આર. કે. નારાયણ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
R. K. Narayan
વ્યવસાય Writer
રાષ્ટ્રિયતા Indian
Genres Fiction, Mythology, and Non-fiction
નોંધપાત્ર પુરસ્કારો Padma Vibhushan, Sahitya Akademi Award, AC Benson Medal, Padma Bhushan

આર. કે. નારાયણ (ઑક્ટોબર 10, 1906 – મે 13, 2001)નું આખું નામ રાસીપુરમ ક્રિશ્નાસ્વામી ઐયર નારાયણસ્વામી (તમિલ: ராசிபுரம் கிருஷ்ணசுவாமி அய்யர் நாராயணசுவாமி) છે, તે એક ભારતીય લેખક છે, જેમની કથા સાહિત્યમાં ભારતના એક કાલ્પનિક કસબામાં લોકો અને તેમની ક્રિયા-પ્રતિક્રિયાઓ વિશે શૃંખલાબદ્ધ પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ આરંભકાળના અંગ્રેજી ભાષી ભારતીય સાહિત્યની ત્રણ અગ્રણી પ્રતિભાઓમાંના એક છે, અન્ય બે છે મુલ્ક રાજ આનંદ અને રાજા રાવ. બાકીના વિશ્વ સમક્ષ અંગ્રેજીમાં ભારતીય સાહિત્ય રજૂ કરવાનું શ્રેય તેમને આપવામાં આવે છે, અને ભારતના અંગ્રેજી ભાષાના મહાનતમ નવલકથાકારોમાંના એક તરીકે તેમની ગણના થાય છે.

પોતાના માર્ગદર્શક અને મિત્ર, ગ્રેહામ ગ્રીનની મદદથી નારાયણે સૌ પ્રથમ સાહિત્યવિશ્વમાં પ્રવેશ કર્યો, નારાયણને તેમના પહેલાં ચાર પુસ્તકો માટે પ્રકાશક મેળવી આપવામાં તેઓ નિમિત્તરૂપ રહ્યા હતા, આ ચાર પુસ્તકોમાં સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ ની અર્ધ-આત્મકથનાત્મક ત્રયી, ધ બૅચલર ઑફ આર્ટ્સ અને ધ ઇંગ્લિશ ટીચર સમાવિષ્ટ હતાં. નારાયણનાં લખાણોમાં, 1951ના સૌથી મૌલિક લખાણોમાંના એક તરીકે જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ધ ફાયનાન્શલ એક્સપર્ટ , અને સાહિત્ય અકાદમી અવૉર્ડ વિજેતા ધ ગાઈડ નો પણ સમાવેશ થાય છે, ધ ગાઈડનું થોડા ફેરફારો સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મમાં અને બ્રોડવે નાટકમાં રૂપાંતર પણ કરવામાં આવ્યું હતું.

નારાયણની મોટા ભાગની વાર્તાઓની પૃષ્ઠભૂમિમાં માલગુડી નામનો કાલ્પનિક કસબો છે, જેનું આલેખન તેમણે સૌથી પહેલાં સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ માં કર્યું હતું. તેમની કથાવાર્તા સામાજિક સંદર્ભો પર પ્રકાશ પાડે છે અને રોજિંદા જીવનના નિરૂપણ થકી તેમનાં પાત્રો વાચકના મનમાં સજીવન બને છે. તેમને વિલિયમ ફાઉલ્કનેર સાથે સરખાવવામાં આવે છે, જેમણે પણ વાસ્તવિકતાને નિરૂપતા એક કાલ્પનિક કસબાનું સર્જન કર્યું હતું, તેના થકી સામાન્ય જીવનની રમૂજો અને ઊર્જાને પેશ કરી હતી, અને તેમના લખાણમાં કરુણાસભર માનવતાવાદ દર્શાવ્યો હતો. નારાયણની ટૂંકી વાર્તા લખવાની શૈલીને ગાય દ મૌપાસ્સન્ટની શૈલી સાથે સરખાવવામાં આવે છે, કારણ કે તે બંને વાર્તાના ઘટકોને નુકસાન પહોંચાડ્યા વિના કથાવસ્તુને સંકોચવાની, ટુંકાવવાની ક્ષમતા ધરાવે છે. પોતાના ગદ્ય અને લખવાની શૈલીમાં અત્યંત સાદા હોવા માટે પણ નારાયણની ટીકા કરવામાં આવી છે.

લેખક તરીકેની પોતાની સાઠ વર્ષની કારકિર્દીમાં, નારાયણને અનેક પુરસ્કારો અને સન્માન મળ્યાં છે. આમાં રોયલ સોસાયટી ઑફ લિટરેચર તરફથી એસી(AC) બેન્સન પદક અને ભારતનું દ્વિતીય-ઉચ્ચતમ નાગરિક સન્માન, પદ્મ વિભૂષણ સામેલ છે. ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્ય સભાના સદસ્ય તરીકે પણ તેમની નિયુક્તિ કરવામાં આવી હતી.

જીવન[ફેરફાર કરો]

પ્રારંભિક વર્ષો[ફેરફાર કરો]

આર. કે. નારાયણનો જન્મ બ્રિટિશ ભારતમાં, મદ્રાસ પ્રેસિડન્સીના મદ્રાસ(હવે ચેન્નઈ તરીકે જાણીતું)માં થયો હતો.[૧] તેમના પિતા શાળાના મુખ્ય શિક્ષક હતા, અને નારાયણ પોતાના અભ્યાસનો કેટલોક ભાગ તેમના પિતાની શાળામાં ભણ્યા હતા. પિતાની નોકરીમાં વારંવાર સ્થળાંતર આવશ્યક હોવાથી, નારાયણે તેમના બાળપણનો કેટલોક હિસ્સો તેમનાં નાની, પાર્વતીની સંભાળ હેઠળ ગાળ્યો હતો.[૨] આ સમય દરમ્યાન એક મોર અને એક તોફાની વાંદરો, તેમના સૌથી સારા દોસ્તો અને રમતના સાથીઓ હતા.[૩][૪][૫]

તેમનાં નાનીએ તેમને કુંજાપ્પા નું હુલામણું નામ આપ્યું, પરિવારનાં વર્તુળોમાં એ નામથી જ તેઓ ઓળખાયા.[૬] તેમણે નારાયણને અંકગણિત, પુરાણવિદ્યા, ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃત શીખવ્યાં.[૭] તેમના સૌથી નાના ભાઈ, આર. કે. લક્ષ્મણના જણાવ્યા અનુસાર, તેમના પરિવારમાં મોટા ભાગે અંગ્રેજીમાં વાતચીત થતી, અને નારાયણ અને તેમનાં ભાઈ-બહેનોથી થતી વ્યાકરણની ભૂલો પ્રત્યે નાખુશી દર્શાવવામાં આવતી.[૮] પોતાની નાની સાથે રહેતી વખતે નારાયણ, મદ્રાસમાંની અનેક શાળાઓમાં ભણ્યા, જેમાં પુરાસાવાલ્કમની લુથરન મિશન સ્કૂલ,[૯] સી.આર.સી. હાઈસ્કૂલ, અને ક્રિશ્ચિયન કૉલેજ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે.[૧૦] નારાયણ આતુર વાચક હતા, અને તેમણે વાંચેલા આરંભના સાહિત્યકારોમાં ડિકન્સ, વૉડહાઉસ, આર્થર કોનન ડોયલ અને થોમસ હાર્ડીનો સમાવેશ થતો હતો.[૧૧] જ્યારે નારાયણ બાર વર્ષના હતા, ત્યારે તેમણે એક સ્વતંત્રતા-તરફી કૂચમાં ભાગ લીધો, જેના માટે તેમને તેમના કાકા તરફથી ઠપકો મળ્યો; તેમનો પરિવાર અરાજકીય હતો અને તમામ સરકારોને દુષ્ટ માનતો હતો.[૧૨]

જ્યારે તેમના પિતાની બદલી મહારાજાના કલીજિઅટ હાઈ સ્કૂલમાં થઈ ત્યારે નારાયણ પોતાના પરિવાર સાથે રહેવા માટે મૈસૂર સ્થળાંતરિત થયા. શાળા ખાતે સારાં એવાં પુસ્તકો ધરાવતા પુસ્તકાલય, તેમ જ તેમના પિતાના પોતાના પુસ્તકાલયના કારણે, તેમની વાંચવાની આદત પોષાઈ, અને તેમણે લખવાનું પણ શરૂ કર્યું. પોતાનું ઉચ્ચ માધ્યમિક શાળાનું ભણતર પૂરું કર્યા પછી, વિશ્વ વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં નારાયણ નાપાસ થયા અને તેથી તેમણે એક વર્ષ ઘરે વાંચવા-લખવામાં વીતાવ્યું; તે પછી તેઓ 1926માં પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને મૈસૂરની મહારાજા કૉલેજમાં જોડાયા. પોતાની સ્નાતકની પદવી મેળવતાં નારાયણને સામાન્ય કરતાં એક વધુ, એમ ચાર વર્ષ લાગ્યા. અનુસ્તાકની પદવી (એમ.એ.) મેળવવા જતાં તેમનો સાહિત્યમાંનો રસ મરી જશે એવી તેમના એક મિત્રની વારંવારની વિનવણીઓ પછી, તેમણે એક શાળામાં શિક્ષક તરીકે થોડો સમય નોકરી કરી; જો કે, શાળાના મુખ્ય શિક્ષકે જ્યારે તેમને શારીરિક તાલીમ પ્રશિક્ષકની અવેજીમાં કામ કરવાનું કહ્યું ત્યારે પોતાનો વિરોધ દર્શાવવા તેમણે તે નોકરી છોડી દીધી.[૯] આ અનુભવ પરથી નારાયણને પ્રતીતિ થઈ કે તેમના માટે એક માત્ર કારકિર્દી લેખનમાં રહેલી છે, અને તેમણે ઘરે રહેવાનું અને નવલકથાઓ લખવાનું નક્કી કર્યું.[૧૩][૧૪] તેમનું પહેલું પ્રકાશિત લખાણ એ ડૅવલપમૅન્ટ ઑફ મૅરીટાઇમ લૉઝ ઑફ 17થ-સેન્ચુરી ઇંગ્લૅન્ડ ની પુસ્તક સમીક્ષા હતી.[૧૫] એ પછી, તેમણે ક્યારેક ક્યારેક અંગ્રેજી વર્તમાનપત્રો અને સામયિકો માટે સ્થાનિક રસની વાર્તા લખવું શરૂ કર્યું. અલબત્ત લખાણમાંથી ખાસ પૈસા નીપજતા નહોતા (તેમના પહેલા વર્ષની આવક નવ રૂપિયા અને બાર આના હતી), પણ તે ધોરણસરનું જીવન અને જૂજ જરૂરિયાતો ધરાવતા હતા, અને તેમના પરિવાર અને મિત્રોએ કારકિર્દી માટેની તેમની આ અરૂઢિચુસ્ત પસંદને આદર અને ટેકો આપ્યો હતો.[૧૬] 1930માં, નારાયણે તેમની પહેલી નવલકથા, સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ લખી,[૧૫] તેમના કાકાએ[૧૭] તેમના આ પ્રયાસની ઠેકડી ઉડાડી હતી અને હારબંધ પ્રકાશકોએ તેને નકારી હતી.[૮] આ પુસ્તકમાં, નારાયણે માલગુડી નામના એક કસબાનું સર્જન કર્યું હતું જે દેશના સામાજિક પટને સર્જનાત્મક રીતે ફરીથી ઉપજાવતો હતો; જો કે તે સાંસ્થાનિક શાસને મૂકેલી મર્યાદાઓને સંપૂર્ણપણે બાકાત રાખતો હતો, બ્રિટિશ ભારત અને સ્વતંત્રતા-પછીના ભારતના વિવિધ સામાજિક-રાજકીય બદલાવો સાથે તે પણ વિકસતો ગયો હતો.[૧૮]

