કરનાલ

વિકિપીડિયામાંથી
કરનાલ
—  શહેર  —
કરનાલનું
હરિયાણા
અક્ષાંશ-રેખાંશ 29°41′N 76°59′E / 29.68°N 76.98°E / 29.68; 76.98
દેશ ભારત
રાજ્ય હરિયાણા
જિલ્લો કરનાલ
મેયર શ્રીમતી રેણુબાલા ગુપ્તા
સાંસદ શ્રી અશ્વિની ચોપરા
વિધાનસભ્ય શ્રી મનોહરલાલ ખટ્ટર
વસ્તી ૪,૦૬,૭૮૪[૧] (૨૦૧૧)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 228 metres (748 ft)

ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હરિયાણા રાજ્યમાં આવેલ કરનાલ જિલ્લાનું મખ્ય મથક છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧ પર ચંદીગઢ શહેરથી ૧૨૬ કિલોમીટર અંતરે યમુના નદીના કિનારા પર આવેલ છે. ઘરૌડા, નીલોખેડી, અસન્ધ, ઈન્દ્રી અને તરાવડી તેનાં મુખ્ય દર્શનીય સ્થળો છે. કરનાલ ખાતે અનેક ઊદ્યોગો ચાલે છે. આ ઔદ્યોગિક કારખાનાંઓમાં વનસ્પતિ તેલ, અત્તર અને શરાબ જેવાં ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં મુખ્યત્વે અનાજ, કપાસ અને મીઠાંનું બજાર ખૂબ જ પ્રસિદ્ધ છે. કરનાલની આસપાસના વિસ્તારોમાં ધાન્યની ખેતી કરવામાં આવે છે. આ અનાજ ઉત્તમ ગુણવત્તાવાળું હોવાને કારણે તેની નિકાસ વિદેશોમાં કરવામાં આવે છે. શહેરની ઉત્તર-પશ્ચિમ દિશામાં કુરુક્ષેત્ર, પશ્ચિમમાં જિન્દ અને કૈથલ, દક્ષિણમાં પાનીપત અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ આવેલ છે. પર્યટકો અહીં અનેક સ્થળોની મુલાકાત લઈ શકે છે. જેમાં કલંદર શાહ ગુંબજ, છાવણી ચર્ચ અને સીતા માઇ મંદિર વગેરે મુખ્ય આકર્ષણો છે. આ બધાં સ્થળો પર્યટકોમાં લોકપ્રિય છે.

કરનાલ નજીકના એક નાનકડા ગામનો એક છોકરો કમલ કશ્યપ તેની તીવ્ર બુદ્ધિ માટે હરિયાણા રાજ્યમાં મશહૂર છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દંતકથા અનુસાર કરનાલ શહેર મહાભારતના સમયકાળમાં રાજા કર્ણએ વસાવ્યું હતું. કરનાલ ખાતે નાદિરશાહે મુઘલ સમ્રાટ મહમ્મદશાહને હરાવ્યો હતો. ત્યારબાદ અહીં અનુક્રમે: જિંદના રાજાઓ, મરાઠાઓ અને લદવાના શીખ રાજા ગુરૂદત્તસિંહના અધિકારમાં રહ્યું છે. ૧૮૦૫ ઈ.ના સમયમાં અહીં બ્રિટિશ સત્તા આવી હતી. રાજા કર્ણના નામ પરથી શહેરનું નામ કરનાલ પડ્યું છે.

ઉદ્યોગ અને વેપાર[ફેરફાર કરો]

કરનાલ શહેરના રસ્તાઓ મોટે ભાગે પાકા, પરંતુ વાંકાચૂકા અને સાંકડા છે. અહીં દેશી કપડું બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ અહીં જ કરવામાં આવે છે. ધાબળા અને જૂતા બહાર મોકલવામાં આવે છે. ધાબળાના વેપાર-ધંધામાં વધુ લોકો રોકાયેલા છે. કરનાલ શહેર દિલ્હી, પાણિપત અને અંબાલા સાથે ખાસ સંબંધ ધરાવે છે. આ શહેર ગામ રંગરૂટી ખેડાથી ૪૦.૮૫ કિલોમીટર દૂર છે.

મુખ્ય આકર્ષણો[ફેરફાર કરો]

કલંદર શાહ ગુંબજ[ફેરફાર કરો]

તેના આંતરિક નિર્માણમાં આરસપહાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સુંદર કલાકૃતિઓ વડે શણગારવામાં આવેલ છે. તેનું નિર્માણ દિલ્હીના શાસક ગ્યાસુદ્દીનએ કરાવ્યું હતું. આ ગુંબજ બો અલી કલંદર શાહને સમર્પિત છે. બો અલી કલંદર શાહ મુસ્લિમ વિદ્વાન હતા. આ ગુંબજ ખાતે મસ્જિદ, જળાશય અને ઝરણાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ આ ગુંબજ નિહાળવા આવે છે અને તેઓ આ સુંદર દ્રશ્ય તેમના કેમેરામાં કેદ કરી લઈ જાય છે.

