લખાણ પર જાઓ

એમ. સી. દાવર

વિકિપીડિયામાંથી

એમ. સી. દાવર (૨૪ એપ્રિલ ૧૯૧૩ - ૯ નવેમ્બર ૧૯૭૭)[][] એક સ્વતંત્રતા સેનાની અને જવાહરલાલ નહેરુ ના સહયોગી હતા, જેમને ભારતના ભાગલા ના વિરોધ, પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે કરેલા કાર્ય અને ભારત અને પાકિસ્તાન સંઘના તેમના વિચારોને માટે યાદ કરવામાં આવે છે.[]

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

દાવરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાતા પહેલા તેમની શાળા અને કોલેજ દરમિયાન ક્રાંતિકારી તરીકેની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી.[] તેઓ એક સફળ હોમોઓપેથિક ડૉક્ટર હતા. તેમણે સુભાષચંદ્ર બોઝની સલાહથી, સ્વતંત્રતા લડત ભાગ માટે લેવા માટે આકર્ષક કાનૂની કારકીર્દિનો ત્યાગ કરનારા મોતીલાલ નેહરુ અને સી.આર. દાસ ની જેમ પોતાની તબીબી કારકીર્દિ છોડી દીધી હતી. જોકે દાવરે આઝાદીની લડતમાં ઘણા અગ્રણી સહભાગીઓની સારવાર કરી હતી જેમાં મદન મોહન માલવીયા, રાજેન્દ્ર પ્રસાદ અને ફઝલુલ હકનો સમાવેશ થાય છે . તેમણે કેન્દ્રીય એસેમ્બલીને દ્વારા હોમિયોપેથી માન્યતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેનો ઠરાવ પાછળથી ભારત સરકારે સ્વીકાર્યો હતો.[][]

આઝાદીની લડતમાં ભૂમિકા

[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૨૯ માં લાહોર ખાતે વાર્ષિક અધિવેશનમાં તેમણે ભાગ લીધો હતો જ્યાં જવાહરલાલ નહેરુ તેમના પિતા મોતીલાલના સ્થાને કોંગ્રેસના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ દાવર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. એપ્રિલ ૧૯૩૦ માં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.[] દાવરને ભારતના ભાગલાના પ્રસ્તાવનો કટ્ટર વિરોધ કરવા માટે યાદ કરવામાં આવે છે. ભાગલાને રોકવા અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે, તેમણે યુનાઇટેડ પાર્ટી ઑફ ઇન્ડિયાની રચના કરી, જેમાં તેઓ સેક્રેટરી જનરલ તરીકે સેવા આપતા હતા.[] તેના સભ્યોમાં બંગાળના પૂર્વ પ્રીમિયર એ. કે. ફઝલાલ હક, સર સૈયદ સુલતાન અહેમદ અને મહાત્મા ભગવાન દીન શામિલ હતા. તેમના પ્રયત્નો છતાં ભારતનું વિભાજન થયું, જેના માટે તેમણે બ્રિટિશ અમલદારશાહીને દોષી ઠેરવ્યા.[][]

સ્વતંત્ર ભારતમાં જીવન

[ફેરફાર કરો]

