ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Brihaspati (ચર્ચા | યોગદાન) '''ગુજરાતમાં કોરોનાવાયરસ''' એ કોરોનાવાયરસ ર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું |
(કોઇ તફાવત નથી)
|
૧૮:૧૦, ૨૦ માર્ચ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન
ગુજરાતમાં કોરોનાવાયરસ એ કોરોનાવાયરસ રોગ ૨૦૧૯-૨૦ના ભાગરુપે નોવેલ-કોરોનાવાયરસને કારણે ફાટી નીકળ્યો હતો. ગુજરાતમાં ૧૯મી માર્ચ ૨૦૨૦નાં રોજ કોરોનાવાયરસના બે દર્દીઓ સુરત અને રાજકોટમાં મળી આવ્યાં હતાં.[૧]
પૃષ્ઠભૂમિ
નોવેલ કોરોનાવાયરસ કે સાર્સ કોરોનાવાયરસને કારણે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ૨૦૧૯-૨૦માં રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ વાયરસ ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો હતો.
ગુજરાતમાં ૧૯મી માર્ચ સુધી કોઈ પણ સકારાત્મક (પોઝીટીવ) રીપોર્ટ આવ્યો ન હતો. સુરતમાં એક ૨૧ વર્ષની છોકરી કે જે ન્યુયોર્કથી આવેલી હતી અને રાજકોટમાં એક વ્યક્તિ કે જે મદીનાથી આવ્યા હતા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.[૨][૩] ત્યારબાદ ૨૦મી માર્ચે અમદાવાદમાં ત્રણ અને વડોદરામાં બે રીપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા; જેમાં બધા વિદેશથી પ્રવાસ કરી આવ્યાં હતાં.[૪]
પગલાં
૩૧મી માર્ચ સુધી ગુજરાત સરકાર દ્વારા તમામ શાળા-કોલેજો બંધ કરવાનો હુકમ ૧૫મી માર્ચે આપવામાં આવ્યો હતો.[૫] વિદ્યાર્થીઓનું ભણવાનું ન બગડે તેથી ટીવી પર પ્રસારણ કરવાનું જાહેર કરાયું હતું.[૬] ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯મી તારીખે લોકોને ૨૨મીના રોજ સવારના ૭થી લઈને રાતના ૯ સુધી "જનતા કર્ફ્યુ" જાળવવાની અપીલ કરી હતી.[૭] સુરતમાં તે જ દિવસે ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી.[૮]
ઉપચાર
કોરોનાનો કોઈ ઉપચાર શોધાયો નથી. અનિવાર્ય કારણોસર ઘરની બહાર ન નીકળવાનું અને હાથને વારંવાર સાબુથી ધોવાનું સૂચન અપાયું છે. સાથે જ તેનો ફેલાવો અટકાવવા માટે મોંઢા, નાક અને આંખને હાથને ન અડકવાનું જણાવ્યું છે.[૯]
સંદર્ભો
- ↑ "Five test positive in Gujarat, coronavirus cases in India now at 206". The Economic Times. 2020-03-20. મેળવેલ 2020-03-20.
- ↑ "Gujarat reports first coronavirus cases; one each from Rajkot and Surat". Livemint (અંગ્રેજીમાં). 2020-03-19. મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link)
- ↑ Umarji, Vinay (2020-03-20). "Coronavirus: Gujarat records five cases in two days, 23 results awaited". Business Standard India. મેળવેલ 2020-03-20.
- ↑ "Coronavirus Latest Updates: 223 cases in India so far; Mumbai, Pune, Nagpur closed; No Delhi Metro on Sunday". The Financial Express (અંગ્રેજીમાં). 2020-03-20. મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link)
- ↑ Bureau, Our. "Gujarat shuts schools, malls till March 31". @businessline (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link)
- ↑ "In Gujarat, students get exam revision aired on local channels during Corona shutdown". The New Indian Express. મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link)
- ↑ "PM Narendra Modi forms economic response task force, calls for 'Janata Curfew'". The Economic Times. 2020-03-20. મેળવેલ 2020-03-20.
- ↑ Dabhi, Brendan; Dabhi, Alok BrahmbhattBrendan; Brahmbhatt, Alok; Mar 19, Ahmedabad Mirror | Updated:; 2020; Ist, 23:04. "First coronavirus cases detected in Gujarat; two infected". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
- ↑ "Advice for public". www.who.int (અંગ્રેજીમાં). મેળવેલ 2020-03-20. CS1 maint: discouraged parameter (link)