નિર્ણયાત્મક વળાંક[ફેરફાર કરો]

1933માં, પોતાની બહેનના ઘરે, કોઈમ્બતૂરમાં રજાઓ ગાળી રહેલા નારાયણ, નજીકમાં રહેતી 15-વર્ષની છોકરી, રાજમને મળ્યા અને તેના પ્રેમમાં પડ્યા. અનેક ફલજ્યોતિષને લગતાં અને આર્થિક અંતરાયો છતાં, નારાયણે છોકરીના પિતાની સંમતિ મેળવી અને તેને પરણ્યા.[૧૯] તેમના લગ્ન પછી, નારાયણ ધ જસ્ટિસ નામના મદ્રાસ સ્થિત પત્રકમાં ખબરપત્રી બન્યા, આ પત્રક બિન-બ્રાહ્મણોના અધિકારોને સમર્પિત હતું. નારાયણમાં પોતાના કાર્યને ટેકો આપતા એક બ્રાહ્મણ ઐયર જોઈને પ્રકાશકો રોમાંચિત હતા. આ નોકરી થકી તેઓ જાતભાતના લોકો અને પ્રશ્નોની વિસ્તીર્ણ વિવિધતાના સંપર્કમાં આવ્યા.[૨૦] તેની પહેલાં, નારાયણે ઑક્સફર્ડ ખાતે એક મિત્રને સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ ની હસ્તપ્રત મોકલી હતી, અને લગભગ આ સમયગાળા દરમ્યાન, તેમના એ મિત્રે તેમની હસ્તપ્રત ગ્રેહામ ગ્રીનને બતાવી. ગ્રીને પોતાના પ્રકાશકને આ પુસ્તક પ્રકાશિત કરવા માટે ભલામણ કરી, અને છેવટે 1935માં આ પુસ્તક પ્રકાશિત થયું.[૩] ગ્રીને નારાયણને અંગ્રેજી-બોલતાં શ્રોતાઓ માટે વધુ પરિચિત બનવા માટે પોતાનું નામ ટૂંકું કરવા અંગે પણ સલાહ આપી.[૨૧] આ પુસ્તક અર્ધ-આત્મકથનાત્મક હતું અને તેમના પોતાના બાળપણના અનેક કિસ્સાઓ પર રચાયેલું હતું.[૨૨] પુસ્તકની સમીક્ષાઓ અનુકૂળ રહી પણ વેચાણ માત્ર થોડાંનું થયું. નારાયણની એ પછીની નવલકથા, ધ બૅચલર ઑફ આર્ટ્સ (1937), થોડા અંશે તેમના પોતાના કૉલેજના અનુભવોથી પ્રેરિત હતી,[૨૩] અને તેની મુખ્ય કથાવસ્તુ એક વિદ્રોહી કિશોરના સારા એવા-સમાધાનકારી વયસ્કમાં પરિવર્તિત થવાની વાતને રજૂ કરતી હતી;[૨૪] ફરીથી ગ્રીનની ભલામણના આધારે, તેને એક જુદા પ્રકાશકે પ્રકાશિત કરી. તેમની ત્રીજી નવલકથા, ધ ડાર્ક રૂમ (1938) ગૃહ વિસંવાદિતા અંગેની હતી,[૨૫] જે લગ્નજીવનમાં પુરુષને દમનકર્તા તરીકે અને સ્ત્રીને જુલમ વેઠનાર તરીકે ચિત્રિત કરતી હતી, આ પુસ્તક પણ એક ત્રીજા જ પ્રકાશકે પ્રકાશિત કર્યું હતું, અને તેને સારી સમાલોચનાઓ મળી હતી. 1937માં, નારાયણના પિતાનું નિધન થયું, અને નારાયણ આર્થિક રીતે કશું ખાસ નીપજાવતા ન હોવાથી તેમને મૈસૂર સરકાર તરફથી એક કમિશનને સ્વીકારવાની ફરજ પડી.[૨૬]

તેમનાં પહેલાં ત્રણ પુસ્તકોમાં, નારાયણે અમુક સામાજિક રીતે સ્વીકૃત પ્રથાઓ સહિત સમસ્યાઓને પ્રકાશમાં મૂકી હતી. પહેલા પુસ્તકમાં નારાયણે વિદ્યાર્થીઓની દુર્દશા, વર્ગખંડમાં સોટી ફટકારવાની સજાઓ, અને તેની સાથે સંકળાયેલી શરમ પર ભાર મૂક્યો હતો. હિન્દુ લગ્નોમાં કૂંડળીઓ-મેળવવાનો ખ્યાલ અને તેના કારણે વર અને વધૂને જે ભાવનાત્મક પીડામાંથી પસાર થવું પડે છે તેને તેમના બીજા પુસ્તકમાં આવરવામાં આવ્યાં છે. ત્રીજા પુસ્તકમાં, નારાયણ પોતાના પતિના કઢંગા ચાળાઓ અને મનોવૃત્તિઓ સામે મુકાયેલી પત્નીના ખ્યાલ વિશે વાત કરે છે.[૨૭]

1939માં ટાઇફૉઇડના કારણે રાજમનું નિધન થયું.[૨૮] તેના મૃત્યુથી નારાયણને ઊંડો આઘાત લાગ્યો અને લાંબા સમય સુધી તે દુઃખી રહ્યા; તેઓ તેમની દીકરી હેમા માટે પણ ચિંતિત હતા, જે ત્યારે માત્ર ત્રણ જ વર્ષની હતી. પત્નીના મૃત્યુના કારણે ઊભા થયેલા આ વિયોગે તેમની જિંદગીમાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું અને તેમની તે પછીની નવલકથા, ધ ઇંગ્લિશ ટીચર માટે પ્રેરણા આપી.[૧૫] તેમનાં પહેલાં બે પુસ્તકોની જેમ, આ પુસ્તક પણ તેમનાં કરતાં પણ વધુ આત્મકથનાત્મક હતું, અને સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ અને ધ બૅચલર ઑફ આર્ટ્સ પછીના વિષયવસ્તુની ત્રયી અજાણતાં જ પૂરી કરતું હતું.[૨૯][૩૦] તે પછીના ઇન્ટર્વ્યૂઓમાં, નારાયણ સ્વીકારે છે કે ધ ઇંગ્લિશ ટીચર એ લગભગ સંપૂર્ણપણે આત્મકથનાત્મક હતું, અલબત્ત પાત્રોનાં નામ જુદાં હતાં અને તે માલગુડીની જુદી પાર્શ્વભૂમિ ધરાવતું હતું; તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે પુસ્તકમાં નિરૂપાયેલી લાગણીઓ રાજમના મૃત્યુ વખતની તેમની પોતાની લાગણીઓનું પ્રતિબિંબ હતી.[૩૧]

પોતાની થોડીક સફળતાઓના ટેકે, 1940માં નારાયણે ઇન્ડિયન થોટ નામે એક જર્નલ(સામયિક) પર પોતાનો હાથ અજમાવ્યો. [૩૨] પોતાના કાકાની મદદથી, જે એક કાર સેલ્સમૅન હતા, તેમણે એકલા મદ્રાસ શહેરમાં એક હજાર લવાજમ-ગ્રાહકોને એકઠા કર્યા. જો કે, તેનું વ્યવસ્થાપન કરવામાં નારાયણની અક્ષમતાના કારણે આ સાહસ લાંબું ન ટક્યું, અને એક વર્ષની અંદર જ તેનું પ્રકાશન અટકી ગયું.[૩૩] તેમની ટૂંકી વાર્તાઓનો પહેલો સંગ્રહ, માલગુડી ડેઝ , નવેમ્બર 1942માં પ્રકાશિત થયો, અને તેના પછી 1945માં ધ ઇંગ્લિશ ટીચર પ્રકાશિત થયું. તેની વચ્ચેના સમયગાળામાં, યુદ્ધના કારણે ઇંગ્લૅન્ડ સાથે સંપર્ક કપાઈ જવાને કારણે, નારાયણે તેમની પોતાની પ્રકાશન કંપની, નામે (ફરીથી) ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ શરૂ કરી; આ પ્રકાશન કંપની સફળ રહી અને આજે પણ સક્રિય છે, હવે તેનું કામકાજ તેમની પૌત્રી સંભાળે છે.[૧૩] થોડા જ વખતમાં, ન્યૂ યોર્કથી મોસ્કો સુધી ફેલાયેલા તેમની સમર્પિત વાચકસંખ્યાના કારણે, નારાયણના પુસ્તકો સારી સંખ્યામાં વેચવા માંડ્યા અને 1948માં તેમણે મૈસૂર શહેરની બહારના વિસ્તારમાં પોતાનું ઘર બાંધવું શરૂ કર્યું; ઘરનું બાંધકામ 1953માં પૂરું થયું.[૩૪]

વ્યસ્ત વર્ષો[ફેરફાર કરો]

ધ ઇંગ્લિશ ટીચર પછી, તેમની પહેલાંની નવલકથાઓની અર્ધ-આત્મકથનાત્મક પ્રકારની શૈલીની સરખામણીમાં નારાયણનાં લખાણો વધુ કલ્પના-આધારિત અને બાહ્ય શૈલીનાં બન્યાં. તેમનો પછીનો પ્રયાસ, મિ. સંપત , તેમના આ સુધરેલા અભિગમને દર્શાવતું પ્રથમ પુસ્તક રહ્યું. જો કે, ખાસ કરીને તેમની પોતાની જર્નલ શરૂ કરવાનું પાસું જેવાં કેટલાંક પાસાંમાં તે હજી પણ તેમના પોતાના કેટલાક અનુભવો પર આધારિત હતું; પણ જીવનચરિત્રની ઘટનાઓ સાથે ભેળસેળ કરીને તે પોતાની પહેલાંની નવલકથાઓથી ચોક્કસ અલગ ભાત પાડે છે.[૩૫] થોડા જ વખત પછી, તેમણે ધ ફાયનાન્શલ એક્સપર્ટ પ્રકાશિત કરી, તેને તેમની શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવી અને 1951માં કાલ્પનિક કથામાં સૌથી મૌલિક પુસ્તક તરીકે તેનું સ્વાગત કરવામાં આવ્યું.[૩૬][૩૭] તેમના ભાઈ થકી તેમની સાથે સંબંધિત થયેલા એક નાણાકીય જીનિઅસ, માર્ગાય્યા , વિશેની એક સાચી કથા પરથી, તેમને આ નવલકથાની પ્રેરણા મળી હતી.[૩૮] તે પછીની નવલકથા, વેઇટિંગ ફોર ધ મહાત્મા , મહાત્મા ગાંધીની માલગુડીની કાલ્પનિક મુલાકાત પર આધારિત છે, અને તે મુલાકાતે આવેલા મહાત્માના વાર્તાલાપમાં હાજરી આપતી વખતે, એક આગેવાનની એક મહિલા પ્રત્યેની રોમાન્ટિક લાગણી અંગેની વાત વણી લે છે. ભારતી નામની એ મહિલામાં ભારતનું વ્યક્તિકરણ કરીને, પુસ્તકમાં ભારતીની અને ગાંધીજીના વાર્તાલાપોના કેન્દ્ર અંગે અસ્પષ્ટ વક્રોક્તિ થઈ છે. આ નવલકથા ભારતીય સ્વતંત્રતા ચળવળના નોંધપાત્ર સંદર્ભો સમાવિષ્ટ કરે છે, અને સામાન્ય વ્યક્તિના જીવનને કેન્દ્રમાં રાખે છે, જે નારાયણની સામાન્ય વક્રોક્તિની શૈલી સહિતનું કથા-વિવરણ ધરાવે છે.[૩૯]

ચિત્ર:RKNarayan-AnthonyWest-LyleBlair.gif
મિશિગન સ્ટેટ યુનિવર્સિટી પ્રેસના લયલી બ્લેર (નારાયણના યુ.એસ. સ્થિત પ્રકાશક), નારાયણ અને ધ ન્યૂ યોર્કરના ઍન્થોની વેસ્ટ

1953માં, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી પ્રેસ દ્વારા, સૌ પ્રથમ વખત તેમનાં પુસ્તકો યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રકાશિત થયાં, પાછળથી (1958માં) તેણે પોતાના અધિકારો વાઇકિંગ પ્રેસને આપી દીધા.[૪૦] ભલે નારાયણનાં લખાણો મોટા ભાગે સામાજિક માળખાં અને દૃષ્ટિકોણોમાં વિલક્ષણતાઓ બહાર લાવતાં, પણ તે પોતે રૂઢિવાદી હતા; ફેબ્રુઆરી 1956માં નારાયણે પોતાની દીકરીના લગ્ન તમામ રૂઢિચુસ્ત હિન્દુ રીતિરિવાજો અનુસાર ગોઠવ્યાં હતાં.[૪૧] લગ્ન પછી, નારાયણે ક્યારેક ક્યારેક પ્રવાસે જવું શરૂ કર્યું, પણ મુસાફરીમાં હોય ત્યારે પણ તેમણે દિવસના કમ સે કમ 1500 શબ્દ લખવાનું ચાલુ રાખ્યું.[૩૪] 1956માં રૉકફેલર ફેલોશિપ અંતર્ગત તેમના યુનાઈટેડ સ્ટેટ્સના પ્રવાસ દરમ્યાન ધ ગાઈડ લખાયું હતું. પોતે યુ.એસ.(U.S.)માં હતા, ત્યારે નારાયણે રોજનીશી જાળવી હતી જે પાછળથી તેમના પુસ્તક માય ડેટલેસ ડાયરી માટે આધારભૂત રહી હતી.[૪૨] આ સમયગાળાની આસપાસ, ઇંગ્લેન્ડની મુલાકાત વખતે, નારાયણ પહેલી વખત પોતાના મિત્ર અને માર્ગદર્શક ગ્રેહામ ગ્રીનને મળ્યા.[૨૮] ભારત પાછા ફર્યા બાદ, ધ ગાઈડ પ્રકાશિત થયું; આ પુસ્તક નારાયણના લેખન કૌશલ્ય અને ઘટકોને સૌથી સારી રીતે રજૂ કરે છે, અભિવ્યક્તિમાં પરસ્પર વિરોધાભાસી બાબતો દર્શાવતું આ પુસ્તક કોયડા-જેવો અંત આપે છે.[૪૩] આ પુસ્તક માટે 1958માં તેમને સાહિત્ય અકાદમી અવૉર્ડ એનાયત થયો.[૪૪]

ક્યારેક ક્યારેક, પોતાના વિચારોને નિબંધોનું રૂપ આપવા માટે નારાયણ જાણીતા હતા, તેમના નિબંધોમાંના કેટલાક વર્તમાનપત્રોમાં અને જર્નલોમાં પ્રકાશિત થયા, કેટલાક પ્રકાશિત જ ન થયા. નેકસ્ટ સન્ડે (1960), એ આવા સંવાદ આધારિત નિબંધોનો સંગ્રહ અને પુસ્તક તરીકે પ્રકાશિત થનારું તેમનું આવું પ્રથમ લખાણ છે.[૪૫] તેના થોડા જ વખત પછી, તેમની 1956ની યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતના અનુભવો વર્ણવતું પુસ્તક, માય ડેટલેસ ડાયરી , પ્રકાશિત થયું. તેમના આ સંગ્રહમાં ધ ગાઈડ ના લેખન વિશેનો તેમનો એક નિબંધ પણ સામેલ છે.[૪૨][૪૬]

નારાયણની એ પછીની નવલકથા, ધ મૅન-ઈટર ઑફ માલગુડી , 1961માં પ્રકાશિત થઈ. આ પુસ્તક શાસ્ત્રીય કળા સ્વરૂપમાં કૉમેડી અને નાજુકાઈભર્યા સંયમ સાથેનું કથા-વિવરણ ધરાવતું હોવાની સમીક્ષા કરવામાં આવી હતી.[૪૦] આ પુસ્તકનું વિમોચન થયા બાદ, બેચેન નારાયણ ફરી એક વાર પ્રવાસ તરફ વળ્યા, અને યુ.એસ.(U.S.)[૧૩] અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ઉપડ્યા. ભારતીય સાહિત્ય પર વ્યાખ્યાન આપતાં આપતાં તેમણે એડિલેડ, સિડની અને મેલબોર્નમાં ત્રણ અઠવાડિયાં ગાળ્યા. ઓસ્ટ્રેલિયન રાઈટર્સ ગ્રુપ તરફથી એક ફેલોશિપ થકી તેમની આ સફર માટે આર્થિક વ્યવસ્થા કરવામાં આવી હતી.[૪૭] આ સમય સુધીમાં નારાયણ, સાહિત્ય ક્ષેત્રે અને નાણાકીય એમ બંને રીતે, નોંધપાત્ર સફળતા મેળવી ચૂક્યા હતા. મૈસૂરમાં તેમનું વિશાળ મકાન હતું, અને આઠ કરતાં ઓછી બારીઓ ન હોય તેવા અભ્યાસ ખંડમાં બેસીને તેઓ લખતા હતા; લગ્ન પછી કોઈમ્બતૂર સ્થળાંતરિત થયેલી પોતાની દીકરીને મળવા જવા માટે, તેઓ પોતાની નવી મર્સિડિઝ-બેન્ઝ લઈને જતા, જે તે વખતે ભારતમાં એક વૈભવી જણસ ગણાતી હતી. ભારત અને વિદેશ એમ બંને જગ્યાઓએ તેમની સફળતા પછી, નારાયણે ધ હિન્દુ અને ધ ઍટલાન્ટિક સહિતનાં વર્તમાનપત્રો અને સામયિકો માટે કટારો લખવી શરૂ કરી.[૪૮]

1964માં, નારાયણે પોતાનું પહેલું પૌરાણિક કથાવસ્તુ ધરાવતું પુસ્તક, ગોડ્સ, ડેમન્સ ઍન્ડ અધર્સ પ્રકાશિત કર્યું, જે હિન્દુ પુરાણોમાંથી પુનઃલિખિત અને અનુવાદિત ટૂંકી વાર્તાઓનો સંગ્રહ હતો. તેમનાં બીજાં ઘણાં પુસ્તકોની જેમ, આ પુસ્તકમાં પણ તેમના નાના ભાઈ આર. કે. લક્ષ્મણે સચિત્ર અભિવ્યક્તિ આપી હતી. વાચકની સંદર્ભ જાણકારી ગમે તે હોય, પણ પુસ્તકની અસર ઊંડી રહે તે માટે, શક્તિશાળી નાયકોની વાર્તાઓમાંથી પસંદગી કરવામાં આવી હતી, અને આમ ચૂંટાયેલી યાદીમાંની વાર્તાઓ પુસ્તકમાં લેવામાં આવી હતી.[૪૯] ફરી એકવાર, પુસ્તકના વિમોચન પછી, નારાયણ વિદેશ પ્રવાસે ઉપડી ગયા. અગાઉના એક નિબંધમાં, તેમણે અમેરિકનો તેમની પાસેથી આધ્યાત્મિકતા સમજવા માગે છે તે અંગે લખ્યું હતું, અને આ મુલાકાત દરમ્યાન, પોતે કોઈ જાણકારી ધરાવતા નથી એવા નકાર છતાં, સ્વદેશી-અમેરિકન અભિનેત્રી ગ્રેટા ગાર્બોએ સામેથી તેમના આ વિષય અંગે પૃચ્છા કરી.[૩]

