લખાણ પર જાઓ

કઢી

વિકિપીડિયામાંથી
કઢી
ગુજરાતી કઢી
ઉદ્ભવભારતના ઉત્ત્તર પશ્ચિમ અને પાકિસ્તાનના દક્ષીણપૂર્વી ક્ષેત્રો
વિસ્તાર અથવા રાજ્યગુજરાત, રાજસ્થાન , ઉત્તર પ્રદેશ
મુખ્ય સામગ્રીદહીં,ચણાનો લોટ, શાક
  • Cookbook: કઢી
  •   Media: કઢી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

કઢી એ દહીં કે છાશમાંથેએ બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે.

ઉત્તર ભારતમાં,ખાટા દહીંને તેમાં સ્વાદ ઉમેરવામાં આવે છે. તેઓ ક્યાંક તો બાફેલા ચોખા અથવા રોટી સાથે ખાવામાં આવે છે. રાજસ્થાન અને ગુજરાતમાં, તે સામાન્ય રીતે ખીચડી, રોટી, પરાઠા અથવા ચોખા સાથે પીરસવામાં આવે છે. તે હલકો ખોરાક ગણાય છે. રાજસ્થાની અને ગુજરાતી કઢી ઉત્તર પ્રદેશની વિવિધતાથી અલગ છે.ગુજરાતી કઢી છાશથી પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે તે દહીંની તુલનામાં વધુ સરળ છે. આ મૂળભૂત વાનગી પરની ભિન્નતા ચોક્કસ શાકભાજીના ઉમેરાનો સમાવેશ થાય છે, ખાસ કરીને ભિંડી (ઓકરા) જેમાં તેને 'ભીંડા ની કઢી' તરીકે ઓળખવામાં આવે છે. પંજાબ કઢીમાં એક સરળ, ઝડપી શિયાળુ ભોજન છે. સુસંગતતા વધારવા માટે બેસાના (જેને ચણાના લોટ અથવા ગ્રામ ફ્લોર તરીકે પણ ઓળખાય છે) બનાવવામાં આવે છે, અને પકોરા ઉમેરી રહ્યા છે, તે લાંબા સમય સુધી અનાજ બાસમતી ચોખા અથવા, (વધુ સામાન્ય રીતે) રોટી સાથે ખાવામાં આવે છે. બાકીના ભારતની જેમ, ખાટા દહીં ઉમેરવામાં આવતો નથી, માત્ર સંપૂર્ણ ચરબીનો છાશ, અથવા નકામા દહીં.


કઢી અને ભાત


વિવિધરુપો

[ફેરફાર કરો]
  • ગુજરાતી કઢી
  • કચ્છી કઢી
  • સિંધી કઢી
  • કશ્મીરી કઢી

ગુજરાતી કઢી

[ફેરફાર કરો]
સામગ્રી
[ફેરફાર કરો]

દહીં કે જાડી છાશ, ચણાનો લોટ કે બેસન, મેથીના દાણા, લીમડાના પાન કે કડી પત્તા, લીલું મરચું, હળદર (પીળો રંગ જોઈએ તો), મીઠું, હિંગ, લવીંગ, ગોળ.

  • દહીં માં પાણી ઉમેરી તેની ઘટ્ટ છાશ બનાવો.
  • તેમાં ચણાનો લોટ ધીરે ધીરે ઉમેરો અને ઝેરવતા રહો જેથી ગઠ્ઠા ના રહી જાય.
  • આ મિશ્રણને ગળણીથી ગાળી લો.
  • એક જાડી તપેલીમાં ઘી લો અને મેથી, લવીંગ, રાઈ, હિંગ, લીમડા, લીલા મરચાંનો વઘાર કરો.
  • તેમાં તૈયાર કરેલ છાશ ઉમેરો.
  • મીઠું અને ગોળ ઉમેરી ઉભરા શરુ થવા દો. (ચમચાથી હલાવી ઉભરો શાંત પાડવો)
  • દહીં એકરસ થઈ જાય અને ઉભરો શમી મિશ્રણ ખદબદે ત્યારે સમજવું કઢી તૈયાર થઈ.

કચ્છી કઢી

[ફેરફાર કરો]
સામગ્રી
[ફેરફાર કરો]

છાશ,બાફેલી તુવેરનીદાળ,મીઠું, આદુ મરચાં, હળદર, લીમડો (પાન), મૂળા , બટેટા, ફણસી, કેળાં , વટાણા, સરગવાની શિંગ, રાઈ, જીરું, ધી, મેથી, હિંગ અને લીલા મરચાં

  • મધ્યમ જાડી છાશ અને તુવેરની દાળનું ઓસામણ ૨:૧ ના પ્રમાણમાં લો.
  • તેમાં આદુમરચાં, મીઠું, હળદર, આદુના ટુકડા અને લીમડો ઉમેરો.
  • પેણીમાં ઘી લઈ રાઈ જીરું, હિંગ, મેથી, લીલા મરચાં અને લીમડાનો વઘાર કરો.
  • તેમાં દાળ અને છાશનું મિશ્રણ ઉમેરો.
  • તેમાં મૂળા, કાકડી, બટેટા, વટાના, શિંગ અને અન્ય શાક બાફીને નાખવા.
  • ઉભરો આવે તો કેળાં નાખી દેવા.

સિંધી કઢી

[ફેરફાર કરો]
સામગ્રી
[ફેરફાર કરો]

ચણાનો લોટ, બાફેલ શાકભાજી (જે ભાવે તે), કોકમના ફૂલ,મીઠું, હળદર, વાટેલ ધાણા મરચું ઘી, રાઈ, મેથી, હિંગ

  • ચણાનો લોટ શેકી લો. તેમાં થોડું પાણી ભેળવી પેસ્ટ બનાવો અને તેમાં બીજું પાણી ઉમેરો અને ઓસામણ જેવું પ્રવાહી બનાવો.
  • જોઈતા શાક બાફીને રાખો.
  • પ્રવાહીમાં બાફેલ શાક ભાજી, કોકમના ફૂલ, મીઠું, હળદર, વાટેલ ધાણા , અને મરચું ઉમેરો.
  • ઘીમાં રાઈ, મેથી, હિંગનો વઘાર કરો અને તેમાં ઉપર પ્રમાણે તૈયાર કરેલ મિશ્રણ ઉમેરો.
  • અને કઢી ઉકાળો. ભાવતા પ્રમાણેમાં જાડી થાય ત્યારે ચૂલા પરથી ઉતરો.