અજમલગઢ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અજમલગઢ ખાતે સ્મૃતિ-સ્તંભ અને વન-કુટિર
અજમલગઢ ખાતે સ્મૃતિ-સ્તંભ ખાતે તકતી

અજમલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. અહીં બે મંદિરો (શિવમંદિર અને રામમંદિર) તથા પારસી સ્થાનક (સ્મૃતિ-સ્તંભ) પણ આવેલ છે. ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે. અહીંથી પશ્ચિમ દિશામાં કેલિયા બંધનું જળાશય નજરે પડે છે. હાલમાં આ ડુંગરની ટોચ સુધી નાનાં વાહન (જીપ) દ્વારા પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવેલ છે[૧][૨].

ઇતિહાસ[ફેરફાર કરો]

આસપાસના વિસ્તારના સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ વ્યૂહાત્મક સ્થળ પહેલાંના સમયનો ઇતિહાસ ધરાવે છે. જૂના સમયમાં શિવાજીના લશ્કરના સરદારો મહારાષ્ટ્રથી સુરત આવવાના સમયે લશ્કરી દૃષ્ટિએ મહત્વના આ વ્યૂહાત્મક સ્થળે રોકાણ કરતા હોવાનો ઇતિહાસ છે[૩]. આ ઉપરાંત અહીં પારસીઓના આતશ બહેરામ (પવિત્ર અગ્નિ) પણ અહીં રાખવામાં આવ્યો હોવાનો પણ ઇતિહાસ છે.

પારસીઓ પોતાના ધર્મની રક્ષા અર્થે ઈરાનથી ભારત દેશમાં ગુજરાતના સંજાણ બંદર ખાતે ઉતર્યા હતા અને રાજા જાદીરાણાનાં રાજયમાં આશરો લીધો હતો. પવિત્ર અગ્નિની સ્થાપના બાદ સમય જતાં શાસન બદલાતાં સંજાણથી થોડે દૂર બહારોટના પહાડ ઉપર પવિત્ર અગ્નિ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ કટોકતી સર્જાતા પવિત્ર અગ્નિ અહીં અજમલગઢ પહાડ ઉપર વાંસદાના તે સમયના રાજા કિર્તી દેવે આશરો આપ્યો હતો. અહીં પારસીઓના આતશ બહેરામને ઈ.સ. ૧૪૦૫ થી ૧૪૪૮ દરમિયાન (૧૪ વર્ષ સુધી) રાખવામાં આવ્યો હતો. હાલમાં આ સ્થળે તેની પવિત્ર યાદગીરી રૂપે ૨૧ ફૂટ ઊંંચા સ્મૃતિ-સ્તંભની સ્થાપના કરવામાં આવેલ છે.[૪]

ચિત્રદર્શન[ફેરફાર કરો]

નજીકનાં જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર". Retrieved ૦૭ સપ્ટેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  2. "અજમલગઢ પર જશન સેરેમની સાથે અગ્નિદેવની પૂજા અર્ચના". Retrieved ૦૭ સપ્ટેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  3. "વાંસદા તાલુકા પંચાયત". Retrieved ૦૭ સપ્ટેમ્બર ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)
  4. "અજમલગઢ: પારસીઓના ઈતિહાસનો મહત્ત્વનો પડાવ..." Retrieved 2018-09-08. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]