લખાણ પર જાઓ

ગોલ્ડફિશ

વિકિપીડિયામાંથી

Goldfish
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
Domesticated
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Actinopterygii
Order: Cypriniformes
Family: Cyprinidae
Genus: 'Carassius'
Species: 'C. auratus[]
Subspecies: ''C. a. auratus''
Trinomial name
Carassius auratus auratus[]
(Linnaeus, 1758)

ગોલ્ડફિશ એ (કેરેસિયસ ઓરેટસ ઓરેટસ ) સાઈપ્રિનિડે કુળની સાઈપ્રિનિફોર્મસ વર્ગની તાજા પાણીની માછલી છે. પ્રારંભમાં જે માછલીઓનો ઉછેર કરવામાં આવતો હતો, તેમાંની તે એક છે તેમજ સામાન્યતઃ એકવેરિયમમાં રખાતી માછલીઓ પૈકીની એક છે.

મીઠા પાણીની માછલીઓના (કાર્પ) વર્ગની (જેમાં કોઇ કાર્પ અને ક્રુશિયન કાર્પનો પણ સમાવેશ થાય છે) તે પ્રમાણમાં નાના કદની માછલી છે. ગોલ્ડફિશ એ ઘાટા ભૂખરા/બદામી રંગની કાર્પ કેરેસિયસ ઓરેટસ ની આવૃત્તિ જેવી ઘરે ઉછેર પામતી માછલી છે. તેનું મૂળ વતન પૂર્વ એશિયા છે. તેનો સૌપ્રથમ ઉછેર ચીનમાં આશરે એક હજાર કરતાં પણ વધુ વર્ષ પૂર્વે કરવામાં આવ્યો હતો. ત્યારથી લઇને તેની વિભિન્ન જાતિઓ વિકસી છે. ગોલ્ડફિશના કદ, શરીરના આકાર અને રંગ (સફેદ, પીળો, નારંગી, લાલ, બદામી અને કાળા રંગોનું મિશ્રણ) જેવા વિવિધ વિભિન્ન સ્વરૂપના જોવા મળે છે.

ગોલ્ડફિશની મહત્તમ લંબાઇ ઢાંચો:In to cm અને મહત્તમ વજન ઢાંચો:Lb to kg [સંદર્ભ આપો]હોઇ શકે છે, જોકે આટલું કદ ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગની ગોલ્ડફિશનું કદ ઉપર જણાવેલા કદથી લગભગ અડધું હોય છે. સાનૂકુળ વાતાવરણ મળી રહે તો, ગોલ્ડફિશ 40 વર્ષ કરતાં વધુ જીવી શકે છે,[] જોકે, ઘરમાં રાખવામાં આવતી મોટાભાગની ગોલ્ડફિશનું આયુષ્ય સામાન્યપણે છથી આઠ વર્ષનું હોય છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
A pale yellow and silver fish, with grayish fins and a dark eye, facing left
મુકત વિહરતી પ્રૂશિયન કાર્પ પીળી રંગ રચના દર્શાવે છેપ્રારંભ કાળની કેટલીક ગોલ્ડફિશ કદાચ આવી દેખાતી હતી

પ્રાચીન ચીનમાં હજજારો વર્ષો પૂર્વેથી મીઠા પાણીની માછલીઓની વિવિધ પ્રજાતિઓ (જે સામાન્યપણે એશિયન કાર્પ તરીકે ઓળખાતી હતી)નો ઉછેર કરવામાં આવતો હતો તથા ખાદ્ય માછલી તરીકે તેનો ઉછેર થતો હતો. તેમાંથી સામાન્યતઃ કેટલીક ભૂખરા અને સિલ્વર રંગની માછલીઓ તેમના શરીરના રંગમાં ફેરફાર કરીને તેને લાલ, નારંગી કે પીળો કરી શકતી, જેની સૌપ્રથમ નોંધ જિન વંશ (265-420)માં કરવામાં આવી હતી.[]

ટગ વંશ(618-907) દરમિયાન સુશોભિત તળાવો તથા પાણીના બગીચાઓમાં મીઠા જળની માછલીઓ રાખવામાં આવતી. રંગ બદલવાની નૈર્સિગક પ્રક્રિયામાં વારસાને આધારે માછલીનો રંગ સિલ્વરને બદલે સોનેરી (વાસ્તવમાં પીળો કે નારંગી) વધારે થતો હતો. લોકો સિલ્વરને બદલે સોનેરી રંગની માછલીઓને તળાવ કે પાણીમાં ઉછેરવી વધુ પસંદ કરતા. ખાસ પ્રસંગો પર મહેમાનો આ માછલીઓને જોઇ શકે તે માટે તેમને નાના પાત્રમાં રાખવામાં આવતી. [][]

ઈ.સ. 1162માં સાગ વંશની મહિલા શાસકે લાલ તથા સોનેરી માછલીનો સંગ્રહ કરવા માટે તળાવ બાંધવાનો આદેશ આપ્યો હતો. તે સમયે પીળો રંગ રાજવીપણાનો સૂચક હોવાથી રાજવી પરિવાર સિવાયના લોકો માટે પીળા રંગની ગોલ્ડફિશ રાખવા પર પ્રતિબંધ હતો. પીળા રંગની માછલીઓ ઉછેરવી સરળ હોવા છતાં પીળા કરતાં નારંગી રંગની માછલીઓ વધારે હોવાનું કારણ પણ કદાચ આ જ છે.[]

લાલ અને સોનેરી સિવાયના અન્ય રંગોની નોંધ સૌપ્રથમ 1276માં જોવા મળે છે. વિશિષ્ટ પૂંછડી ધરાવતી ફેન્સી ટેઈલ્ડ ગોલ્ડફિશ દેખાઇ હોવાની સૌપ્રથમ નોંધ મગ વંશમાં થઇ છે. ગોલ્ડફિશને 1502માં જાપાન લઇ જવાઇ હતી, જયાં તેની ર્યુકિનઅને તોસાકિનએ બે પ્રજાતિઓ વિકાસ પામી. 1611માં ગોલ્ડફિશને પોર્ટુગલ અને ત્યાંથી યુરોપના અન્ય ભાગોમાં તે લઇ જવાઇ હતી.[]

1620 દરમિયાન તે દાયકામાં દક્ષિણ યુરોપમાં ગોલ્ડફિશ તેના ધાતુ જેવા ભીંગડાને કારણે આકર્ષણનું કેન્દ્ર બની તેમજ તે સારાં શુકન અને સંપત્તિ સૂચવતી પ્રતીક બની ગઇ. સમૃદ્ધ ભવિષ્ય સૂચવવા માટે પતિ તેની પત્નીને લગ્નના પ્રથમ વર્ષ નિમિત્તે ગોલ્ડફિશ આપે તેવો રિવાજ પ્રચલિત બન્યો. જોકે, ગોલ્ડફિશ ઘણી સરળતાથી મળવા માંડી એટલે તેનું મહત્ત્વ ઘટી ગયું અને આ રિવાજ થોડા સમયમાં જ બંધ થઇ ગયો. ઈ.સ. 1850ની આસપાસ ગોલ્ડફિશને ઉત્તર અમેરિકા લઇ જવાઇ અને તરત જ તે યુનાઈટેડ સ્ટેટ્સમાં લોકપ્રિય થઇ ગઇ.[][]

