને જ્હોન્સે આ પુસ્તકના 199,900 શબ્દો માત્ર 47 મીનીટ અને 1 સેકન્ડમાં વાંચી કાઢ્યા હતા.તેણે કહ્યું હતું, " વધુ પડતા વિવેચનમાં પડ્યા વગર કહી શકાય કે કથાવાર્તા થોડીક ગુંચવાડાભરી છે, પરંતુ મે કોઈ જ શબ્દ બદલ્યો નથી. હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવ એ ખરેખર પેજ ટર્નર છે." [૫૫]

ટાઈમ (Time)મેગેઝીનના લેવ ગ્રોસમાને આ પુસ્તકને 2007ની ટોચની 10 ફિક્શન પુસ્તકોની યાદીમાં આઠમું સ્થાન આપ્યું છે , અને વૈશ્વિક સમુહ માધ્યમમાં સ્થાનપામનારૂં પુસ્તક આપવા બદલ રોઉલિંગની પ્રશંસા કરી છે. આરંભ કરતા લખે છે " રોઉલિંગની થીમ પ્રેમ અને મૃત્યુની ગીચતામાં આ વાર્તા વણાઈ છે." ગ્રોસમન આ નવલકથાની આજ શ્રેણીની અન્ય પુસ્તકો સાથે સરખામણી કરે છે " પોટર શ્રેણીના અન્ય પુસ્તકો કરતા આ પુસ્તક વધુ સુંદર નથી, પરંતુ તે અંતનો અનુભવ કરાવે છે. જેમાં તે પ્રેમનો પ્રવાહ અને મૃત્યુના ચહેરાનું મહત્વ દર્શાવે છે. "[૫૬][૫૭]

અનુવાદ[ફેરફાર કરો]

હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવ' વિશ્વમાં પ્રખ્યાત થઈ હતી જેથી તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. 25 સપ્ટેમ્બર, 2007ના રોજ યુક્રેનિયન ભાષા (Ukrainian)માં આ પુસ્તકનો સૌપ્રથમ અનુવાદ થયો. (Гаррі Поттер і смертельні реліквії).[૨]સ્વિડીશ ભાષામાં પુસ્તકનું ટાઈટલ રોઉલિંગે બહા પાડ્યું, હેરી પોટર એન્ડ ધ રેલિક્સ ઓફ ડેથ, કારણ કે સ્વિડીશ પ્રકાશકોએ રીલીઝ પહેલા બે શબ્દોના અનુવાદને લઈને વાંચ્યા વગર અનુવાદ કરવામાં મુશકેલી રજૂ કરી હતી. આ શબ્દો હતો." ડેથલી હેલો "[૩]26 જાન્યુઆરી 2008[૪]ના રોજ પોલિસ (Polish)ભાષામાં તેનો અનુવાદ થયો ટાઈટલ હતું.Harry Potter i Insygnia Śmierci - Harry Potter and the Insignia of Death.[૫૮]27 જુન 2008ના રોજ મંજુલ પબ્લિકેશન દ્વારા આ પુસ્તકનો હિન્દી (Hindi) અનુવાદમાં પ્રસિદ્ધ કરાયો, આનું ટાઈટલ હતું. "Harry Potter aur Maut ke Tohfe" (हैरी पॉटर और मौत के तोहफे) જેનો અનુવાદ થાય છે. "હેરી પોટર અને મોતની ભેટો"[૫]

ફિલ્મમાં અપનાવેયલ[ફેરફાર કરો]

મુખ્ય, હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવ (ફિલ્મ) (Harry Potter and the Deathly Hallows (film))

