સિદસર
સિદસર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°54′06″N 70°01′55″E / 21.9018°N 70.031869°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જામનગર |
તાલુકો | જામજોધપુર |
વસ્તી | ૩,૨૨૧[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ |
સિદસર અથવા સિદસર (ઉમિયાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું ગામ છે. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી તથા પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડુંગળી, લસણ, એરંડા ( દિવેલા) તથા ઘઉં, બાજરી, મકાઈ વગેરે પાકો લેવામાં આવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]આઝાદી પહેલા સિદસર ગોંડલ રજવાડામાં હતું.
ભૂગોળ
[ફેરફાર કરો]સિદસર વેણું નદીના કાંઠે વસેલું છે. સિદસર જવા માટે રાજકોટથી (૧૩૦ કિ.મી.) ગોંડલ, વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા થઈને જઈ શકાય છે. આ ગામ જામનગરથી દક્ષિણ તરફ ૧૧૦ કિ.મી. અને જુનાગઢ શહેરથી અંદાજે ૬૫ કિ.મી. જેટલું થાય છે.
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]વિક્રમ સંવત ૧૯૫૫ના ભાદરવા મહિનાની પૂનમે આ ગામે શ્રી ઉમિયા માતાજી પ્રગટ થયા હોવાની લોકવાયકા છે અને હાલમાં અહીં માતાજીનું મંદિર આવેલું છે.[૨][૩] ગામની દક્ષિણ દિશામાં આલેચ બરડા ડુંગરમાં ઝીઝુડાની ખાણ પાસે પ્રાચીન ગુફાઓ આવેલી છે, જે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામથી પશ્ચિમ તરફ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Sidsar Village Population - Jamjodhpur - Jamnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "સિદસર ઉમિયાજી ધામ ખાતે એક કલાકમાં સવા લાખ લોકો ભોજન કરે વિશિષ્ટ વ્યવસ્થા". www.gujaratsamachar.com. મૂળ માંથી 2020-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "ઉમિયાધામમાં ઉમટયા લાખો ભાવિકો રજત જયંતિ મહોત્સવનો શુભારંભ". www.gujaratsamachar.com. મૂળ માંથી 2020-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૭.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |