લખાણ પર જાઓ

મનાલી

વિકિપીડિયામાંથી
મનાલી
—  શહેર  —

Skyline of {{{official_name}}}

મનાલીનું
હિમાચલ પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 32°16′N 77°10′E / 32.27°N 77.17°E / 32.27; 77.17
દેશ ભારત
રાજ્ય હિમાચલ પ્રદેશ
જિલ્લો કુલ્લૂ જિલ્લો
વસ્તી ૮,૦૯૬[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,950 metres (6,400 ft)

કોડ
  • • પીન કોડ • ૧૭૫૧૩૧
    • ફોન કોડ • +૯૧૦૯૦૨

મનાલી (ઊંચાઈ. ૧,૯૫૦ મી અથવા ૬,૩૯૮ ફૂટ), એ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ બિયાસ નદીના ખીણ પ્રદેશમાં કુલ્લુના ખીણની ઉત્તરમાં આવેલ એક હવાખાવાનું સ્થળ છે. રાજ્યની રાજધાની સિમલાથી ઉત્તરે આ શહેર ૨૫૦ કિમી દૂર આવેલું છે.

મનાલી એ વહીવટી રીતે કુલ્લુ જિલ્લાનો ભાગ છે. તેની વસતિ અંદાજે ૩૦,૦૦૦ જેટલી છે. આ શહેર લડાખ સુધી જતા પ્રાચીન વ્યાપાર માર્ગનું શરૂઆતી શહેર હતું. આ વ્યાપાર માર્ગ આગળ જઈ કારાકોરમ ઘાટ, યરકંદ અને ખોતન થઈ તારીમના મેદાનોને જઈ મળતો.

ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.[સંદર્ભ આપો]

મનાલી ૩૨.૧૬° N ૭૭.૧૦° E અક્ષાંસ રેખાંશ પર સ્થિત છે. ઊંચાઈમાં આ શહેર ૧૮૦૦મી થી લઈ "પ્રાચીન મનાલી" ૨૦૦૦ મી સુધી વિસ્તરેલું છે.

મનાલી એ એક પંચરંગી પ્રજા ધરાવતું શહેર છે. ભારતના વિવિધ ભાગોમાંથી આવીને લોકો સ્થાયી થયાં છે. ૨૦૧૧ની જનગણના અનુસાર મનાલીની વસતિ ૮૦૯૬ હતી.

આબોહવા

[ફેરફાર કરો]

શિયાળા દરમ્યાન વાતાવરણ અત્યંત ઠંડુ હોય છે, અને ઉનાળા દરમ્યાન હલકું ઠંડુ હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તાપમાન ૪ સે થી ૩૦ સે ની વચ્ચે રહે છે. ઉનાળા દરમ્યાન સરાસરી તાપમાન ૧૪ અને ૨૦ અંશ વચ્ચે રહે છે. શિયાળામાં આ તાપમાન -૭ થી ૧૦ અંશ વચ્ચે રહે છે.[સંદર્ભ આપો]

માસિક વર્ષા નવેમ્બરમાં ૨૪ મિમી થી લઈ જુલાઈમાં ૪૧૫ મિમી વચ્ચે રહે છે. લગભગ ૪૫ મિમી જેટલો વરસાદ શિયાળા અને વસંત ઋતુમાં પડે છે. ઉનાળો અને ચોમાસામાં તે ૧૧૫ મિમી જેટલો થઈ જાય છે. વાર્ષીક સરસરી વરસાદ ૧૫૨૦ મિમી જેટલો પડે છે. આ ક્ષેત્રમાં બરફ મોટે ભાગે ડિસેમ્બરમાં પડે છે, છેલ્લા ૧૫ વર્ષોથી આમાં મોડું થાય છે અને જાન્યુસારી કે ફેબ્રુઆરીમાં બરફ પડે છે.

