ચાલ જીવી લઈએ! (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચાલ જીવી લઈએ !
Directed byવિપુલ મહેતા
Produced byરશ્મિન મજીઠિયા
Written byવિપુલ મેહતા અને જૈનિશ ઈજરદાર
Starring
Music byસચિન-જીગર
Cinematographyપ્રતિક પરમાર
Edited byજેતેન્દ્ર કે શાહ
Production
company
કોકોનટ મોશન પિક્ચર્સ
Distributed byકોકોનટ મૂવિઝ રિલિઝ
Release date
૧ ફેબ્રુઆરી ૨૦૧૯
Running time
૧૩૭ મિનિટ
Countryભારત
Languageગુજરાતી
Box officeINR ૩૫ કરોડ (યુ.એસ. $ ૪.૮૭ મિલિયન)[૧]

ચાલ જીવી લઈયે! એ વિપુલ મહેતા દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત ૨૦૧૯ની ભારતીય ગુજરાતી-ભાષી કોમેડી-ડ્રામા રોડ ફિલ્મ છે. રશ્મિન મજીઠીયા નિર્મિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા, યશ સોની અને આરોહી પટેલે અભિનય આપ્યો છે. [૨] ફિલ્મમાં સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું હતું. [૩] આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે .

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

સફળ અને સાહસિક ઉદ્યોગપતિ બનવાની મહત્વકાંક્ષામાં, આદિત્ય પરીખ (યશ સોની) પોતાના જીવન સહિત તેના પિતા બિપિનચંદ્ર પરીખને (સિદ્ધાર્થ રાંદેરિયા)અવગણે છે. તેના પિતાને પોન્ટાઇન ગ્લિઓમા (મગજમાં એક પ્રકારની વધતી રહેતી ઘાતક ગાંઠ)હોવાનું નિદાન થયું. આદિત્ય તેના પિતાની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમને ઉત્તરાખંડ લઈ જવા સંમત થાય છે, જ્યાં તે આકસ્મિક રીતે કેતકી મહેતા(આરોહી પટેલ) નામની એક પ્રવાસી (બેકપેકર)ને મળે છે. આ પ્રવાસ તેમને આશ્ચર્યકારક સુખ અને નિકટતાનો દર્શન કરાવતી અનુભૂતિ બની રહે છે.

પાત્રો[ફેરફાર કરો]

  • બિપિનચંદ્ર પરીખ તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા
  • આદિત્ય પરીખ તરીકે યશ સોની
  • કેતકી મહેતા તરીકે અરોહી પટેલ
  • ભલા કાકા તરીકે જાગેશ મુકાતી
  • ડો. વાડિયા (અતિથિવિશેષ) તરીકે અરૂણા ઈરાની

નિર્માણ[ફેરફાર કરો]

આ ફિલ્મનું ચિત્રીકરણ હરિદ્વાર, ચોપ્તા અને કેદારનાથ સહિત ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે. [૪]

ગીત સંગીત[ફેરફાર કરો]

ગીતકાર નિરેન ભટ્ટ, all સંગીતકાર સચિન-જીગર.

ફિલ્મના ગીતો
ક્રમ શીર્ષકગાયકો અવધિ
1. "ચાંદને કહો"  જીગરદાન ગઢવી, સચિન સંઘવી, તનીષ્કા સંઘવી, અન્ય કલાકારો ૫:૧૯
2. "પા પા પગલી"  સોનુ નિગમ અને અન્ય કલાકારો ૪:૩૬
3. "ઘણું જીવો"  કીર્તિ સંગીત, ભૂમિ ત્રિવેદી અન્ય કલાકારો ૩:૦૫
4. "ઘણું જીવો (રીપ્રાઈસ)"  કીર્તિ સંગીત, ભૂમિ ત્રિવેદી અન્ય કલાકારો ૧:૧૬
કુલ લંબાઈ:
૧૪:૧૬

આ ફિલ્મના ગીતો તેની સત્તાવાર રીલિઝ પહેલાં ઓનલાઇન લિક થયા હતા. [૫]

પ્રદર્શન[ફેરફાર કરો]

આ ફિલ્મ ભારતમાં ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે પ્રદર્શિત થઈ હતી. [૬] ભારતમાં તેના સફળ પ્રદર્શન બાદ, તેને ૧૪ માર્ચ ૨૦૧૯ ના દિવસે ઑસ્ટ્રેલિયામાં, અને ૧૫ માર્ચ ૨૦૧૯ ના દિવસે ન્યુઝિલેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. [૭] આ ફિલ્મે ૧૨ મે ૨૦૧૯ના દિવસે સિનેમાઘરોમાં ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા. [૮]

વકરો[ફેરફાર કરો]

બોક્સ ઑફિસ[ફેરફાર કરો]