તે પછીનું નારાયણનું પ્રકાશિત પુસ્તક હતું 1967ની નવલકથા, ધ વેન્ડર ઑફ સ્વીટ્સ . તે અમુક અંશે તેમની અમેરિકાની મુલાકાતો પરથી પ્રેરિત હતું અને અનેક સાંસ્કૃતિક તફાવતો તરફ ધ્યાન ખેંચતા, ભારતીય અને અમેરિકન, એમ બંને બીબાંઢાળ વ્યક્તિઓનાં આત્યંતિક પાત્રલેખનો ધરાવતું હતું. જો કે, તે તેમની લાક્ષણિક કૉમેડી અને કથા-વિવરણ દર્શાવતું હોવા છતાં, આ પુસ્તકને ઊંડાણનો અભાવ હોવાની આલોચના મળી હતી.[૫૦] આ વર્ષે, નારાયણ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયા, જ્યાં યુનિવર્સિટી ઑફ લીડ્સ તરફથી તેમને તેમની પ્રથમ માનદ્ ડૉક્ટરેટની પદવી મળી.[૫૧] તે પછીનાં થોડાં વર્ષો તેમના માટે શાંત સમયગાળો રહ્યાં. 1970માં, તેમણે તેમની બીજી નવલકથા, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, અ હોર્સ ઍન્ડ ટુ ગોટ્સ , પ્રકાશિત કરી.[૫૨] દરમ્યાનમાં, નારાયણને 1938માં પોતાના મરણશીલ કાકાને આપેલું વચન યાદ આવ્યું, અને તેમણે કમ્બા રામાયણને અંગ્રેજીમાં અનુવાદિત કરવાનું શરૂ કર્યું. પાંચ વર્ષના કામ પછી, 1973માં ધ રામાયણ પ્રકાશિત થયું.[૫૩] ધ રામાયણ પ્રકાશિત થયા પછી લગભગ તરત જ, નારાયણે સંસ્કૃત મહાકાવ્ય, મહાભારતના સંક્ષિપ્ત અનુવાદનું કામ શરૂ કર્યું. આ મહાકાવ્ય અંગે સંશોધન અને લખવાનું કામ કરતાં કરતાં, તેમણે પોતાનું અન્ય એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું, ધ પેઇન્ટર ઑફ સાઇન્સ (1977). ધ પેઇન્ટર ઑફ સાઇન્સ એ નવલિકા કરતાં સહેજ લાંબી છે અને નારાયણની અન્ય કૃતિઓ કરતાં ચોક્કસ રીતે જુદી પડે છે, તેમાં તેઓ સેક્સ જેવા અત્યાર સુધી અસંબોધિત રહેલા વિષયો સાથે કામ પાર પાડે છે, અલબત્ત તેમાં નાયકના પાત્રનો વિકાસ તેમના પહેલાંનાં સર્જનો સાથે ઘણો મળતો આવે છે. 1978માં ધ મહાભારત પ્રકાશિત થયું.[૫૪]

પાછલાં વર્ષો[ફેરફાર કરો]

કર્ણાટક સરકારે રાજ્યમાં પ્રવાસનનો પ્રચાર-પ્રસાર કરવા માટે એક પુસ્તક લખી આપવા નારાયણની નિયુક્તિ કરી. 1970ના દાયકાના અંત ભાગમાં એક વિશાળ સરકારી પ્રકાશનના હિસ્સા રૂપે તેમની એ કૃતિ પ્રકાશિત થઈ.[૫૫] તેમને લાગ્યું કે તેમની કૃતિ વધુ સારી યોગ્યતા ધરાવે છે, એટલે તેમણે તેને ધ એમરલ્ડ રૂટ (ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ, 1980) તરીકે પુનઃપ્રકાશિત કરી.[૫૬] આ પુસ્તક સ્થાનિક ઇતિહાસ અને વારસા બાબતે તેમનાં અંગત પરિપ્રેક્ષ્યો ધરાવે છે, પણ તેમનાં પાત્રો અને સર્જનોથી વંચિત રહ્યું હોવાથી, તેમાં તેમની રસપ્રદ વાર્તાવસ્તુ ખૂટતી લાગે છે.[૪૬] એ જ વર્ષે, તેમને અમેરિકન ઍકેડમી ઑફ આર્ટ્સ એન્ડ લેટર્સના માનદ્ સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યા અને રોયલ સોસાયટી ઑફ લિટરેચર તરફથી તેમને એસી(AC) બેન્સન પદક પણ એનાયત કરવામાં આવ્યું.[૫૭] લગભગ એ જ ગાળામાં, સૌથી પહેલી વખત નારાયણનાં પુસ્તકોને ચાઇનીઝમાં અનુવાદિત કરવામાં આવ્યાં.[૫૮]

1983માં, નારાયણે એક વાઘ અને તેના માણસો સાથેના સંબંધ વિશેની તેમની નવલકથા, અ ટાઇગર ફોર માલગુડી , પ્રકાશિત કરી.[૫૯] તેમની એ પછીની નવલકથા, ટૉકેટીવ મૅન , 1986માં પ્રકાશિત થઈ, જે માલગુડીના એક મહત્ત્વાકાંક્ષી પત્રકારની કથા હતી.[૬૦] આ સમયગાળા દરમ્યાન, તેમણે ટૂંકી વાર્તાના બે સંગ્રહો પણ પ્રકાશિત કર્યાઃ મૂળ પુસ્તક અને અન્ય કેટલીક વાર્તાઓ સમાવતી સુધારેલી આવૃત્તિ, માલગુડી ડેઝ (1982), અને એક નવો વાર્તાસંગ્રહ, અન્ડર ધ બનયન ટ્રી એન્ડ અધર સ્ટોરીઝ .[૬૧] 1987માં, તેમણે જ્ઞાતિ પ્રથા, નોબલ પુરસ્કાર વિજેતાઓ, પ્રેમ, અને વાંદરાઓ જેવા અત્યંત ભિન્ન પ્રકારના વિષયો પર નિબંધ સમાવતો એક બીજો સંગ્રહ, અ રાઇટર્સ નાઇટમેર , પૂરો કર્યો. આ નિબંધસંગ્રહ તેમણે 1958થી વર્તમાનપત્રો અને સામયિકો માટે લખેલા નિબંધો ધરાવતો હતો.[૬૨][૬૩]

મૈસૂરમાં એકલા રહેતા નારાયણ, ખેતીમાં રસ લેતા થયા. તેમણે એક એકર જેટલી ખેતીની જમીન ખરીદી અને ખેતી પર પોતાનો હાથ અજમાવવાની કોશિશ કરી.[૬૪] તેમને દરરોજ બપોરે ચાલીને બજાર જવાની પણ ટેવ હતી, વસ્તુઓ ખરીદવા માટે ખાસ એટલું નહીં, પણ લોકો સાથે વાતચીત કરવા માટે તેઓ બજારે જતા. પોતાની એક લાક્ષણિક બપોરની લટારમાં, તેઓ દર થોડાં ડગલાંઓએ દુકાનદારો અને અન્ય લોકો સાથે વાતચીત કરવા થોભતા, મોટા ભાગે તેઓ આમ કરતી વખતે પોતાનાં આગલાં પુસ્તક માટે માહિતી ભેગી કરતા હતા.[૬૫]

1980માં, નારાયણને તેમના સાહિત્યક્ષેત્રનાં યોગદાનો માટે, ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૬૬] તેમના સમગ્ર છ-વર્ષના સત્ર દરમ્યાન, તેમણે માત્ર એક જ પ્રશ્ન પર ભાર મૂક્યો- શાળાનાં બાળકોની દુર્દશા, ખાસ કરીને શાળાનાં પુસ્તકોનું ભારે વજન અને બાળકની સર્જનાત્મકતા પર આ પ્રણાલીની નકારાત્મક અસર, જે તેમણે પોતાની સૌ પ્રથમ નવલકથા, સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ માં ધ્યાન પર લાવવાની કોશિશ કરી હતી તેના જેવું જ કંઈક. તેમનું ઉદ્ધાટન વકતવ્ય આ ચોક્કસ સમસ્યા પર કેન્દ્રિત રહ્યું હતું, અને તેના પરિણામે શાળા શિક્ષણ પ્રણાલીમાં બદલાવોની ભલામણ કરવા માટે, પ્રો. યશ પાલની અધ્યક્ષતામાં એક સમિતિની રચના થઈ હતી.[૬૭]

1990માં, તેમણે પોતાની આગલી નવલકથા, ધ વર્લ્ડ ઑફ નાગરાજ , પ્રકાશિત કરી, જેની પાર્શ્વભૂમિમાં પણ માલગુડી જ હતું. આ પુસ્તકમાં નારાયણની ઉંમરની અસર દેખાય છે, કારણ કે તેઓ વાર્તાના વિવરણમાં વિગતો કુદાવી જતા જોવા મળે છે, તેમણે જો આ પુસ્તક તેમની કારકિર્દીમાં અગાઉ લખ્યું હોત તો એ વિગતો જરૂર સમાવી હોત.[૬૮] આ નવલકથા પૂરી કર્યાના થોડા જ વખતમાં, નારાયણ માંદા પડ્યા અને પોતાની દીકરીના પરિવારની નજીક રહેવા માટે મદ્રાસ સ્થળાંતરિત થઈ ગયા.[૬૪] તેઓ મદ્રાસ સ્થળાંતરિત થયા તે પછીનાં થોડાં જ વર્ષો બાદ, 1994માં, તેમની દીકરીનું કૅન્સરથી નિધન થયું અને તેમની પૌત્રી ભુવનેશ્વરી (મિન્ની) ઇન્ડિયન થોટ પબ્લિકેશન સંભાળવા ઉપરાંત તેમની કાળજી પણ રાખવા માંડી.[૧૩][૩] ત્યારે નારાયણે પોતાનું અંતિમ પુસ્તક, ગ્રાન્ડમધર્સ ટેલ , પ્રકાશિત કર્યું. આ તેમનાં પોતાનાં વડ-દાદી વિશેની આત્મકથનાત્મક નવલિકા હતી, જેમણે તેમનાં લગ્ન પછી થોડા જ સમયમાં ભાગી ગયેલા પોતાના પતિને શોધવા માટે ખૂબ દૂર-સુદૂર પ્રવાસ કર્યો હતો. તેઓ જ્યારે બાળક હતા, ત્યારે તેમના દાદીએ તેમને આ વાર્તા કહી સંભળાવી હતી.[૬૯]

