મેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મેર
મહેર/મિહિર/મૈર/મેહર
Mer Dandiya.jpg
મેર રાસ
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ગુજરાત
ભાષાઓ
ગુજરાતી
ધર્મ
હિંદુ ધર્મ
સંબંધિત વંશીય સમૂહો
ગુજરાતી લોકો

મેરભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઇતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.

કાઠિયાવાડ વિસ્તારનાં પ્રસિધ્ધ મેર વ્યક્તિત્વો[ફેરફાર કરો]

  • નાગાર્જુન કરશન સિસોદીયા - (શહિદ મેજર નાગાર્જુન સિસોદીયા) ૧૯૭૧ નાં યુદ્ધ દરમિયાન "ઓપરેશન કેક્ટસ લિલી"માં શહિદ થયેલ મહેર જવાંમર્દ.(ભારતીય થલસેના)
  • માલદેવ રાણાભાઈ કેશવાલા - (માલદેવ બાપુ) મહેર સમાજનાં સંત સમાન, સ્વાતંત્ર્યતા સેનાની, સમાજમાં જ્ઞાન અને શિક્ષણનો પ્રચાર કરનાર.
  • માલદેવજી ઓડેદરા - સામાજીક-રાજકિય આગેવાન, ભુ.પૂ. સાંસદ, કેન્દ્રિય પ્રધાન અને ગુજરાત કોંગ્રેસ સમિતીનાં અધ્યક્ષ રહી ચુકેલા.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]