કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામીઝ: কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যান) ભારતના આસામ રાજ્યના ગોલાઘાટ અને નાગાંવ જિલ્લામાં આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ ધરોહર સ્થળ તરિકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય ગેંડા પ્રજાતિના બે તૃતિયાંશ ગેંડાઓ અહીં રહે છે.[૧] સુરક્ષીત ક્ષેત્રોમાં વાઘની વસ્તીની સૌથી વધારે ગીચતા કાઝીરંગામાં છે અને તેને ૨૦૦૬માં વાઘ અભયારણ્ય જાહેર કરાયું છે. આ ઉદ્યાન એશિયાઈ હાથી, પાણીની જંગલી ભેંસ અને સાબર (બારાસીંઘા)નું ઘર છે. બર્ડ લાઈફ ઈંટરનેશનલ દ્વારા કાઝીરંગાને પક્ષીઓના સંરક્ષણ માટે મહત્ત્વપૂર્ણ સ્થળ જાહેર કર્યું છે. ભારતનાં અન્ય અભયારણ્યોની તુલનામાં કાઝીરંગાએ વન્ય જીવન સંરક્ષણમાં વધુ સફળતા મેળવી છે. પૂર્વી હિમાલયના કિનારે જૈવિક વિવિધતા ભરેલા આ ક્ષેત્રમાં વન્ય જીવનની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે.
કાઝીરંગા એક વિશાળ કલળવાળું ક્ષેત્ર છે જેમાં ઊંચા ઊંચા હાથી ઘાસ ઉગે છે. આ એક ગીચ પહોળા પાંદડાઓ વાળા જંગલોનું ક્ષેત્ર છે. એકબીજાને છેદતી ચાર મુખ્ય નદીઓ અહીંથી વહે છે જેમાની એક બ્રહ્મપુત્રા છે. આ ઉપરાંત બીલ તરીકે ઓળખાતા નાના તળાવો પણ છે. ઘણાં પુસ્તકો, ગીતો અને દસ્તાવેજી ચિત્રોનો વિષય કાઝીરંગા રહી ચુક્યું છે. ૧૯૦૫માં અભયારણ્ય ઘોષીત આ ઉદ્યાને ૨૦૦૫માં પોતાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી.
ઇતિહાસ
[ફેરફાર કરો]કાઝીરંગાના એક સંરક્ષિત ક્ષેત્ર તરીકેનો ઇતિહાસ ૧૯૦૪ સુધી મળે છે જ્યારે મેરી વિક્ટોરિયા લીઇટર કર્ઝન, ભારતના ગવર્નર જનરલ કે ભારતના વાઈસરોય જ્યોર્જ કર્ઝન ના પત્ની એ ભારતની મુલાકાત લીધી હતી [૨] તેઓ ગેંડાઓ માટે પ્રસિદ્ધ આક્ષેત્રની મુલાકાત લીધી પણ તેમને એક પણ ગેંડો જોવા ન મળ્યો ત્યારે તેમણે પોતાના પતિને આ લુપ્ત પ્રાયઃ થતી આ પ્રજાતિ ના સંરક્ષણ માટે તત્કાલીક પગલાં લેવા સૂચન કર્યું. તેમની વાત માની જ્યોર્જ કર્ઝને ગેંડાના સંરક્ષણ માટે પગલાં લીધા અને તે માટે પ્રબંધન કર્યું.[૩][૪]
આગળના ત્રણ વર્ષો સુધી આ ઉદ્યાન ના ક્ષેત્રને બ્ર્હ્મપુત્રા નદીના કિનારા સુધી ૧૫૨ ચો. કિમી. જેટલો વિસ્તારવામાં આવ્યો.[૫] ૧૯૦૮માં, કાઝીરંગાનેઆરક્ષિત જંગલ જાહેર કરાયું. ૧૯૧૬માં, તેને આખેટ (શિકાર) ક્ષેત્ર જાહેર કરાયું; તે આરીતે ૧૯૩૮ સુધી રહ્યું. ૧૯૩૮ માં ત્યાં શિકાર પર પાબંદી મુકવામાં આવી અને મુલાકાતીઓ ને તેમાં પ્રવેશ ની છૂટ અપાઈ.[૫]
૧૯૫૦માં પી.ડી. સ્ટ્રેસી નામના વન્ય સંરક્ષક અદ્વારા કાઝીરંગા આખેટ ક્ષેત્રને શિકારના ઓછાયાથી દૂર કરતું કાઝીરંગા વન્યજીવન અભયાઅરણ્ય નામ અપાવ્યું [૫] ૧૯૫૪માં, આસામની સરકારે આસામ ગેંડા કાયદો પસાર કર્યો, જેની નીચે ગેંડાના શિકાર પર ભારી દંડ મુકવામાં આવ્યો.[૫] ૧૪ વર્ષ પછી, ૧૯૬૮માં, રાજ્ય સરકારે 'આસામ રાષ્ટ્રીય ઉદ્યાન કાયદો ૧૯૬૮', પારીત કર્યો અને કઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયો.[૫] ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૪માં કેન્દ્ર સરકાર દ્વારા ૪૩૦ ચો કિમીમાં ફેલાયેલા આ ક્ષેત્રને આધિકારીક રીતે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાયું. ૧૯૮૫માં, કાઝીરંગાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરાયું [૬]
નજીકના જ ભૂતકાળમાં કાઝીરંગાએ ઘણી માનવ નિર્મિત અને પ્રાકૃતિક આફતો નો સામનો કર્યો છે. બ્રહ્મપુત્રામાં આવેલા પુરને કારણે ઘણા મોટા પ્રાણીજીવનને હાનિ પહોંચી છે. [૭] માનવ વસાહતો દ્વારા ઉદ્યાનના સીમા ક્ષેત્રોમાં અતિક્રમણ થતાં વન ક્ષેત્રોમાં ઘટાડો આવ્યો છે અને પ્રાણીઓનો વસવાટ ક્ષેત્ર ઘટ્યો છે. [૮] આસામ ક્ષેત્રમાં યુનાયટેડ લીબરેશન ફ્રંટ ઓફ અસોમ દ્વારા ચાલતા ભાગલાવાદી આંદોલનને કારણે આ ક્ષેત્રનો આર્થિક વિકાસ રુંધાઈ ગયો છે.[૯] [૩]
આ ઉદ્યાને ૨૦૦૫માં ઘણાં ઠાઠ માઠ થી પોતાની શતાબ્દી ઉજવી જેમાં બેરોનેસ ઓફ લોર્ડ કર્ઝન ના વારસદારો એ પણ ભાગ લીધો હતો. [૩] ૨૦૦૭માં, હાથીઓ અને બે ગેંડાઓને માનસ રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાનાંતરીત કરાયા. આવું ભારતમાં પ્રથમ વખત કરાયું.[૧૦]
વ્યુત્પતિ
[ફેરફાર કરો]કાઝીરંગા આ નામની વ્યુત્પતિ ની કોઇ ઠોસ માહિતી નથી પણ સ્થાનીય લોકકવાયકા અને નોંધ અનુસાર તેની ઘણી સમજૂતીઓ મળી આવે છે. એક વૃતાંત કથા અનુસાર નજીકના હગામમાં રહેતી રંગા નામની એક કન્યા અને કારબી અંગલોંગ જિલ્લાનો કાઝી નામનો એક યુવક એક બીજાના પ્રેમમાં પડ્યાં. આ પ્રેમ સંબંધ તેમના પરવારોને માન્ય ન હતો તેથી આ કન્યા અને યુવક જંગલમાં લુપ્ત થઈ ગયાં અને ફરી પાછાં ક્યારેય ન દેખાયાં. તેમના નામ પાછળ આ જંગલ કાઝીરંગા તરીકે ઓળખાયું.[૧૧]
એક અન્ય વૃતાંત કથા અનુસાર, શ્રીમંત શંકરદેવ, ૧૬મી સદીના વૈષ્ણવ સંત-વિદ્વાનએ, એક વખત એક નિસંતાન યુગલને આશિર્વાદ આપ્યાં, જેમના નામ કાઝી અને રંગાઈ હતાં, અને તેમને એક મોટું તળાવ ખોદવાનું કહ્યું જેથી તેમનું નામ અમર થઈ જાય.
આ નામના લાંબા ઐતિહાસિક અસ્તિત્વનો પુરાવો અમુક નોંધમાં મળી આવે છે જે કહે છે કે એક વખત સત્તરમી શતાબ્દીમાં જ્યારે અહોમ વંશના રાજા પ્રતાપ સિંઘા જ્યારે આ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેમને અહીં ની માછલી ખૂબ ભાવી તેમને કહેવામાં આવ્યું હતું કે આ માછલી કાઝીરંગાની હતી.[૧૨] કાઝીરંગાનો એક અન્ય અર્થ લાલ બકરી (હરણ)ની ભૂમિ એવો પણ થાય છે. કાર્બી ભાષામાં કાઝીનો અર્થ બકરી થાય છે અને રંગાઈ નો અર્થ લાલ એવો થાય છે.[૧૨]
અમુક ઇતિહાસ કારો માને છે કેૢ ભલે કાઝીરંગા આ નામ કર્બી ભાષાના શબ્દ કાઝીર-એ-રંગ પરથી આવ્યો છે જેનો અર્થ કાઝીરનું ગામ(કાઝીરારો ગામ) એવો થાય છે. કાર્બીઓમાં કાજીર એ બાલિકા માટે વપરાતું સામન્ય સમુહવાચક નામ છે,[૧૩] અને એમ મનાય છે કે કાઝીર નામની એક મહિલા એ આ ક્ષેત્ર પર રાજ કરતી હતી. કાર્બી રાજ ને સંલગ્ન સ્તંભ ના અવશેષો આ વાતની પૂર્તિ કરે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]કાઝીરંગા ૨૬°૩૦' ઉ અને ૨૬°૪૫' ઉ અક્ષાંશ અને ૯૩°૦૮' પૂ થી ૯૩°૩૬'પૂ રેખાંશ વચ્ચે આવેલ ભારતના આસામ રાજ્યના બે જિલ્લા નાગામના કાલિઆબોર ઉપ વિભાગ અને ગોલઘાટના બોકાખાટ ઉપવિભાગ વચ્ચે આવેલ છે.[૬]
આ પાર્ક પૂર્વ પશ્ચિમ લગભગ ૪૦ કિમી લાંબુ અને ઉત્તર દક્ષિણ લગભગ ૧૩ કિમી પહોળું છે[૧૪] કાઝીરંગા લગભગ ૩૭૮ ચો કિમી જેટલું ક્ષેત્ર ધરાવે છે. લગભગ ૫૧.૧૪ ચો કિમી જેટલું ક્ષેત્ર હાલના વર્ષોમાં ખવાણ અને ધોવાણ ને કારણે નાશ પામ્યું છે.[૧૪] આ ઉદ્યાન ક્ષેત્રમાં વધારાનું ૪૨૯ ચો કિમી ક્ષેત્ર વર્તમાન સીમામાં ઉમેરાયું છે અને તેને ભિન્ન રાષ્ટ્રીય ઉદ્યાન કતરીકે નો દરજ્જો અપાયો છે જેથી વધતી વન્ય પ્રાણીઓની વસતિ ને રહેઠણ આપી શકાય કે પ્રાણીઓના કાર્બી અંગલોંગ પહાડી સુધીના આવાગમન માટે સલામત માર્ગ બની રહે. [૧૫] :p.06 Elevation ranges from 40 m (131 ft) to 80 m (262 ft).[૬] આ ઉદ્યાનને ફરતે બ્રહ્મપુત્રા નદી પૂર્વ અને પશ્ચિમ પ્રાકૃતિક સીમા રચે છે અને મોરા દીફૂલુ નદી દક્ષિણ તરફ સીમા રચે છે. દીફૂલુ અને મોરા ધનશીરીઆ ઉદ્યાનની અન્ય પ્રમુખ નદેઓ છે.[૮] :p.05
કાઝીરંગા એક વિશાળ સપાટ કાંપસર જમીન છે જે બ્રહ્મપુત્રા નદીના ધોવાણ અને સ્થાપનથી બનેલ છે. [૬] આ ક્ષેત્ર રેતીપુલિયા અને નદીના પુર દ્વારા બનેલા નાના બીલ તરીકે ઓળખાતા તળાવો (જે ૫% ભૂભાગ રોકે છે) દ્વારા બનેલ છે,[૬] અને ઉંચાઈ વાળા ક્ષેત્રો જે ચાપોરીસતરીકે ઓળખાય છે, તે પ્રાણીઓને પૂર ના સમયે આસરો અને સહારો આપે છે. આમં ઘણાં ચાપોરીસ પ્રાણીઓની સલામતી માટે ભારતીય સેનાની મદદ વડે બનાવાયા છે[૧૬][૧૭] કાઝીરંગા ઉપ-હિમાલયન ક્ષેત્રમાં આવેલ સૌથી મોટો સંરક્ષિત મુલક છે અને ખૂબજ વિવિધતા ભરેલ અને દ્રશ્ય જીવાવરણ ને કારણે આ ક્ષેત્રને સક્રીય જીવવિવિધતા ક્ષેત્ર કહ્યું છે.[૧૮] આ ઉદ્યાન ઈંડોમલય ઇકોઝોનમાં આવેલ છે, અને તેનું પ્રમુખ ભૌગોલિક પ્રકાર (biome) ઉષ્ણ કટિબંધના પહોળા પત્ર ધરાવતા જંગલોના બ્રહ્મપુત્રાની ઉપ્-નિત્ય લીલા જંગલોનો અને ઉષ્ણ કટિબંધીય અને ઉપ ઉષ્ણ કટિ બંધિય ઘાસભૂમિ અને ઝાંખર ભૂમિના વારંવાર પુરગ્રસ્ત થતાં તેરાઈ-દુઅર સવાનાની ઘાસભૂમિનો છે
આબોહવા
[ફેરફાર કરો]આ ઉદ્યાન ત્રણ ઋતુઓ અનુભવે છે: ઉનાળોૢ ચોમાસું અને શિયાળો. શિયાળો નવેંબર અને ફેબ્રુઆરી વચ્ચે હોય છે જે હળવો અને સૂકો હોય છે જેમાં સરાસરી ઉચ્ચત્તમ તાપમાન ૨૫° સે અને ન્યૂનત્તમ તાપમાન ૫° સે હોય છે.[૬] આ ઋતુમાં , બીલ અને નાળાઓ સુકાઈ જાય છે.[૮]:p.06
માર્ચ અને મે વચ્ચે આવતો ઉનાળો ગરમ હોય છે, જ્યારે તાપમાન ૩૭ ° સે સુધી ઉંચુ જાય છે.[૬] આ ઋતુમાં પ્રાણીઓ પાણીના સ્ત્રોતોની આજુબાજુ રહે છે.[૮]:p.06
