લખાણ પર જાઓ

મહાવિરામ

વિકિપીડિયામાંથી
(ગુરુવિરામ થી અહીં વાળેલું)
:
મહાવિરામ
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

મહાવિરામ કે ગુરુવિરામ ચિહ્ન અર્ધ વિરામથી વધારે અને પૂર્ણ વિરામથી કંઈક ઓછો વિરામ લેવાનું સૂચવે છે.[૧] તેનો વપરાશ:

૧. ગણતરી કરવી હોય, સમજૂતી આપવી હોય કે વર્ણન કરવું હોય તો પ્રસ્તાવરૂપ પ્રથમના વાક્ય પછી આ ચિહ્ન મુકાય છે. જેમકે,

ઉત્તરોત્તર થતા જતા સુધારાનાં મુખ્ય બે ધ્યેય હતા: મુસાફરીની સગવડ વધારવી અને ગતિને ત્વરિત કરવી.
વિભક્તિ: તેના અર્થ.

૨. કોઈના બોલેલા શબ્દો વાક્યના બીજા શબ્દોથી છૂટા પાડવા માટે અલ્પ વિરામને બદલે કેટલીક વખત આ ચિહ્ન વપરાય છે. જેમકે,

પ્રધાનજી હસ્યા: "ના બાપુ! ના. આ સમય અનુકૂલ નથી."

સંદર્ભો[ફેરફાર કરો]

  1. કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૫૮.