ગાંઠિયા

વિકિપીડિયામાંથી
(ગાંઠીયા થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
ગાંઠીયા

ગાંઠિયા (ખોટી પણ પ્રચલિત જોડણી: ગાંઠીયા) એ ચણાના લોટ, સોડા, મરી, મીઠું, હિંગ મેળવી તળીને બનવાતી ફરસાણની એક વાનગી છે. ગાંઠિયા મુખ્યત્વે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન માં ખૂબ પ્રચલિત છે. ગુજરાતનું ભાવનગર શહેર ગાંઠિયામાં સૌથી લોકપ્રિય છે.

પ્રકાર[ફેરફાર કરો]

ગાંઠિયા વિવિધ પ્રકારનાં બને છે. ગુજરાતમાં નીચે મુજબના મુખ્ય પ્રકારનાં ગાંઠિયા જાણીતા છે.

 • ઝીણા ગાંઠિયા (ચવાણાંમાં વપરાતા)
 • જાડા ગાંઠિયા
 • ટમટમ ગાંઠિયા (પાસાવાળા, અમદાવાદમાં મળે, યુ.કે.માં એને ફુલી ગાંઠિયા પણ કહે છે.), ક્યાંક-ક્યાંક એને ચંપાકલી ગાંઠિયા પણ કહે છે.
 • નાયલોન ગાંઠિયા (જાડાઇમાં સેવ અને ગાંઠિયાની વચ્ચે આવતો પ્રકાર છે.)
 • મરી વાળા ગાંઠિયા (ભાવનગરી ગાંઠિયાનો એક પ્રકાર)
 • તીખા ગાંઠિયા (ભાવનગરી ગાંઠિયાનો એક પ્રકાર - જે પાંઉ અને ખાસ-પ્રકારની ચટણી સાથે ખવાય છે.)
 • વણેલા ગાંઠિયા (રાજકોટ/ગોંડલ તરફના-ચિત્રમાં છે તે)
 • ફાફડા (આને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠિયા જ કહે છે, ક્યારેક 'તાણેલા ગાંઠિયા' કે 'ફાફડા ગાંઠિયા'[૧] [૨] તરીકે પણ ઓળખવામાં આવે છે, યુ.કે.માં પાટા ગાંઠિયા[૩].)

પીરસવાની રીત[ફેરફાર કરો]

ગાંઠિયા, પપૈયાની છીણ, તળેલા લીલા મરચાં, કઢી વગેરે સાથે પીરસવામાં આવે છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કાચી કેરી મળતી હોય એ દરમ્યાન પપૈયાની છીણમાં કાચી કેરીની છીણ પણ ઉમેરવામાં આવે છે.

પ્રસંગોમાં[ફેરફાર કરો]

ગુજરાતમાં અને ખાસ કરી ને ભાવનગર બાજુ લોકો મહેમાનોને હોશે હોંશે ગાંઠિયા ખવડાવે છે.

ઉદ્યોગ[ફેરફાર કરો]

ભાવનગરમાં નાના-મોટા વેપારીઓ અને ગાંઠિયાના ઉત્પાદકો મળીને ૨૨પથી વધુ વેપારીઓ છે. જેમાં ૨પ વર્ષથી લઈ ૧૬પ વર્ષ જુનાં અને પાંચ પેઢીથી ગાંઠીયાનો વ્યવસાય કરતાં વેપારીઓ પણ સામેલ છે. એકલા ભાવનગરના ગાંઠિયા ઉદ્યોગનું રોજનો એક કરોડનો વકરો છે (ફેબ્રુઆરી-૨૦૧૪નાં અહેવાલ પ્રમાણે). અહીં દરરોજનું પાંચ ટન ગાંઠિયાનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગ હજારો લોકોને રોજીરોટી પુરી પાડે છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "બહેનો ફાફડા-પાઇનેપલ જલેબી બનાવતા શીખ્યા". વર્તમાન પત્ર. અકિલા ન્યુઝ. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૫. Archived from the original on ૧૧ મે ૨૦૧૫. Retrieved ૧૧ મે ૨૦૧૫. 
 2. "દાસ" (મે ૨૦૧૨). "ફાફળા ગાંઠીયા". બ્લૉગ. desais.net. Retrieved ૧૧ મે ૨૦૧૫. 
 3. "સુરજ સ્વિટ માર્ટની જાહેરાત (પૃષ્ઠ ૫૧)". નવેમ્બર ૨૦૧૨. Archived from the original on ૧૨ મે ૨૦૧૫. Retrieved ૧૨ મે ૨૦૧૫. 
 4. "ગાંઠિયા રે ગાંઠિયાઃ ભલભલા ઉદ્યોગપતિઓ લાગે બાઠિયા, રોજનું ૧ કરોડ ટર્નઓવર". વર્તમાન પત્ર. ભાસ્કર ન્યુઝ, ભાવનગર. ૮ ફેબ્રુઆરી ૨૦૧૪. Archived from the original on ૧૨ મે ૨૦૧૫. Retrieved ૧૨ મે ૨૦૧૫. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]