મુકત વિહરતી માછલીઓ

[ફેરફાર કરો]

પ્રૂશિયન કાર્પ (કેરેસિયસ ગિબેલિયો ) જંગલી પ્રકારની ગોલ્ડફિશ મનાય છે.[] જોકે, કેટલાંક સ્રોતો ક્રુશિયન કાર્પ (કેરેસિયસ કેરેસિયસ )ને જંગલી પ્રકારની ગોલ્ડફિશ માને છે. ઝીણવટપૂર્વકની તુલના કરતાં તેમની વચ્ચે નીચે પ્રમાણે તફાવત પાડી શકાયઃ

  • કેરેસિયસ ઓરેટસ નું નાક વધારે તીણું હોય છે, જયારે કેરેસિયસ કેરેસિયસ નું નાક ગોળાકાર હોય છે.
  • કેરેસિયસ ગિબેલિયો નો રંગ ભૂખરો કે લીલાશ પડતો હોય છે, જયારે ક્રૂશિયન કાર્પનો રંગ હંમેશા સોનેરી કાળાશ પડતો હોય છે.
  • કિશોર વયની ક્રૂશિયન કાર્પની પૂંછડી પર કાળા રંગનું ટપકું હોય છે, જે ઉંમર વધવાની સાથે જતું રહે છે. જયારે કેરેસિયસ ઓરેટસને આવું કોઇ ટપકું હોતું નથી.
  • સી. ઓરાટસ 31થી ઓછા ભીંગડા ધરાવે છે જ્યારે ક્રુસિયન ૩૩ કે તેથી વધુ ભીંગડા ધરાવે છે.

કુદરતી વાતાવરણમાં રહેતી ગોલ્ડફિશ ઓલિવ ગ્રીન રંગની હોય છે. ગોલ્ડફિશને મુકત કરી દેવામાં આવે તો, તેનાથી તે જળની અન્ય પ્રજાતિઓ માટે મુશ્કેલી ખડી થઇ શકે છે. ગોલ્ડફિશને કાર્પની અન્ય કેટલીક પ્રજાતિઓ સાથે વર્ણસંકર કરી શકાય છે. સંવર્ધનની ત્રણ પેઢીની અંદર ગોલ્ડફિશના ઇંડા તેમના નૈસર્ગિક ઓલિવ રંગમાં પાછા ફરે છે. ઘરેલુ ગોલ્ડફિશને પ્રોત્સાહન આપનાર મ્યુટેશનને અન્ય સાયપ્રિનિડ જાતમાંથી પણ ઓળખવામાં આવે છે જેમ કે કોમન કાર્પ અને ટેન્ચ.

ઘરે ઉછેરાતી ગોલ્ડફિશના ઘણાં પ્રકાર જોવા મળે છે. ફેન્સી ગોલ્ડફિશ તેની પાંખના ચળકતા રંગને કારણે મુકત વાતાવરણમાં રહી શકતી નથી. જોકે, શુબુન્કિન જેવી પ્રમાણમાં ખડતલ માછલીઓ મુકત વાતાવરણમાં લાંબા સમય સુધી રહી શકે છે. સામાન્ય અને પૂંછડી ધરાવતી ગોલ્ડફિશ તળાવના સાનૂકુળ વાતાવરણમાં રહી શકે છે.

ઘરેલું ઉછેર કરવામાં આવતી ગોલ્ડફિશના પ્રકારો

[ફેરફાર કરો]

સૈકાઓથી થતા પસંદગીયુકત ઉછેરને કારણે ગોલ્ડફિશના રંગમાં ઘણી વિભિન્નતાઓ ઉદભવી છે. તે પૈકીની ઘણી માછલીઓનો રંગ સૌથી પ્રારંભમાં ઉછેરવામાં આવી હતી તે ગોલ્ડન ફિશ કરતાં ઘણો જ જુદો છે. વળી, શરીરના આકાર, માછલીની પાંખો અને આંખોની રચનામાં પણ તફાવત જોવા મળે છે. અમુક પ્રકારની ગોલ્ડફિશ માત્ર એકવેરિયમમાં જ રહે છે. આ પ્રકારની માછલીઓ મુકત વિચરતી માછલીઓ કરતાં પ્રમાણમાં ઘણી ઓછી ખડતલ હોય છે. જોકે, શુબુન્કિન જેવી કેટલીક ગોલ્ડફિશ વધુ ખડતલ હોય છે. ગોલ્ડફિશના મુખ્ય પ્રકાર નીચે મુજબ છેઃ

સામાન્ય ગોલ્ડફિશ બ્લેક મૂર બબલ આઈ
સામાન્ય ગોલ્ડફિશ તેની પૂર્વજ પ્રૂશિયન કાર્પ કરતાં માત્ર રંગની બાબતમાં જ જુદી પડે છે. સામાન્ય ગોલ્ડફિશ લાલ, નારંગી/સોનેરી, સફેદ, કાળા અને પીળા રંગોમાં જોવા મળે છે. બ્લેક મૂર ટેલલિસ્કોપ જેવી આંખો ધરાવતી ગોલ્ડફિશ છે, જેની આંખો ઉપસેલી હોય છે. તેને પોપાય, ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાનમાં તે કુરો ડેમેકિન અને ચીનમાં તે ડ્રેગન-આઇ તરીકે ઓળખાય છે. નાની ફેન્સી બબલ આઇ બે મોટી પ્રવાહીથી ભરેલી કોથળીઓ સાથે ઉપર તરફ તાંકતી આંખો ધરાવે છે.
સિલેશિયલ આઈ કોમેટ (ગોલ્ડફિશ) ફેનટેઈલ (ગોલ્ડફિશ)
ફેન્સી સિલેસ્ટિયલ આઈ ગોલ્ડફિશ અથવા તો ચોટન ગન તરીકે ઓળખાતી માછલીને બેવડી પૂંછડી હોય છે, તથા તેની ટેલિસ્કોપિક આંખોની કીકીઓ આકાશ તરફ જ મંડાયેલી હોય છે.
કોમેટ અથવા કોમેટ ટેઈલ્ડ ગોલ્ડફિશઅમેરિકામાં મોટાપાયે જોવા મળતી ફેન્સી ગોલ્ડફિશ છે. તે સામાન્ય ગોલ્ડફિશ સાથે ઘણું સામ્ય ધરાવે છે. પરંતુ તેની પૂંછડી ઘણી લાંબી હોય છે. આ ઉપરાંત સામાન્ય ગોલ્ડફિશ કરતાં તે કદમાં સ્હેજ નાની અને પાતળી હોય છે. ફેનટેઈલ ગોલ્ડફિશએ ર્યુકિન ગોલ્ડફિશનું પશ્ચિમી સ્વરૂપ છે. તેના શરીરનો આકાર ઇંડા જેવો હોય છે. પીઠ પરની પાંખ ઉંચી અને પાંખ ચારગણી લાંબી હોય છે તથા તેના ખભા પર ખૂંધ હોતી નથી. ચિત્ર:FT2.jpg
લાયનહેડ (ગોલ્ડફિશ) ઓરાન્ડા પર્લસ્કેલ
ફેન્સી લાયનહેડ આવરણ ધરાવે છે. આ માછલી પુરોગામી છે રાન્ચુની. ફેન્સી ઓરાન્ડા રાસ્પબરી જેવા આવરણ (જે વેન અથવા હેડગ્રોથ તરીકે પણ ઓળખાય છે)ને કારણે અલગ તરી આવે છે. તે આંખ અને મોંઢા સિવાયના સમગ્ર માથાને ઢાંકે છે. ફેન્સી પર્લસ્કેલ , અથવા જાપાનીઝ ભાષામાં ચિનશુરિન તરીકે ઓળખાતી ગોલ્ડફિશનું શરીર ગોળાકાર હોય છે તેમજ તેની પાંખો ફેનટેઈલ જેવી હોય છે.
પોમપોમ (ગોલ્ડફિશ) ર્યુકિન શુબુન્કિન
ફેન્સીપોમપોમ અથવા પોમપોન અથવા હાના ફ્યુઝા માથાની પ્રત્યેક બાજુ પર નસકોરાની વચ્ચે છૂટી સ્નાયુલ આઉટગ્રોથ હોય છે. ફેન્સી ર્યુકિન નું કદ ટૂંકું હોય છે અને તેને ખભા પર ખૂંધ આવેલી હોય છે. ફેન્સી અને ખડતલ જાપાનીઝ Shubunkins (朱文金?) (જેનો અનુવાદ ’રેડ બ્રોકેડ થાય છે)ને મોતી જેવા ચળકતા ભીંગડા હોય છે, અને તેના પર ’કેલિકો તરીકે ઓળખાતી પેટર્ન હોય છે.
ટેલિસ્કોપ આઇ રાન્ચુ પાન્ડા મૂર
ફેન્સી ટેલિસ્કોપ આઇ અથવા ડેમેકિન તેની બહાર નીકળેલી આંખોને કારણે ઓળખાઇ જાય છે. તે ગ્લોબ આઇ કે ડ્રેગન આઇ ગોલ્ડફિશ તરીકે પણ ઓળખાય છે. ફેન્સી જાપાનીઝ રાન્ચુ આવરણ ધરાવે છે. જાપાનીઝ તેને ’ગોલ્ડફિશની રાણી કહે છે. ફેન્સી પાન્ડા મૂર ના શરીર પર કાળા અને સફેદ રંગની પેટર્ન હોય છે તથા તેની આંખો બહાર નીકળેલી હોય છે.
વિલટેઈલ બટરફલાય ટેઈલ (ગોલ્ડફિશ)
ફેન્સી વિલટેઈલ તેની લાંબી ઝૂલતી બેવડી પૂંછડી માટે જાણીતી છે. આધુનિક વીલટેઇલ માપદંડમાં નવવધુના ઘુંઘટની જેમ ક્યુડલ ફિન્સની ધારમાં થોડા અથવા સહેજ પણ નવી ઇનડેન્ટેશનની જરૂર પડે છે. બટરફલાઇ ટેઈલ મૂર અથવા બટરફલાઇ એ ટેલિસ્કોપ-આઇ વંશની ગોલ્ડફિશ છે. ઉપરથી જોતાં તેની બંને પૂંછડીઓ જોઇ શકાય છે. ક્યુડલ ફિનનો વ્યાપ પાણીની અંદર પતંગીયાની જેમ લહેરાય છે.

ચાઈનીઝ ગોલ્ડફિશનું વર્ગીકરણ

[ફેરફાર કરો]

ચાઈનિઝ પરંપરામાં ગોલ્ડફિશના મુખ્ય ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જોકે, પશ્ચિમમાં આ વર્ગીકરણ ઉપયોગમાં લેવાતા નથી.

  • સિ (તેને ’ગ્રાસ પણ કહેવાય છે) - ફેન્સી શારીરિક રચના ન ધરાવતી ગોલ્ડફિશ. તેમાં સામાન્ય ગોલ્ડફિશ, કોમેટ ગોલ્ડફિશ અને શિબુન્કિનનો સમાવેશ થાય છે.
  • વેન - આ વર્ગની ગોલ્ડફિશને ફેન્સી પૂંછડી હોય છે. જેમ કે, ફેનટેઈલ અને વિલટેઈલ્સ (ઓરાન્ડા અને લાયનહેડ જેવી ગોલ્ડફિશ પણ ’વેન પ્રકારની ગોલ્ડફિશના લક્ષણો ધરાવે છે)
  • ડ્રેગન આઇ - બ્લેક મૂર, બબલ આઇ અને ટેલિસ્કોપ આઇ જેવી પહોળી આંખો ધરાવતી ગોલ્ડફિશ આ વર્ગમાં આવે છે.
  • એગ - જે ગોલ્ડફિશની પીઠ ઉપર પાંખ ન હોય, તથા જેના શરીરનો આકાર ઇંડા જેવો હોય તેવી માછલી. જેમ કે, લાયન હેડ. (પીઠ પર પાંખ વિનાની બબલ આઇ પણ આ વર્ગમાં આવે છે)

તળાવમાં

[ફેરફાર કરો]
Video of three orange-red fish wriggling as they swim just below the surface of the water
બહારના તળાવમાં સપાટી પર આવેલી ગોલ્ડફિશ

ગોલ્ડફિશ નાની, સસ્તી, રંગબેરંગી અને ખડતલ પ્રકૃતિની હોવાથી લોકો તેમને તળાવમાં રાખતા હોય છે. બહાર બાંધેલા તળાવ કે પાણીના બગીચામાં પાણીની ઉપલી સપાટી ઉપર જો બરફ જામી જાય, તો જયાં સુધી પાણીની અંદર ઓકિસજનનું પ્રમાણ રહે છે, કે પછી અંદરનું પાણી જામવા ન લાગે, ત્યાં સુધી ટૂંકા ગાળા માટે તે જીવી શકે છે. સામાન્ય ગોલ્ડફિશ, લંડન અને બિ્રસ્ટલ શુબુન્કિન, જિકિન, વેકિન, કોમેટ તથા અન્ય કેટલીક ખડતલ ફેનટેઈલ ગોલ્ડફિશને ઉષ્ણકટિબંધની આબોહવામાં આખું વર્ષ તળાવમાં રાખી શકાય છે. મૂર, વિલટેઈલ, ઓરાન્ડા અને લાયનહેડ જેવી ગોલ્ડફિશને માત્ર ઉનાળામાં કે પછી ગરમ વાતાવરણ હોય ત્યારે જ બહારના તળાવમાં રાખી શકાય છે.

