ચર્ચા:ગુજરાતી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મિત્રો, અહીં બે દિવસમાં ઘણું સંપાદન-ફેરસંપાદન થયું એટલે નવા મિત્રોની જાણકારી માટે જણાવું છું કે, આ પાનું "સંદિગ્ધ શિર્ષક" હેઠળની યાદી દર્શાવતું તકનિકી પાનું ગણાવી શકાય. આ પાનાને સંપાદિત કરવાની જરૂર રહેતી નથી. "ગુજરાતી" એટલો માત્ર શબ્દ જે અલગ વિષયને દર્શાવે છે એવી બાબતોને સ્પષ્ટ કરવા માત્ર જ આ પાનું વપરાય છે. અને એ વિષયો છે; * ગુજરાતી લોકો અને * ગુજરાતી ભાષા. અન્ય ઉમેરણો, જેમ કે, ગુજરાતી ભોજન કે પોશાક કે વગેરે વગેરે, શબ્દ સમૂહ દ્વારા સ્વયં સ્પષ્ટ વિષયો છે એટલે એનો અહીં સમાવેશ ન થાય. કેમ કે, તમે ગુજરાતી ભોજનની વાત કરો ત્યારે માત્ર "ગુજરાતી" શબ્દ નથી વાપરતા, પાછળ ’ભોજન’ શબ્દ લગાડવો જ પડે. ઊંડો વિચાર કરશો એટલે આ ભેદ સમજાઈ જશે. સંપાદન તકરાર નિવારવા આટલી ચોખવટ કરી છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૦૬, ૨૦ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]

અશોકભાઈ, મારા ખ્યાલ મુજબ ખોટો ફેરફાર છે. ઉદાહરણ તરીકે en:Punjabi જુઓ - તેમાં ભાષા અને લોકો ઉપરાંત Punjabi cuisine, Punjabi dance અને Punjabi culture પણ શામેલ છે. en:Gujaratiમાં Gujarati script, અને Gujarati (Unicode block) પણ સૂચિબદ્ધ છે. એટલે કે ગુજરાત સાથે સંબંધિત કંઈપણ વિષય આ લેખ માં ઉલ્લેખનીય છે. --લાલા ખાન (ચર્ચા) ૧૬:૪૭, ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]
આપણે અંગ્રેજી વિકિને અનુસરવું જરૂરી નથી! દા.ત. ગુજરાતી ગરબા કે ગુજરાતી સંસ્કૃતિનો ઉલ્લેખ માત્ર ગુજરાતી તરીકે થતો નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૨, ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]
કાર્તિકભાઈની વાત સાચી છે. આપણી જેમ અંગ્રેજી વિકિ પર પણ ઘણી બાબતો 'અયોગ્ય' રહી જતી હોય શકે. મુદ્દામાં, 'સંદિગ્ધ શિર્ષક'ના હેતુને આપણે ફોલો કરવો રહ્યો. અને એ આગળ જણાવ્યો તે મુજબ છે. તે છતાં હું વધુ અભ્યાસ કરી , ટુંક સમયમાં, આપ મિત્રોને ચોક્કસ વિગત જણાવીશ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૧૩, ૨૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)[ઉત્તર]