છે તો છે
Appearance
લેખક | ભાવેશ ભટ્ટ |
---|---|
પૃષ્ઠ કલાકાર | કિરણ ઠાકર |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાશન તારીખ | મે ૨૦૦૮ |
પાનાં | ૬૮ |
પુરસ્કારો |
|
OCLC | 862629692 |
છે તો છે એ ભાવેશ ભટ્ટ દ્વારા લિખિત એક ગઝલસંગ્રહ છે. મે ૨૦૦૮માં પ્રકાશિત આ સંગ્રહને ૨૦૧૪નો શયદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભીતરનો શંખનાદ (૨૦૧૪) એ ભટ્ટનો અન્ય ગઝલસંગ્રહ છે.[૧]
કથાવસ્તુ
[ફેરફાર કરો]પુસ્તકમાં કુલ ચાળીસ ગઝલોનો સમાવેશ થયો છે.[૨] પુસ્તકની પ્રસ્તાવના ઈન્દુ પુવાર અને ચીનુ મોદીએ લખી છે.
આવકાર
[ફેરફાર કરો]ભાવેશ ભટ્ટને તેમના ગઝલસંગ્રહ છે તો છે તથા ભીતરનો શંખનાદ માટે ૨૦૧૪નો શયદા એવોર્ડ અને રવજી પટેલ એવોર્ડ મળ્યો હતો. આ સંગ્રહની ગઝલો મુખ્યત્વે પ્રેમ, સામાજિક વિરોધાભાસ, સમકાલીન જીવન અને ઈશ્વર જેવા વિષયોની આસપાસ ફરે છે.[૩] સાતમા પાના પર છપાયેલી શીર્ષક ગઝલ, "છિદ્રવાળું વહાણ છે તો છે", અને પ્રથમ ગઝલ, "ચિંતા કરવાની મેં છોડી" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.[૨]