પોતાનાં અંતિમ વર્ષો દરમ્યાન, વાતચીતના હરહંમેશના શોખીન, નારાયણ, લગભગ પોતાની દરરોજ સાંજ ધ હિન્દુ ના પ્રકાશક, એન. રામ સાથે વીતાવતા હતા, કૉફી પીતાં પીતાં અને વિવિધ વિષયો પર વાત કરતાં મધરાત કરતાં વધુ સમય વીતી જતો.[૭૦] લોકોને મળવાનું અને તેમની સાથે વાત કરવાનું ખૂબ ગમતું હોવા છતાં, તેમણે ઇન્ટર્વ્યૂ આપવા બંધ કરી દીધા. ઇન્ટર્વ્યૂઓ પ્રત્યેની આ ભાવશૂન્યતા ટાઇમ સાથેના એક ઇન્ટર્વ્યૂનું પરિણામ હતી, જેના માટે તસવીરો પાડવા તેમને આખા શહેરમાં પરાણે ઘસડવામાં આવ્યા હતા, અને લેખમાં તેમનો ક્યાંય ઉપયોગ થયો નહોતો, વધુમાં આ ઇન્ટર્વ્યૂના શ્રમ પછી નારાયણે થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું.[૭૧]

મે 2001માં, નારાયણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા તેના થોડા કલાકો પહેલાં તેઓ તેમની આગલી નવલકથા, એક દાદા વિશેની વાર્તા, લખવાનું આયોજન કરી રહ્યા હતા. તે પોતાની નોટબુક(લેખનપોથી)ની બાબતે તેઓ હંમેશાં અત્યંત ચીવટભરી પસંદગી ધરાવતા હોવાથી, તેમણે એન. રામને પોતાના માટે એક નોટબુક લઈ આવવા કહ્યું હતું. જો કે, નારાયણ સાજા ન થયા અને કદી પોતાની આ નવલકથા શરૂ ન કરી શક્યા. તેઓ 94 વર્ષની ઉંમરે, મે 13, 2001ના ચેન્નઈમાં અવસાન પામ્યા.[૧૦][૭૨]

સાહિત્યિક સમીક્ષા[ફેરફાર કરો]

લેખન શૈલી[ફેરફાર કરો]

નારાયણની લેખન શૈલી વિનોદનું સાહજિક ઘટક ધરાવતી સાદી અને બિનઆડંબરી હતી.[૭૩] તેના કેન્દ્રમાં સામાન્ય લોકો રહેતા, જે વાચકને બાજુના પાડોશી, પિત્રાઈ ભાઈ-બહેનો અને તેમના જેવા લોકોની યાદ અપાવતા, અને એમ કરીને વિષય સાથે જોડાવાની વધુ સારી ક્ષમતા પૂરી પાડતા.[૭૪] પોતાના રાષ્ટ્રીય સમકાલીનોથી વિપરીત, કાલ્પનિક કથામાં પ્રવાહો અને રિવાજોના પાલનની પોતાની લાક્ષણિક સરળતાને બદલ્યા વિના તેઓ ભારતીય સમાજની જટિલતાઓ વિશે લખી શકતા હતા.[૭૫] પોતાનાં પાત્રોના સ્વભાવ મુજબ, તેઓ હળવી તમિલ છટાવાળી બોલી સાથેના સૂક્ષ્મ સંવાદ ગદ્યને પણ કામમાં લેતા.[૭૬] ચેખોવ અને નારાયણનાં લખાણોમાં, સાદાઈ, સૌમ્ય સુંદરતા તથા દુઃખદ પરિસ્થિતિઓમાં રમૂજનું તત્ત્વ જેવી સામ્યતાઓના કારણે આલોચકો નારાયણને ભારતીય ચેખોવ માને છે.[૭૭] ગ્રીને નારાયણને અન્ય કોઈ પણ ભારતીય લેખક કરતાં ચેખોવની વધુ નજીક ગણ્યા હતા.[૧] ધ ન્યૂ યોર્કર ના ઍન્થોની વેસ્ટે નારાયણનાં લખાણો, નિકોલાઈ ગોગોલનાં લખાણોની વાસ્તવવાદી વિવિધતા માનતા હતા.[૭૮]

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા, ઝુમ્પા લહિરી અનુસાર, મોટા ભાગની દસ પાનાં કરતાં ઓછી લાંબી એવી, અને લગભગ એટલી જ મિનિટ વાંચતા થાય તેવી નારાયણની ટૂંકી વાર્તાઓ તેમની નવલકથાઓ જેવી જ મોહિત કરતી લાગણી ઊભી કરે છે. તેઓ ઉમેરે છે કે શીર્ષક અને અંત વચ્ચે, નારાયણ પોતાના વાચકને કંઈક એવું આપે છે જે આપવા માટે નવલકથાકાર બીજા સેંકડો પાનાંઓ આપીને મથે છેઃ પોતાનાં પાત્રોના જીવન વિશેની સંપૂર્ણ આંતર્દૃષ્ટિ. આ લાક્ષણિકતાઓ અને ક્ષમતાઓથી પ્રેરાઈને લહિરી તેમને ઓ. હેન્રી, ફ્રાન્ક ઓ'કોન્નોર અને ફ્લાનનેરી ઓ'કોન્નોર જેવા ટૂંકી-વાર્તાના જીનિયસોના પૅન્થિઅન(સ્મારકમંદિર)નો હિસ્સો ગણે છે. લહિરી વાર્તાવસ્તુને નુકસાન પહોંચાડ્યા વિના તેના વિવરણને સંક્ષિપ્ત કરવાની તેમની ક્ષમતા માટે, અને દૃઢ તેમ જ દયાવિહીન દૃષ્ટિ સાથે મધ્યમ-વર્ગના જીવન અંગેનાં બંનેના સામાન્ય વિષયવસ્તુ માટે, તેમને ગાય દ મૌપાસ્સન્ટ સાથે પણ સરખાવે છે.[૧૧]

આલોચકોએ નોંધ્યું છે કે નારાયણનાં લખાણોનો ઝોક વિશ્લેષણાત્મક ઓછો અને વિવરણાત્મક વધુ છે; અનાસક્ત આત્મામાં સ્થિર એવી નિષ્પક્ષ શૈલી, વધુ પાયાદાર અને વાસ્તવિક વિવરણ પૂરું પાડે છે.[૭૯] તેમનો અભિગમ, અને તેની સાથે જોડાયેલી જીવન અંગેની તેમની સમજણ, તેમને પાત્રો અને ક્રિયાઓને એકરૂપ કરવાની,[૮૦] અને વાચકના મનમાં અનુસંધાન રચવા માટે સામાન્ય ઘટનાઓનો ઉપયોગ કરવાની અનન્ય ક્ષમતા બક્ષે છે.[૮૧] એક નાનકડો બીબાંઢાળ કસબો, જ્યાં વહેમ અને રિવાજનાં તમામ સામાન્ય ધોરણો લાગુ પડે છે એવા માલગુડીનું સર્જન તેમની લેખનશૈલીમાં નોંધપાત્ર રહ્યું છે.[૮૨]

નારાયણની લેખન શૈલીને ઘણી વાર વિલિયમ ફાઉલ્કનેરની શૈલી સાથે સરખામવવામાં આવતી, કારણ કે બંનેની શૈલીઓ કરુણાસભર માનવતા દર્શાવવા છતાં સામાન્ય જીવનમાંથી રમૂજ અને ઊર્જા પેદા કરતી હતી.[૮૩] વ્યક્તિત્વની મૂંઝવણો સામે સમાજની માંગો અંગેની તેમની પૂર્વ પ્રત્યયયોજક ભાષા સુધી બંને વચ્ચેની સામ્યતાઓ વિસ્તરે છે.[૮૪] અલબત્ત, વિષયો પ્રત્યેનો તેમનો અભિગમ સરખો હોવા છતાં, બંનેની પદ્ધતિઓ ભિન્ન હતી; ફાઉલ્કનેર અલંકારિક ભાષામાં અને પોતાનો મુદ્દો ખૂબ બધા ગદ્ય સાથે વ્યક્ત કરતા હતા, જ્યારે નારાયણ અત્યંત સાદી અને વાસ્તવિક શૈલીમાં લખતા હતા, તથાપિ ઘટકોને પકડી શકતા હતા.[૮૫]

માલગુડી[ફેરફાર કરો]

ચિત્ર:Malgudi.jpg
માલગુડીમાં લૉલીના પૂતળાનું આર. કે. લક્ષ્મણ કૃત રેખાંકન

માલગુડી એ નારાયણે પ્રત્યક્ષ ઊભો કરેલો, દક્ષિણ ભારતનો એક અર્ધ-શહેરી, કાલ્પનિક કસબો છે.[૮૬] તેમણે સપ્ટેમ્બર 1930માં, વિજયાદશમીના દિવસે- નવા પ્રયત્નોનો આરંભ કરવા માટેનો શુભ દિવસ અને તેથી તેમના દાદીએ તેમના માટે પસંદ કરેલા દિવસે- આ મોટા ગામનું સર્જન કર્યું હતું.[૮૭] પાછળથી તેમણે એક ઇન્ટર્વ્યૂમાં પોતાના જીવનચરિત્ર આલેખનારાં સુસાન અને એન. રામને કહ્યું હતું તેમ, તેમના મનમાં, તેમણે સૌથી પહેલાં એક રેલવે સ્ટેશન જોયું હતું, અને એ પછી ધીમેથી તેમના મનમાં માલગુડી નામ ઊભર્યું હતું.[૮૮] નિર્દોષ ઐતિહાસિક રૅકોર્ડના ઉલ્લેખ સાથે ગામનું સર્જન કરવામાં આવ્યું હતું, જેમ કે તેમાં એવું નોંધવામાં આવ્યું હતું કે રામાયણના દિવસોમાં અહીંથી ભગવાન રામ પસાર થયા હતા; એવું પણ કહેવામાં આવ્યું'તું કે તેમના પ્રવાસ દરમ્યાન બુદ્ધે પણ આ કસબાની મુલાકાત લીધી હતી.[૮૯] નારાયણે ક્યારેય આ કસબા માટે કડક સ્થૂળ સીમાઓ બાંધી નહોતી, તેમણે તેને વિવિધ વાર્તાઓમાં ઘટનાઓ સાથે આકાર લેવા દીધો છે, જે આગળ જતાં ભવિષ્ય માટે સંદર્ભ બિંદુ બને છે.[૯૦] નારાયણની કૃતિઓના અભ્યાસુ, ડૉ. જેમ્સ એમ. ફેનેલીએ, અનેક પુસ્તકો અને વાર્તાઓમાં આ કસબા માટે અપાયેલાં કાલ્પનિક વિવરણોના આધારે માલગુડીનો એક નકશો બનાવ્યો છે.[૧૧]