ચોમાસું જુન થી સપ્ટેંબર વચ્ચે હોય છે જ્યારે કાઝીરંગાનો મોટા ભાગનું (૨૨૨૦ મીમી) પાણી વરસે છે.[૬] જુલાઈ અને ઓગસ્ટના મહિનાના તીવ્ર વર્ષાના ગાળામાં બ્રહ્મપુત્રાની વધેલી પાણીની સપાટીને કારણે ઉદ્યાનના પશ્ચિમ ભાગનો ૩/૪ ભાગ ડૂબેલો હોય છે. આને લીધે મોટા ભાગના પ્રાણીઓ સ્થળાંતર કરીને યા તો ઉંચાઈ વાળા ક્ષેત્રોમાં યાતો ઉદ્યાનની દક્ષિણસીમા ની બહાર ના જંગલ ક્ષેત્ર જેમ કે મીકીર પહાડીઓમાં આશ્રય લે છે. [૬] જોકે, પ્રસંગોપાત આવતો શુષ્ક કાળ પણ તકલીફો લાવે છે જેમકે વન્ય જીવો માટે ભોજનની ઉણપ.[૧૯]
પ્રાણીસૃષ્ટી
[ફેરફાર કરો]કાઝીરંગા માં ૩૫ સસ્તન પ્રજાતિઓ ઉછરે છે,[૨૦] જેમાંની ૧૫ આય યુ સી એન રેડ લીસ્ટ દ્વારા લુપ્તપ્રાયઃ ઘોષિત છે.[૬] આ ઉદ્યાનને ભારતીય ગેંડાની સૌથી મોટી વસતિ (૧૮૫૫) ના સંરક્ષક હોવાનું સન્માન પ્રાપ્ત છે,[૬][૨૧] તે ઉપરાંત એશિયાટીક જંગલી જળ ભેંસો (૧,૬૬૬)[૨૨] અને પૂર્વી કળણ હરણ (૪૬૮).[૨૩] શાકાહરી પ્રાણીઓની સારી વસતિ ધરાવતાં સમુહમાં હાથીઓ (૧,૯૪૦),[૨૪] ગોર (gaur) (૩૦) અને સાબર (૫૮)નો સમાવેશ થાય છે. નાના શાકાહરી પ્રાણીઓ માં ભારતીય મંટજેકનાનકા હરણ, જંગલી ડુક્કર, અને હોગ હરણનો સમાવેશ થાય છે.[૬][૨૫]
આફ્રીકાની બહાર એક કરતાં વધુ માંસાહારી પ્રજાતિ જેમકે ભારતીય વાઘ અને ભારતીય દીપડોનું સંવર્ધન ક્ષેત્ર હોય વતેવી અમુક એક જગ્યામાં કાઝીરંગા એક છે.[૨૦] ૨૦૦૬માં કાઝીરંગાને વાઘ અનામત ક્ષેત્ર જાહેર કરાયું. અહીં વાઘની વસતી (૮૬, ૨૦૦૦ની વસતિ ગણતરી)નું સૌથી વધારે ઘનત્વ (દર ૫ ચો કિમીમાં એક) છે [૨૧] અન્ય ક્ષેત્રોમાં જંગલ બિલાડી, માછીમાર બિલ્લી, અને ચિત્તા બિલ્લીઓ.[૨૦] નાના સસ્તનમાં વિરલ હીસ્પીડ સસલું, ભારતીય રાખોડી નોળીયો, નાનો ભારતીય નોળીયો, મોટી ભારતીય જબાદી બિલાડી, નાની ભારતીય જબાદી બિલાડીઓ, બંગાળી શિયાળ, સોનેરી શિયાળ, સુસ્ત રીંછ, ચીની કીડીખાઉ પેંગોલીન, ભારતીય કીડીખાઉ, હોગ બેજર, ચીની ફેરેટ બેજર, અને પાર્ટી રંગીલી ઉડતી ખીસકોલી.[૬][૨૦][૨૬] ભારતની ૧૪ મૂળ વાનર પ્રજાતિમાંની ૯ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં મળે છે.[૩] તેમાંની મુખ્ય છે આસામી લઘુ વાનરમેકેક્યુ, કેપ્ડ, સોનેરી લંગૂર, અને ભારતમાં મળે આવતા એક માત્ર એપ (પૂંછ વિનાના વાનર), હૂલોક ગીબન.[૬][૨૦][૨૬] કાઝીરંગા ની નદીઓ લુપ્તપ્રાયઃ ગાંગેય ડોલ્ફીનનું પણ ઘર છે.[૬]
કાઝીરંગા ને બર્ડલાઈફ ઈંટરનેશનલ દ્વારા મહત્ત્વપૂર્ણ પક્ષી ક્ષેત્ર તરીકે ઓળખાયું છે.[૨૭] આ ઉદ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓનું પણ ઘર છે, જળ પક્ષીઓ, શિકારી પક્ષીઓ, મૃતભક્ષી પક્ષીઓ(સફાઈ કરનારા પક્ષીઓ), અને આખેટ પક્ષીઓ આદિ. પક્ષીઓ જેવાકે લેસ્સર સફેદ-છાતી બતક, ફેરુજીનીયસ બતક, બાએર્સ પોકાર્ડ બતક અને લેસ્સર અજ્જુટન્ટ, ગ્રેટર અજ્જુટન્ટ, શ્યામ-કંઠી બગલો, અને એશિયન ખુલ્લીચાંચી (ઓપન બીલ) બગલો શિયાળામં મધ્ય એશિયાથી સ્થળાંતર કરી આ ઉદ્યાનમાં આવે છે.[૨૮] નદી કિનરાના પક્ષીઓમાં બ્લાઇથનો કલકલિયો(કિંગફીશર), સફેદ-પેટવાળું બગલું, ડાલમેશિયન પેલીકન (તેમની ચાંચ નીચે કોથડી જેવું હોય છે), ટીપકાં-ચાંચ વાળો પેલીકન, ટીપકાં વાળો ગ્રીન શેન્ક, અને શ્યામ-ઉદર ટર્ન નો સમાવેશ થાય છે.[૨૮]:p.10 શિકારી પક્ષીઓમાં લુપ્તપ્રાયઃ પૂર્વી સામ્રાજ્ઞી સમડી, મહા ટીપકાવાળી સમડી, સફેદ પૂંછ વાળી સમડી, પલાની મચ્છી સમડી, રાખોડી-માથાળી મચ્છી સમડી, અને લેસ્સર બાજનો સમવેશ થાય છે.[૨૮] :pp.03–04
પૂર્વે કાઝીરંગા ગીધની સાત પ્રજાતિઓનું ઘર હતું, પણ તેઓ જે પ્રાણીના શબ આરોગતા તેમાં ડાયક્લોફેનૅક નામનો ઔષધિય પદાર્થ હતો જેને ખાતાં તેમનું નિકંદન નીકળી ગયું અને તે નામ શેષ થઈ ગયાં.[૨૯] હવે ફ્ક્ત ભારતીય ગીધ, પાતળી-ચાંચવાળા ગીધ, અને ભારતીય સફેદ-પૂંઠવાળા ગીધબચ્યાં છે.[૨૯]
કાઝીરંગામાં રહેતી અન્ય પક્ષી પ્રજાતિઓમાં ભારતીય વિશાળ દૂધરાજ (હોર્નબિલ) અને પોલું દૂધરાજ, પ્રાચીન વિશ્વ બેબ્લર જેવાકે જેર્ડનનો બેબ્લર અને કળણ બેબ્લર, સુઘરીઓ જેવીકે સામાન્ય બયા સુધરી, ભયાતીત ફીનની સુઘરી, થ્રશ પક્ષી જેવાકે હોગસનની બુશચેટ અને પ્રાચીન વિશ્વ વોર્બલર્સ જેવાકે બરછટ ઘાસપંખી. અન્ય લુપ્તપ્રાયઃ પ્રજાતિ માં શ્યામ-છાતી પેરોટબીલ અને રુફસ-છીદ્ર પ્રીનીયાનો સમાવેશ થાય છે.[૨૮]:p.07–13
