USB ડ્રાઇવ
USB કે યુ.એસ.બી. ડ્રાઇવ કે પેન ડ્રાઈવ એ કોમ્પ્યુટરની ડિજીટલ માહિતી સંગ્રહ કરવાનું એક ઉપકરણ છે.યુ.એસ.બી. ડ્રાઇવ ખાસ કરી ને સવાહ્ય છે, જેને આપણે ગમે ત્યાં ફેરવી શકીએ. તે ફ્લોપી કરતાં ખુબ જ નાની હોય છે.જાન્યુઆરી, ૨૦૧૨થી યુ.એસ.બી. ડ્રાઇવ ૨૫૬GB માં પણ ઉપલબ્ધ છે, અને ટુંક સમયમાં ૧TB માં પણ ઉપલબ્ધ હશે.
યુ.એસ.બી. ડ્રાઇવ ફ્લોપી તથા સી.ડી.ના વિકલ્પ તરીકે વપરાય છે, જે સી.ડી. તથા ફ્લોપી કરતાં ઘણી બધી ઝડપી છે. યુ.એસ.બી. ડ્રાઇવ યુ.એસ.બી. મુખ્ય સંગ્રહ ધોરણને અનુસરે છે, જે મોટા ભાગની ઓપરેટીંગ સિસ્ટમ - લિનક્ષ, મેક ઓ.એસ., વિન્ડોઝ અને બીજી યુનિક્ષ જેવી ઓ.એસ.માં ચાલી શકે છે.
આ કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ અને ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી જાણીતું સાધન છે. આ ઉપકરણ યુએસબી ડ્રાઈવ, પેન ડ્રાઈવ, યુએસબી સ્ટીક, થમ્બ ડ્રાઈવ, ફ્લેશ ડ્રાઈવ, મેમરી સ્ટીક વગેરે જેવા વિવિધ નામે ઓળખાય છે. આ વડે કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં ઘણા બધા ફોટો, ગીતો વગેરેનો ડેટા સંગ્રહ થાય છે, ડેટા ટ્રાન્સફર કરવા માટે પેન ડ્રાઈવ સરળતાથી કામ કરે છે.
પેન ડ્રાઈવ ફ્લેશ મેમરી આધારિત કાર્ય કરે છે. તેને સોલિડ સ્ટેટ કહેવાય છે. પેન ડ્રાઈવ ઉપરાંત મેમરી કાર્ડ, ગેમ કોન્સોલ, ડિજિટલ કેમેરાના મેમરી કાર્ડ વગેરે પણ ફ્લેશ મેમરી જ હોય છે. આ ફ્લેશ મેમરીમાં બબ્બે ટ્રાન્ઝિસ્ટરના કોલમની પટ્ટી વચ્ચે ઓક્સાઇડનું પાતળું આવરણ હોય છે. ટ્રાન્ઝિસ્ટરની ઉપલી લાઇનને ફ્લોટિંગ ગેટ અને નીચેની લાઇનને કન્ટ્રોલ ગેટ કહે છે. આ મેમરી યુએસબી પોર્ટ દ્વારા કોમ્પ્યુટર સાથે જોડાય ત્યારે તેમાં ૧૦ વોલ્ટનો વીજપ્રવાહ દાખલ થાય છે. ફ્લોટિંગ ગેટના ટ્રાન્ઝિસ્ટર ઇલેક્ટ્રોન ગનનું કામ કરે છે. સેલ સેન્સર પ્રવાહનું નિયંત્રણ કરે છે. ડેટા વીજપ્રવાહની વધઘટ સ્વરૃપે નોંધાય છે. ફ્લેશ મેમરીમાં વીજપ્રવાહ બંધ થયા પછી પણ તેમાં આવેલો ડેટા કાયમ રહે છે. પેન ડ્રાઈવ ૪ જીબીથી લઈને ૧૨૮ જીબી કે તેનાથી વધુ ડેટા સંગ્રહ કરી શકે તેટલી ક્ષમતાની બને છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |