કાનજી ભુટા બારોટ

વિકિપીડિયામાંથી
કાનજી ભુટા બારોટ
જન્મની વિગત૧૯૧૯
ટીંબલા, અમરેલી જિલ્લો
મૃત્યુની વિગત૨૮ સપ્ટેમ્બર ૧૯૯૦
મૃત્યુનું કારણહૃદયરોગ
રહેઠાણચલાલા
રાષ્ટ્રીયતાભારતીય
અભ્યાસપાંચ ધોરણ
વ્યવસાયલોક વાર્તાકાર, કથક (સીસોદીયા મેર અને વાળા કાઠી વંશના વહીવંચા બારોટ)
ખિતાબસંગીત નાટક અકાદમી પુરસ્કાર, કાગ પુરસ્કાર
ધર્મહિંદુ
માતા-પિતાભૂટાભાઈ ગેલાભાઈ બારોટ, અમરબાઈ

કાનજી ભુટા બારોટ ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ ગુજરાતી લોક સાહિત્યના બારોટી શૈલીના છેલ્લા પ્રતિનિધિ, લોકકથા અને દંતકથાત્મક કથાઓના એક જાણીતા કથક હતા. તેમના લોકસાહિત્યને આકાશવાણી એ ખૂબ લોકપ્રિય બનાવ્યુ

પરિચય[ફેરફાર કરો]

કાનજીભાઈ બારોટ જન્મ અમરેલી જિલ્લાના ટીંબલા ગામે આસો સુદ એકમ (ઇ.સ. ૧૯૧૯) ના રોજ થયો હતો. તેમની માતાનું નામ અમરબાઇ અને પિતાનું નામ ભુટાભાઈ બારોટ હતું. તેમની કર્મભૂમિ ચલાલા રહી.[૧]

બાળપણમાં પિતાનું અવસાન થતાં દાદા ના મોટા ભાઈ સુરા બારોટના ત્યાં ઉછેર થયો, જ્યાં બાળપણથી જ વૈરાગ્યની ધૂન લાગી હતી.[૨]

કારકિર્દી[ફેરફાર કરો]

કાનજીભાઈની વાર્તાકથનની કલા માત્ર બરાડના સીસોદીયા મેર જ્ઞાતિના ગામડાઓમાં સીમિત હતી. પરંતુ ૧૯૬૨માં જામવાળા ગામે અંતુભાઈ ભૂટાએ કાનજી ભાઈનો પરિચય જયમલ્લભાઈ પરમાર સાથે કરાવ્યો. જેમણે કાનજીભાઇને આકાશવાણી રાજકોટમાં બોલાવી તેમની ઓળખાણ આખા ગુજરાતને કરાવી.[૨]

સન્માન[ફેરફાર કરો]

તેઓ ડૉ. જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પુરસ્કૃત થયા હતા. સુપ્રસિદ્ધ દુલાભાયા કાગ એવોર્ડ પણ તેમને એનાયત થયેલ છે

તેમનું ભારત સરકારના ભારતીય સંગીત નાટ્ય અકાદમી દ્વારા ૧૯૮૮નો એવોર્ડ રાષ્ટ્રપતિ આર. વેંકટરામનના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું.[૧]

કાર્યો[ફેરફાર કરો]

  • ઊર્મિ નવરચના ( ૧૦૪ વાર્તાઓ) વાતડીયુ વગતાળીયુ
  • સંત મુળદાસ સ્વામી
  • આઈ લીર બાઈ
  • દશ દાનેવ દર્શન
  • મેર નાગાર્જુન સીસોદીયા
  • બાવન (૫૨)

તેમની ૨૬ વાર્તાઓનું રેકોર્ડિંગ આકાશવાણી રાજકોટમાં અને લગભગ ૨૩ વાર્તાઓનું ઓડિયો રેકોર્ડિંગ વ્યવસાય અભિગમથી સચવાયેલું છે.[૧]

અવસાન[ફેરફાર કરો]

તેમનું અવસાન ૨૮ સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ હૃદયરોગના હુમલાથી થયું.[૨].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ પંડ્યા, ડૉ.કૌશિકરાય (૨૦૧૦). નવ રસના માલમી: કાનજી ભુટા બારોટ. ચલાલા: શ્રી કાનજી ભુટા બારોટ લોકકલા ફાઉન્ડેશન. પૃષ્ઠ ૨૭૧-૨૭૨.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ પંડ્યા, ડૉ.કૌશિકરાય (૨૦૧૦). નવ રસના માલમી: કાનજી ભુટા બારોટ. ચલાલા: શ્રી કાનજી ભુટા બારોટ લોકકલા ફાઉન્ડેશન. પૃષ્ઠ ૬૧-૬૨.