લખાણ પર જાઓ

કંસારો (પક્ષી)

વિકિપીડિયામાંથી

કંસારો
કંસારા પક્ષીની ઈન્ડિકા પ્રકારની પેટા-જાતિ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: bird (Aves)
Order: Piciformes
Family: Megalaimidae
Genus: 'Megalaima'
Species: ''M. haemacephala''
દ્વિનામી નામ
Megalaima haemacephala
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Xantholaema haemacephala
Bucco indicus

કંસારો અથવા ટુકટુક તરીકે પણ ઓળખાતું નાના કદનું પક્ષી છે, જે તેના માથા પર શોભતા ચળકતા રંગોને કારણે ખુબ જ પ્રખ્યાત છે. તેના ગળામાંથી નીકળતો ટુક-ટુક અવાજ એ તાંબા-પિત્તળના વાસણ બનાવતા કારીગર(કંસારા) દ્વારા સતત હથોડી ટીપવાથી થતા અવાજ જેવો જ હોય છે, જેથી તેને આ નામ મળ્યું છે[]. તે મોટેભાગે ભારતીય ઉપમહાદ્વીપ અને અગ્નિ એશિયામાં જોવા મળે છે. તે બગીચાઓ, ઓછી માનવવસ્તી વાળા જંગલો અને ગાઢ જંગલોમાં જોવા મળે છે[].

આ પક્ષી મોટેભાગે વડનાં ટેટા, પીપળાનાં ફળ, અંજીર અને અન્ય જંગલી ફળો પર આધાર રાખે છે. તે આપણે ત્યાં ગુજરાતમાં વાંદો નામથી ઓળખાતી પરોપજીવી વનસ્પતિનાં ફળ ખાસ આરોગે છે, અને અઘાર દ્વારા તેના બીજને ફેલાવે છે. જેથી ફળઝાડના બગીચામાં આ પક્ષી વાંદાના બીજ ફેલાવી પરોક્ષ રીતે નુકસાન કરે છે. આસપાસમા વાંદાનો ઉપદ્ર્વ હોય તો ત્યાં આ પક્ષીની હાજરી જરૂર હોય છે. ક્યારેક જીવજંતુઓ ખાતા પણ જોવા મળે છે. દરરોજ તે પોતાના શરીરના વજન કરતા દોઢ (૧.૫) થી ત્રણ (૩) ગણા 'બેરી વર્ગના ફળો આરોગી શકે છે[].

ભારતીય ઉપમહાદ્વીપમાં આ પક્ષીનો સંવનનકાળ ફેબ્રુઆરીથી એપ્રિલનો હોય છે. અન્ય પ્રદેશોમાં આ પક્ષીના સંવનનકાળમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સંવનન સમયમાં નર મધુર સંગીત રેલાવે છે, પોતાનું ગળું ફૂલાવે છે, માથું નીચે કરીને માદાને સંકેત આપે છે અને આકર્ષિત કરવા પ્રયાસ કરે છે. નર અને માદા બંને મળીને માળો બનાવે છે. તે ઝાડની બખોલમાં માળા બાંધે છે. ત્રણ-ચાર ઈંડા મુકે છે. ઇંડાનો સેવનકાળ લગભગ બે થી અઢી અઠવાડિયાનો માનવામાં આવે છે. નર અને માદા બંને મળીને ઈંડા સેવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. BirdLife International (2012). "Megalaima haemacephala". IUCN Red List of Threatened Species. Version 2012.1. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. પ્ર. કં. દેસાઈ (૧૯૮૦). પંખી જગત. 1 (1 આવૃત્તિ). હ.ગિ. આચાર્ય.
  3. ૩.૦ ૩.૧ Ali, S & S D Ripley (1983). Handbook of the birds of India and Pakistan. 4 (2 આવૃત્તિ). Oxford University Press. પૃષ્ઠ 163–165.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]