ઉદ્ગારચિહ્ન
Appearance
! | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ઉદ્ગારચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
૧. આશ્ચર્ય કે લાગણીનો આવેશ જે વાક્યોથી બતાવાય છે તેવા વાક્યોને અંતે. જેમકે,[૧]
- કેવું અદ્ભુત દૃશ્ય!
- બિચારો મનુષ્ય! તેના મીઠામાં મીઠા ગીતના સ્વરો કારુણ્યથી રંગાયેલા છે! તેના હાસ્યસાગરને તળિયે રુદનનાં બિન્દુ બાઝેલાં છે!
૨. લાગણી કે આશ્ચર્ય બતાવનાર કેવળપ્રયોગી અવ્યવો પછી. જેમકે,
- અરેરે! પેલો માણસ કેટલો દુઃખી છે!
- અહો! અહો! આ અવલોકિતેશ્વર!
૩. સંબોધનની પછી કેટલીક વખત ઉદ્ગારચિહ્ન આવે છે. જેમકે,
- હે પ્રભુ! તું મને આ સંકટમાંથી બચાવ.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |