ગુંદા (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુંદાના વૃક્ષની એક પાતળી શાખા પર પાંદડાં તેમજ પાકાં ફળોની લૂમ

ગુંદા ( હિંદી:बहुवार; અંગ્રેજી:Cordia myxa) એ એક વનસ્પતિ છે, જેનાં વૃક્ષો ભારતીય ઉપમહાદ્વીપ, ચીન તેમજ વિશ્વના અનેક ભાગોમાં જોવા મળે છે. ગુંદાનાં ફળનું કદ અને આકાર સોપારી જેવાં જ હોય છે. કાચાં ગુંદાનાં ફળમાંથી શાક તથા અથાણાં (આચાર) પણ બનાવવામાં આવે છે. જ્યારે પાકી ગયેલાં ગુંદાનાં ફળ મીઠાં હોય છે તથા તેની અંદર ગુંદરની માફક ચિકણો અને મીઠો રસ હોય છે, જે શરીરને જાડું બનાવે છે.

ગુંદાનાં ઝાડ ઘણાં મોટાં હોય છે અને તેનાં પર્ણો ચિકણાં (લીસ્સાં) હોય છે. દક્ષિણ ભારત, ગુજરાત અને રાજસ્થાનના લોકો નાગરવેલના પાનની જગ્યા પર ગુંદાનાં પાનનો ઉપયોગ કરી લેતા હોય છે. ગુંદાના પાનનો પણ નાગરવેલનાં પાન માફક જ સ્વાદ હોય છે. ગુંદાનાં ઝાડની અલગ અલગ ત્રણથી ચાર જાતિઓ હોય છે, પરંતુ તેમાં બે મુખ્ય છે જેને હિંદી ભાષામાં લમેડ઼ા અને લસોડ઼ા કહેવામાં આવે છે. નાનાં ગુંદા અને મોટા ગુંદા એવાં નામથી પણ આ જાતો ખુબ પ્રસિદ્ધ છે. ગુંદાના ઝાડનું લાકડું અત્યંત ચિકણું અને મજબૂત હોય છે. ઇમારતી કામ માટે ગુંદાના ઝાડનાં લાકડાંમાંથી તખ્તા બનાવવામાં આવતા હોય છે અને બંદૂકનો કુંદો બનાવવા માટે પણ તેનો ઉપયોગ હોય છે. આ ઉપરાંત અન્ય કેટલીક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]