દાવરે અખિલ ભારતીય શરણાર્થી સમિતિનું નેતૃત્વ કર્યું હતું અને શરણાર્થીઓના પુનર્વસન અંગેની ઉચ્ચ નિર્ણય ક્ષમતા ધરાવતી સમિતિના તેઓ સભ્ય હતા. આ સિતિએ હરિયાણા અને દિલ્હીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના પુનર્વસન માટે કામ કર્યું હતું અને રાજેન્દ્ર નગર અને લજપત નગર જેવી શરણાર્થી કોલોની સ્થાપના કરી હતી.[][] દાવર ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિના હિમાયતી હતા, તેઓ ૧૯૫૫ માં પાકિસ્તાનમાં સદ્ભાવના મિશનના સભ્ય હતા. ભારત-પાકિસ્તાન બાબતોના કાઉન્સિલના પ્રમુખ તરીકે બંને દેશો વચ્ચે ના યુદ્ધની-સંધિની તેમણે હિમાયત કરી હતી. ઈ. સ. ૧૯૫૬માં બનેલી પાકિસ્તાન સાથે કન્ફેડરેશન માટેની તેમની દરખાસ્તને વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૭૧ માં બાંગ્લાદેશ ના જન્મ પછી, દાવરે તે દેશને પણ સંઘમાં સમાવી સંઘ માટેની દરખાસ્તનો વિસ્તાર કર્યો.[][] ભારત અને ચીન વચ્ચેના ગાઢ સંબંધોના સમર્થક હોવા છતાં, તે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ પછી ચીનના કડવા ટીકાકાર બન્યા હતા. આ યુદ્ધ દરમિયાન તેમણે દરેક પરિવારને ચીની સેનાઓને હરાવવા 'એક માણસ અને એક તોલા સોનું' દાન કરવાની અપીલ કરી હતી.[] તેમની આખી કારકીર્દિમાં દાવર જવાહરલાલ નેહરુના સમર્થક હતા, તેમણે ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની સામાન્ય ચૂંટણીઓમાં ફુલપુર ખાતે પ્રચાર કર્યો અને નહેરુના અવસાનથી જરૂરી બનેલી ૧૯૬૪ની પેટા ચૂંટણીમાં તેમણે વિજયલક્ષ્મી પંડિત માટે પ્રચાર કર્યો. નહેરુના મૃત્યુ પછી, દાવરે નિઃશસ્ત્ર અને સાર્વત્રિક શાંતિને પ્રોત્સાહન આપવા માટે નહેરુ પીસ ફાઉન્ડેશનની સ્થાપનાની હિમાયત કરી.[] તેમણે ૧૯૬૭ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ઝાકિર હુસેન સામે લડ્યા હતા, પરંતુ કોઈ મત મેળવવામાં નિષ્ફળ ગયા હતા.[] દાવર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં મંડળ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ હતા. ઈ. સ. ૧૯૫૪ માં તેમણે ભારતની ભાષા આધારિત પુનર્રચનાનો વિરોધ કર્યો અને ૬૦ ના દાયકામાં વડા પ્રધાન નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ બાદના તેમના અનુગામી સ્પર્ધાઓમાં તેઓ મોરારજી દેસાઈ ના સામે પક્ષે રહ્યા.[]

મૃત્યુ અને સ્મૃતિ

[ફેરફાર કરો]

દાવરનું ૬૫ વર્ષની વયે ૧૯૭૭ માં અવસાન થયું. તેમના અવસાન પર વડા પ્રધાન ઈન્દિરા ગાંધી અને આઈ. કે. ગુજરાલે શોક વ્યક્ત કર્યો હતો.[] ડો. એમ. સી. દાવર: એક ક્રાંતિકારક દ્રષ્ટાંતરી એ પુરુષોત્તમ ગોયલ (દિલ્હી વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ) દ્વારા લખાયેલું છે.[] તેમને ચાર પુત્રો અને એક પુત્રી હતી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Passionate advocate of subcontinental amity". The Hindu. 25 April 2013. મેળવેલ 18 April 2014.
  2. "M. C. Davar". Bhavan's Journal. 25 (1–12): 149. 1978.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ "Dr M C Davar: A Revolutionary Visionary" (PDF). Central Chronicle. 24 April 2013. મૂળ (PDF) માંથી 19 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2014.
  4. ૪.૦ ૪.૧ "Lecture on India-Pak friendship to mark 100th birth anny of late Gandhian M C Davar". The Daily Excelsior. મેળવેલ 18 April 2014.
  5. "Papers of Field Marshal Sir Claude Auchinleck". મેળવેલ 18 April 2014.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "Passionate advocate of subcontinental amity". The Hindu. 25 April 2013. મેળવેલ 18 April 2014.
  7. "PRESIDENTIAL ELECTION FROM 1952 TO 1997" (PDF). Election Commission of India. મૂળ (PDF) માંથી 16 એપ્રિલ 2014 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2014.
  8. "Social activist passes away". The Hindu. 4 May 2004. મૂળ માંથી 1 ઑગસ્ટ 2004 પર સંગ્રહિત. મેળવેલ 18 April 2014. Check date values in: |archive-date= (મદદ)