નાના અને મોટા બંને તળાવ તેના માટે યોગ્ય છે, પરંતુ તળાવની ઉંડાઇ ઓછામાં ઓછી ઢાંચો:Cm to inહોવી જોઇએ, જેથી શિયાળા દરમિયાન તળાવ ઠરી જવાનો ભય ન રહે. શિયાળામાં ગોલ્ડફિશ નિષ્ક્રિય બની જાય છે, ખોરાક લેવાનું બંધ કરી દે છે અને મોટાભાગનો સમય પાણીના તળિયે જ વીતાવે છે. આ સ્થિતિ સામાન્ય છે. ઉનાળો આવતાં તે પુનઃ સક્રિય થઇ જાય છે. તળાવમાં જમા થતા કચરાને દૂર કરવા તેમજ તળાવને સ્વચ્છ રાખવા માટે ફિલ્ટર હોવું ખૂબ જરૂરી છે. તળાવમાં વનસ્પતિ હોવી જરૂરી છે, કારણ કે ફિલ્ટરની પ્રક્રિયામાં તે મદદરૂપ બને છે અને સાથે-સાથે માછલીને ખોરાક પણ પૂરો પાડે છે. વળી, વનસ્પતિ પાણીમાં ઓકિસજનનું પ્રમાણ વધારે છે.

રૂડ, ટેન્ચ, ઓર્ફી અને કોઇ જેવી માછલીઓ સહઅસ્તિત્વની ક્ષમતા ધરાવે છે પરંતુ તેમાંથી ’કોઇ નામની માછલીની વિશેષ કાળજી લેવી પડે છે. રેમશોર્ન સ્નેઈલ પ્રકારની ગોકળગાય તળાવમાં ઉગતી લીલ અને શેવાળ ખાઇ જાય છે અને આ રીતે તળાવ સ્વચ્છ રાખવામાં મદદરૂપ બને છે. પ્રાણી વસ્તી નિયંત્રણના કોઇ પગલાં ભરવામાં ન આવે, તો તળાવમાં ઝડપથી ગોલ્ડફિશની વસ્તી વધવા માંડે છે. ઓર્ફી જેવી માછલી ગોલ્ડફિશના ઇંડા ખાઇ જાય છે.

કોઇનું નપુંસક સંકર માછલીનું ઉત્પાદન કરવા ગોલ્ડફિશ સાથે આંતરસંવર્ધન કરી શકાય છે.

એકવેરિયમમાં

[ફેરફાર કરો]
ચિત્ર:FT2.jpg
ફેનટેઈલ ગોલ્ડફિશ

મોટાભાગની કાર્પની માફક ગોલ્ડફિશ પણ તેના મળ દ્વારા તથા તેની ચૂંઇ દ્વારા અતિશય કચરારૂપી હાનિકારક રસાયણો પાણીમાં ઠાલવે છે. આ કચરો ટૂંકા જ સમયગાળામાં ઝેરી થઇ શકે છે, જેનાથી ગોલ્ડફિશ મરી જાય તેવી પણ શકયતા રહે છે. સામાન્ય અને કોમેટ ગોલ્ડફિશ પ્રમાણે, પ્રત્યેક ગોલ્ડફિશ માટે 20 US gallons (76 l; 17 imp gal) પાણી હોવું જોઇએ. ફેન્સી ગોલ્ડફિશ માટે (જે પ્રમાણમાં નાના કદની હોય છે) દરેક ગોલ્ડફિશદીઠ 10 US gallons (38 l; 8.3 imp gal) પાણી હોવું જોઇએ. પાણીની સપાટીના વિસ્તારને આધારે નક્કી થાય છે કે પાણીમાં કેટલો ઓકિસજન ફેલાયો અને કેટલો ઓકિસજન ભળ્યો. સામાન્ય નિયમ 1 square foot (0.093 m2)નો છે. પાણીના પંપ, ફિલ્ટર અથવા ફુવારા મારફતે સક્રિય એરેશન લઘુત્તમ સપાટી વિસ્તાર ઘટાડે છે.

ગોલ્ડફિશને ઠંડા પાણીની માછલીના વર્ગમાં વર્ગીકૃત કરાઇ છે. તે માનવીને અનુકૂળ હોય તેટલા તાપમાન પર ગરમી ન મળતી હોય તેવા એકવેરિયમમાં રહી શકે છે. જોકે, તાપમાનમાં આવી રહેલા ઝડપી ફેરફારો(જેમ કે, ઓફિસમાં શિયાળામાં રાત્રે હિટર બંધ કરી દેવાય છે) તેના માટે જીવલેણ નીવડી શકે છે, ખાસ કરીને એકવેરિયમ નાનું હોય ત્યારે તેની શકયતા ઘણી વધી જાય છે. આ ઉપરાંત નવું પાણી ઉમેરવામાં પણ કાળજી રાખવી પડે છે, કારણ કે, નવા પાણીનું તાપમાન જૂદું હોય છે. 10 °C (50 °F)થી નીચેનું તાપમાન ફેન્સી ગોલ્ડફિશ માટે ઘાતક નીવડે છે, જોકે, સામાન્ય અને કોમેટ ગોલ્ડફિશ તેનાથી થોડા નીચેના તાપમાનમાં પણ જીવિત રહી શકે છે. અતિશય ઉંચું (30 °C (86 °F)થી વધુ) તાપમાન પણ ગોલ્ડફિશ માટે હાનિકારક છે. જો કે ઊંચું તાપમાન પરાવલંબીઓના જીવન ચક્રને ઝડપી બનાવીને એકકોષીય જીવોના આક્રમણ સામે લડવામાં મદદ કરી શકે છે અને તેમને બહુ ઝડપથી દૂર કરે છે. ગોલ્ડફિશ માટે મહત્તમ તાપમાન 20 °C (68 °F)થી 22 °C (72 °F)ની વચ્ચેનું છે.[૧૦]

Two goldfish, a silver goldfish in the foreground and an orange goldfish in the background
નાના એકવેરિયમમાં બે ગોલ્ડફિશ

તમામ માછલીઓની માફક ગોલ્ડફિશને પણ કોઇ તેને પાળે કે પંપાળે તે ગમતું નથી. ગોલ્ડફિશને સ્પર્શવાથી તેનો જીવ જોખમમાં મુકાય છે, કારણ કે તેનાથી તેના શરીર પરથી ઝરતા રક્ષણાત્મક સ્રાવનું કવચ દૂર થઇ જાય છે કે તેને નુકસાન પહાચે છે. તેના કારણે માછલીની ત્વચા ખૂલ્લી થઇ જાય છે, જેના કારણે બેકટેરિયા કે પાણીના જંતુઓથી ચેપ લાગવાની શકયતા રહે છે. જોકે, તેને ખોરાક આપતી વખતે તે સપાટી પર આવતી હોય છે. ઉપરાંત તેને માનવ આંગળીઓમાંથી ખોરાકની ગોળીઓ કે ટુકડાઓ લેવાનું શીખવી શકાય છે. ગોલ્ડફિશ ઝડપથી મરી જાય છે તેવી માન્યતા પાછળનું કારણ તેની નબળી લેવામાં આવતી દરકાર છે.[૧૧] એકવેરિયમ કે નાના બંધ તળાવમાં રાખવામાં આવેલી ગોલ્ડફિશ 10 વર્ષ કરતાં પણ વધુ સમય જીવી શકે છે.

