લખાણ પર જાઓ

ચિખલી, મહારાષ્ટ્ર

વિકિપીડિયામાંથી
ચિખલી

चिखली
શહેર
ચિખલી is located in મહારાષ્ટ્ર
ચિખલી
ચિખલી
મહારાષ્ટ્ર, ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°21′02″N 76°15′28″E / 20.3505°N 76.2577°E / 20.3505; 76.2577
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોબુલઢાણા
સરકાર
 • પ્રકારનગર પાલિકા
વિસ્તાર
 • કુલ૧,૦૦૯ km2 (૩૯૦ sq mi)
ઊંચાઇ
૬૦૬ m (૧૯૮૮ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯૧,૭૫૭
 • ક્રમજિલ્લામાં રજો, દેશમાં ૮૬૭મો
 • ગીચતા૨૧૯/km2 (૫૭૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૪૪૩૨૦૧
ટેલિફોન કોડ૯૧-૭૨૬૪
વાહન નોંધણીMH-28

ચિખલી મહારાષ્ટ્ર રાજ્યના બુલઢાણા જીલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. તે પૂણે-નાગપુર હાઇવે પર આવેલું છે. અહીના લોકો સામાન્ય રીતે ખેતી અને વેપારના કામો કરે છે. અહીના મોટાભાગના લોકોની માતૃભાષા અને વ્યવહારની ભાષા મરાઠી છે.

ચિખલી શહેર 20°21′02″N 75°15′28″E / 20.3505°N 75.2577°E / 20.3505; 75.2577 પર આવેલું છે.[]

શિક્ષણ

[ફેરફાર કરો]

અનુરાધા એન્જીનીયરીંગ કોલેજ અહીંથી ચાર કિલોમીટરનાં અંતરે આવેલી છે, જેમાં મિકેનીકલ, કેમિકલ, ટેકસટાઇલ, કોમ્પ્યુટર, આઈ.ટી. અને ઇલેક્ટ્રોનીક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનના વિભાગો આવેલા છે. આ કોલેજની બાજુમાં અનુરાધા કોલેજ ઓફ ફાર્મસી આવેલી છે. આ સિવાય અહી ડૉ. કે. બી. હેડગેવાર આયુર્વેદિક કોલેજ પણ આવેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

રેણુકા દેવીનું મંદિર અહી સુપ્રસિદ્ધ છે, જ્યાં ચૈત્રી પૂનમના દિવસે મેળો ભરાય છે. અહી હનુમાન જયંતી અને ગણેશ ચતુર્થી ખાસ તહેવારો છે. ખામગાવ રોડ પર પંચમુખી મહાદેવનું મંદિર અહીનું એકમાત્ર મોટું શિવાલય છે. અહીંથી ૧૭ કિલોમીટર દૂર વિશ્વવિખ્યાત બાબા સૈલાનીની દરગાહ આવેલી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]