લખાણ પર જાઓ

અમરાવતી (આંધ્ર પ્રદેશ)

વિકિપીડિયામાંથી
અમરાવતી
ધન્ય બુદ્ધ મુર્તિ, અમરાવતી મંદિર નગર
ધન્ય બુદ્ધ મુર્તિ, અમરાવતી મંદિર નગર
અમરાવતી is located in Andhra Pradesh
અમરાવતી
અમરાવતી
અમરાવતી is located in India
અમરાવતી
અમરાવતી
અક્ષાંશ-રેખાંશ: 16°32′28″N 80°30′54″E / 16.541°N 80.515°E / 16.541; 80.515
દેશભારત
રાજ્યઆંધ્ર પ્રદેશ
જિલ્લોગુંટુર
સરકાર
 • પ્રકારનિયોજક એજેન્સીઓ
 • માળખુંઅમરાવતી વિકાસ નિગમ લિમિટેડ
વિસ્તાર
 • શહેર૨૧૭.૨૩ km2 (૮૩.૮૭ sq mi)
 • મેટ્રો૮,૩૫૨.૬૯ km2 (૩૨૨૪.૯૯ sq mi)
વસ્તી
 (2011)[]
 • શહેર૧,૦૩,૦૦૦
 • મેટ્રો વિસ્તાર૫૮,૦૦,૦૦૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય પ્રમાણ સમય)
પિનકોડ
૫૨૦ ×××, ૫૨૧ ×××, ૫૨૨ ×××
વાહન નોંધણીએપી ૦૭
ભાષાઓતેલુગુ
વેબસાઇટઅમરાવતી અધિકૃત વેબસાઇટ

અમરાવતી એ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યની રાજધાની છે. આ સુનિયોજીત શહેર કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે વસેલું છે.[] આ શહેર આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્રની અંદર આવેલું છે, જે ૨૧૭ ચો.કિ.મી.ના વિસ્તારમાં રિવરફ્રન્ટ પર બાંધવામાં આવ્યું છે, જેમાં ૫૧% ગ્રીન સ્પેસ અને ૧૦% જળાશયો છે.[][] શહેરના નામનો "અમરાવતી" શબ્દ ઐતિહાસિક અમરાવતી મંદિર નગર, જે સાતવાહન વંશના તેલુગુ શાસકોની પ્રાચીન રાજધાની હતું તેના પરથી રાખવામાં આવ્યું છે.[] ઓક્ટોબર ૨૨, ૨૦૧૫ના રોજ શહેરના નિર્માણનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દંડરાયુનિપાલિમ વિસ્તારમાં કરાયો હતો.[]

ઑક્ટોબર ૨૦૧૬ સુધીમાં, આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના મોટાભાગના વિભાગો અને અધિકારીઓ હવે અમરાવતીના વેલાગપુડી વિસ્તારમાં સ્થિત કાર્યાલયમાં કાર્યરત છે, હૈદરાબાદમાં ફક્ત માળખાગત સ્ટાફ જ બાકી છે.[૧૦] એપ્રિલ ૨૦૧૬ થી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે વેલાગપુડીથી તેનું કાર્ય શરૂ કર્યું. આંધ્ર પ્રદેશ વિધાનસભા માર્ચ ૨૦૧૭ સુધી હૈદરાબાદમાં રહી હતી, ત્યારબાદ તે વેલાગપુડીમાં નવી બાંધેલી વિધાનસભાની ઇમારતોમાં સ્થાનાંતરિત થઈ.[૧૧]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Declaration of A.P. Capital City Area–Revised orders" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 September 2015. મૂળ (PDF) માંથી 8 જુલાઈ 2018 પર સંગ્રહિત. મેળવેલ 21 February 2016. Check date values in: |archive-date= (મદદ)
  2. Subba Rao, GVR (23 September 2015). "Capital region expands as CRDA redraws boundaries". The Hindu. Vijayawada. મેળવેલ 31 October 2015.
  3. "CRDA eyes CSR funds to push job potential in capital city". Times of India. Guntur. 1 July 2015. મેળવેલ 18 August 2015.
  4. "Amaravati to be divided into eight urban plan areas". The Hindu (અંગ્રેજીમાં). 3 April 2015. મેળવેલ 21 June 2016.
  5. Akbar, Syed (8 Aug 2016). "Amaravati as official capital will boost Andhra Pradesh's image – Times of India". The Times of India. મેળવેલ 1 May 2017.
  6. "Naming of the Residuary Andhra Pradesh State Capital as "AMARAVATI"" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 23 April 2015. મૂળ (PDF) માંથી 4 એપ્રિલ 2023 પર સંગ્રહિત. મેળવેલ 1 May 2016.
  7. "Amaravati: A capital idea, but how feasible?".
  8. "After 18 centuries, Amaravati set to become a 'capital' again". The Times of India. 22 October 2015.
  9. "Thousands descend on Andhra village Uddandarayunipalem to watch history in making", Economic Times, 22 October 2015, archived from the original on 2 ઑગસ્ટ 2017, https://web.archive.org/web/20170802171743/http://economictimes.indiatimes.com/news/politics-and-nation/thousands-descend-on-andhra-village-uddandarayunipalem-to-watch-history-in-making/articleshow/49491280.cms, retrieved 22 ઑક્ટોબર 2018 
  10. "Andhra Pradesh Secretariat starts functioning from interim government complex at Amaravati – Latest News & Updates at Daily News & Analysis". 3 October 2016.
  11. "Andhra Pradesh Holds Maiden Budget Session in New Capital Amaravati". News18 (અંગ્રેજીમાં). 2017-03-06. મેળવેલ 2023-02-07.