કવાંટનો મેળો
કવાંટનો મેળો ગેરનો મેળો | |
---|---|
કવાંટના મેળામાં પરંપરાગત વેશભૂષામાં ભીલ, રાઠવા,નાયકા અને ધાનુક આદિવાસી સમુદાય | |
પ્રકાર | આદિવાસી મેળો |
શરૂઆત | ફાગણ વદ ત્રીજ |
અવધિ | વાર્ષિક |
સ્થાન | કવાંટ, છોટાઉદેપુર, ગુજરાત |
અક્ષાંસ-રેખાંશ | 22°05′33″N 74°03′23″E / 22.09259°N 74.05648°E |
દેશ | ભારત |
ભાગ લેનારાઓ | ભીલ,રાઠવા,નાયકા અને ધાનુક આદિવાસી |
કવાંટનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓનો મેળો છે જે હોળીના તહેવાર પછી તરત કવાંટ ગામમાં યોજાય છે.[૧]
કવાંટના મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના વાદ્ય સાથે ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતાં જોવા મળે છે. ભીલ આદિવાસીઓ સ્ત્રી-પુરુષો તેમના માથા પર મોરના પીંછાંની કલગી લગાવે છે અને તેના દ્વારા તેમનો પશુ- પક્ષીઓ પ્રત્યેનો પ્રેમભાવ રજુ કરે છે. અને ઘેરૈયા બને છે.
સ્થાન અને સમય
[ફેરફાર કરો]વડોદરાથી આશરે સો કિલોમીટરના દુર આવેલા ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસીઓના વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે કવાંટનો મેળો યોજાય છે.[૨]
મેળો
[ફેરફાર કરો]વિવિધ પચ્ચીસ ગામોમાંથી અને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી અસંખ્ય આદિવાસી લોકો રંગબેરંગી પોષાક પહેરી આ મેળામાં આવે છે. કવાંટના મેળામાં અન્ય દેશોમાંથી પણ ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિને માણવા માટે આ મેળામાં આવે છે.[૧] ભીલ આદિવાસીઓ કુશળ બાણાવળી તરીકે જાણીતા છે.[૩] મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર ધોળાં ટપકાં કરીને દોરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે. નાચતાં સમયે ઉત્પન્ન થતો તાલબદ્ધ ઘૂઘરાનો અવાજ આવે છે. આદિવાસીઓના આ મેળામાં વિવિધ ગામોમાંથી તૈયાર થઈને આવતી છોકરીઓ જોઈ છોકરાઓ લગ્ન માટે છોકરીઓ પસંદ કરી માંગું નાખતા હોય છે. જે તેમના સામાજીક જીવનનો એક ભાગ છે.[૨]
આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને સુંદર ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.[૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "ગુજરાત સમાચાર". www.gujaratsamachar.com (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-26.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ કાલરીયા, અશોક (2019–2020). ગુજરાતના લોકોત્સવો અને મેળા. ગાંધીનગર: માહિતી નિયામક,ગુજરાત રાજ્ય. પૃષ્ઠ ૪૬-૪૭.CS1 maint: date format (link)
- ↑ "ક્વાંટમાં આદિવાસીઓનો ગેર મેળો". Divya Bhaskar. 2020-03-07. મેળવેલ 2020-11-26.