વિશ્વના બે સૌથી મોટા સાપ જેવા કે જાળીદાર અજગર અને ખડક અજગર અને સૌથી લાંબો ઝેરી સાપ નાગ (કિંગ કોબ્રા) આ પાર્કમાં રહે છે. અન્ય સર્પ પ્રજાતિઓ માં ભારતીય નાગ, કાળો નાગ, રસલ્સ વાઇપર અને સામાન્ય ચીતળો આદિનો સમાવેશ થાય છે.[૩૦] મોનીટર ગરોળી પ્રજાતિમાં આ ઉદ્યાનમાં બંગાળી ગરોળી અને જળ ગરોળી આદિ મળી આવે છે.[૩૦] અન્ય સરીસૃપમાં જળ કાચબાની ૧૫ પ્રજાતિઓ, જેવીકે એન્ડેમીક આસામ છત કાચબો અને કાચબાની એક પ્રજાતિ કથ્થઇ કાચબો નો સમાવેશ થાય છે.[૩૦] આ ક્ષેત્રમા ૪૨ પ્રકારની માછલીઓ મળી આવે છે,જેમાં ટેટ્રાઓડોન (Tetraodon)નો પણ સમાવેશ થાય છે.[૩૧]
વનસ્પતિ સૃષ્ટી
[ફેરફાર કરો]આ ઉદ્યાનમાં ચાર મુખ્ય પ્રકારની વનસ્પતિ ઉગે છે.[૩૨] તે છે કળણ ઘાસભૂમિ, કળણ સવાના વનભૂમિ, ઉષ્ણ કટિબંધીય આર્દ્ર મિશ્ર પાનખર જંગલો, અને ઉષ્ણ કટિબંધીય અને ઉપ- ઉષ્ણ કટિબંધીય આર્દ્ર ઉપાનીત્ય લીલા જંગલો. લેન્ડસૅટના ૧૯૮૬ની માહીતી અનુસાર, લીલોતરની ટકાવારી આ મુજબ છે: ઉંચું ઘાસ ૪૧%, ટૂંકું ઘાસ ૧૧%, ખુલ્લું જંગલ ૨૯%, કળણ ૪%, નદી અને અન્ય જળ સ્ત્રોત ૮%, અને રેતાળ પ્રદેશ ૬%.[૩૩]
ઉદ્યાનના પૂર્વી અને પશ્ચિમી ભાગની સપાટી વચ્ચે ફરક છે. પશ્ચિમી ભાગની સપાટી નીચલા સ્તરે છે. ઉદ્યાનના પશ્ચિમી ક્ષેત્રો મોટે ભાગે ઘાસભૂમીથી આચ્છાદિત છે. ઉંચાઈ પર આવેલા ભૂભાગમાં ઊંચુ એલીફન્ટ ઘાસ જોવા મળે છે જ્યારે નીચાળ વાલા ક્ષેત્રોમાં બીલની કે પૂર દ્વારા રચાયેલા તળાવોની આસપાસ ટુંકુ ઘાસ જોવા મળે છે.[૬] વાર્ષીક પૂર, શાકાહારી પ્રાણીઓના ચરવાથી, અને નિયંત્રિત દહન આ ઘાસભૂમિની અને બરુ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખે છે. સામાન્ય ઉંચું ઘાસ માં શેરડી, ભાલા ઘાસ, હાથી ઘાસ, અને સામાન્ય બરુ. ઘાસ સાથે સપુષ્પ વનસ્પતિ મળી આવે છે. આ ઘાસ ભૂમિની વચ્ચે છૂટા છવાયા વૃક્ષો જેમકે કુંભીૢ આમળાૢ કપાસ વૃક્ષ (સવાના વન ભૂમિ) હાથી સફરજન(જળમગ્ન ક્ષેત્રોમાં) આદિ જોવા મળે છે.[૬]
કાંચનઝુરીૢ પાનબારી અને તમુલીપાથેર ક્ષેત્રોના નીત્ય લીલા જંગલોમાં એફાનેમિક્સીસ પોલીસ્ટાચ્યા, ટેલૌમા હોજ્જ્સોની, ડીલેનીયા ઇંડીકા, ગ્રેસીનીયા ટીંક્ટોરીયા, ફીકસ રુમ્ફી, સીનામોનમ જેજોલઘોટા, અને સીઝીગીયમની પ્રજાતિઓ જોવા મળે છે. ઉષ્ણ-કટિબંધના ઉપ-નીત્યલીલા જંગલો બાગુરી, બિમાલી, અને હલ્દીબારી ક્ષેત્રોમાં જોવા મળે છે. આ ક્ષેત્રમાં અલ્બીઝીયા પ્રોસેરા, દૌબંગા ગ્રેંડીફ્લોરા, લેગેરસ્ટ્રોમીઆ સ્પેસીઓસા, ક્રાટાવા યુનીલોક્યુલેરીસ, સ્ટેર્ક્યુલિયા યુરેનસ, ગ્રેવીઆ સેર્રુલાટા, માલ્લોટસ ફીલીપ્પેનીસ, બ્રીડેલીઆ રેટુસા, એફાનીયા રુબ્રા, લીઆ ઇંડિકા, અને લીઆ અમ્બ્રાક્યુલીફેરા.[૩૪]
ઘણાં તળાવ અને સરોવરોમાં અને નદી કિનારે વિવિધ જળ વનસ્પતિઓ મળી આવે છે. આક્રમણકારી પ્રજાતિઓ જળ હાયસીંથ ઘણી મલી આવે છે, તેઓ હમેંશા જળ સ્ત્રોત્રને રોકી દે છે, પણ તે વિનાશક પુરના સમયે સાફ થઈ જાય છે.[૬] એક અન્ય આક્રમણકારી પ્રજતિ છે, મીમોસા ઈનવીસા, જે ઘાસ ખાનારા માટે ઝેરી છે, તેને કાઝીરંગાના કર્મચારીઓ દ્વારા તેને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ની મદદ વડે ૨૦૦૫માં સાફ કરી દેવાઈ.[૩૫]
વ્યવસ્થાપન
[ફેરફાર કરો]આસામ રાજ્ય સરકારના જંગલ વિભાગનો વન્યજીવન વિભાગ જેનું મુખ્યાલય બોકાખાટમાં છે તે કાઝીરંગાના વ્યવસ્થાપન માટે જવાબદાર છે.[૮]:p.05 આ ઉદ્યાનનો વ્યવસ્થાપક ડાયરેક્ટર તરીકે ઓળખાય છે જે કંઝરવેટીવ ઓફીસર છે. ક્ષેત્રીય જંગલ અધિકારી વ્યવથાપકીય કાર્યકારી હોય છે. તેમની નીચે બે અધિકારીઓ સહાયક સંરક્ષક અધિકારી કક્ષાના હોય છે. આ ઉદ્યાન ક્ષેત્રને ચાર રેંજમાં વહેંચવામાં આવ્યું છે, જેની રેંજ જંગલ અધિકારી દ્વારા દેખરેખ રખાય છે.[૮]:p.11 આ ચાર રેંજ છે બુરાપહાર, બાગુરી, મધ્ય અને પૂર્વી. તેમના મુખ્યાલય અનુક્રમે ઘોરાકટ્ટી, બાગુરી, કોહોરા અને અગોરાટોલીમાં છે. આ દરેક રેંજ (ટપ્પા)બીટમાં વિભાજીત કરાઈ છે જેનો ઉપરી જંગલ અધિકારી છે, અને ઉપ-બીટ, જંગલ રક્ષક દ્વારા સંરક્ષીત હોય છે.[૮]:p.11