છાવણી ચર્ચ[ફેરફાર કરો]

કરનાલમાં છાવણી ચર્ચ પણ છે. આ ચર્ચ કેટલાક માઇલ દૂરથી પણ જોઈ શકાય છે કારણ કે તે લગભગ ૧૦૦ ફુટ જેટલું ઊંચું છે. ચર્ચમાં ધાતુનો ક્રોસ લગાવવામાં આવેલ છે. તેનું બાંધકામ સેન્ટ જેમ્સ નામના પાદરીએ કરાવ્યું હતું. આ નામ પરથી જ તેનું નામકરણ સેન્ટ જેમ્સ ચર્ચ કરવામાં આવ્યું હતું.

કર્ણ તળાવ[ફેરફાર કરો]

મહાભારતના યુદ્ધમાં રાજા કર્ણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે પોતાની દાનવીરતા માટે જાણીતા હતા. તેણે કરનાલની સ્થાપના કરી હતી. તેની યાદમાં અહીં એક જળાશય બનાવવામાં આવેલ છે. તાજેતરમાં આ જળાશયનું સમારકામ કરવામાં આવ્યું છે. આ તળાવને જોવા માટે પ્રવાસીઓ દરરોજ અહીં આવે છે.

સીતા માઇ મંદિર[ફેરફાર કરો]

સીતા માઇ મંદિર સીતામાઇ ગામમાં સ્થિત થયેલ છે. તે નિલોખેડીથી ૧૯ કિલોમીટર દૂર છે. આ મંદિરનો કેટલોક ભાગ મુસ્લિમ શાસકો દ્વારા તોડી નાંખવામાં આવ્યો હતો. આમ છતાં આ મંદિર પ્રવાસીઓ આકર્ષે છે. એવું કહેવાય છે કે આ એજ સ્થાન છે જ્યાં સીતા માતા ધરતીની ગોદમાં સમાઈ ગયા હતા.

કંજપુરા[ફેરફાર કરો]

કંજપુરા કરનાલની ઉત્તર-પૂર્વ દિશામાં ૬ માઇલ દૂર આવેલ છે. તેની સ્થાપના પઠાણ શાસક નિજાબતખાન દ્વારા કરવામાં આવી હતી. તેમણે અહીં એક ભવ્ય કિલ્લાનું બાંધકામ પણ કરાવ્યું હતું. હવે આ કિલ્લામાં લશ્કરી સૈનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ક્ંજપુરા ખાતે પ્રવાસીઓ અનાજ મંડી પણ જોવા માટે જઈ શકે છે.

તરાવડી[ફેરફાર કરો]

તરાવડી કરનાલની ઉત્તર દિશામાં સ્થિત એક ઐતિહાસિક શહેર છે, કારણ કે અહીં ઔરંગઝેબના પુત્ર આઝમનો જન્મ થયો હતો. આઝમના નામ પરથી તેનું નામ આઝમાબાદ રાખવામાં આવ્યું હતું. પછી તે આઝમાબાદમાંથી તરાવડી થઈ ગયું છે. ઔરંગઝેબ દ્વારા તરાવડીની આસપાસ દિવાલ બનાવવામાં આવી હતી અને દિવાલોની અંદર તળાવ અને મસ્જિદ પણ બાંધવામાં આવી હતી. આ તળાવ અને આ મસ્જિદ ખૂબ જ સુંદર છે. તેને જોવા માટે પ્રવાસીઓ રોજ અહીં આવે છે. અહીં બાસમતી ચોખાની ખેતી કરવામાં આવે છે. આ ચોખાની નિકાસ વિદેશમાં કરવામાં આવે છે.

બાસ્થલી[ફેરફાર કરો]

પુરાણોમાં દર્શાવ્યા મુજબ આ એ સ્થળ છે, જ્યાં ઋષિ વેદ વ્યાસે મહાભારત મહાકાવ્યની રચના કરી હતી. આ સ્થળ કરનાલ શહેરથી ૨૭ કિલોમીટર દૂર છે. એમ પણ કહેવામાં આવે છે કે બાસ્થલીની નીચે ગંગા નદી વહે છે.

ટ્રાફિક[ફેરફાર કરો]

હવાઈ માર્ગો[ફેરફાર કરો]

હવાઈ માર્ગ દ્વારા પણ પ્રવાસી સરળતાથી કરનાલ સુધી પહોંચી શકે છે. પ્રવાસીઓ સુવિધા માટે કરનાલ ખાતે કરનાલ ફ્લાઈંગ ક્લબ બનાવવામાં આવેલ છે.

રેલ માર્ગ[ફેરફાર કરો]

પ્રવાસીઓ રેલવે દ્વારા પણ સરળતાથી કરનાલ સુધી પહોંચી શકે છે. દિલ્હી ખાતેથી જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી કરનાલ માટે ઘણી એક્સપ્રેસ અને લોકલ ટ્રેનની ઉપલબ્ધ છે.

રોડ માર્ગ[ફેરફાર કરો]

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧ દ્વારા પ્રવાસીઓ સરળતાથી કરનાલ સુધી પહોંચી શકે છે. દિલ્હી ખાતેના કાશ્મીરી ગેટ બસ અડ્ડા પરથી કરનાલ જવા માટે બસ મળે છે. જો પ્રવાસી બસ દ્વારા નથી જવા ઈચ્છે, તો ટેક્સી અથવા તમારા પોતાના વાહન દ્વારા પણ સરળતાથી કરનાલ સુધી પહોંચી શકે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Karnal (M Cl)". censusindia.gov.in. ભારત સરકાર. મેળવેલ ૭ એપ્રિલ ૨૦૧૬.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wikivoyage
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: