લખાણ પર જાઓ

ભીતરનો શંખનાદ

વિકિપીડિયામાંથી
ભીતરનો શંખનાદ
લેખકભાવેશ ભટ્ટ
પૃષ્ઠ કલાકારકુરંગ મહેતા
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારગઝલ
પ્રકાશકરન્નાદે પ્રકાશન
પ્રકાશન તારીખ
જાન્યુઆરી ૨૦૧૪
પાનાં૧૨૬
પુરસ્કારો
OCLC862629692
દશાંશ વર્ગીકરણ
978-93-82456-64-3

ભીતરનો શંખનાદ ભાવેશ ભટ્ટનો ગુજરાતી ભાષાનો ગઝલસંગ્રહ છે. તે રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા જાન્યુઆરી, ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. પુસ્તકની પ્રસ્તાવના રાજેશ વ્યાસ 'મિસ્કીન', અંકિત ત્રિવેદી અને શરદ ઠાકરે લખી છે.[]

સામગ્રી

[ફેરફાર કરો]

આ પુસ્તકમાં ૧૧૨ ગઝલ છે. પુસ્તકની મોટાભાગની ગઝલો અરબી છંદ જેવા કે રમલ, મુત્કારિબ, મુતદરીક, મઝારિયા અને ખફીફમાં રચાયેલી છે.[]

કવિ ભાવેશ ભટ્ટને તેમની કૃતિઓ છે તો છે (૨૦૦૮) અને ભીતરનો શંખનાદ માટે ૨૦૧૪ ના શયદા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંગ્રહની કેટલીક ગઝલો જેમ કે "અચનાક વહેણમાં બદલાવ આવે", "આરતી ઉતારવાની એમને આદત હતી" અને "એક પાંદડું ખરે તો અમને ફરક પડે છે" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. પરીખ, ધીરુ (December 2015). "નવ્ય કવિ નવ્ય કવિતા". કવિલોક. અમદાવાદ: કવિલોક ટ્રસ્ટ.
  2. ૨.૦ ૨.૧ માતરી, જલન (March 2015). "ઊર્મિની ઓળખ". કુમાર. અમદાવાદ: કુમાર ટ્રસ્ટ.