આ ઉદ્યાનને આર્થિક સહાય રાજ્ય સરકાર અને પર્યાવરણ અને વન મંત્રાલય (ભારત) વિવિધ યોજના અંતર્ગત અને બિન યોજનાગત રીતે મળે છે. પ્રોજેક્ટ એલીફંટ હેઠળ વધારાની રાશિ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. ૧૯૯૭-૯૮માં વિશ્વ ધરોહર ફંડ તરફથી ૧૦૦૦૦૦ ડોલરની સહાયતા રાશિ સુરક્ષાને વધુ મજબુત કરવા માટે મળી હતી.[૧૭]
સંવર્ધન વ્યવસ્થાપન
[ફેરફાર કરો]કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ને ભારતીય કાયદા દ્વારા સૌથી વધારે સંરક્ષણ અપાયું છે. ઘણાં કાયદાઓ જે આસામ જંગલ નિયંત્રણ કાયદો ૧૮૯૧ અને જીવવિવિધતા સંરક્ષણ કાયદો ૨૦૦૨ જેમને વન્ય સૃષ્ટીના સંરક્ષણ માટે ઘડી કાઢવામાં આવ્યાં હતાં.[૧૭]:p.01 ગેરકાયદે શિકાર, ખાસકરીને શિંગડા માટે થતો ગેંડાનો શિકાર, વ્યવસ્થાપકોની ચિંતાનો વિષય છે.૧૯૮૦ અને ૨૦૦૫ની વચ્ચે , શિકારીઓએ ગેરકાયદેસર ૫૬૭ ગેંડાનો શિકાર કર્યો છે.[૮]:p.10 Following a decreasing trend for the past few years, 18 one-horned rhinoceroses were killed by poachers in 2007.[૩૬] એવા પણ અહેવાલ છે કે આ ગેરકાયદેસર ગેંડાના શિકાર અને અલ કાયદાના બાંગ્લાદેશના આતંકવાદવાદી સંગઠનોને આર્થિક સહાય વચ્ચે સંબંધ છે.[૩૭][૩૮]
પ્રતિરોધક ઉપાયો જેવાકે શિકાર વિરોધી કેમ્પનું બાંધકામ અને જૂના કેમ્પોનો રખરખાવૢ પહેરદારીૢ જાસૂસી માહીતિ અને ઉદ્યાનના આજુબાજુના ક્ષેત્રોમાં હથિયાર બંદી આદિને લીધે ગેંડાના શિકારમાં કમી આવી છે.[૩૯][૪૦]
આખાવર્ષની પુર અને ભારે વરસાદને કારણે અહીં ઘણાં પ્રાણીઓ અને સંરક્ષણ માટે થયેલા બાંધકામનો નાશ થાય છે.[૧૫] જળમગ્ન ક્ષેત્રોથી બચવા, ઘણાં પ્રાણીઓ સ્થળાંતર કરી ઉદ્યાનની સીમા બહાર આવેલા ઉંચા સ્થળે આસરો લેવા જાય છે ત્યાં તેઓના શિકારીઓનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે, કે તેઓ વાહનોની અડફેટમાં આવી જાય છે, કે તેઓને ગામડાના લોકો દ્વારા પાકને નુકશાન પહોંચાડતા સજા આપવામાં આવે છે.[૫] આ નુકશાન ઉપશમન કરવા, સત્તાધીશોએ પહેરેદારી વધારી છે, ચોકીમાટે વધારાની સ્પીડબોટ ખરીદી છે,અને કૃત્રિમ ઉંચ્ચ ભૂમિ બનાવી છે.[૫] ઉદ્યાનની દક્ષિણમાં આવેલ રાષ્ટ્રીય મહામાર્ગ-૩૭ ને પ્રાણી સલામત રીતે ઓળંગી શકે તે માટે ઘણાં ગલિયારા બાંધવામાં આવ્યાં છે.[૪૧] રોગોનો ફેલાવ અટકાવવા માટે અને વન્ય પ્રજાતિઓ અનુવાંશીક વિશિષ્ટતા જાળવી રાખવા, યોજનાબદ્ધ પગલાં જેમકે આસપાસના ગામડાના ઢોરોનો ટીકા કરણૢ જ્યાં સ્થાનીય ઢોરોના અતિક્રમણની આશંકા છે તેવા સંવેદનાત્મક ક્ષેત્રની વાડ બાંધણી ના કાર્યો સમયાંતરે કરવામાં આવે છે.[૫]
ચા બગીચામાં વપરાતાં જંતુનાશકો દ્વારા અને નુમલીગઢની પેટ્રોલિયમ રીફાયનરી દ્વારા થતાં જળ પ્રદુષણથી આ ક્ષેત્રના જીવચક્રને ખતરો છે.[૮]:p.24 મિમોસા અને જંગલી ગુલાબ જેવીઆક્ર્મણકારી પ્રજાતિઓ દ્વારા પણ આ ક્ષેત્રની વનસ્પતિ સંપદાને ભય છે. આ આક્રમણકારી વનસ્પતિને નિયંત્રણમાં રાખવાની જૈવીક પદ્ધતિઓ પર સંશોધન થઈ રહ્યું છે, બીજ જમીનમાં સ્થાયી થાય તે પહેલા નિયમિત કાલાંતરે નિંદામણ વાઢવાનું કામ હાથ ધરાય છે.[૫] ઘાસભૂમિ વ્યવસ્થાપન પદ્ધત્તિઓ દ્વારા નિયંત્રિત દહન કરી દવાનળ પર કાબુ મેળવાય છે.[૬]
મુલાકાતીઓની પ્રવૃત્તિઓ
[ફેરફાર કરો]વન્યજીવન પ્રવાસૢ પક્ષી નિરીક્ષણૢ આદિ આ ઉદ્યાન માં પ્રવાસીની મુખ્ય પ્રવૃત્તિ છે. હાથીઓ પર બેસી કે જીપ દ્વારા માર્ગદર્શિત જંગલ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. પ્રાણી અને માનવોના સંપર્ક દ્વારા થઈ શકતા મુકાબલા અને હાનિને રોકવા પર્વતારોહણ પર આ ઉદ્યાનમાં પાબંદી છે. સોહોલા, મીહીમુખ, કથપારા, ફોલીઆમારી અને હરમોટી પર વન્ય પ્રાણી નીરીક્ષણ માટે નીરીક્ષણ મિનારા બનાવવામાં આવ્યાં છે. આ ઉદ્યાનના વૃક્ષોની પૃષ્ઠ ભૂમિ અને ઘાસ ભૂમિ વચ્ચે આવેલા તળાવો અને બીલ ના દ્રશ્યને શિવાલિક ટેકરી કોર પૂરી પાડે છે. આ ઉદ્યાન વિષે સહેલાણીઓને વધુ માહિતી પુરી પાડવા એક માહિતી કેન્દ્ર બાગોરી માંઉભું કરવામાં આવી રહ્યું છે.[૪૨]મધ્ય એપ્રિલથી મધ્ય ઓક્ટોબર સુધી વરસાદને કારણે ઉદ્યાન સહેલાણીઓ માટે બંધ રહે છે.કોહોરામાં ચાર ઉદ્યાનની અંદર ત્રણ લોજ સરકાર ના પર્યાવરણ અને જંગલ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.ઉદ્યાનની હદની બહાર નીજી રેસોર્ટ આવેલા છે.[૧૫]:p.19 વધતાં જતાં પ્રવાસીઓને કારણે આ ક્ષેત્રનો આર્થિક વિકાસ થયો છે અને ઉદ્યાનના સંવર્ધન માટે ના જાગૃતિના કાર્યને પણ વેગ મળ્યો છે.[૧૨]:pp.16–17 એક સ્ર્વેક્ષણ મુજબ ૮૦% સહેલાણીઓને ગેંડાને જોવામાં ખૂબ આનંદ મળ્યો છે અને વિદેશી પ્રવાસીઓ આ ઉદ્યાનના સંવર્ધન અને આર્થિક સ્વાલંબનના પક્ષમાં છે જ્યારે દેશી પ્રવાસીઓ પ્રાણેઓની વૈદકીય સેવા વધારવાના પક્ષમાં છે. [૪૩]
વાહન વ્યવહાર
[ફેરફાર કરો]ઉદ્યાનની અંદર માન્યતા પ્રાપ્ત માર્ગદર્શક (ગાઈડ) પ્રવાસીઓ સાથે રહે છે મહાવત સાથે ની હાથી પર કે જીપ પર અથવા અન્ય 4WD વાહન પર અગાઉથી સહેલ આરક્ષિત કરી શકાય છે.[૪૪] કોહોરાના વહીવટી કાર્યાલયથી શરૂ થતી આ સફારી બાગોરીૢ કોહોરા અને અગરાતોલી આ ત્રણ રેંજના કાચા વાહની રસ્તા પર ચાલે છે.[૪૪] નવેંબરથી મધ્ય મે સુધી આ રસ્તાઓ હળવા વાહનો માટે ખુલ્લા હોય છે. જો ગાઈડ સાથે હોય તો સહેલાણી પોતાના વાહન ઉદ્યાનમાં લઈ જઈ શકે છે.[૪૪]
આસામ રાજ્ય પરિવહનની બસો અને નીજી કંપનીઓની બસો જે ગુવાહટી તેઝપુર અને ઉપરી આસામ વચ્ચે ચાલે છે તે બધી કોહરા પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૩૭ પર આવેલા આવેલા કાઝીરંગા ઉદ્યાનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઉભી રહે છે.[૪૪] અહીંથી સૌથી નજીકનું નગર બોકાખાટ ૨૩ કિમી દૂર છે. આ શહેર નજીકનું સૌથી મોટું શહેર ગુવાહટી ૨૧૭ કિમી અહે જોરહટ ૯૭ કિમી દૂર છે. ફુર્કાટીંગ 75 kilometres (47 mi), જે ઉત્તરપૂર્વી સીમાવર્તી રેલ્વે પર છે તે સૌથી નજદીકી રેલ્વે સ્ટેશન છે.[૪૪] રોવરીઆનું જોરહટહવાઈમથક ૯૭ કિમી દૂર છે, સાલોનીબારી પાસેનું તેઝપુર હવાઈમથક ૧૦૦ કિમી દૂર છે, અને ગુવાહટીનું લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ૨૧૭ કિમી દૂર છે.[૪૪]
પ્રખ્યાત સંસ્કૃતિમાં
[ફેરફાર કરો]ઘણાં પુસ્તકોમાં વૃત્તચિત્રોમાં ગીતોમાં કાઝીરંગા મુખ્ય વિષય છે ડોક્ટરમાંથી ફોટોગ્રાફર અને ફીલ્મ નિર્માતા બનેલા રોબીન બેનર્જી એ જ્યારે કાઝીરંગા નામની ફીલ્મ બનાવી જેને બર્લિન ટીવી પર ૧૯૬૧માં બતાવવામાં આવી અને તે ખૂબ સફળ રહી..[૪૫][૪૬][૪૭] અમેરીકન વિજ્ઞાન પરીકથા અને કાલ્પનીક લેખક, એલ. સ્પ્રાગ ડી કેમ્પ એ તેમની કવિતામાં પાર્ક વિષે લખ્યું છે, "કાઝીરંગા, આસામ". તે સૌ પ્રથમ ડેમન્સ એંડ ડાયનોસોર્સ નામના કાવ્ય સંગ્રહ ૧૯૭૦માં પ્રસિદ્ધ થઈ, અને તેને ફરી ૨૦૦૫માં ઈયર્સ ઈન ધ મેકીંગ: ધ ટાઈમ-ટ્રાવેલ સ્ટોરીસ ઓફ એલ. સ્પ્રાગ ડી કેમ્પ માં કાઝીરંગા નામે ફરીથી છાપવામાં આવી.[૪૮]
અરુપ દત્તાની ક્ઝીરંગા ટ્રેઈલ (ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ, ૧૯૭૯), એક બાળ વાર્તા પુસ્તક આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચાલતાં ગેંડાના ગેરકાયદે શિકાર પર આધારિત છે જેને શંકર પુરસ્કાર મળ્યો છે.[૪૯] આસામી ગાયક ભૂપેન હઝારીકા એ પોતાના એક ગીતમાં કાઝીરંગાનો ઉલ્લેખ કર્યો છે.[૨૩] The બી બી સી સંરક્ષક અને પ્રવાસ લેખક, માર્ક શેંડ, એ એક પુસ્તક અને વૃત્તકથા નું લેખન કર્યું. હાથીઓની રાણી, એ સૌ પ્રથમ મહિલા મહાવત - કાઝીરંગાના પારબતી બરુઆ ઉપર આધારીત છે. આ પુસ્તક ને ૧૯૯૬માં [[થોમસ કૂક ટ્રાવેલ બુક એવોર્ડ અને પ્રીક્સ લીટરેટી ડી'એમીસ,આને લીધે કાઝીરંગાને અને મહાવતના વ્યવસાયને સારી ખ્યાતિ મળી.[૫૦]
નોંધ
[ફેરફાર કરો]- ↑ Bhaumik, Subir (17 April 2007). "Assam rhino poaching 'spirals'". BBC News. મેળવેલ 2008-08-23.
- ↑ "Kaziranga National Park Centenary Celebration Website". Kaziranga National Park Authorities. મૂળ માંથી 2008-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-23.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Bhaumik, Subir (2005-02-18). "Kaziranga's centenary celebrations". BBC News. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ Talukdar, Sushanta (2005-01-05). "Waiting for Curzon's kin to celebrate Kaziranga". The Hindu. મૂળ માંથી 2009-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ ૫.૭ ૫.૮ "Kaziranga National Park–History and Conservation". Kaziranga National Park Authorities. મેળવેલ 2008-08-23.
- ↑ ૬.૦૦ ૬.૦૧ ૬.૦૨ ૬.૦૩ ૬.૦૪ ૬.૦૫ ૬.૦૬ ૬.૦૭ ૬.૦૮ ૬.૦૯ ૬.૧૦ ૬.૧૧ ૬.૧૨ ૬.૧૩ ૬.૧૪ ૬.૧૫ ૬.૧૬ ૬.૧૭ ૬.૧૮ "UN Kaziranga Factsheet". UNESCO. મૂળ માંથી 2008-07-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
- ↑ Kaziranga Factsheet (Revised) સંગ્રહિત ૨૦૦૮-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન, UNESCO, Retrieved on 2007-02-27
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ ૮.૪ ૮.૫ ૮.૬ ૮.૭ ૮.૮ :pp. 20–21Mathur, V.B. "UNESCO EoH Project_South Asia Technical Report–Kaziranga National Park" (PDF). UNESCO. મૂળ (PDF) માંથી 2008-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Deka, Arup Kumar. "ULFA & THE PEACE PROCESS IN ASSAM" (PDF). ipcs.org. પૃષ્ઠ pp 1–2. મૂળ (PDF) માંથી 2007-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
|pages=
has extra text (મદદ) - ↑ Bhattacharjee, Gayatri (2007-03-20). "Animals relocated to Manas National Park". NDTV. મૂળ સંગ્રહિત માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ "Kaziranga National Park–Myth and Mysteries". Kaziranga National Park Authorities. મેળવેલ 2007-02-23.
- ↑ ૧૨.૦ ૧૨.૧ ૧૨.૨ Mathur, V.B. "UNESCO EoH Project_South Asia Technical Report No. 7–Kaziranga National Park" (PDF). UNESCO. પૃષ્ઠ 15–16. મૂળ (PDF) માંથી 2008-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ "Karbis of Assam". worldpress.com. મેળવેલ 2007-05-19.
- ↑ ૧૪.૦ ૧૪.૧ Lahan, P; Sonowal, R. (March 1972), "Kaziranga WildLife Sanctuary, Assam. A brief description and report on the census of large animals", Journal of the Bombay Natural History Society 70 (2): 245–277
- ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ :p.21"Section II: Periodic Report on the State of Conservation of Kaziranga National Park, India" (PDF). UNESCO. 2003. મૂળમાંથી અહીં સંગ્રહિત 2006-05-24. મેળવેલ 2008-08-23. Cite journal requires
|journal=
(મદદ)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Kaziranga National Park". મૂળ માંથી 2006-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.. WildPhotoToursIndia(Through Archive.org). Retrieved on 2007-02-27
- ↑ ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ :p.03 "State of Conservation of the World Heritage Properties in the Asia-Pacific Region –Kaziranga National Park" (PDF). UNESCO. મેળવેલ 2008-08-23.
- ↑ Phatarphekar, Pramila N. (2005-02-14). "Horn of Plenty". Outlook India. મેળવેલ 2007-02-26. Check date values in:
|date=
(મદદ) - ↑ AFP English Multimedia Wire (29 August 2006). "Rare rhinos in India face food shortage". HighBeam Research, Inc. મેળવેલ 2007-04-25.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ ૨૦.૩ ૨૦.૪ "Wildlife in Kaziranga National Park". Kaziranga National Park Authorities. મેળવેલ 2008-08-23.
- ↑ ૨૧.૦ ૨૧.૧ Hussain, Syed Zakir (2006-08-10). "Kaziranga adds another feather - declared tiger reserve". Indo-Asian News Service. મૂળ માંથી 2007-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ 'Wild buffalo census in Kaziranga', The Rhino Foundation for Nature in NE India, Newsletter No. 3, June 2001
- ↑ ૨૩.૦ ૨૩.૧ Rashid, Parbina (2005-08-28). "Here conservation is a way of life". The Tribune. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ (PDF) Elephant Survey in India, Ministry of Environment and Forests, Government of India, 2005, p. 01, archived from the original on 2007-01-15, https://web.archive.org/web/20070115133641/http://www.envfor.nic.in/pe/census_ereserves2005.pdf, retrieved 2008-08-23
- ↑ "Kaziranga National Park–Animal Survey". Kaziranga National Park Authorities. મેળવેલ 2008-08-23.
- ↑ ૨૬.૦ ૨૬.૧ Kaziranga સંગ્રહિત ૨૦૧૦-૦૧-૩૧ ના રોજ વેબેક મશિન, Kolkata Birds, Retrieved on 2007-04-08.
