કનરા બુલબુલ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કનરા બુલબુલ
પંગોત - નૈનિતાલ - ઉત્તરાખંડ, ભારત.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Pycnonotidae
પ્રજાતિ: Pycnonotus
જાતિ: P. leucogenys
દ્વિપદ નામ
Pycnonotus leucogenys
(Gray, 1835)
કનરા બુલબુલ, પંજાબ, ભારત

કનરા બુલબુલ (અંગ્રેજી: Himalayan Bulbul), (Pycnonotus leucogenys) એ ગાયકપક્ષી છે. જો તેના બચ્ચાને હેળવવામાં આવે તો તે સહેલાઈથી માણસનું હેવાયું થઈ જાય છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય વિસ્તારમાં અને તે સાથે જોડાયેલા કેટલાંક પ્રદેશોમાં જોવા મળે છે. તે અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ જોવા મળે છે. આ પક્ષી બહેરીનનું રાષ્ટ્રીય પક્ષી છે.[૨]

વર્ણન[ફેરફાર કરો]

પક્ષી ૧૮ સે.મી. લાંબુ, ૨૫.૫ થી ૨૮ સે.મી. પાંખોનો વ્યાપ અને સરેરાશ ૩૦ ગ્રામ વજનનું હોય છે. પક્ષીનું માથું, ગળું અને કલગીનો ભાગ કાળો અને ધોળો હોય છે. પીઠ અને લાંબી પૂંછડી કથ્થાઈ રંગની તથા પેટનો ભાગ પીળાશ પડતો હોય છે. નર અને માદા બંન્ને સમાનરંગી હોય છે. તે સિસોટી વાગતી હોય તેવું મધુર ગાયન કરે છે.

ચિત્રગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]