હેરી પોટર એન્ડ ડેથલી હેલોવને બે ભાગમાં વહેંચીને ફિલ્મ (film adaptation) બનાવવાનું નક્કી થુંય જેનું દિગ્દર્શન ડેવિડ યાટ્સ (David Yates)ને સોંપવાનું નક્કી થયું, તેઓએ આ શ્રેણીની આગલી બે ફિલ્મોનું પણ ડીરેક્શન કર્યું હતું. પહેલો ભાગ 19 નવેમ્બર 2010માં અને બીજો ભાગ મે 2011માં રજૂ કરવાનું નક્કી કરાયું. [૫૯][૬૦]અમેરિકા સ્ટ્રાઈકની રાઈટર્સ ગિલ્ડ (2007–2008 Writers Guild of America strike)2007-08નો અંત ન આવે ત્યા સુધી સ્ટીવ ક્લોવ્સ (Steve Kloves) વાર્તા પર કામ કરી શક્યા નહીં.જેથી વિલંબ થયો. [૬૧]ફિલ્મનું શુટીંગ ફ્રેબ્રુઆરી 2009થી શરૂ થયું અને જે એક વર્ષ સુધી ચાલશે. [૬૨]પહેલી ત્રણ ફિલ્મોમાં સ્કોર આપનાર જ્હોન વિલિયમ્સે (John Williams)આ ફિલ્મમાં પણ સ્કોર આપવામાં રસ દાખવ્યો. [૬૩]

એડિશન(આવૃતિઓ)[ફેરફાર કરો]

બ્લુમબરી(અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ન્યુઝીલેન્ડ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, વગેરે)
 • ISBN 0-7475-9105-9 હાર્ડકવર
 • ISBN 0-7475-9106-7હાર્ડકવર(પુખ્ત વયના લોકો માટે)
 • ISBN 0-7475-9107-5 હાર્ડકવર (વિશેષ આવૃતિ)
 • ISBN 0-7475-9583-6 પેપરબેક
 • ISBN 0-7475-9582-8 પેપરબેક (પુખ્તવયના લોકો માટેની આવૃતિ )
સ્કોલોસ્ટીક(અમેરિકા, વગેરે)
રેઈનકોસ્ટ(કેનેડા વગેરે, બ્લુમબરીની આવૃતિ મુજબ)