જો ગોલ્ડફિશને અમુક નિશ્ચિત સમય સુધી અંધકારમાં રાખવામાં આવે, તો તે ક્રમશઃ પોતાનો રંગ બદલીને ભૂખરો કરી નાંખે છે.[સંદર્ભ આપો] તડકામાં રહેવાથી માણસની ત્વચા જેમ કાળાશ પડતી થઇ જાય છે, તેવી જ રીતે ગોલ્ડફિશ પ્રકાશની પરિસ્થિતિમાં પ્રતિક્રિયારૂપે રંગદ્રવ્ય ઉત્પન્ન કરે છે. ગોલ્ડફિશના શરીરમાં ક્રોમેટોફોર્સ નામના કોષો રહેલા હોય છે, જે પ્રકાશને પરાર્વિતત કરતા રંગદ્રવ્યો ઉત્પન્ન કરે છે અને રંગની રચના કરે છે. કોષોમાં રહેલા જે-તે રંગદ્રવ્યો, રંગદ્રવ્યોના અંશની સંખ્યા તેમજ રંગદ્રવ્ય કોષિકાની અંદર જોડાયેલું છે કે તે કોષદ્રવ્યના દરેક ભાગમાં રહેલું છે. તે તમામ બાબતોના આધારે ગોલ્ડફિશનો રંગ નક્કી થાય છે.

On a blue background, two large light red wafers at the upper left, a light gray compressed cube at the upper right, small brown pellets at the middle left, and, at the middle right and bottom, various yellow-green and red flakes
વિવિધ જાતનાં ફિશ ફૂડ

મુકત ગોલ્ડફિશનો ખોરાક ક્રસ્ટેશિયન (કવચ અને જાડાં ભીંગડાવાળું જળચર), જીવજંતુ અને વિવિધ વનસ્પતિ છે. તે સર્વભક્ષી છે અને તે શાકભાજી અને ફળથી લઇને ખોરાકના ટુકડા અને ગોળીઓ પણ ખાય છે.[સંદર્ભ આપો]

મોટાભાગની માછલીઓની માફક ગોલ્ડફિશ પણ જેટલું મળે તેટલું ખાધા જ કરે છે, તે આપમેળે ખાવાનું બંધ નથી કરતી. વધારે ખોરાક મળતાં તે વધારે કચરો કરે છે અને વધારે મળત્યાગ કરે છે, પ્રોટીનનું પાચન બરાબર ન થવાથી પણ આમ થાય છે. માછલીએ વધુ પડતું ખાઇ લીધું હોય, તો કેટલીક વખત તેના મળમાર્ગ પર મળ લટકતો હોય છે.

ગોલ્ડફિશ ત્રણથી ચાર મિનિટમાં જેટલું ખાઇ લે, તેટલું જ તેને ખવડાવવું જોઇએ, તેનાથી વધારે ખવડાવવું જોઇએ નહ. વળી, દિવસમાં બેથી વધુ વખત ખવડાવવું જોઇએ નહ. વધુ પડતો ખોરાક તેના માટે જીવલેણ બની શકે છે. તેનાથી તેનો અન્નનળીથી નીચેનો ભાગ ફાટી જાય કે બ્લોક થઇ જાય છે. અન્નનળીથી નીચેનો ભાગ જટિલ હોય તેવા પ્રકારની ગોલ્ડફિશને આવું થતું હોય છે. ર્યુકિન, ફેનટેઈલ, ઓરાન્ડા, લાયનહેડ અથવા અન્ય ફેન્સી ગોલ્ડફિશના સંવર્ધકોએ માછલીને કેટલો ખોરાક આપવો તેનું ધ્યાન રાખવું જોઇએ.

અન્ય માછલીઓ કરતાં ગોલ્ડફિશના ખોરાકમાં પ્રોટીન ઓછું હોય છે અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે. તે બે સ્વરૂપે મળે છે - પાણીમાં તરતા રહેતા ટુકડાઓ સ્વરૂપે અને ડૂબી જતી ગોળીઓ સ્વરૂપે. માછલીને ખોરાક તરીકે (છોતરા દૂર કરીને) વટાણા, બ્લાન્ક્ડ લીલા પાંદડાવાળા શાકભાજી અને રક્તકીડા આપી શકાય છે. યુવાન વયની ગોલ્ડફિશને ખોરાકમાં ઉમેરારુપે આથેલા ઝગા આપી શકાય. તમામ પ્રાણીઓની માફક ગોલ્ડફિશની ખોરાકની પસંદગીમાં વૈવિધ્ય હોઇ શકે છે.

વર્તણૂક

[ફેરફાર કરો]

ગોલ્ડફિશ વિભિન્ન પરિસ્થિતિઓમાં જીવતી હોય છે અને તેમની વર્તણૂક તેમના સંવર્ધક કે માલિકના આધારે નક્કી થતી હોવાથી ગોલ્ડફિશની વર્તણૂકમાં પણ વિવિધતા હોઇ શકે છે. ગોલ્ડફિશ સહચારી શિક્ષણ તથા સામાજિક શિક્ષણ મેળવવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, તીક્ષ્ણ દૃષ્ટિને કારણે તેઓ બે માનવી વચ્ચેનો ભેદ પારખી શકે છે. સંવર્ધકોએ કદાચ નોંધ્યું હશે કે માછલી તેમને હકારાત્મક પ્રતિભાવ આપે છે (કાચની આગળની તરફ તરવું, ટેન્કની આસપાસ ઝડપથી તરવું અને ખોરાક ખાવા માટે સપાટી પર આવવું) જયારે અન્ય લોકો ટેન્ક નજીક જાય, ત્યારે માછલીઓ છૂપાઇ જાય છે. સમય જતાં ગોલ્ડફિશ તેમના પાલકો કે સંવર્ધકો તથા તેમને ખોરાક આપતી અન્ય વ્યકિતઓ સાથે સંકળાવાનું શીખી જાય છે, અને પાલક નજીક આવે, ત્યારે ખોરાકની માંગણી કરે છે.[સંદર્ભ આપો]અંધ ગોલ્ડફિશના પ્રતિભાવો ઉપરથી સાબિત થયું છે કે તે પાલક-પરિવારના નિશ્ચિત સભ્ય અને મિત્રને અવાજથી કે અવાજના કંપનથી ઓળખી જાય છે.[સંદર્ભ આપો]આ વર્તણૂક ઘણી નોંધપાત્ર હતી, કારણ કે તેના આધારે માલૂમ પડ્યું કે માછલી ઘરના સાતમાંથી બે સભ્યોને ધ્વનિના કંપનો પરથી ઓળખી લે છે.

