આનંદઘન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આનંદઘન એ સત્તરમી સદીના જૈન સાધુ એવા જ્ઞાનમાર્ગી પદ કવિ હતા. એમના જીવન વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે પણ ફિલસુફી,ભક્તિ અને આધ્યાત્મિકતાને લગતા તેમના સ્તવનો લોકભાષામાં ઉપલબ્ધ છે અને જાણીતા છે. જૈન દેરાસરોમાં એ સ્તવનો હજુ ગાવામાં આવે છે.

જીવન[ફેરફાર કરો]

આનંદઘનના જિંદગી વિશે કોઈ ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ નથી. મોટાભાગની માહિતી ચરિત્ર અને મૌખિક ઇતિહાસ પર આધારિત છે.[૧][૨][૩]

તેમનો જન્મ રાજપૂતાના (હાલ રાજસ્થાન, ભારત)માં થયો હતો.[note ૧][૧][૩] જુદા જુદા સંદર્ભ મુજબ તેમની જન્મ તારીખ અલગ અલગ છે. લગભગ 1603 કે 1604 સ્વીકાર્ય છે પણ અમુક અંદાજ મુજબ, તેમનો જન્મ 1624 પહેલાં થયો હશે.[note ૨][૧][૩] તેમનું બાળપણમાં નામ લાભાનંદ હતું. તેમને જૈન સાધુ તરીકે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમને લાભવિજય નામ આપવામાં આવ્યું.[૪] તેઓ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક પંથના તપાગચ્છના હોઈ શકે પણ જૈન સાધુ પરંપરામાં તેમનું નામ ક્યાંય દર્શાવેલ નથી. તેઓ કદાચ ચોક્કસ પંથ કે ગચ્છના સંકળાયેલા સાધુ તરીકે રહ્યા નહિ હોય. તેઓ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રહ્યા હતા. દંતકથા તેમને માઉન્ટ આબુ અને જોધપુર સાથે સાંકળે છે. તેઓ યશોવિજયની સાથે સંકલયેલા હતા અને તેમને મળેલા પણ હતા. તેઓ કદાચ રાજસ્થાનમાં મેડતામાં મૃત્યુ પામ્યા હશે કારણકે ત્યાં એમના નામનો ઉપાશ્રય છે. જુદા જુદા સંદર્ભ મુજબ તેમની મૃત્યુ તારીખ અલગ અલગ છે. લગભગ 1673 કે 1674 સ્વીકાર્ય છે પણ અમુક અંદાજ મુજબ, તેઓ 1694 પહેલાં મૃત્યુ પામ્યા હશે.[note ૩][૧][૩][૫][૬][૭]

સર્જન[ફેરફાર કરો]

તેઓ તે સમયની ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ જેવી સ્થાનિક ભાષાઓનો ઉપયોગ કરતા હતા. તેઓ રાજસ્થાની શબ્દો વાપરતા પણ મધ્યકાલીન ગુજરાતીમાં લખતા. ભક્તિયુગના અન્ય સંતકવિઓની માફક તેઓ પણ સ્થાનિક ભાષામાં જ લખતા. તેમનું સર્જન ભક્તિ અને અંગત અધ્યાત્મ પર બહાર મૂકે છે.[૧][૩][૫]

આનંદઘન ચોવીશીમાં ફિલસુફીના ચૌવીસ સ્તવનને બદલે બાવીસ સ્તવન જ છે. બીજા બે સ્તવન પાછળથી બીજા દ્વારા ઉમેરાયેલા છે. દરેક સ્તવન એ ચોવીસ તીર્થંકર પૈકી એકને સમર્પિત છે. દંતકથા પ્રમાણે સ્તવનની રચના માઉન્ટ આબુમાં થઈ હોવી જોઈએ કારણકે ત્યાં તેઓ યશોવિજયને મળેલા જેમણે આ સ્તવનો યાદ રાખી લીધેલાં.[૧][૩][૫][૪][૮]

જુદી જુદી હસ્તપ્રતોમાં જુદી જુદી સંખ્યામાં આપેલ સ્તવનો આનંદઘન બહત્તરી અથવા આનંદઘન બહોતેરી માં સંગ્રહાયેલા છે. આ સંગ્રહ 1775 સુધીમાં રચાઈ ગયેલ હશે. આ સ્તવનો મૌખિક અને લેખિત હસ્તપ્રતો દ્વારા સચવતા આવ્યા છે. આ પદો જુદા જુદા રાગમાં છે. એમાંના કેટલાક પદો બીજા કવિઓ જેવા કે કબીર, સૂરદાસ, બનારસીદાસ વગેરેના છે.[૧][૩][૫]

પ્રભાવ[ફેરફાર કરો]

જૈન સાધુ યશોવિજય જેઓ આનંદઘનથી પ્રભાવિત હતા. તેમણે તેમની ચોવીશી પર ભાષ્ય લખ્યું છે અને તેમને સમર્પિત આઠ શ્લોક ધરાવતી અષ્ટપદી લખી છે.[૩][૯][૧૦]

તેમના સ્તવનો આજે પણ જૈનોમાં અને હિંદુઓમાં પ્રચલિત છે કારણકે તે બિનસાંપ્રદાયિક છે અને આંતરિક અધ્યામિકતા પર ભાર મુકે છે. તે હજુ જૈન દેરાસરોમાં ગવાય છે. તેઓ શ્વેતાંબર પંથ સાથે સંકળાયેલા હોવા છતાં તેમનાં સ્તવનો દિગંબર સ્તવનસંગ્રહમાં પણ જોવા મળે છે. 2006માં રાકેશ ઝવેરીએ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન હેઠળ ધરમપુરમાં આયોજિત ધાર્મિક શિબિરમાં ચોવીશી પર વ્યાખ્યાન આપેલા. તેમના સ્તવનોમાંથી ગાંધીજીએ તેમના પ્રાર્થનાસંગ્રહ આશ્રમ ભજનાવલીમાં "રામ કહો રહમાન કહો કોઊ, ક્હાન કહો, મહાદેવ રી, પારસનાથ કહો, કોઊ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી.." સમાવિષ્ટ કરેલું.[૩]

2012માં તેમના જીવન પર આધારિત એવું ધનવંત શાહ દ્વારા રચિત અને મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત નાટક અપૂરવ ખેલા રજુ થયું હતું.[૧૧]

વધુ માહિતી[ફેરફાર કરો]

 • It’s a City-showman’s Show!: Transcendental Songs of Anandghan. Penguin Books Limited. 15 May 2013. ISBN 978-81-8475-985-3. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ) (સ્તવનોનો અંગ્રેજી અનુવાદ)

નોંધ અને સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. Bangha and Fynes 2013: xxvii–xxx
 2. Bangha and Fynes 2013: xxvii–xxx
 3. Bangha and Fynes 2013: xxvii–xxx

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ It’s a City-showman’s Show!: Transcendental Songs of Anandghan. Penguin Books Limited. 15 May 2013. pp. x–xxxi. ISBN 978-81-8475-985-3. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 2. Manohar Bandopadhyay (1 September 1994). Lives And Works Of Great Hindi Poets. B. R. Publ. p. 68. ISBN 978-81-7018-786-8. Check date values in: |date= (મદદ)
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ Balbir, Nalini. "Anandghan". Institute of Jainology - Jainpedia. Retrieved 16 September 2014. Check date values in: |accessdate= (મદદ)
 4. ૪.૦ ૪.૧ Behramji Malabari (1882). Gujarat and the Gujaratis: Pictures of Men and Manners Taken from Life. Asian Educational Services. p. 189. ISBN 978-81-206-0651-7. Check date values in: |year= (મદદ)
 5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Amaresh Datta (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. Sahitya Akademi. p. 163. ISBN 978-81-260-1803-1. Check date values in: |year= (મદદ)
 6. Ronald Stuart McGregor (1984). Hindi literature from its beginnings to the nineteenth century. Harrassowitz. p. 204. Check date values in: |year= (મદદ)
 7. Jeṭhālāla Nārāyaṇa Trivedī (1987). Love Poems & Lyrics from Gujarati. Gurjar Grantha Ratna Karyalaya. p. 67. Check date values in: |year= (મદદ)
 8. John Cort (16 November 2009). Framing the Jina: Narratives of Icons and Idols in Jain History. Oxford University Press. pp. 102–. ISBN 978-0-19-973957-8. Check date values in: |date= (મદદ)
 9. Ahmedabad: From Royal city to Megacity. Penguin Books Limited. 2 February 2011. p. 52. ISBN 978-81-8475-473-5. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 10. Paul Dundas (2002). The Jains. Psychology Press. p. 238. ISBN 978-0-415-26606-2. Check date values in: |year= (મદદ)
 11. "નવું નાટક : આજે ઓપન થાય છે : અપૂરવ ખેલા". Gujarati Midday. 2012-04-01. Retrieved 2018-08-22. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]