અંકિત ત્રિવેદી

વિકિપીડિયામાંથી
અંકિત ત્રિવેદી
અંકિત ત્રિવેદી અમદાવાદ ખાતે; નવેમ્બર ૨૦૧૫
અંકિત ત્રિવેદી અમદાવાદ ખાતે; નવેમ્બર ૨૦૧૫
જન્મનું નામ
અંકિત અમરીષકુમાર ત્રિવેદી
જન્મઅંકિત અમરીષકુમાર ત્રિવેદી
૯ માર્ચ ૧૯૮૧
અમદાવાદ
વ્યવસાયકવિ, લેખક, કટારલેખક, વિવેચક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.કોમ.
માતૃ શિક્ષણ સંસ્થાગુજરાત યુનિવર્સિટી
લેખન પ્રકારોગઝલ, ગીત
નોંધપાત્ર સર્જનો
  • ગઝલ પૂર્વક (૨૦૦૬)
  • ગીત પૂર્વક
નોંધપાત્ર પુરસ્કારો
સહી

અંકિત ત્રિવેદી ગુજરાતી કવિ, લેખક, કટારલેખક અને વિવેચક છે.[૧] તેમનાં મુખ્ય સર્જનમાં ગઝલ પૂર્વક (ગઝલનો સંગ્રહ) અને ગીત પૂર્વક (ગીતનો સંગ્રહ)નો સમાવેશ થાય છે. ગુજરાતી ગઝલમાં તેમના યોગદાન માટે ઇન્ડિયન નેશનલ થિએટર તરફથી ૨૦૦૮માં તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર પણ મળ્યા છે.[૨] તેમણે ૨૦૦૬ થી ૨૦૦૭ દરમિયાન ગુજરાતી ગઝલ સામયિક ગઝલવિશ્વનું સંપાદન કર્યું હતું.

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

હર્ષ છાયા, અંકિત ત્રિવેદી અને અભિષેક જૈન ગુજરાતી લિટરેચર ફૅસ્ટીવલ ખાતે ૧૮ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ

તેમનો જન્મ ૯ માર્ચ ૧૯૮૧ના રોજ અમદાવાદ, ગુજરાત ખાતે થયો હતો. શાળાજીવન અમદાવાદ ખાતે કર્યા બાદ તેમણે વાણિજ્યમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી.[૩]

સર્જન[ફેરફાર કરો]

તેમણે પ્રથમ ગઝલ સંગ્રહ ગઝલ પૂર્વક ૨૦૦૬માં પ્રસિદ્ધ કર્યો હતો અને ત્યાર બાદ ગીતપૂર્વક પ્રકાશિત થયો હતો. મૈત્રીવિશ્વ (૨૦૦૬) તેમનો નિબંધ સંગ્રહ છે.[૩]

સંગ્રહો[ફેરફાર કરો]

  • અવિનાશી અવિનાશ
  • મહેંદીના પાન
  • માસૂમ હવા ના મિસરા (નવી પેઢીની ગઝલોનો સંગ્રહ)
  • મિસિંગ બક્ષી
  • કહેવત વિશ્વ
  • ક્લોઝ અપનું સ્માઇલ પ્લિઝ[૩]

પુરસ્કાર[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તેમના પુસ્તક ગઝલ પૂર્વક માટે તેમને તખ્તસિંહ પરમાર પુરસ્કાર (૨૦૦૬-૦૭) મળ્યો હતો. ૨૦૦૮માં ઇન્ડિયન નેશનલ થિએટર (INT), મુંબઈ તરફથી તેમને શયદા પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ પુરસ્કાર મળ્યો હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Ahmedabad's renowned young poet Ankit Trivedi unveils songs' compilation book in the city". The Times of India. ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૧. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૬.
  2. ૨.૦ ૨.૧ "Yuva Gaurav prize to 30-year-old poet". The Times of India. ૧૩ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Shukla, Kirit (૨૦૦૮). Gujarati Sahityakosh. Ahmedabad: Gujarat Sahitya Akademi. પૃષ્ઠ ૧૭૫. ISBN 9789383317028.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]