અજય આહુજા

વિકિપીડિયામાંથી
સ્ક્વોડ્રન લિડર
અજય આહુજા
વીર ચક્ર
જન્મ(1963-05-22)22 May 1963
કોટા, રાજસ્થાન
મૃત્યુ૨૭ મે ૧૯૯૯ (વય ૩૬ વર્ષ)
કારગિલ, જમ્મુ અને કાશ્મીર
દેશ/જોડાણ ભારત
સેવા/શાખા ભારતીય વાયુ સેના
સેવાના વર્ષો૧૯૮૫-૧૯૯૯
હોદ્દો સ્ક્વોડ્રન લિડર
દળગોલ્ડન એરોઝ - ૧૭મી સ્ક્વોડ્રન
પુરસ્કારો વીર ચક્ર

સ્ક્વોડ્રન લિડર અજય આહુજા, વીર ચક્રભારતીય વાયુસેનાના લડાયક વિમાનચાલક હતા. તેઓ જમ્મુ અને કાશ્મીર ખાતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં શહીદ થયા હતા.[૧][૨] તેમના મૃત્યુના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો.

શરુઆતનું જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

અજય આહુજાનો જન્મ કોટા, રાજસ્થાન ખાતે થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ કોટા ખાતેની જ એક મિશનરી શાળામાં થયો હતો. તેઓ રાષ્ટ્રિય સુરક્ષા અકાદમી, પૂણે ખાતે જોડાયા બાદ ૧૪ જૂન ૧૯૮૫ના રોજ વાયુ સેનામાં અધિકારી તરીકે નિયુક્ત થયા હતા.

લડાયક વિમાનચાલક તરીકે તેમણે મિગ-૨૩ અને મિગ-૨૧માં ઉડ્ડયન કર્યું હતું. તેમને ૧,૦૦૦ કરતાં વધુ કલાકનો તાલીમાર્થી વિમાનચાલકોને ઉડ્ડયન કરાવવાનો અનુભવ હતો. આહુજાને ૧૯૯૭માં ભટિન્ડા, પંજાબ ખાતે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૨] કારગિલ યુદ્ધની શરુઆતે તસ્વીર અને ફિલ્માંકન દ્વારા જાસૂસી પૂર્વેક્ષણમાં નિષ્ણાત ગણાતી ૧૭મી સ્ક્વોડ્રન જેનું હુલામણું નામ ગોલ્ડન એરોઝ હતું તેના આહુજા ફ્લાઇટ કમાન્ડર તરીકે નિયુક્ત થયા હતા.

યુદ્ધ દરમિયાન કાર્યવાહી[ફેરફાર કરો]

કારગિલ ખાતે ઓપરેશન સફેદ સાગરના ભાગરુપે ૨૭ મે ૧૯૯૯ના રોજ કાશ્મીરના ભારતીય વિસ્તારમાં જ કાર્યવાહી કરવામાં આવી. તે દરમિયાન ફ્લાઇટ લેફ્ટ કમ્બામપતિ નચિકેતાના વિમાન મિગ-૨૭નું  એન્જિન બંધ થઈ જતાં તેઓ વિમાન છોડી અને છત્રી વડે નીચે ઉતર્યા.[૩] દુશ્મન પાસે જમીનથી હવામાં માર કરવા સક્ષમ પ્રક્ષેપાત્રો હોવાની જાણકારી હોવા છતાં આહુજાએ તેમના વિમાનને દુશ્મનના મથક પર રાખી અને બચાવ કાર્યમાં મદદ કરવા પ્રયત્ન કર્યો.[૩] પરંતુ તેમના વિમાન પર સ્ટિંગર પ્રક્ષેપાત્ર વડે હુમલો થયો અને તેને તોડી પાડવામાં આવ્યું. વાયુસેના એ તેમના વિમાન સાથે સંપર્ક ગુમાવ્યો તે પહેલાં તેમનો આખરી સંદેશ મળ્યો કે "હરક્યુલિસ, મારા વિમાન સાથે કશુંક ટકરાયું છે, પ્રક્ષેપાત્ર હોવાની સંભાવના નકારી ન શકાય, હું વિમાન (સ્થળ) પર ત્યાગું છું"

મૃત્યુ સમયની પરિસ્થિતિઓ[ફેરફાર કરો]

