અરુંધતિ રોય
અરુંધતિ રોય | |
---|---|
રોય (૨૦૧૩) | |
જન્મ | સુઝાન્ના અરુંધતિ રોય 24 November 1961[૧] શિલોંગ, અવિભાજીત આસામ (વર્તમાન મેઘાલય), ભારત |
વ્યવસાય | લેખક, નિબંધકાર, સામાજિક કાર્યકર |
માતૃ શિક્ષણ સંસ્થા | સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કીટેક્ચર, નવી દિલ્હી |
સમયગાળો | ૧૯૯૭ - વર્તમાન |
નોંધપાત્ર સર્જનો | ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ |
નોંધપાત્ર પુરસ્કારો |
|
સહી | |
અરુંધતિ રોય (જ. ૨૪ નવેમ્બર ૧૯૬૧)[૧] ભારતીય લેખિકા છે. તેમની જાણીતી નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે મેન બુકર પ્રાઈઝ ફોર ફિક્શન (૧૯૯૭) એવોર્ડથી સન્માનિત અરુંધતી, માનવાધિકાર અને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય રાજનૈતિક કાર્યકર્તા પણ છે.[૩]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]અરુંધતિનો જન્મ મેઘાલય રાજ્યના શિલોંગ ખાતે થયો હતો.[૪]તેમની માતા મેરી રોય મલયાલી સિરિયાઇ ઇસાઇ હતા જે માનવાધિકાર કાર્યકર્તા તરીકે સક્રિય હતા જ્યારે પિતા રજીબ રોય ચાના બગીચાઓના પ્રબંધક(કલકત્તા) બંગાળી હિંદુ હતા.[૫] જ્યારે તેઓ ૨ (બે) વર્ષના હતા ત્યારે માતાપિતાના લગ્નવિચ્છેદને કારણે તેઓ માતા અને ભાઈ સાથે કેરળ પરત ફર્યા.[૫] થોડોક સમય માટે તેમનો પરિવાર માતૃપક્ષના દાદાને ત્યાં ઊટી, તમિલનાડુ ખાતે રહ્યો. અરુંધતિ પાંચ વર્ષના થયા ત્યારે તેઓ કેરળ પરત ફર્યા જ્યાં તેમની માતાએ એક શાળા શરૂ કરી.[૫]
અરુંધતિએ તેમનું પ્રારંભિક શિક્ષણ કોટ્ટાયમની કોર્પસ ક્રિસ્ટી સ્કૂલ તેમજ તમિલનાડુના નિલગીરીમાં લોરેન્સ સ્કૂલ ખાતેથી મેળવ્યું. ત્યારબાદ તેમણે સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો. અહીં તેમની મુલાકાત વાસ્તુકાર જેરાર્ડ દા કુન્હા સાથે થઈ. બન્ને અલગ થયા તે પહેલાં દિલ્હી અને ગોવા ખાતે સાથે રહેતાં હતા.[૫]
અંગત જીવન
[ફેરફાર કરો]અરુંધતિ દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અર્બન અફેર્સ સાથે જોડાયા.[૫] ૧૯૮૪માં તેમની મુલાકાત સ્વતંત્ર ફિલ્મકાર પ્રદીપ કૃષ્ણન સાથે થઈ જેમણે તેમની પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મ મેસી સાહબમાં રોયને આદિવાસી કન્યાની ભૂમિકા આપી હતી.[૬] બાદમાં બન્ને લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા આંદોલન પર આધારિત ટેલિવિઝન શૃંખલા તેમજ એની અને ઇલેક્ટ્રીક મૂન નામની બે ફિલ્મો માટે યોગદાન આપ્યું હતું.[૫] ફિલ્મી દુનિયાથી મોહભંગ થતાં અરુંધતિએ એરોબિક્સ વર્ગ ચલાવવા સહિત વિભિન્ન કાર્યો કર્યા અને છેવટે તેઓ કૃષ્ણનથી અલગ થઈ ગયા.[૫] ૧૯૯૭માં પ્રકાશિત તેમની નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સની સફળતાથી તેમને આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ.