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Harry Potter finale sales hit 11m". BBC. 23 July 2007. મેળવેલ 2007-07-27.
 2. ૨.૦ ૨.૧ "Ukrainian Potter comes first". Kyiv Post. 27 July 2007. મેળવેલ 2007-07-29.
 3. ૩.૦ ૩.૧ "Släppdatum för sjunde Harry Potter-boken klar!". Tiden. મૂળ માંથી 2007-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-24.
 4. ૪.૦ ૪.૧ "Translated Edition of Deathly Hallows Hits Stores in Poland". Leaky Cauldron website. 25 January 2008. મેળવેલ 2008-01-25.
 5. ૫.૦ ૫.૧ "Harry Potter aur Maut Ke Tohfe - Hindi Version of the Deathly Hallows". Indore City Portal. મૂળ માંથી 2008-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-04.
 6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ "Webchat with J.K. Rowling, 30 July 2007". Bloomsbury Publishing. મૂળ માંથી 2007-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-31.
 7. "J.K.Rowling Official Site". News Archive. મૂળ માંથી 2007-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-23.
 8. "Harry Potter and the Deathly Hallows". Bloomsbury Publishing. 2006-12-21. મૂળ માંથી 2007-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-21.
 9. "Harry Potter: Shrieking Shack Poll". Scholastic. મેળવેલ 2007-08-18.
 10. "Harry Potter". Scholastic. મૂળ માંથી 2007-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-25.
 11. "The Open Book Tour, October 2007". J.K.Rowling Official Site. 14 July 2007. મૂળ માંથી 2007-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-14.
 12. "Scholastic announces record breaking 12 million first printing in United States of Harry Potter and the Deathly Hallows". Scholastic. 14 March 2007. મૂળ માંથી 2007-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-09.
 13. "Scholastic to Host 'Harry Potter Place'". Scholastic. 2007-06-26. મૂળ માંથી 2011-05-20 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-26.
 14. "Rowling in Madeleine poster plea". BBC News. 2007-07-16. મેળવેલ 2007-07-17. Check date values in: |date= (મદદ)
 15. Cornwell, Tim (2007-02-03). "Finish or bust  — J. K. Rowling's unlikely message in an Edinburgh hotel room". The Scotsman. મેળવેલ 2007-03-29.
 16. "Rowling reacts to Potter's end". USA Today. Associated Press. 2007-02-06. મેળવેલ 2007-07-21.
 17. "One-on-one interview with J.K. Rowling" (reprint). ITV. 2005-07-17. મેળવેલ 2007-06-16.
 18. Rowling, J. K. (2004-03-15). "Progress on Book Six". J. K. Rowling Official Site. મૂળ માંથી 2012-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2006-12-23.
 19. ""Rowling to kill two in final book"". BBC News. 2006-06-27. મેળવેલ 2007-07-25.
 20. J K Rowling (14 May 2007). "J.K.Rowling Official Site". મૂળ માંથી 2005-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-18.
 21. "10 million pounds to guard 7th Harry Potter book". Rediff News. 16 July 2007. મેળવેલ 2007-07-16.
 22. "Editor Says 'Deathly Hallows' Is Unleakable". MTV Overdrive (video). 17 July 2007. મેળવેલ 2007-07-19.
 23. એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે દુકાનદારો પુસ્તકની નકલોને વહેલી વેચી દેશે, કારણ કે પહેલા પુસ્તક વિક્રેતાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધનો જેવા કે આ સિરીઝની નવી નકલો તેઓને નહીં આપવામાં આવે તેમજ અન્ય દંડ પણ એટલા અસરકારક લાગતા ન હતા. "Potter embargo 'could be broken'". BBC News. 12 July 2007. મેળવેલ 2007-07-17.
 24. "Harry Potter Fans Transcribe Book from Photos". TorrentFreak. 18 July 2007. મેળવેલ 2007-07-19.
 25. "New Potter book leaked online". Sydney Morning Herald, Fairfax newspapers. 18 July 2007. મેળવેલ 2007-07-18.
