ચિત્રકલા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગુજરાતમાં ચિત્રકલાના નમૂના સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિનાં કેન્દ્રો, લોથલ રંગપુર કે રોજડી જેવા સ્થળોએથી પ્રાપ્ત થયાં છે. આનો અર્થ એ કે ગુજરાતના ચિત્રકારોએ ભિતિ ફલકથી માંડી લધુ તાડપત્ર, લાકડાની પાટી, કાપડ અને કાગળ પર ચિત્રકામ કરીને નામના મેળવી છે. ગુજરાતની ચિત્રકલાનું એક ગૌરવવંતુ પ્રકરણ તે પિછવાઈ-ચિત્રશૈલી છે. આપણા કેટલાક વિશ્વ વિખ્યાત ચિત્રકારોમાં રવિશંકર રાવલ, કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, હિરાલાલ ખત્રી, યજ્ઞેશ્વર શુક્લ, સોમાલાલ શાહ, બંસીલાલ વર્મા, ઈશ્વર સાગરા, પીરાજી સાગરા, ભુપેન ખખ્ખર વગેરેનો સમાવેશ કરી શકાય