ઋષિ પંચમી

વિકિપીડિયામાંથી
ઋષિપંચમી
Rishi Panchami.JPG
ઋષિપંચમીની ઉજવણી, નેપાળ
બીજું નામઋષિપાંચમ, સામા પાંચમ
ઉજવવામાં આવે છેહિંદુઓ
પ્રકારધાર્મિક
ધાર્મિક ઉજવણીઓઋષિઓની પૂજા
તારીખભાદરવા સુદ ૫

ઋષિપંચમીભાદરવા સુદ ૫ને દિવસે ઉજવવામાં આવતુ એક વ્રત છે. આ દિવસે બહેનો સ્ત્રીદોષોથી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે જેમાં સામા નામનું ઋષિધાન્ય ખાઈ, ફળાહાર કરી ને નદીએ જઈ સ્નાન કરીને હિંદુ ધર્મના સપ્તર્ષિ (સાત ઋષિઓ) કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પૂજા કરે છે. તેથી આ વ્રતને ઋષિપાંચમ, ઋષિપંચમી અથવા સામા પાંચમ પણ કહે છે.