રવિ શંકર
Appearance
રવિ શંકર | |
---|---|
જન્મ | ૭ એપ્રિલ ૧૯૨૦ વારાણસી |
મૃત્યુ | ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ સેન ડિયાગો |
વ્યવસાય | સંગીત રચયિતા, sitarist, દિગ્દર્શક |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://www.ravishankar.org |
પંડિત રવિશંકર (બંગાળી: রবি শংকর रोबि शॉङ्कोर) (હિંદી:पंडित रवि शंकर) (જન્મ: સાતમી એપ્રિલ, ૧૯૨૦) ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.
જીવનવૃતાંત
[ફેરફાર કરો]એમને ઇસ ૧૯૯૯ના વર્ષમાં ભારત રત્ન પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રવિ શંકરને કલાના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા ઇસ ૧૯૬૭ના વર્ષમાં પદ્મ ભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યમાં પોતે નિવાસ કરે છે.
એમના પરિવારમાં અન્ય સંગીતકારો:
- અન્નપૂર્ણા દેવી, પત્ની
- શુભેન્દ્ર શંકર
- નોરાહ જોન્સ
- અનૂષ્કા શંકર
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પંડિત રવિ શંકરનું અધિકૃત જાળપૃષ્ઠ
- એમનું સ્વવૃતાંત - માઇ મ્યૂઝિક, માઇ લાઇફ઼
- સને ૨૦૦૦ના વર્ષમાં બીબીસી સાથે સાક્ષાત્કારની ઑડિયો ક્લિપ્સ સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૬ ના રોજ વેબેક મશિન
- પંડિત રવિ શંકર સાક્ષાત્કાર સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન
- એમના ૮૫મા જન્મદિન નિમિત્તે એક સાક્ષાત્કાર
- ઈએમઆઇ જીવનવૃતાંત સંગ્રહિત ૨૦૧૦-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન
- પંડિત રવિ શંકરનો સેસ્ટીના સંગ્રહિત ૨૦૧૦-૦૭-૦૯ ના રોજ વેબેક મશિન
- પંડિત રવિશંકરજીનાં કેટલાંક સદાબહાર ગીતો સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૨ ના રોજ વેબેક મશિન