પિનકોડ

વિકિપીડિયામાંથી

પિનકોડ એટલે કે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર અથવા ટપાલ સૂચક સંખ્યા (સંક્ષેપ: PIN) એ એક પદ્ધતિ છે, જેના દ્વારા વિસ્તારોને એક વિશિષ્ટ સંખ્યાત્મક ઓળખ આપવામાં આવે છે. આ વિશિષ્ટ સંખ્યા એ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે કે તમામ પ્રકારની ટપાલ વસ્તુઓ યોગ્ય ગંતવ્ય સુધી પહોંચે છે. ભારતમાં પિન કોડ ૬ અંકનો બનેલો છે અને ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. PIN પદ્ધતિ ૧૫ ઓગસ્ટ ૧૯૭૨ ના રોજ રજૂ કરવામાં આવી હતી.[૧]

પિન કોડનું માળખું[ફેરફાર કરો]

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈનના પિનકોડનું ઉદાહરણ: પહેલો આંકડો પશ્ચિમ પોસ્ટલ ઝોન સૂચવે છે, બીજો આંકડો મધ્ય પ્રદેશમાં પોસ્ટલ સબ-ઝોન સૂચવે છે, ત્રીજો આંકડો ઉજ્જૈન વર્ગીકરણ જિલ્લો સૂચવે છે, ચોથો આંકડો ઉજ્જૈન કોર એરિયા સર્વિસ રૂટ સૂચવે છે અને છેલ્લા બે આંકડા ૦૧ ડિલિવરી ઓફિસ તરીકે ઉજ્જૈન હેડ ઓફિસ સૂચવે છે.

ભારતમાં ૯-પિન ક્ષેત્રો છે. પિનકોડનો પ્રથમ અંક ભારત (દેશ) ના પ્રદેશને દર્શાવે છે. પ્રથમ ૨ અંકો એકસાથે આ પ્રદેશમાં હાજર પેટા-પ્રદેશો અથવા પોસ્ટલ વર્તુળોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ૩ અંક મળીને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે છેલ્લા ૩ અંકો ડિલિવરી પોસ્ટ ઓફિસનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડાકીય કોડ ભૌગોલિક વિસ્તાર અનુસાર ટપાલને ગોઠવવાનું ખૂબ જ સરળ બનાવે છે.

ભારતમાં ૯ પિન વિસ્તારો નીચે મુજબ છે:

ક્ર. સં. પિન કોડ વિસ્તારો
પિનકોડ ૧ દિલ્હી, હરિયાણા , પંજાબ, હિમાચલ પ્રદેશ , જમ્મુ અને કાશ્મીર
પિનકોડ ૨ ઉત્તર પ્રદેશ , ઉત્તરાખંડ
પિનકોડ ૩ રાજસ્થાન, ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
પિનકોડ ૪ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા
પિનકોડ ૫ આંધ્ર પ્રદેશ, કર્ણાટક, યાનમ (પુડુચેરીનો જિલ્લો)
પિનકોડ ૬ કેરળ, તમિલનાડુ, પુડુચેરી (યાનમ જિલ્લા સિવાય), લક્ષદ્વીપ
પિનકોડ ૭ પશ્ચિમ બંગાળ, ઑડિશા, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
પિનકોડ ૮ બિહાર, ઝારખંડ
પિનકોડ ૯ મિલિટરી પોસ્ટ ઓફિસ (APO) અને ફીલ્ડ પોસ્ટ ઓફિસ (FPO)

ભારતમાં પિનકોડનું વિતરણ[ફેરફાર કરો]

ભારતમાં પિનકોડનું વિતરણ
ક્ર. સં. પિનના પ્રથમ ૨ અંકો પોસ્ટ
૧૧ દિલ્હી
૧૨ અને ૧૩ હરિયાણા
૧૪ થી ૧૬ પંજાબ
૧૭ હિમાચલ પ્રદેશ
૧૮ અને ૧૯ જમ્મુ અને કાશ્મીર
૨૦ થી ૨૮ ઉત્તર પ્રદેશ
૩૦ થી ૩૪ રાજસ્થાન
૩૬ થી ૩૯ ગુજરાત, દીવ, દમણ, દાદરા અને નગર હવેલી
૪૦ થી ૪૪ મહારાષ્ટ્ર
૧૦ ૪૫ થી ૪૯ મધ્ય પ્રદેશ
૧૧ ૫૦ થી ૫૩ આંધ્ર પ્રદેશ
૧૨ ૫૬ થી ૫૯ કર્ણાટક
૧૩ ૬૦ થી ૬૪ તમિલનાડુ
૧૪ ૬૭ થી ૬૯ કેરળ
૧૫ ૭૦ થી ૭૪ પશ્ચિમ બંગાળ
૧૬ ૭૫ થી ૭૭ ઑડિશા
૧૭ ૭૮ આસામ
૧૮ ૭૯ ઉત્તર-પૂર્વ ભારત
૧૯ ૮૦ થી ૮૫ બિહાર અને ઝારખંડ

સંદર્ભ[ફેરફાર કરો]