ભારતના બદલાતા રાજકીય ફલક સાથે માલગુડી વિકસિત થતું ગયું. 1980ના દાયકામાં, જ્યારે ભારતમાં રાષ્ટ્રીયતાવાદી જુસ્સો પૂરજોશમાં હતો અને લોકો કસબાઓ અને લત્તાઓનાં બ્રિટિશ નામો બદલી રહ્યા હતા અને બ્રિટિશ સીમાચિહ્નો દૂર કરી રહ્યા હતા, ત્યારે માલગુડીના મેયર અને સિટી કાઉન્સિલે, તેના સૌથી આરંભના રહેવાસીઓમાંના એક, ફ્રેડરિક લૉલીના પૂતળાને તે લાંબા સમયથી માલગુડીમાં હોવા છતાં દૂર કર્યું હતું. જો કે, જ્યારે હિસ્ટ્રોરિકલ સોસાયટીઝે એવી સાબિતી બતાવી કે લૉલી તો ભારતીય સ્વતંત્રતા ચળવળના મજબૂત સમર્થક હતા, ત્યારે કાઉન્સિલને તેમનાં પહેલાંનાં તમામ પગલાંઓને પાછાં લેવાની ફરજ પડી હતી.[૯૧] માલગુડી સાથે એક સારી સરખામણી તે, ગ્રીને જે જગ્યાને "બાટ્ટરસી અથવા યુસ્ટન રોડ કરતાં વધુ પરિચિત" તરીકે વર્ણવી હતી, તે ફાઉલ્કનેરની યોક્નાપાતાવ્ફા કાઉન્ટી છે.[૮૩] ઉપરાંતમાં, ફાઉલ્કનેરની જેમ જ, જ્યારે આપણે નારાયણની કૃતિઓ જોઈએ, તો અનેક ભિન્ન ભિન્ન નવલકથાઓ અને વાર્તાઓ થકી કસબો વધુ સારી રીતે સ્પષ્ટ થાય છે.[૯૨]

આલોચનાત્મક આવકાર[ફેરફાર કરો]

નારાયણ સૌથી પહેલાં ગ્રેહામ ગ્રીનની મદદથી પ્રકાશમાં આવ્યા, જેમણે સ્વામીનાથન્ ઍન્ડ ટૅટે વાંચ્યા પછી, એ પુસ્તક માટે નારાયણના એજન્ટ તરીકે કામ કરવાનું પોતાના માથે લઈ લીધું હતું. પુસ્તકના શીર્ષકમાં ફેરફાર કરીને તેને વધુ યોગ્ય સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ કરાવવામાં, અને નારાયણનાં કેટલાંક આગામી પુસ્તકો માટે પ્રકાશકો શોધવામાં પણ તેઓ નિમિત્ત રહ્યા હતા. નારાયણની શરૂઆતની કૃતિઓએ તદ્દન સ્પષ્ટરૂપે વેપારી સફળતાઓ નોંધાવી નહોતી, પણ તેમના કારણે એ સમયના અન્ય લેખકોએ તેમની નોંધ લેવા માંડી હતી. 1938માં મૈસૂરની સફરે આવેલા સોમરસેટ મૌઘમે નારાયણને મળવા માટે પૂછતાછ કરી હતી, પણ આ મુલાકાત ખરેખર થાય તેટલા લોકોએ ત્યારે તેમના વિશે સાંભળ્યું નહોતું. તે પછી મૌઘમે નારાયણની કૃતિ ધ ડાર્ક રૂમ વાંચી, અને તેના માટે તેમને વખાણતો પત્ર લખ્યો.[૯૩][૯૪] નારાયણની આરંભની કૃતિઓને પસંદ કરનારા અન્ય સમકાલીન લેખક હતા ઈ. એમ. ફોર્સ્ટર,[૯૫] એવા લેખક જેમણે તેમના રૂક્ષ અને રમૂજી વિવરણને એટલું વહેંચ્યું હતું, કે ટીકાકારો નારાયણને "દક્ષિણ ભારતીય ઈ. એમ. ફોર્સ્ટર" કહેવા માંડ્યા હતા.[૯૬] વાંચનારા લોકો અને સાથી લેખકોમાં તેમની લોકપ્રિયતા છતાં, નારાયણની કૃતિઓને તેમના સ્તરના અન્ય લેખકો પર વરસાવવામાં આવતા ટીકાત્મક પ્રતિભાવ જેટલા પ્રતિભાવ મળ્યા નહોતા.[૯૭]

જ્યારે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી પ્રેસે તેમનાં પુસ્તકો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું ત્યારે, સહેજ પાછળથી નારાયણને યુનાઈટેડ સ્ટેટ્સમાં સફળતા મળી. આ દેશમાં તેમની પહેલી મુલાકાત રૉકફેલર ફાઉન્ડેશન તરફથી એક ફેલોશિપને આભારી હતી, અને તે વખતે તેમણે મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બેર્કેલી સહિત વિવિધ યુનિવર્સિટીઓ ખાતે વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ સમયગાળા દરમ્યાન, જ્હોન અપડાઈકના ધ્યાનમાં તેમનું કામ આવ્યું અને તેમણે નારાયણને ચાર્લ્સ ડિકન્સ સાથે સરખાવ્યા. ધ ન્યૂ યોર્કર માં પ્રકાશિત નારાયણની કૃતિની સમીક્ષા કરતાં, અપડાઈકે તેમને જેમાં એક નાગરિક જીવે છે તેવા - હવે નષ્ટ થતી જતી લેખકોની જાતિમાંના એક કહ્યા; એવા લેખક જે પોતાના વિષયો સાથે સંપૂર્ણ પણે એકરૂપ છે અને જે માનવતાના મહત્ત્વમાં વિશ્વાસ ધરાવે છે.[૯૮]

નારાયણની અનેક નવલકથાઓ, નિબંધો અને ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થઈ હોવાથી, ભારતીય લેખનને બાકીના વિશ્વ સમક્ષ બહાર લાવવાનું શ્રેય નારાયણને આપવામાં આવે છે. ભલે તેમને ભારતના વીસમી સદીના મહાનતમ લેખકોમાંના એક માનવામાં આવે છે, પણ ટીકાકારોએ તેમનાં લખાણોને વર્ણવવા માટે મોહક, નિર્દોષ અને સૌમ્ય જેવાં વિશેષણો પણ વાપર્યાં છે.[૯૯] નારાયણનાં લખાણોને છીછરા શબ્દભંડોળ અને સાંકડી દૃષ્ટિ સહિતની નીરસ શૈલીનાં ગણાવતા તેમના પછીના સમયના લેખકો તરફથી, ખાસ કરીને ભારતીય મૂળ ધરાવતા લેખકો તરફથી પણ તેમને ટીકા મળી છે.[૧૩] શશી થરૂર અનુસાર, નારાયણના લેખન-વિષયો અને જૅન ઓસ્ટેનના વિષયો સરખા છે કારણ કે તે બંને સમાજના એક અત્યંત નાના વર્ગ સાથે કામ પાર પાડે છે. જો કે, તેઓ ઉમેરે છે કે ઓસ્ટેનનું ગદ્ય એ વિષયોને સામાન્યતાની પેલે પાર લઈ જવા સમર્થ રહ્યું હતું, જ્યારે નારાયણનું નહીં.[૧૦૦] શશી દેશપાંડે પણ એ જ પ્રકારનો અભિપ્રાય ધરાવે છે, તેઓ નારાયણની ભાષા અને શબ્દોની પસંદગી, અને તેની સાથે તેમનાં પાત્રોની ભાવનાઓ અને વર્તણૂકોમાં કોઈ પ્રકારની જટિલતાના અભાવના કારણે તેમનાં લખાણોને નીરસ અને ભોળાં ગણાવે છે.[૧૦૧]

નારાયણ વિશેની એક સામાન્ય માન્યતા, વી. એસ. નૈપૉલે તેમની કટારોમાંની એકમાં ઉલ્લેખ કર્યો હતો તેમ, એ હતી કે તેઓ પોતાને કે તેમનાં લખાણોને ભારતના રાજકારણ કે સમસ્યાઓ સાથે ઉલઝાવતા નથી. જો કે, ધ ન્યૂ યોર્કર ના વ્યાટ્ટ મેસન અનુસાર, ભલે નારાયણનાં લખાણો સાદાં લાગતાં હોય અને રાજકારણમાં રસનો અભાવ દર્શાવતાં હોય, પણ આવા વિષયોની વાત આવે ત્યારે તેઓ કળાત્મક અને ભ્રામક તરકીબ સાથે પોતાના કથા-વિવરણમાં તેને વણી લે છે અને તેમને સંપૂર્ણપણે ટાળતા નથી, ઊલટાનું તેઓ વાચકના મનમાં શબ્દોને રમવા દે છે.[૯૯] આંધ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઉપ-કુલપતિ, શ્રીનિવાસ આયંગર કહે છે કે નારાયણે માત્ર પોતાની વિષય-વસ્તુઓના સંદર્ભમાં જ રાજકીય મુદ્દાઓ વિશે લખ્યું હતું, જે રાજકીય માળખાંઓ અને એ સમયની સમસ્યાઓ સાથે કામ પાર પાડતા તેમના દેશબંધુ મુલ્ક રાજ આનંદ કરતાં તદ્દન ભિન્ન હતું.[૧૦૨] પોતાના પુસ્તક મૉર્ડન સાઉથ એશિયન લિટરેચર ઈન ઇંગ્લિશ માં, પૉલ બ્રાયન્સ કહે છે કે, નારાયણે સંપૂર્ણપણે બ્રિટિશ શાસનની ઉપેક્ષા કરી અને પોતાનાં પાત્રોની અંગત જિંદગી પર જ ભાર મૂક્યો તે હકીકત પોતે જ એક રાજકીય વિધાન છે, જે સંસ્થાનવાદના પ્રભાવમાંથી પોતાની સ્વતંત્રતા ઘોષિત કરે છે.[૯૭]