નામ વ્યૂત્પતિ

[ફેરફાર કરો]

મનાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે "મનુનું ઘર". એવી લોકવાયકા છે કે વિશ્વમાં આવેલ મહા પુર અને વિનાહશ પછી માનવ વંશના પુનઃ સ્થાપન માટે તેમના વાહન માંથી અહીં ઉતર્યા. હિમાચલ પ્રદેશનું કુલ્લુ ક્ષેત્ર ભગવનની વેલી તરીકે ઓળખાય છે. જુના મનાલીમાં સાધુ મનુને સમર્પિત એક પ્રાચીન મંદિર આવેલું છે.[][]

ઇતિહાસ

[ફેરફાર કરો]

મનાલી આ નામ મનુ + આલી આ બે શબ્દો પરથી ઉતરી આવ્યું છે. મનુએ અહીં રહેતા એક સાધુ નું નામ છે અને મનાલી નામ તેમના પર આધારીત છે. મનાલી અર્થાત મનુનો દ્વારમાર્ગ કે મનુનું નિવાસ. પ્રાચીન કાળમાં આ ખીણમાં 'રાક્ષસ' તરીકે ઓળખાતા ભટકતા શિકારીઓ રહેતાં હતાં. ત્યાર બાદ અહીં કાંગડાની ખીણ માંથી ભરવાડ રહેવા આવ્યાં જેઓ અહીં સ્થાયી થયાં અને ખેતી વાડી શરૂ કરી. અહીંના સૌથી પ્રાચીનરહેવાસી નૌર કે નર નામની પ્રજાતિના છે . આ કુળ કુલ્લુનો એક વિશિષ્ઠ પ્રકારનો સમાજ છે. હવે માત્ર અમુક નૌર કુટંબો જ અસ્તિત્વમાં છે. મનાલીના પશ્ચિમ કાંઠે આવેલ સોયલ નામના ગામમાં એક નૌર કુંટુંબ રહેતું હતું કહે છે તેઓ વિશાળ જમીનના માલિક હતા અને તેઓ તેમના ખેતરમાં રાક્ષસોને મજૂર તરીકે રાખતાં.[સંદર્ભ આપો]

અંગ્રેજોએ અહીં સફરજન અને ટાઉટ લઈ આવ્યાં જે અહીંના મૂળ વતની ન હતાં. કહે છે કે પહેલી વાર જ્યારે સફરજનનો પાક લેવાયો ત્યારે એટલા બધાં સફરજન ઊગી નીકળ્યાં કે ડાળીએ તેમનો ભાર ન ખમી શકતાં તૂટીને પડી જતી હતી.[સંદર્ભ આપો] ત્યારથી આજના દિવસ સુધી સફરજન સાથે આલુ, પેરની ખેતી સ્થાનિક લોકોની આવકનું મુખ્ય સાધન છે.

૧૯૮૦ના દાયકાના અંતમાં કાશ્મીરમાં ત્રાસવાદ શરૂ થયા પછી મનાલીમાં પર્યટનને વેગ મળ્યો. એક સમયનું આ સુપ્ત ગામડું ઘણી હોટેલો ધરાવતું ગતિવિધીથી ધમધમતું સ્થળ બની ગયું.

વાહન વ્યવહાર

[ફેરફાર કરો]

મનાલી એ દીલ્હીથી લેહ સુધી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧ (NH 1) પર આવેલું છે. કહેવાય છે કે આ માર્ગ વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ છે. નવી દિલ્હીથી મનાલી સુધી આવતાં માર્ગમાં હરિયાણાના પાણીપત, અંબાલા, કેંદ્રશાસિત પ્રદેશ ચંદીગઢ, પંજાબના રોપર અને હિમાચલ પ્રદેશના બિલાસપુર , સુંદરનગર અને મંડી જેવા શહેરો આવે છે.

મનાલી રેલ્વે દ્વારા સરળતાથી પહોંચી શકાતું નથી. સૌથી નજીકનું બ્રોડ ગેજ સ્ટેશન ચંડીગઢ ૩૧૫ કિમી, પઠાણકોટ ૩૨૫ કિમી અને કાલ્કા ૩૧૦ કિમી દૂર આવેલા છે. નજીકનું નેરોગેજ સ્ટેશન જોગિન્દરનગર ૧૩૫ કિમી દૂર આવેલું છે.

સૌથી નજીકનું હવાઈ મથક ભુંતર ૫૦ કિમી દૂર આવેલું છે.

પર્યટન

[ફેરફાર કરો]

મનાલી એક લોકપ્રિય હિમાલયનું પ્રવાસી સ્થળ છે. હિમાચલ પ્રદેશમાં આવતા પા ભાગના પ્રવાસીઓ મનાલીમાં જ આવે છે.[સંદર્ભ આપો] ગરમ ભારતીય ઉનાળાથી વિપરીત મનાલી એક ઠંડુ વાતાવરણ અર્પે છે.

