ક્ષેમુ દિવેટિયા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ક્ષેમેન્દ્ર વિરમિત્ર દિવેટિયા (૧ ઓક્ટોબર ૧૯૨૪ – ૩૦ જુલાઈ ૨૦૦૯)[૧] ગુજરાત, ભારતના એક ભારતીય સંગીતકાર અને ગાયક હતા. તેમણે ગુજરાતી ભાષાની ફિલ્મ કાશીનો દિકરો માટે સંગીત આપ્યું જે માટે તેમને રાજ્ય સરકારનો શ્રેષ્ઠ સંગીત નિર્દેશક એવોર્ડ મળ્યો. ગુજરાતી સંગીતમાં તેમના યોગદાન બદલ ગુજરાત સરકારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી નવાજ્યા હતા. તેમને મોરારી બાપુ તરફથી અવિનાશ વ્યાસ એવોર્ડ પણ મળ્યો હતો.[૨]

જીવન[ફેરફાર કરો]

૧ ઓક્ટોબર ૧૯૨૪ના રોજ જન્મેલા, દિવેટિયાએ તેમની તાલીમ જયસુખલાલ ભોજક, હામીદ હુસેન ખાન અને વી.આર. આઠવલે હેઠળ લીધી હતી. તેમણે ૧૯૫૦ના દાયકામાં આકાશવાણી, ઓલ ઈન્ડિયા રેડિયો, શ્રુતિવૃંદ અને રંગમંડલ નાટક સંસ્થા સાથે કામ કરતી વખતે ગીત રચનાબદ્ધ કરવાનું શરૂ કર્યું.[૨][૧]

૧૯૮૪માં તેમણે 'સંગીસુધા'નું નિર્માણ કર્યું, જે ૧૦ આલ્બમનું સંકલન છે જેમાં ૩૫ કવિઓ દ્વારા લખાયેલાં ગીતો અને ૨૬ કલાકારો દ્વારા ગાયેલાં ગીતોનો સમાવેશ થાય છે. ૨૦૦૯ની ૩૦મી જુલાઈના રોજ તેનું અમદાવાદમાં અવસાન થયું હતું. તેમનાં પત્ની સુધાબેન એક ગાયિકા હતાં, અને તેઓએ સહયોગથી અનેક ગીતો રચ્યાં હતાં.[૧][૨]

જાણીતાં ગીતો[ફેરફાર કરો]

તેના કેટલાક જાણીતાં ગીતો છે: [૨] [૧]

  • રાધાનું નામ તમે
  • દરીયામાં હોય એને મોતી કહેવાય
  • ગોરમાને પાંચે આંગળીયે પૂજાય
  • મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Veteran Gujarati music composer Kshemu Divetia dead". DeshGujarat. 2009-07-30. Retrieved 2020-10-01. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Quadri, Misbah Nayeem (2009-07-31). Music legend Kshemu Divetia passes away. DNA India. Retrieved 2020-10-01. Check date values in: |access-date=, |date= (મદદ)