ભારતીય વાયુસેના અનુસાર આહુજાના વિમાનને અંકુશ રેખાની ભારતીય બાજુ પર પ્રક્ષેપાત્ર ટકરાયું હતું. આહુજાના શબનું શ્રીનગર ખાતે પરિક્ષણ કરતાં સૈન્યના તબીબોએ જણાવ્યું કે આહુજા વિમાનનો ત્યાગ કર્યા બાદ જીવિત નીચે ઉતરવામાં સફળ રહ્યા હતા અને પાછળથી પાકિસ્તાની સૈનિકોએ તેમની હત્યા કરી હતી.[૩][૪][૨]

શબ પરીક્ષણમાં આહુજાને ત્રણ ગંભીર જખ્મ હોવાનું જાણવા મળ્યું હતું:[૪][૧]

  1. જમણા કાન પાસે ગોળીનો જખ્મ જે ડાબા કાન પાસેથી બહાર નીકળી
  2. છાતીમાં જમણા ભાગમાં ગોળીનો જખ્મ જે પીઠના ભાગે બહાર નીકળી
  3. ડાબા ગોઠણમાં અસ્થિભંગ
  4. ડાબા અને જમણા સાથળ પણ ઘણા જખ્મ, જમણા ફેફસાંમાં છીદ્ર, ગળાની નસોને, નાના આંતરડા અને જઠરને ઇજા

ગોઠણની ઇજા તબીબો અનુસાર છત્રી વડે ઉતરતાં થઈ હતી અને ગોળીઓ નીચે ઉતર્યા બાદ મારવામાં આવી હતી. તેમના મૃત્યુને ઠંડા કલેજે કરવામાં આવેલ હત્યા ગણવામાં આવી.[૫][૪]

પ્રતિક્રિયાઓ[ફેરફાર કરો]

૧૫ જૂન ૧૯૯૯ના રોજ દિલ્હી ખાતે પાકિસ્તાની રાજદૂતને ભારત સરકારે હાજર થવા ફરમાન મોકલ્યું અને યુદ્ધકેદી પર યાતના  વીતાવવા અને તેની હત્યા કરીને જિનિવા કરારને તોડવા માટે પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી.[૬] પાકિસ્તાની અર્ધસૈનિક દળો પર છત્રી વડે આહુજા ઉતરાણ કરતા હતા તે સમયે તેમના પર ગોળી ચલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. પાકિસ્તાને તેને નકાર્યો અને જણાવ્યું કે આહુજા ઉતરાણ સમયે થયેલ ઇજાથી મૃત્યુ પામ્યા. આ બાબતની કોઈ વધુ તપાસ ન કરાઈ અને કોઇ તટસ્થ સંગઠનને પુરાવા ન આપવામાં આવ્યા.

અંત્યેષ્ઠિ[ફેરફાર કરો]

૨૯ મે ૧૯૯૯ના રોજ આહુજાના પાર્થિવ શરીરને તેમના વતન લઈ જવાયું. તે સ્થળે અને દિલ્હી ખાતે પાકિસ્તાની દૂતાવાસ સામે રોષભર્યા પ્રદર્શન કરવામાં આવ્યા.[૧]

યાદગીરી[ફેરફાર કરો]

આહુજાની મૂર્તિનું અનાવરણ ભટિન્ડા ખાતે તેમની યાદમાં કરવામાં આવ્યું.[૧]

૧૫ ઓગષ્ટ ૧૯૯૯ના રોજ સ્ક્વોડ્રન લિડર અજય આહુજાને ભારતનો યુદ્ધ કાળનો વીરતા પુરસ્કાર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Tribune News Service (૩૦ મે ૧૯૯૯). "Ahuja was shot at point-blank range: report". ધ ટ્રિબ્યુન. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Even after 8 years, Kargil continues to haunt". CNN-IBN. ૩૦ જુલાઇ ૨૦૦૭. મૂળ માંથી 2013-01-21 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૨.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Air Forces Monthly. Stamford, Lincolnshire, UK: Key Publishing Limited (૧૩૬): ૭૪–૭૫. જુલાઇ ૧૯૯૯. ISSN 0955-7091.CS1 maint: untitled periodical (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "'The family is both proud of Nachiketa and concerned about his well-being'". Rediff News. ૩૦ મે ૧૯૯૯. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૨.
  5. "Kargil conflict timeline". BBC news. ૩૦ મે ૧૯૯૯. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૨.
  6. "Breach of Geneva Convention by Pak armed forces" (PDF). Foreign Affairs Record 1999. Ministry of External Affairs, Government of India. મેળવેલ 29 March 2012.