પુરસ્કાર
[ફેરફાર કરો]રોયને ૧૯૮૯માં ઈન વીચ એની ગિવ્ઝ ઇટ ધોસ વન્સ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મ પટકથાનો ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ફિલ્મ દ્વારા તેમણે વ્યાવસાયિક શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં વ્યાપ્ત રોષ રજુ કર્યો હતો..[૭] ૨૦૧૫માં તેમણે ધાર્મિક અસહિષ્ણુતા અને દેશમાં જમણેરી સંગઠનો દ્વારા વધતી હિંસાના વિરોધમાં આ પુરસ્કાર પરત કર્યો હતો.[૮]
અરુંધતિને તેમની નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સ માટે ૧૯૯૭ના મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પુરસ્કારરૂપે તેમને US$30,000 પ્રાપ્ત થયા હતા.[૯]
૨૦૦૨માં તેમને સ્વતંત્રતા, ન્યાય અને સાંસ્કૃતિક વિવિધતા માટે સંઘર્ષ બદલ લેનન ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક સ્વતંત્રતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૦]
૨૦૦૩માં સાનફ્રાન્સિસ્કો ખાતે અરુંધતિ, બિઆન્કા જૈગર, બાર્બરા લી અને કેથી કેલીને ગ્લોબલ એક્ષ્ચેન્જ હ્યુમન રાઇટ્સ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
રોયને સામાજિક કાર્યોમાં તેમના યોગદાન બદલ તેમજ અહિંસાની હિમાયત કરવા બદલ ૨૦૦૪માં સિડની શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૧][૧૨]
જાન્યુઆરી ૨૦૦૬માં તેમના સમકાલીન મુદ્દાઓ પરના નિબંધ સંગ્રહ ધ એલ્જીબ્રા ઓફ ઇન્ફિનીટ અનજસ્ટીસ માટે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે ભારત સરકાર દ્વારા ઔદ્યોગિક કામદારો પ્રત્યેની દુર્લક્ષતા, સૈન્યકરણ અને આર્થિક નવ-ઉદારીકરણમાં વૃદ્ધિની નીતિઓના વિરોધમાં પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.[૧૩][૧૪]
નવેમ્બર ૨૦૧૧માં તેમના વિશિષ્ટ લેખન બદલ નોર્મન મેલર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૧૫]
રોયને ટાઈમ મેગેઝિન દ્વારા ૨૦૧૪માં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની સૂચિ ટાઈમ ૧૦૦માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.[૧૬]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Arundhati Roy". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 13 June 2013 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2013.
- ↑ "Arundhati Roy". Bookclub. 2 October 2011. BBC Radio 4. મૂળ સંગ્રહિત માંથી 1 December 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 January 2014.
- ↑ Dhanusha Gokulan (11 November 2012). "'Fairy princess' to 'instinctive critic'". Khaleej Times. મૂળ સંગ્રહિત માંથી 3 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-02.
- ↑ "Arundhati Roy, 1959–". The South Asian Literary Recordings Project. Library of Congress, New Delhi Office. 15 November 2002. મૂળ સંગ્રહિત માંથી 4 April 2009 પર સંગ્રહિત. મેળવેલ 6 April 2009.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ Siddhartha Deb, "Arundhati Roy, the Not-So-Reluctant Renegade સંગ્રહિત ૨૧ એપ્રિલ ૨૦૧૬ ના રોજ વેબેક મશિન", The New York Times, 5 March 2014. Accessed 5 March 2014.
- ↑ Massey Sahib IMDb પર
- ↑ "36th National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. મૂળ સંગ્રહિત (PDF) માંથી 4 November 2016 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2015.
- ↑ Hannah Ellis (5 November 2015). "Arundhati Roy returns award in protest against religious intolerance in India". Guardian. મૂળ સંગ્રહિત માંથી 6 November 2015 પર સંગ્રહિત. મેળવેલ 5 November 2015.
- ↑ David Barsamian (September 2001). "Arundhati Roy interviewed". The South Asian. મૂળ સંગ્રહિત માંથી 25 December 2007 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2008.
- ↑ "2002 Lannan Cultural Freedom Prize awarded to Arundhati Roy". Lannan Foundation. મૂળ માંથી 6 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 21 માર્ચ 2007.
- ↑ "Arundhati Roy gets Sydney Peace Prize" સંગ્રહિત ૨૧ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ વેબેક મશિન, Outlook (Indian magazine), Retrieved 1 April 2012.
- ↑ "Peace?..." સંગ્રહિત ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૫ ના રોજ વેબેક મશિન, Outlook (Indian magazine), Retrieved 1 April 2012. Arundhati Roy
- ↑ "Sahitya Akademi Award: Arundhati Roy Rejects Honor" સંગ્રહિત ૨૧ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ વેબેક મશિન, Deccan Herald, 16 January 2006.
- ↑ "Award-Winning Novelist Rejects a Prize" સંગ્રહિત ૬ માર્ચ ૨૦૧૬ ના રોજ વેબેક મશિન, The New York Times, 17 January 2006. Retrieved 18 December 2011.
- ↑ "From Norman Mailer to Arundhati Roy". સંગ્રહિત ૨૨ ડિસેમ્બર ૨૦૧૫ ના રોજ વેબેક મશિન Hamish Hamilton. Retrieved 13 December 2015).
- ↑ Mishra, Pankaj. "Arundhati Roy: The World's 100 Most Influential People". મૂળ માંથી 14 September 2016 પર સંગ્રહિત.