 26. "Harry Potter and the Deathly Hallows leaked to BitTorrent". TorrentFreak. 17 July 2007. મેળવેલ 2007-07-19.
 27. "Harry Potter Spoiler Count". Los Angeles Times. 20 July 2007. મેળવેલ 2007-07-20.
 28. "Did the Times Betray Harry Potter Fans?". New York Times. 30 July 2007. મેળવેલ 2007-07-30.
 29. ૨૯.૦ ૨૯.૧ Ben Fenton (17 July 2007). "Web abuzz over Potter leak claims". મેળવેલ 2007-07-20.
 30. Jack Malvern (2007-07-19). "Harry Potter and the great web leak". મેળવેલ 2007-07-19.
 31. "The spell is broken". The Baltimore Sun. 18 July 2007. મૂળ માંથી 2021-05-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-18.
 32. "Press release from Scholastic". PR Newswire (from Scholastic). 18 July 2007. મેળવેલ 2007-07-18.
 33. "Distributor mails final Potter book early". MSNBC Interactive. 18 July 2007. મૂળ માંથી 2007-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-18.
 34. "I Was an eBay Voldemort". National Review Online. 20 July 2007. મૂળ માંથી 2007-08-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-20.
 35. યુકેમાં સુપરમાર્કેટ ચેન એસ્ડા (Asda)એ દાવો કર્યો કે પુસ્તકની છુટક કિંમત(જીબી પાઉન્ડ 17.99, 37 અમેરિકન ડોલર બરાબર)" બાળકો પાસે ખંડણી માંગવા સમાન છે." આ બાદ પ્રકાશકે એસ્ડાને જુનુ દેવું બાકી હોવાની ધમકી આપીને કહ્યું કે તેઓ પુસ્તકની વધુ નકલો આપશે નહીં. "Potter book firm clashes with supermarket over price". Times Newspapers. 2007-07-17.એસ્ડાએ માફીમાંગી અને દેવા અંગે સમાધાન કરી લીધું.અને પ્રકાશકે પુસ્તકનો પુરવઠો ફરીથી શરૂ કર્યો http://books.guardian.co.uk/news/articles/0,,2128891,00.html
 36. પુસ્તકની કિંમત ખોટમાં વધારો (loss leader) કરે તેવી હતી પરંતુ ગ્રાહકો આ પુસ્તકને લઈને દુકાનો તરફ આકર્ષાતા હતા. આને કારણે યુકેના પરંપરાગત પુસ્તક વિક્રેતાઓએ બુમરાણ માચવી અને દલિલ કરી કે આ શરતોમાં સ્પર્ધા કરી શકશે નહીં. http://www.accesshollywood.com/news/ah6148.shtml Access Hollywood સંગ્રહિત ૨૦૦૭-૧૨-૩૦ ના રોજ વેબેક મશિન.સ્વતંત્ર દુકાન માલિકોએ પોતાનો વિરોધ વ્યકત કર્યો પરંતુ યુકેની પુસ્તકો માટેના સૌથી મોટા ચેન બુકસ્ટોર્સવોટરસ્ટોન્સ (Waterstone's) પણ સુપરમાર્કેટના ભાવને કારણે હરીફાઈ કરી શક્યો નહીં. કેટલાક નાના પુસ્તક વિક્રેતાઓએ પોતાના હોલસેલરો પાસેથી પુસ્તક લેવાને બદલે સુપરમાર્કેટમાંથી જ પુસ્તકો ખરીદવાનું પસંદ કર્યું. વધુ પ્રમાણમાં પુસ્તકો લઈ જતા રોકવા માટે એસ્ડાએ ગ્રાહક દિઠ માત્ર બે જ પુસ્તકો આપવાનો કાયદો બનાવ્યો.યુકેના બુકસેલર એસોસિયેશનના પ્રવક્તા ફિલિપ વિક્સે કહ્યું કે " આ યુદ્ધમાં અમે ભાગ પણ લઈ શકતા નથી. આ એક ધૃણાસ્પદ કાર્ય છે. સુપરમાર્કેર્ટોએ આને ખોટના ધંધા તરીકે ચલાવી રહી છે. "સિમ્બા ઈન્ફોર્મેશનના વિશ્લેષક માઈકેલ નોરિસે કહ્યું કે " તમે માત્ર પુસ્તકની કિંમત જ નીચે નથી લાવતાતમે આ જ સમયે વાંચનની કિંમત પણ ઘટાડી રહ્યા છો. " બ્રિટનના રીટેલરો હેરી પોટર સિરિઝની આ બુકને 10 ડોલરમાં વેંચી રહ્યા હતા જે અમેરિકાના માર્કેટ માટે ભયંકર વસ્તુ હતી.
 37. "Harry Potter and the ugly price war". The Star Malaysia. 21 July 2007. મૂળ માંથી 2007-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-21.
 38. "Bookstores end 'Harry Potter' boycott". The Star Malaysia. 24 July 2007. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-24.
 39. "Plans for Sabbath sales of Harry Potter draw threats of legal action in Israel". International Herald Tribune. 17 July 2007. મૂળ સંગ્રહિત માંથી 2007-09-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-18.
 40. "Yishai warns stores over Harry Potter book launch on Shabbat". Haaretz. 21 July 2007. મૂળ માંથી 2007-08-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-18.
