મહારેખા

વિકિપીડિયામાંથી
(ગુરુરેખા થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
મહારેખા
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )

ગુરુરેખા કે મહારેખા[૧] નો વપરાશ :

૧. અમુક પદાર્થો ગણાવ્યા પછી ઉપસંહાર કરતાં મહારેખા મુકાય છે. જેમકે,

સરિતાનું સ્વચ્છ પાણી, વનનો શીળો પવન, અને આસપાસની ધરિત્રીમાંથી પાકતું ધાન્ય—એ જીવન નિભાવની ત્રણે વસ્તુઓ ઈશ્વરે છૂટે હાથે વેરી હોય ત્યાં પછી શાની મણા રહે ?

૨. અમુક વસ્તુના જુદા જુદા પ્રકાર છે એમ કહી તે પ્રકારો ગણાવતા પહેલાં આ ચિહ્ન મુકાય છે. જેમકે,

નવીન રાજકીય શસ્ત્રો—સત્ય અને અહિંસા.

અહીં કેટલીક વખત મહાવિરામ અને મહારેખાનું સંયુક્ત ચિહ્ન :— પણ મુકાય છે. જેમકે,

નવીન રાજકીય શસ્ત્રો :—સત્ય અને અહિંસા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "સરળ ગુજરાતી વ્યાકરણ" પા.નં. ૧૫૯, લે- વિ.જે.કુટમુટિયા અને પ્રહલાદ ઠક્કર, પ્ર.સી.જમનાદાસની કંપની, ત્રીજી આવૃત્તિ-સને.૧૯૩૯