- ↑ "Wildlife in Kaziranga National Park". Kaziranga National Park Authorities. મૂળ માંથી 2008-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
- ↑ ૨૮.૦ ૨૮.૧ ૨૮.૨ ૨૮.૩ :pp.07–10Barua, M.; Sharma, P. (1999), "Birds of Kaziranga National Park, India" (PDF), Forktail (Oriental Bird Club) 15: 47–60, archived from the original on 2007-02-21, https://web.archive.org/web/20070221210254/http://www.orientalbirdclub.org/publications/forktail/15pdfs/Barua-Kaziranga.pdf, retrieved 2008-08-23
- ↑ ૨૯.૦ ૨૯.૧ R Cuthbert, RE Green, S Ranade, S Saravanan, DJ Pain, V Prakash, AA Cunningham (2006) "Rapid population declines of Egyptian vulture (Neophron percnopterus) and red-headed vulture (Sarcogyps calvus) in India", Animal Conservation 9 (3), 349–354. doi:10.1111/j.1469-1795.2006.00041.x [૧][હંમેશ માટે મૃત કડી] Retrieved on 2007-03-09
- ↑ ૩૦.૦ ૩૦.૧ ૩૦.૨ "Wildlife in Kaziranga National Park". Kaziranga National Park Authorities. મેળવેલ 2008-08-23.
- ↑ "Wildlife in Kaziranga National Park". Kaziranga National Park Authorities. મેળવેલ 2008-08-23.
- ↑ Talukdar, B. (1995). Status of Swamp Deer in Kaziranga National Park. Department of Zoology, Guwahati University, Assam.
- ↑ Kushwaha, S.& Unni, M. (1986). Applications of remote sensing techniques in forest-cover-monitoring and habitat evaluation—a case study at Kaziranga National Park, Assam, in, Kamat, D.& Panwar, H.(eds), Wildlife Habitat Evaluation Using Remote Sensing Techniques. Indian Institute of Remote Sensing / Wildlife Institute of India, Dehra Dun. pp. 238–247
- ↑ Jain, S.K. and Sastry, A.R.K. (1983). Botany of some tiger habitats in India. Botanical Survey of India, Howrah. p71 .
- ↑ Silent Stranglers, Eradication of Mimosas in Kaziranga National Park, Assam સંગ્રહિત ૨૦૦૭-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન; Vattakkavan et al.; Occasional Report No. 12, Wildlife Trust of India, pp. 12–13(PDF). Retrieved on 2007-02-26
- ↑ "Another rhino killed in Kaziranga". Times of India. 2008-02-06. મેળવેલ 2008-02-06. Check date values in:
|date=
(મદદ) - ↑ "Poachers kill Indian Rhino". New York Times. 2007-04-17. મેળવેલ 2007-04-17. Check date values in:
|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ Roy, Amit (2006-05-06). "Poaching for bin Laden, in Kaziranga". The Telegraph. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ "Kaziranga National Park–Heroes of Kaziranga". Kaziranga National Park Authorities. મૂળ માંથી 2008-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
- ↑ "Two poachers killed in Kaziranga - Tight security measures, better network yield results at park". The Telegraph. 25 April 2007. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
- ↑ Bonal, BS & Chowdhury, S (2004), Evaluation of barrier effect of National Highway37 on the wildlife of Kaziranga National Park and suggested strategies and planning for providing passage: A feasibility report to the Ministry of Environment & Forests, Government of India.
- ↑ "Information Safari". The Telegraph. 2007-03-31. મૂળ માંથી 2007-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23. Check date values in:
|date=
(મદદ) - ↑ Shrivastava, Rahul; Heinen, Joel (2003), A pilot survey of nature-based tourism at Kaziranga National Park and World Heritage Site, India, "American Museum of Natural History: Spring Symposium". મૂળ સંગ્રહિત માંથી 2005-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
- ↑ ૪૪.૦ ૪૪.૧ ૪૪.૨ ૪૪.૩ ૪૪.૪ ૪૪.૫ "Kaziranga National Park". Indian Tourism. મૂળ માંથી 2007-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
- ↑ Personalities of Golaghat district સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન. Retrieved on 2007-03-22
- ↑ Robin Banerjee સંગ્રહિત ૨૦૦૭-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન. Retrieved on 2007-03-22
- ↑ Lover of the wild, Uncle Robin no more. The Sentinel (Gauhati) 6 August 2003
- ↑ Years in the Making: the Time-Travel Stories of L. Sprague de Camp સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન. NESFA.org. Retrieved on 2007-02-26
- ↑ Khorana, Meena. (1991). The Indian Subcontinent in Literature for Children and Young Adults. Greenwood Press
- ↑ Bordoloi, Anupam (2005-03-15). "Wild at heart". The Telegraph. મૂળ માંથી 2008-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2008-08-23.
વધારે માહિતી
[ફેરફાર કરો]કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- Barthakur, Ranjit; Sahgal, Bittu (2005), The Kaziranga Inheritance, Mumbai: Sanctuary Asia
- Choudhury, Anwaruddin (2000). The Birds of Assam. Guwahati: Gibbon Books and World Wide Fund for Nature. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Choudhury, Anwaruddin (2003). Birds of Kaziranga National Park: A checklist. Guwahati: Gibbon Books and The Rhino Foundation for Nature in NE India. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Choudhury, Anwaruddin (2004). Kaziranga Wildlife in Assam. India: Rupa & Co. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Dutta, Arup Kumar (1991). Unicornis: The Great Indian One Horned Rhinoceros. New Delhi: Konark Publication. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Gee, E.P. (1964). The Wild Life of India. London: Collins. Cite has empty unknown parameter:
|coauthors=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - Jaws of Death—a 2005 documentary by Gautam Saikia about Kaziranga animals being hit by vehicular traffic while crossing National Highway 37, winner of the Vatavaran Award.
- Oberai, C.P. (2002). Kaziranga: The Rhino Land. New Delhi: B.R. Publishing. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) - Shrivastava, Rahul; Heinen, Joel (2007), A microsite analysis of resource use around Kaziranga National Park, India: Implications for conservation and development planning, Journal of Environment and Development 16(2): 207–226
- Shrivastava, Rahul; Heinen, Joel (2005), Migration and Home Gardens in the Brahmaputra Valley, Assam, India, Journal of Ecological Anthropology 9: 20–34
- Shrivastava, Rahul; Heinen, Joel (2003), A pilot survey of nature-based tourism at Kaziranga National Park and World Heritage Site, India, "American Museum of Natural History: Spring Symposium". મૂળ સંગ્રહિત માંથી 2005-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- Kaziranga National Park
- Kaziranga National Park in UNESCO List
- "Kaziranga Centenary 1905–2005". મૂળ સંગ્રહિત માંથી 2008-02-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
- "World Conservation Monitoring Centre". મૂળ માંથી 2007-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-01.
- Department of Environment and Forests (Government of Assam)–Kaziranga સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૮ ના રોજ વેબેક મશિન