ગોલ્ડફિશ જૂથપ્રિય હોય છે અને તે સમૂહમાં જ તરે છે તથા ખાતી વખતે પણ તેમની વર્તણૂક આ પ્રકારની જ હોય છે. દર્પણમાં સ્વયંનું પ્રતિબબ જોઇને ગોલ્ડફિશ લગભગ સમાન પ્રકારની જ વર્તણૂંક દર્શાવે છે.[સંદર્ભ આપો]વળી, સતત જોવામાં આવતા માણસોને તે ખતરારૂપ નથી ગણતી. ઘણાં સપ્તાહો કે મહિનાઓ સુધી ગોલ્ડફિશને ઘરમાં રાખ્યા બાદ તેને હાથેથી ખાવાનું ખવડાવવું શકય છે. ગોલ્ડફિશને વ્યકિતગતરૂપે કે જૂથમાં તાલીમ આપી શકાય છે. તેની આ વર્તણૂંક મૂળ કાર્પ વર્ગની વર્તણૂંકથી જુદી છે. તેઓ વિવિધ ખોરાક, પ્રજનન, શિકાર એવોઇડન્સ વર્તણૂક સાથેની જનરાલિસ્ટ જાત છે જે તેમની સફળતામાં યોગદાન આપે છે. માછલી તરીકે તેમની પરસ્પર પ્રત્યેની વર્તણૂંક મૈત્રીપૂર્ણ કહી શકાય. એક ગોલ્ડફિશ ભાગ્યે જ બીજી ગોલ્ડફિશને હાનિ પહાચાડે છે. તે જ રીતે નર ગોલ્ડફિશ કદી બ્રીડિંગ દરમિયાન માદાને હાનિ પહાચાડતો નથી. ગોલ્ડફિશ સામે એક બીજાની હાજરી સામે એક માત્ર ખતરો ખોરાક મેળવવાની સ્પર્ધા સમયે જ ઉભો થાય છે. સામાન્ય, કોમેટ તથા અન્ય જાતની ઝડપી ગોલ્ડફિશ ફેન્સી માછલીઓ પહોંચે તે પહેલાં જ ખોરાક સુધી પહાચી જાય છે. તેના કારણે ફેન્સી ગોલ્ડફિશને જયારે તળાવમાં એક પૂંછડી ધરાવતી અન્ય ગોલ્ડફિશ સાથે રાખવામાં આવે, તો તેનો પૂરતો વિકાસ ન થાય કે પછી તેણે ભૂખમરો વેઠવાનો વારો આવે તેવું પણ બની શકે. પરિણામે, ગોલ્ડફિશને શરીરના આકાર, પ્રકાર તથા તરવામાં સામ્યતા ધરાવતી હોય તેવી ગોલ્ડફિશ જ સાથે રાખવી જોઇએ.

બુદ્ધિમત્તા

[ફેરફાર કરો]

ગોલ્ડફિશમાં હકારાત્મક કૌશલ્યોનું સૂચન કરીને તેને જુદા-જુદા રંગના લાઇટ સિગ્નલનો પ્રતિભાવ આપતાં શીખવી શકાય છે.[૧૨] ગોલ્ડફિશની યાદશકિત ત્રણ મહિના સુધીની હોય છે અને તે વિવિધ આકારો, રંગો તથા અવાજો વચ્ચેનો તફાવત પારખી શકે છે.[૧૩] અન્ય એક પ્રયોગમાં એક મહિનાથી વધુ સમયની યાદશકિત નોંધાઇ હતી.[૧૪] ખોરાક સાથે સંકળાયેલા અમુક નિશ્ચિત રંગોમાં માછલીની પ્રતિક્રિયા ઘણી જ સ્પષ્ટ હોય છે.[૧૫] માછલીને જો રોજ નિયત સમયે ખોરાક આપવાનો ક્રમ જાળવી રાખવામાં આવે, તો સમય થતાં તે ખોરાક મળવાની રાહ જોવાનું શીખી જાય છે. હકારાત્મક કૌશલ્યોની તાલીમ આપવાથી ગોલ્ડફિશ લિમ્બો, સ્લેલોમ, ફેચ અને ફુટબોલ જેવી રમતો શીખી શકે છે.[૧૬]

રેન્જ અને કુદરતી નિવાસસ્થાન

[ફેરફાર કરો]

ગોલ્ડફિશ તળાવ તથા ઢાંચો:M to ft સુધીની ઉંડાઇ ધરાવતા ધીમા પણ સતત વહેતા રહેતા જળમાં રહે છે. તેમની મૂળ આબોહવા ઉષ્ણકટીબંધીય થી સમઉષ્ણકટીબંધીય વિસ્તારો છે અને તે 6.0-8.0ની pH અને 5.0–19.0 dGH સખતાઇવાળા તાજા પાણીમાં રહે છે.[સંદર્ભ આપો]

તે 40–106 °F (4–41 °C)થી લઇને થોડા ઉંચા તાપમાનમાં ટકી શકે છે. તે વધારે ઉષ્ણતામાન ધરાવતી ફિશ-ટેન્કમાં રહી શકતી નથી. ઉપરાંત તેની ટેન્કનું તાપમાન ખૂબ વધારે ન હોવું જોઇએ, તથા તેમાં ઓકિસજનની પૂરતી માત્રા હોવી જોઇએ, કારણ કે કેટલાંક લોકોનું માનવું છે કે ગરમી આ માછલી માટે દાહક હોય છે. જોકે, બહારના તળાવમાં ગોલ્ડફિશ 86 °F (30 °C)થી ઉંચા તાપમાનમાં પણ રહી શકતી હોય છે.[સંદર્ભ આપો]

પાણીના તાપમાનમાં અચાનક થતો ફેરફાર ગોલ્ડફિશ સહિતની તમામ માછલીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. સ્ટોરમાંથી ખરીદેલી ગોલ્ડફિશને જે પાત્રમાં લવાઇ હોય, તે પાણીનું તાપમાન માછલીને જેમાં રાખવાની હોય તે તળાવ, ટેન્ક કે એકવેરિયમ જેટલું કરવા માટે તેને માછલીઓને તેમાં મુકવાની વીસેક મિનિટ પહેલાં તે પાણીમાં મુકી દેવું. જો બંને પાણી વચ્ચે તાપમાનનો બહુ મોટો તફાવત હોય, જેમ કે, રૂમનું તાપમાન 21 °C (70 °F) હોય, ત્યાંથી બગીચાના ઠંડા તળાવનું તાપમાન 4 °C (39 °F) ડિગ્રી હોય, તો પછી પાણીનું તાપમાન સરખું કરવાની આ પ્રક્રિયા દિવસો કે સપ્તાહો સુધી ચાલે છે.[સંદર્ભ આપો]

