ખત્રી
Appearance
ખત્રી (खत्री, کھتری, Khatri) ભારતીય ઉપખંડના પશ્ચિમ-ઉત્તર ભાગમાં વસવાટ કરતી એક જાતિ છે. મૂળ રૂપમાં મોટા ભાગના ખત્રી લોકો પંજાબ વિસ્તારના હતા, પરંતુ હાલના સમયમાં તેઓ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, બલુચિસ્તાન, સિંધ અને ખૈબર જેવા પ્રદેશોમાં પણ રહેતા જોવા મળે છે. ખત્રી લોકો મુસ્લિમ, શીખ અને હિંદુ ત્રણેય ધર્મના સમુદાયોમાં જોવા મળે છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં બધા જ શીખ ધર્મના ગુરુઓ ખત્રી હતા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Robert Vane Russell. The Tribes and Castes of the Central Provinces of India. Forgotten Books. ISBN 978-1-4400-4893-7.