 41. ધ લાઈબેશન બેઅરરધ ઓરેસ્ટ્રિયા (The Oresteia)ની કહેવાતી કરૂણાંતિકા (tragedies)ની ટ્રાયોલોજીનું બીજુ પુસ્તક હતું. જુઓ ઓરેસ્ટ્રીયા ધ લાઈબેશન બેઅરર (Oresteia#The Libation Bearers)જે અવતરણો લેવામાં આવ્યા છે તે અનુવાદ પર આધારિત છે.-પેગ્વિન કલાસિકે (Penguin Classics) જે અનુવાદ પ્રક્ટ કર્યો છે તેમાં રોઉલિંગે રોબર્ટ ફેગલેશ (Robert Fagles)નો ઉપયોગ કર્યો છે.
 42. ફ્રુટસ્ ઓફ સોલિટ્યુડ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૩૦ ના રોજ વેબેક મશિનનો બીજો ભાગ હતો મોર ફ્રુટ ઓફ સોલિ્ટ્યુડ, 1682માં આ કહેવતો વિલિયમ પેને સંપાદિત કરીને બહાર પાડી હતી. હેરી પોટર એન્ડ ધ ડેથલી હેલોવમાં પેનના અવતરણો લેવામાં આવ્યા છે. જે યુનિયન ઓફ ફ્રેન્ડ્સના પ્રકરણની છેલ્લી ચાર લાઈન આ પુસ્તકમાં લેવાઈ છે.
 43. ૪૩.૦ ૪૩.૧ "Rowling Answers Fans' Final Questions". MSN Entertainment. 2007-07-30. મૂળ માંથી 2007-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-31.
 44. ૪૪.૦ ૪૪.૧ Brown, Jen (2007-07-25). "Finished Potter? Rowling tells what happened next". MSNBC. મૂળ માંથી 2007-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-26. Check date values in: |date= (મદદ)
 45. "Rowling says Dumbledore is Gay". Newsweek. 16 October 2007. મેળવેલ 2007-10-21.
 46. "JK Rowling outs Dumbledore as gay". BBC News. 2007-10-20. મેળવેલ 2007-10-21.
 47. Larson, Susan (2007-10-18). "New Orleans students give Rowling a rousing welcome". The Times-Picayune. મેળવેલ 2007-10-18.
 48. J.K. Rowling and the Live Chat, Bloomsbury.com, July 30, 2007 (2.00-3.00pm BST)., http://www.accio-quote.org/articles/2007/0730-bloomsbury-chat.html, retrieved 2007-10-09 
 49. Weingarten, Tara, Rowling Says Dumbledore Is Gay, http://www.newsweek.com/id/50787, retrieved 2007-10-19 
 50. McCauley, Mary Carole (18 July 2007). "An inevitable ending to Harry Potter series". Baltimore Sun. મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2007-07-21.
 51. Fordham, Alice (21 July 2007). "Harry Potter and the Deathly Hallows". The Times. મેળવેલ 2007-07-25.
 52. Sawyer, Jenny (25 July 2007). "Missing from 'Harry Potter"  – a real moral struggle". Christian Science Monitor. મેળવેલ 2007-07-25.
 53. Stephen King. "J K Rowling's Ministry of Magic". entertainment weekly. મૂળ માંથી 2007-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-21.
 54. Hitchens, Christopher. "The Boy Who Lived". The New York Times. મેળવેલ 2008-04-01.
 55. Mike Collett-White (21 July 2007). "Deathly Hallows finished in 47min by reviewer". The Daily Telegraph. મૂળ માંથી 2008-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-12.
 56. ગ્રોસમન, લેવ, " 10 શ્રેષ્ઠ કાલ્પનિક કથા ધરાવતા પુસ્તકો" ટાઈમ મેગેઝીન (Time), 24 ડિસેમ્બર 2007, પેજ 44-45.
 57. Grossman, Lev (24 December 2007). "Top 10 Fiction Books". time.com. મૂળ માંથી 2007-12-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-24.
 58. "Harry Potter i insygnia śmierci". LibraryThing. 24 December 2007. મેળવેલ 2007-12-24.
 59. "Official: Two Parts for Deathly Hallows Movie". The LA Times. 12 March 2008. મેળવેલ 2008-04-24.
 60. "Release Date Set for Harry Potter 7: Part I". ComingSoon.net. 25 April 2008. મૂળ માંથી 2008-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-25.
 61. "About Those Harry Potter Rumours". Empire. 14 January 2008. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-02-14. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 62. Olly Richards (2008-03-14). "Potter Producer Talks Deathly Hallows". Empire. મેળવેલ 2008-03-15. Italic or bold markup not allowed in: |publisher= (મદદ); Check date values in: |date= (મદદ)
 63. "Williams Might be Back for Last 'Potter' Film". JWFAN. 2007-08-22. મેળવેલ 2007-08-25.

એક્સટર્નલ લિંક[ફેરફાર કરો]

ઢાંચો:Harrypotter