સ્કીઈઁગ, હાઈકીઁગ, પર્વતારોહણ, પૅરાગ્લાઈડીઁગ, તરાપાવિહાર (રાફ્ટીંગ), કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવા સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે. યાલ સ્કીઈંગ એ આ ક્ષેત્રનો અનોખો ખેલ છે.[]. ટાઈમ માસિકના "બેસ્ટ ઑફ એશિયા" શ્રેણીમાં " એક્સટ્રીમ યાક સ્પોર્ટસ" ને લઈને મનાલીનું નામ પ્રસિદ્ધ થયું હતું.[] મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મંદિરો અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે.

છેલ્લાં અમુક વર્ષોથી મનાલી હનીમુન સ્થળ તરીકે યુગલોમાં ખૂબ પ્રછલિત બન્યું છે. આંકડાઓ બતાવે છે કે સિઝન દરમ્યાન (મે, જૂન, ડિસેમ્બર, જાન્યૂઆરી)લગભગ દરરોજ ૫૫૦ યુગલો મનાલી પહોંચે છે અને અન્ય સમયે દરરોજ ૩૫૦ યુગલો અહીં આવે છે.[સંદર્ભ આપો].

મનાલી તેના ચમકતા ગોમ્પા કે બૌદ્ધ મઠો માટે જાણીતું છે. સમગ્ર કુલ્લુ ખીણમાં તિબેટી શરણાર્થીઓની સૌથી વધુ વસતિ આવેલ છે. ૧૯૬૯માં બંધાયેલ અહીંનું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. આ મઠનું સંચાલન દાન અને મઠની કાર્યશાળામાં વણાતા હાથ વણાટના કાલીનના વેચાણ દ્વારા કરવામાં આવે છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ આવેલો છે.

અન્ય પ્રવાસી સ્થળો

[ફેરફાર કરો]

નગ્ગાર કિલ્લો, મનાલીની દક્ષિણે આવેલો આ કિલ્લો પાલા શાસકોનો અવશેષ છે. ખડકો પથ્થરો અને વિશાળ લાકડાની કોતરણીમાંથી બનેલો આ કિલ્લો હિમાચલના કલા ઇતિહાસનો પરચો આપે છે. આ કિલ્લને હોટેલમાં ફેરવી દેવાયો જે હવે હિમાચલ પ્રવાસ નિગમ હેઠળ છે.[સંદર્ભ આપો]

હિડિંબા દેવી મંદિર, ૧૫૫૩માં સ્થાપિત આ મંદિર સ્થાનીય દેવી હિડિંબાને સમર્પિત છે જે પાંડવ ભાઈ ભીમના પત્ની પણ હતાં. આ મંદિર તેના ચાર ભાગીય પેગોડા અને મહીમ કાષ્ઠ કારીગિરી માટે પ્રસિદ્ધ છે.

રાહલા ધોધ મનાલીથી ૨૭ કિમી દૂર રોહતાંગ ઘાટની શરૂઆતમાં આ ધોધ આવેલ છે. આ ધોધ સમુદ્ર સપાટીથી ૨૫૦૧ મી.ની ઊંચાઈ પર આવેલો છે.

સોલાંગ ખીણ, આ સ્થળ સ્નો પોઈંટ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થળ મનાલીની ૧૩ કિમી ઉત્તર પશ્ચિમે આવેલો છે.

મનીકારણ, પાર્વતી નદીની ખીણમાં કુલ્લુથી મનાલીના રસ્તે કુલ્લુથી ૪૫ કિમી દૂર આવેલ આ સ્થળ તેના ગરમ પાણીના ઝરા માટે પ્રસિદ્ધ છે.

રોહતાંગ, મનાલીથી ૪૦ કિમી દૂરાવેલ આ સ્થળ સૌથી પ્રસિદ્ધ બરફ સ્થળ છે. પરંતુ શિયાળામાં તે બંધ કરી દેવાય છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી ૧૩૦૫૪ ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Manali (Kullu, Himachal Pradesh, India) - population statistics, map, and location". મેળવેલ 2014-08-01.
  2. http://www.bharatonline.com/himachal-pradesh/travel/manali/manu-temple.html મનુ મંદિર -નક્શો
  3. http://www.mapsofindia.com/manali/travel/manu-temple.html મનુ મંદિર -નક્શો
  4. ૪.૦ ૪.૧ "ટાઈમ એશિયા માસિક : બેસ્ટ ઓફ એશિયા - એક્સટ્રીમ યાક સ્પોર્ટસ". મૂળ માંથી 2009-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-27.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]