બુકમાયશૉ નામની ઓનલાઇન ટિકિટ બુકિંગ વેબસાઇટ અનુસાર, આ ફિલ્મે તેના પ્રથમ દિવસે લગભગ INR ૪૪ લાખ (યુ.એસ. $ ૬૧,૨૦૦) અને લગભગ INR ૭ કરોડ (યુ.એસ. $ ૦.૯૭ મિલિયન) પ્રથમ અઠવાડિયામાં કમાવ્યા હતા. વ્યવસાય વિવેચક (ટ્રેડ એનાલિસ્ટ) કોમલ નાહતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. [૯] બુકમાય શોએ આ ફીલ્મની કમાણી INR ૩૫ કરોડ (યુ.એસ. $ ૪.૮૭ મિલિયન) થઈ હોવાનો અંદાજ લગાવ્યો હતો. ફિલ્મે ઑસ્ટ્રેલિયામાં INR ૫૪ લાખ (યુ.એસ. $ ૭૫,૧૦૦) આસપાસ INR ૫૪ લાખ (યુ.એસ. $ ૭૫,૧૦૦) ન્યુ ઝિલેન્ડ માં INR ૯ લાખ (યુ.એસ. $ ૧૨,૫૦૦) અને યુનાઇટેડ કિંગડમ માં INR ૬.૬ લાખ (યુ.એસ. $ ૯,૨૦૦) કમાવ્યા છે. [૭]

ટીકા[ફેરફાર કરો]

ટીકાકારો દ્વારા આ ફિલ્મને મોટે ભાગે સકારાત્મક સમીક્ષા મળી છે. ટાઇમ્સ ઑઈન્ડિયાની શ્રુતિ જાંભેકરે તેને ૫ માંથી ૪નું રેટિંગ આપ્યું હતું અને પટકથા, સંપાદન, છાયાચિત્રણ(સિનેમેટોગ્રાફી), સંગીત અને પ્રદર્શન માટે નિર્દેશકની પ્રશંસા કરી હતી.[૨] સૌરભ શાહે તેને ૫ માંથી ૪ રેટ કરી અને નિર્દેશન, સંગીત અને પ્રદર્શનની પ્રશંસા કરી પરંતુ છેલ્લા દ્રશ્યની લંબાઈની ટીકા કરી.[૧૦] મિડ-ડે ગુજરાતીએ પિતા-પુત્રના સંબંધો પર આધારિત ફિલ્મના વલણને નોંધ્યું હતું અને સકારાત્મક સમીક્ષા આપી હતી. [૧૧] સરજક.ઓર્ગ (Sarjak.org)માં લખતા તુશાર દવેએ તેના સંદેશ, છાયાચિત્રણ, સંગીત અને મુખ્ય કલાકારોના અભિનય માટે ફિલ્મની પ્રશંસા કરી હતી પરંતુ કેટલાક સંવાદો, ભાવનોત્તેજકતા (મેલોડ્રેમા), અરુણા ઈરાનીની કામગીરી અને છેવટના દ્રશ્યની લંબાઈની લંબાઈની ટીકા કરી હતી. [૧૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Chal Jeevi Laiye Box Office Collections". BookMyShow. Retrieved ૨૭ મે ૨૦૧૯. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Jambhekar, Shruti. "Chaal Jeevi Laiye Movie Review 4.0/5". The Times Of India - Ahmedabad eEdition.
  3. Chhatwani, Deepali (18 January 2019). "Dhollywood Jodia to watch out for this year". The Times Of India. Ahmedabad. Retrieved 15 March 2019. Check date values in: |access-date=, |date= (મદદ)
  4. "'ચાલ જીવી લઈએ': ઉત્તરાખંડનાં ખૂબસૂરત સ્થળે લઈ જતી પહેલી ગુજરાતી ફિલ્મ". Chitralekha. Retrieved 2019-02-11. Check date values in: |accessdate= (મદદ)
  5. "Chal Jeevi Laiye song composed by Sachin-Jigar leaked online". The Times of India (અંગ્રેજી માં). 2019-01-08. Retrieved 2019-02-11. Check date values in: |accessdate=, |date= (મદદ)
  6. "It was a starry Thursday night at the premieres for Dhollywood". The Times of India. 2019-02-02. Retrieved 2019-02-11. Check date values in: |accessdate=, |date= (મદદ)
  7. ૭.૦ ૭.૧ "Chaal Jeevi Laiye!". www.boxofficemojo.com. Retrieved 2019-05-27. Check date values in: |accessdate= (મદદ)
  8. "Gujarati film Chaal Jeevi Laiye completes 100 days in cinemas". Creative Yatra (અંગ્રેજી માં). Retrieved 2019-05-27. Check date values in: |accessdate= (મદદ)
  9. Baddhan, Raj (2019-03-14). "Box Office: 'Chaal Jeevi Laiye' declared biggest Gujarati hit in history". BizAsia. Retrieved 2019-05-09. Check date values in: |accessdate=, |date= (મદદ)
  10. Shah, Saurabh (2019-02-02). "સિરિયસ થઈને મરવાને બદલે હસતાં રમતાં 'ચાલ, જીવી લઈએ'". NewsPremi Gujarati. Retrieved 2019-02-11. Check date values in: |accessdate=, |date= (મદદ)
  11. "Movie Review:ચાલ જીવી લઈએ, ચાલો જોઈ લઈએ". www.gujaratimidday.com. 2019-02-02. Retrieved 2019-02-11. Check date values in: |accessdate=, |date= (મદદ)
  12. Dave, Tushar (2019-02-02). "Film Review : ચાલ જીવી લઈએ !". Sarjak (અંગ્રેજી માં). Retrieved 2019-02-11. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]