ગોલ્ડફિશ તળાવ કે એકવેરિયમમાં ઉગતી વનસ્પતિ ખાતી હોવાથી પ્લાન્ટેડ એકવેરિયમમાંની ગોલ્ડફિશ તે વનસ્પતિ માટે મુસીબત બની શકે છે. માત્ર ક્રિપ્ટોકોરિન અને એનુબાયસ જેવી કેટલીક એકવેરિયમ માટેની વનસ્પતિની પ્રજાતિઓ જ ગોલ્ડફિશની હાજરીમાં જીવિત રહી શકે છે, પરંતુ તે સમયે તેની વિશેષ કાળજી લેવી પડે છે, જેથી તે જડમૂળથી ઉખડી ન જાય. પ્લાસ્ટિકના છોડ વધુ લાંબો સમય ટકે છે, પરંતુ તેની ડાળીઓનો સ્પર્શ માછલીને હાનિ પહાચાડી શકે છે.[સંદર્ભ આપો]

પ્રજનન

[ફેરફાર કરો]

પૂરતું પાણી અને યોગ્ય પોષણ મળે ત્યારે જ ગોલ્ડફિશની જાતીય પરિપકવતા વિકસે છે. મોટાભાગની ગોલ્ડફિશ મુખ્યત્વે તળાવમાં જ પ્રજોત્પત્તિ કરે છે. જો સારી સાર-સંભાળ લેવામાં આવે તો તે એકવેરિયમમાં પણ પ્રજોત્પત્તિ કરે છે, પણ નાના કદના પાત્રમાં આમ થતું નથી. તાપમાનમાં નોંધપાત્ર પલટો આવ્યા પછી, મોટા ભાગે વસંત ઋતુમાં પ્રજોત્પત્તિ કરે છે. નર માદાનો પીછો કરીને તેને ધક્કા મારીને ઇંડા મૂકવા માટે ઉશ્કેરે છે.

અન્ય તમામ સાઈપ્રિનિડની માફક ગોલ્ડફિશ પણ ઇંડા મુકે છે. તેના ઇંડા ચીકણાં હોય છે તથા તે કેબોમ્બા કે ઈલોડિયા જેવી પાણીની ગીચ વનસ્પતિઓને ચાટી જાય છે. બંધ તળાવ કે એકવેરિયમમાં મુકાયેલા ઇંડાને અન્ય ટેન્કમાં મુકી દેવા જોઇએ, કારણ કે પુખ્ત વયની માછલીઓ નાનાં બચ્ચાંઓને ખાઇ જાય છે. 48થી 72 કલાકમાં ઇંડામાંથી બચ્ચાં બહાર આવે છે.

સેવન (ફ્રાય) "બે ડોળા સાથે પાપણ" તરીકે વર્ણવી શકાય તેટલું લાંબુ હોય છે. તાજાં જન્મેલાં બચ્ચાં એક સપ્તાહની અંદર તેનો અંતિમ આકાર ધારણ કરવા માંડે છે. જોકે, પુખ્ત વયની ગોલ્ડફિશનો રંગ ધારણ કરવામાં એક વર્ષનો સમય લાગી જાય છે. ત્યાં સુધી તેમનો રંગ તેમના પૂર્વજો જેવો બદામી રહે છે. તેમના જીવનના પ્રથમ સપ્તાહમાં ફ્રાય ઝડપથી વૃદ્ધિ પામે છે. તેમના પર તેમના પર્યાવરણમાં પુખ્ત ગોલ્ડફિશ (અથવા અન્ય માછલી કે જંતુઓ) દ્વારા ખાઇ જવાનું જોખમ હોય છે.

કેટલીક ઊંચી સંકર ગોલ્ડફીશ તેના બદલાયેલા આકારને કારણે કુદરતી રીતે બ્રીડ થઇ શકતી નથી. હેન્ડ સ્ટ્રિપિંગ તરીકે ઓળખાતી કૃત્રિમ બ્રીડિંગ પદ્ધતિ કુદરતને મદદ કરી શકે છે પરંતુ જો તેને યોગ્ય રીતે અમલમાં ના મુકવામાં આવે તો તે માછલીને હાનિ પહોંચાડી શકે છે.

કોષિકા વિભાજન દર્શાવતું ગોલ્ડફિશનું ઇંડું
ગોલ્ડફિશનું નવજાત બચ્ચું (ર્યુકિન)

મચ્છર પર નિયંત્રણ

[ફેરફાર કરો]

ગપ્પી, ગોલ્ડફિશ તથા કાર્પની અન્ય પ્રજાતિની એકવેરિયમમાં રાખવામાં આવતી કેટલીક માછલીઓને મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે સ્થિર જળમાં નાંખવામાં આવે છે. વેસ્ટ નાઈલ વાઈરસના ફેલાવા પર રોક લગાવવા માટે પણ આ માછલીઓનો ઉપયોગ થાય છે. જોકે ગોલ્ડફિશ રાખવાથી સ્થાનિક ઈકોસિસ્ટમ પર તેની નકારાત્મક અસર પણ પડતી હોય છે.[૧૭]

યોગ્ય દેખરેખના મુદ્દે વિવાદ

[ફેરફાર કરો]
View from above of children gathered around a pale blue rectangular tub filled with many small orange fish swimming in water. A girl at the top of the scene leans over the tub, with a pink scoop in her right hand and a white bowl in her left hand.
જાપાનીઝ ગેમ ગોલ્ડન સ્કૂપગ

કેટલાંક દેશોએ નાનાં વાતાવરણમાં વિકાસ રૂંધાઇ જવો, ડિઓકિસજિનેશન અને એમોનિયા નાઈટ્રાઈટનું ઝેર પ્રસરવાના જોખમને ધ્યાનમાં રાખીને પશુ કલ્યાણકારી કાનૂન હેઠળ ફિશબાઉલ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. ઓકિસજનની વધારે જરૂરિયાત અને વધુ પ્રમાણમાં કચરો ઠાલવવાના વલણને કારણે ગોલ્ડફિશ માટે આ પાત્ર યોગ્ય નથી.[૧૮]

ઘણાં દેશોમાં કાર્નિવલ અને મેળાના આયોજકો પ્લાસ્ટિકની બેગમાં ઈનામરૂપે ગોલ્ડફિશ આપે છે. 2005ના અંત ભાગમાં રોમ, ઈટાલીએ કાર્નિવલમાં ઇનામરૂપે ગોલ્ડફિશ તથા અન્ય પ્રાણીઓ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રાણીઓ પર થતી ક્રૂરતાનું કારણ આગળ ધરીને ’ગોલ્ડફિશ બાઉલ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.[૧૯] યુનાઇટેડ કિંગડમમાં સરકારે તેના એનિમલ વેલફેર બિલના ભાગ રૂપે આ પ્રથા પર પ્રતિબંધ મુકવાની દરખાસ્ત કરી હતી. [૨૦][૨૧] જો કે તેમાં માત્ર બાળકોને ઇનામ તરીકે ગોલ્ડફિશ આપવા પર પ્રતિબંધ મુકવા સુધીનો જ સુધારો થઇ શક્યો હતો.[૨૨]

જાપાનમાં ઉનાળાના તહેવારો અને એનિચિની ધાર્મિક રજાઓ દરમિયાન ગોલ્ડફિશ સ્કૂપગ નામની પરંપરાગત રમત રમાય છે, જેમાં ખેલાડી વિશિષ્ટ સ્કૂપરની મદદથી ગોલ્ડફિશને બહાર નીકાળે છે. કેટલીક વખત ગોલ્ડફિશના વિકલ્પરૂપે ઉછળતા રહેતા બાઉન્સી બોલથી રમવામાં આવે છે.

ગોલ્ડફિશ ખાદ્ય માછલી હોવા છતાં તે ભાગ્યે જ ખવાય છે. અમેરિકાના કોલેજના વિદ્યાર્થીઓ વર્ષો સુધી સ્ટન્ટ કરી દેખાડવા તેમજ કોલેજમાં કોઇ ગ્રૂપમાં સામેલ થવાની પૂર્વ પ્રક્રિયા રૂપે ગોલ્ડફિશ ગળી જતા. આ પ્રકારનો પ્રથમ બનાવ 1939માં હાર્વર્ડ યુનિર્વિસટીમાં નોંધાયો હતો.[૨૩] દાયકાઓ વીત્યા બાદ તેનું ચલણ ઘટી ગયું. આજે તો ભાગ્યે જ આવું પરાક્રમ કરવામાં આવે છે.

આ પણ જોશો

[ફેરફાર કરો]
  • એકવેરિયમ - જુદા-જુદા પ્રકારના એકવેરિયમ
  • કાર્પ
  • સાઇપ્રાઇનાઈડ - કાર્પ કુળના અન્ય સભ્યો
  • ગોલ્ડફીશ ગોલ્ડફિશ સાથે સહઅસ્તિત્વ સાધી શકે તેવી વનસ્પતિની પ્રજાતિઓ માટે તાજા પાણીના એકવેરિયમ પ્લાન્ટની યાદી

નોંધ અને સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Gulf States Marine Fisheries Commission: Fact Sheet. Carassius auratus (Linnaeus, 1758)". મૂળ માંથી 2008-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  2. ૨.૦ ૨.૧ Fishbase: Carassius auratus (Linnaeus, 1758)
  3. "Goldfish". Ocean Park. મેળવેલ 2009-11-16.
  4. ૪.૦ ૪.૧ "Background information about goldfish". મેળવેલ 2006-07-28.
  5. ન્યુટ્રાફિન એક્વેટિક ન્યૂઝ, અંક #4 સંગ્રહિત ૨૦૦૭-૦૪-૧૩ ના રોજ વેબેક મશિન, 2004, રોલ્ફ સી. હેગેન, ઇન્ક. (યુએસએ) અને રોલ્ફ સી હેગેન કોર્પ. (મોન્ટરીયલ, કેનેડા)
  6. "goldfish". મૂળ માંથી 2009-09-01 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-21.
  7. Brunner, Bernd (2003). The Ocean at Home. New York: Princeton Architectural Press. ISBN 1-56898-502-9.
  8. Mulertt, Hugo (1883). The Goldfish And Its Systematic Culture With A View To Profit. મેળવેલ 2009-07-07.
  9. Les Pearce. ""Common Gold Fish"". Aquarticles. મૂળ માંથી 28 મે 2006 પર સંગ્રહિત. મેળવેલ 20 June 2006.
  10. "ગોલ્ડફિશ". મૂળ માંથી 2010-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  11. ગોલ્ડફિશ
  12. 1994માં પેલેસ દ લા ડેકૂવર્ટ સાયન્સ મ્યુઝિયમ ખાતેના જાહેર પ્રયોગમાં પ્રર્દિશત. પ્રાયોગિક વિગતો તથા પરિણામો દર્શાવ્યા છેઃ "Poissons rouges: la mémoire dans l'eau". Revue du Palais de la découverte. 217. April 1994.
  13. યુનિર્વિસટી ઓફ પ્લાઇમાઉથમાં સ્કૂલ ઓફ સાઈકોલોજી ખાતે 2003માં હાથ ધરાયેલું સંશોધન. ઇનામરૂપે ખોરાક મેળવવા માટે તેમને લિવરને ધક્કો મારવાની તાલીમ અપાઇ હતી. લિવર જયારે દિવસમાં એક વખત આમ કરવા માંડ્યું, ત્યારે માછળીએ નિશ્ચિત સમયે તેને સક્રિય કરવાનું શીખી લીધું.
  14. ડિસ્કવરી ચેનલના શો ’મિથબસ્ટર્સએ ગોલ્ડફિશની યાદશકિત માત્ર ત્રણ સેકન્ડની જ હોય છે - તે સાંપ્રત માન્યતાની ચકાસણી કરી અને સાબિત કર્યું કે ગોલ્ડફિશની યાદશકિત આપણી ધારણા કરતાં ઘણી વધારે હોય છે. આ પ્રયોગમાં માછલીને ભૂલભૂલામણીમાંથી રસ્તો શોધવાની પણ તાલીમ અપાઇ હતી. પ્રયોગોમાં માલૂમ પડ્યું કે માછલીઓને એક મહિનાથી વધારે સમય સુધી તે રસ્તાઓ બરાબર યાદ હતા.[૧] સંગ્રહિત ૨૦૧૦-૦૭-૧૬ ના રોજ વેબેક મશિનમિથબસ્ટર રિઝલ્ટ ઃ ગોલ્ડફિશની યાદશકિત માત્ર ત્રણ સેકન્ડ જેટલી હોય છે. બીબીસી ન્યૂઝ ઓનલાઈન - ઇનામરૂપે હવે ગોલ્ડફિશ નહીં અપાય સંગ્રહિત ૨૦૧૦-૦૭-૧૬ ના રોજ વેબેક મશિન
  15. 2000ના અભ્યાસો મુજબ
  16. સેન્ડ યોર ફિશ ટુ સ્કૂલ. એબીસી ન્યૂઝ: ગૂડ મોર્નિંગ અમેરિકા. પોસ્ટ: મે 7, 2008.
  17. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  18. "5 reasons not to use goldfish bowls". Goldfish Care Guide. 2008-03-05. મૂળ માંથી 2018-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-01.
  19. Knight, Sam (2005-10-26). "Rome bans goldfish bowls, orders dog owners on walks - World - Times Online". The Times. London. મૂળ માંથી 2006-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-21.
  20. "Defra, UK - Animal Health and Welfare - Animal Welfare - Animal Welfare Bill". મૂળ માંથી 2006-08-20 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-21.
  21. બીબીસી ન્યૂઝ ઓનલાઇન - ગોલ્ડફિશ આર નો લોન્ગર ટુ બી ગિવન એસ પ્રાઇઝિસ
  22. બીબીસી ન્યૂઝ ઓનલાઇન - બાન ઓન ગોલ્ડફિશ પ્રાઇઝ 'ડ્રોપ્ડ'
  23. "Swallowing Goldfish". મૂળ માંથી 2006-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2006-07-21.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]
વિવિધતાઓ
કાળજી
અન્ય