પશ્ચિમમાં, નારાયણનાં લખાણોની સાદગીને સારી રીતે આવકારવામાં આવી છે. તેમના જીવનચરિત્રકારોમાંના એક, વિલિયમ વૉલ્શે તેમના કથા-વિવરણને માનવ ક્રિયાની ક્ષણભંગુરતા અને ભ્રામકતા થકી એક સમાવેશી સુમાહિતગાર દૃષ્ટિ ધરાવતી એક કૉમેડીસભર કળા તરીકે જોયું છે. અનેક વખત બુકર માટે નામાંકન પામેલાં અનિતા દેસાઈ તેમનાં લખાણોને જ્યાં મુખ્ય પાપ એ બિનદયાળુપણું અને ઉદ્ધતાઈ છે એવા "કરુણાસભર વાસ્તવવાદ" તરીકે વર્ગીકૃત કરે છે.[૧૦૩] નારાયણની કૃતિઓમાં, વ્યાટ્ટ મેસન અનુસાર, વ્યક્તિ એ કોઈ ખાનગી અસ્તિત્વ નથી, ઊલટાનું એ જાહેર અસ્તિત્વ છે અને તેમની આ વિભાવના તેમની પોતાની, મૌલિક કહી શકાય એવી નવીનતા છે. વધુમાં, તેમની શરૂઆતની કૃતિઓ ભારત તરફથી આવેલી સૌથી મહત્ત્વની અંગ્રેજી-ભાષી કાલ્પનિક કથાઓમાં સ્થાન ધરાવે છે, અને આ નવીનતા સાથે, તેમણે પોતાના પશ્ચિમી વાચકોને પૂર્વના અને હિન્દુ અસ્તિસ્વ વિષયક પરિપ્રેક્ષ્યથી તરબોળ કરનારી પહેલવહેલી કૃતિઓ અંગ્રેજીમાં પૂરી પાડી હતી. વૉલ્ટ વ્હિટમૅનનું મૂલ્યાંકન કરતાં ઍડમન્ડ વિલ્સને જેવો મત મેસન પણ ધરાવે છે, કે "તે ઘટનાઓ પર તંત્રીલેખ નથી લખતા પણ પોતાની સાચી લાગણીઓ વર્ણવે છે", નારાયણને આ વાત એટલી જ લાગુ પડે છે.[૯૯]

પુરસ્કારો અને સન્માન[ફેરફાર કરો]

પોતાની સાહિત્યિક કારકિર્દી દરમ્યાન નારાયણને અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા.[૧૦૪] તેમનો પહેલો મુખ્ય પુરસ્કાર, 1958માં ધ ગાઈડ માટે મળેલો સાહિત્ય અકાદમી પુરસ્કાર હતો.[૧૦૫] જ્યારે આ પુસ્તક પરથી ફિલ્મ બનાવવામાં આવી, ત્યારે તેમને શ્રેષ્ઠ કથા માટે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો. 1964માં, પ્રજાસત્તાક દિને ઘોષિત થતાં બહુમાનો દરમ્યાન તેમને પદ્મ ભૂષણથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.[૧૦૬] 1980માં, તેઓ જેના માનદ સદસ્ય હતા તે (બ્રિટિશ) રોયલ સોસાયટી ઑફ લિટરેચર દ્વારા તેમને એસી(AC) બેન્સન પદકથી નવાજવામાં આવ્યા હતા.[૧૦૭] 1982માં તેમને અમેરિકન ઍકેડમી ઑફ આર્ટ્સ એન્ડ લેટર્સના માનદ સદસ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.[૭૫] સાહિત્યમાં નોબલ પુરસ્કાર માટે અનેક વખત તેમનું નામાંકન થયું હતું, પણ તેમને કદી એ સન્માન મળ્યું નહોતું.[૧૦૮]

માનદ ડૉક્ટરેટની પદવીના સ્વરૂપમાં પણ તેમને યુનિવર્સિટી ઑફ લીડ્સ (1967),[૧૦૯] યુનિવર્સિટી ઑફ મૈસૂર (1976)[૧૧૦] અને દિલ્હી યુનિવર્સિટી (1973)[૧૧૧] તરફથી સન્માન પ્રાપ્ત થયાં હતાં. તેમની કારકિર્દીના અંત ભાગમાં, ભારતીય સાહિત્યમાં તેમનાં યોગદાનોને ધ્યાનમાં રાખીને, નારાયણને ભારતીય સંસદમાં ઉપલા ગૃહ, રાજ્યસભામાં 1989થી શરૂ થતા છ-વર્ષના સત્ર માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.[૬૬] તેમના અવસાનના એક વર્ષ પહેલાં, 2000માં, તેમને ભારતનું દ્વિતીય-ઉચ્ચતમ નાગરિક સન્માન, પદ્મ વિભૂષણ મળ્યું હતું.[૧૧૨]

વારસો[ફેરફાર કરો]

નારાયણની સૌથી મોટી સિદ્ધિ તે તેમણે પોતાના સાહિત્ય દ્વારા બહારના વિશ્વ માટે ભારતને સુલભ બનાવી આપ્યું તે હતી. તેમનું નામ અંગ્રેજી ભાષાના ત્રણ અગ્રણી ભારતીય કાલ્પિનક-કથા લેખકોમાંના એક તરીકે, રાજા રાવ અને મુલ્ક રાજ આનંદ સાથે લેવામાં આવે છે. માલગુડી અને તેના રહેવાસીઓ પ્રત્યે તેમણે પોતાના વાચકો આતુર બનાવ્યા હતા[૧૦૧][૧૧૩] અને તેમને ભારતે અત્યાર સુધીમાં પેદા કરેલા શ્રેષ્ઠ નવલકથાકારોમાંના એક તરીકે માનવામાં આવે છે. પોતાના પ્રેક્ષકો સમક્ષ તેઓ ભારતનો નાનકડો-કસબો એવી રીતે લઈ આવ્યા હતા કે જે વિશ્વસનીય અને અનુભાવિક એમ બંને હતી. માલગુડી માત્ર ભારતનો એક કાલ્પનિક કસબો જ નહોતો, પણ તેનાં પાત્રોથી, તેમના દરેકની ખાસિયત અને મિજાજ સાથેનો આ જીવંત કસબો, વાચક માટે પરિસ્થિતિને પરિચિત બનાવે છે, જાણે કે આ તેમના પોતાના જ વાડાની વાત હોય.[૮૩][૧૧૪]

Whom next shall I meet in Malgudi? That is the thought that comes to me when I close a novel of Mr Narayan's. I do not wait for another novel. I wait to go out of my door into those loved and shabby streets and see with excitement and a certainty of pleasure a stranger approaching, past the bank, the cinema, the haircutting saloon, a stranger who will greet me I know with some unexpected and revealing phrase that will open a door on to yet another human existence.
—Graham Greene[૧૧૫]

કૃતિઓની યાદી[ફેરફાર કરો]

નવલકથાઓ
 • સ્વામી ઍન્ડ ફ્રેન્ડ્સ (1935, હામિશ હૅમિલ્ટન)
 • ધ બૅચલર ઑફ આર્ટ્સ (1937, થોમસ નેલ્સન)
 • ધ ડાર્ક રૂમ (1938, આયર)
 • ધ ઇંગ્લિશ ટીચર (1945, આયર)
 • મિ. સંપત (1948, આયર)
 • ધ ફાયનાન્શલ ઍક્સપર્ટ (1952, મેથુઅન)
 • વેઇટિંગ ફોર ધ મહાત્મા (1955, મેથુઅન)
 • ધ ગાઈડ (1958, મેથુઅન)
 • ધ મૅન-ઈટર ઑફ માલગુડી (1961, વાઇકિંગ)
 • ધ વેન્ડર ઓફ સ્વિટ્સ (1967, ધ બોડલી હેડ)
 • ધ પેઇન્ટર ઑફ સાઇન્સ (1977, હેઈનમૅન)
 • અ ટાઈગર ફોર માલગુડી (1983, હેઈનમૅન)
 • ટૉકેટીવ મૅન (1986, હેઈનમૅન)
 • ધ વર્લ્ડ ઑફ નાગરાજ (1990, હેઈનમૅન)
 • ગ્રાન્ડમધર્સ ટેલ (1992, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
કથાવાર્તા સિવાયનું સાહિત્ય
 • નેકસ્ટ સન્ડે (1960, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • માય ડેટલેસ ડાયરી (1960, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • માય ડેઝ (1974, વાઇકિંગ)
 • રિલ્કટન્ટ ગુરુ (1974, ઓરિયન્ટ પેપરબેક્સ)
 • ધ ઍમરાલ્ડ રૂટ (1980, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • અ રાઈટર્સ નાઇટમેર (1988, પેંગ્વિન બુક્સ)
પૌરાણિક કથાઓ
 • ગોડ્સ, ડેમન્સ ઍન્ડ અધર્સ (1964, વાઇકિંગ)
 • ધ રામાયણ (1973, ચાટ્ટો ઍન્ડ વિન્ડસ)
 • ધ મહાભારત (1978, હેઈનમૅન)
ટૂંકી વાર્તાના સંગ્રહો
 • માલગુડી ડેઝ (1942, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • ઍન એસ્ટ્રોલજર્સ ડે ઍન્ડ અધર સ્ટોરીઝ (1947, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • લૉલી રોડ ઍન્ડ અધર સ્ટોરીઝ (1956, ઇન્ડિયન થોટ પબ્લિકેશન્સ)
 • અ હોર્સ ઍન્ડ ટુ ગોટ્સ (1970)
 • અન્ડર ધ બનયન ટ્રી ઍન્ડ અધર સ્ટોરીઝ (1985)
 • ધ ગ્રાન્ડ મધર્સ ટેલ ઍન્ડ સિલેક્ટેડ સ્ટોરીઝ (1994, વાઇકિંગ)

રૂપાંતરણો[ફેરફાર કરો]

નારાયણના પુસ્તક, ધ ગાઈડ પરથી વિજય આનંદના દિગ્દર્શનમાં, ગાઈડ નામની એક હિન્દી ફિલ્મ બની હતી. તેનું અંગ્રેજી સ્વરૂપ પણ રિલીઝ થયું હતું. જે રીતે આ ફિલ્મ બનાવવામાં આવી તેના માટે અને પુસ્તકથી તેના વિચલિત થવા બાબતે નારાયણ ખુશ નહોતા; તેમણે લાઈફ સામયિક માં એક કટારમાં ફિલ્મની ટીકા કરતાં લખ્યું હતું, "ધ મિસગાઇડેડ ગાઈડ (ગેરદોરવણી પામેલ ગાઈડ)."[૯] આ પુસ્તક પરથી હાર્વી બ્રેઈટ અને પૅટ્રિશિયા રિનહાર્ટ થકી એક બ્રોડવે નાટક પણ બનાવવામાં આવ્યું હતું, અને તેને 1968માં હડસન થિયેટરમાં રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઝિયા મોહ્યેદ્દીને મુખ્ય ભૂમિકા નિભાવી હતી અને રવિ શંકરે એક સંગીતરચના આપી હતી.[૧૧૬]

તેમની નવલકથા મિ. સંપત પરથી, પુષ્પાવલ્લી અને કોથામંગલમ સુબ્બુ ચમકાવતી એક તમિલ ફિલ્મ, મિસ માલિની બની હતી. તેની હિન્દી આવૃત્તિ, જેમિની સ્ટુડિયોએ પદ્મિની અને મોતીલાલ સાથે બનાવી હતી.[૧૧૭] અન્ય એક નવલકથા, ધ ફાયનાન્શલ એક્સપર્ટ પરથી કન્નડ ફિલ્મ બૅન્કર માર્ગય્યા બની હતી.[૧૧૮] અભિનેતા-દિગ્દર્શક શંકર નાગે સ્વામિ ઍન્ડ ફ્રેન્ડ્સ , ધ વેન્ડર ઑફ સ્વિટ્સ અને નારાયણની બીજી કેટલીક ટૂંકી વાર્તાઓ પરથી ટેલિવિઝન શ્રેણી માલગુડી ડેઝ બનાવી હતી. નારાયણ આ શ્રેણીના રૂપાંતરણોથી ખુશ હતા અને તેમણે પુસ્તકમાંની કથાવસ્તુને વળગી રહેવા બદલ નિર્માતાને અભિનંદન પાઠવ્યા હતા.[૧૧૯]

નોંધ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 6. Rao 2004, p. 13.
 7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 8. ૮.૦ ૮.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 9. ૯.૦ ૯.૧ ૯.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 10. ૧૦.૦ ૧૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ Jhumpa Lahiri (July/August 2006). Narayan Days: Rereading the master. Boston Review. ISSN 0734-2306 . http://bostonreview.net/BR31.4/lahiri.php. Retrieved 2009-08-22. 
 12. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ ૧૩.૩ ૧૩.૪ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 14. Walsh 1982, pp. 13–16.
 15. ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ Datta, Nandan (March 26, 2007). "The Life of R.K. Narayan". California Literary Review. http://calitreview.com/21. 
 16. Walsh 1982, p. 18.
 17. Mehrotra, Arvind Krishna (January 15, 2003). A history of Indian literature in English. Columbia University Press. p. 196. ISBN 023112810X  
 18. George, R. M. (July 2003). "Of Fictional Cities and “Diasporic” Aesthetics". Antipode (Blackwell Publishing) 35 (3): 559–579. ISSN 0066-4812 . 
 19. Narasimhan, C. V. (May 26, 2001). "Remembering R. K. Narayan". Frontline (Chennai: The Hindu Group) 18 (11). ISSN 0970-1710 . http://www.hinduonnet.com/fline/fl1811/18111330.htm. 
 20. Walsh 1982, p. 20.
 21. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 22. O'Neil, Patrick M. (January 2004). Great World Writers. Marshall Cavendish. p. 1051. ISBN 0761474692  
 23. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 24. Afzal-Khan, Fawzia (November 1993). Cultural imperialism and the Indo-English novel. Pennsylvania State University Press. p. 29. ISBN 0271009128  
 25. Prasad 2003, p. 49.
 26. Walsh 1982, pp. 18–23.
 27. Prasad 2003, pp. 50, 85.
 28. ૨૮.૦ ૨૮.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 29. Ramtake 1998, p. 20.
 30. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 31. Walsh 1982, p. 55.
 32. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 33. Narayan, R. K. (1992). Grandmother's Tale. Indian Thought Publications. p. 7. ISBN 81-85986-15-0  
 34. ૩૪.૦ ૩૪.૧ Walsh 1982, p. 24.
 35. Walsh 1982, p. 62.
 36. Ramtake 1998, p. 39.
 37. Sundaram, P. S. (1973). Indian writers series. 6. Arnold-Heinemann India. p. 74 
 38. Pousse 1995, p. 76.
 39. Ramtake 1998, pp. 47–48.
 40. ૪૦.૦ ૪૦.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 41. Ramtake 1998, p. 128.
 42. ૪૨.૦ ૪૨.૧ Iyengar, K. R. Srinivasa (1973). Indian writing in English. Asia Pub. House. p. 359. ISBN 9780210339640  
 43. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 44. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 45. Ramtake 1998, p. xiii.
 46. ૪૬.૦ ૪૬.૧ Rao 2004, p. 48.
 47. Sales-Pontes, A Hilda (1983). R.K. Narayan. Atlantic Highlands. ISBN 9780391029620 . OCLC 10625411  
 48. Rao 2004, p. 22–23.
 49. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 50. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 51. Badal, R. K. (1976). R. K. Narayan: a study. Prakash Book Depot. p. 3. OCLC 4858177  
 52. Walsh 1982, pp. 97–99, 172.
 53. Sundaram 1988, p. 126.
 54. Walsh 1982, pp. 43, 153–154.
 55. Sundaram 1988, p. 132.
 56. Kain 1993, p. 193.
 57. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 58. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 59. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 60. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 61. Rao 2004, pp. 50, 120.
 62. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 63. Thieme, John (2007). R. K. Narayan. Manchester University Press. p. 215. ISBN 9780719059278 . OCLC 153556493  
 64. ૬૪.૦ ૬૪.૧ Rao 2004, p. 24.
 65. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 66. ૬૬.૦ ૬૬.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 67. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 68. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 69. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 70. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 71. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 72. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 73. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 74. Piciucco, Pier Paolo (2002) (in A companion to Indian fiction in English). A companion to Indian fiction in English. Atlantic. p. 2. ISBN 8126903104  
 75. ૭૫.૦ ૭૫.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 76. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 77. Dayal, B. (1985). "R. K. Narayan: A subtle humourist". A critical study of the themes and techniques of the Indo-Anglian short story writers.  Check date values in: 1985 (help)
 78. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 79. Bhatnagar, M. (January 1, 2005). New Insights into the Novels of R.K. Narayan. # Atlantic Publishing. pp. 205–206. ISBN 8126901780  
 80. Kain 1993, p. 79.
 81. Badal, R. K. (1976). R. K. Narayan: a study. Prakash Book Depot 
 82. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 83. ૮૩.૦ ૮૩.૧ ૮૩.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 84. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 85. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 86. Khatri 2008, p. 10.
 87. Parija, Kapileshwar (2001). Short stories of R.K. Narayan: themes and conventions. Renaissance Publications. p. 60. ISBN 8186790314  
 88. Prasad 2003, p. 40.
 89. Khatri 2008, p. 168.
 90. Walsh 1982, p. 30.
 91. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 92. Sanga, Jaina C. (2003). South Asian novelists in English: an A-to-Z guide. Greenwood. pp. 194–195. ISBN 9780313318856  
 93. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 94. Varma, Ram Mohan (1993). Major themes in the novels of R.K. Narayan. Jainsons Publications. p. 26. ISBN 9788185287119 . OCLC 29429291  
 95. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 96. Sampson, George; Reginald Charles Churchill (1961). The concise Cambridge history of English literature. Cambridge : The University Press. p. 743. ISBN 9780521073851 . OCLC 67559  
 97. ૯૭.૦ ૯૭.૧ Brians, Paul (2003). Modern South Asian literature in English. Greenwood Press. pp. 59–60. ISBN 9780313320118 . OCLC 231983154  
 98. Gupta, Raj Kumar (1986). The great encounter: a study of Indo-American literature and cultural relations. Abhinav Publications. ISBN 9788170172116 . OCLC 15549035  
 99. ૯૯.૦ ૯૯.૧ ૯૯.૨ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 100. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 101. ૧૦૧.૦ ૧૦૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 102. Iyengar, K. R. Srinivasa; Prema Nandakumar (1983). Indian Writing in English (3 ed.). Sterling Publishers. p. 331. OCLC 9458232  
 103. Sanga, Jaina C. (2003). South Asian novelists in English : an A-to-Z guide. Westport, Conn.: Greenwood Press. p. 198. ISBN 9780313318856 . OCLC 49679850  
 104. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 105. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 106. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 107. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 108. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 109. Blamires, Harry (December 1, 1983). A Guide to twentieth century literature in English. Routledge. p. 196. ISBN 9780416364507 . http://books.google.com/?id=hzUOAAAAQAAJ&lpg=PA196&dq=%22R.%20K.%20Narayan%22%2B%22Leeds%22%2B%22doctorate%22&pg=PA196#v=onepage&q=%22R.%20K.%20Narayan%22+%22Leeds%22+%22doctorate%22 
 110. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 111. Sundaram 1988, p. 6.
 112. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 113. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 114. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 115. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 116. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
 117. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.[dead link]
 118. Indian and foreign review. 21. Ministry of Information and Broadcasting, Govt. of India. 1983. p. 28. ISSN 0019-4379 . OCLC 1752828 . 
 119. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

સંદર્ભો[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]


વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