લખાણ પર જાઓ

જન ગણ મન

વિકિપીડિયામાંથી
જન ગણ મન

ભારતનું રાષ્ટ્રીય ગીત
ગીતરવિન્દ્રનાથ ટાગોર, ૧૯૧૧
સંગીતરવિન્દ્રનાથ ટાગોર, ૧૯૧૧
સન્માનિત૨૪ જાન્યુઆરી ૧૯૫૦
ધ્વનિ ઉદાહરણ
"જન ગણ મન" (સંગીત)

જન ગણ મન (હિન્દી: जन गण मन, બંગાળી: জন গণ মন) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.[][]

અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

રાષ્ટ્રગીત

[ફેરફાર કરો]

ગુજરાતીમાં

જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥

દેવનાગરી લિપિમાં

जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता।
पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग।
विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग।
तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे।
गाहे तव जयगाथा।
जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता।
जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥

મુળ બંગાળી લિપિમાં

জনগণমন-অধিনায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
পঞ্জাব সিন্ধু গুজরাট মরাঠা দ্রাবিড় উৎকল বঙ্গ
বিন্ধ্য হিমাচল যমুনা গঙ্গা উচ্ছলজলধিতরঙ্গ
তব শুভ নামে জাগে, তব শুভ আশিষ মাগে,
গাহে তব জয়গাথা।
জনগণমঙ্গলদায়ক জয় হে ভারতভাগ্যবিধাতা!
জয় হে, জয় হে, জয় হে, জয় জয় জয় জয় হে॥

કવિતાની બાકીની પંક્તિઓ

[ફેરફાર કરો]

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
 
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

જાણવા જેવું

[ફેરફાર કરો]
૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૨ના રોજ હેમબર્ગ, જર્મનીમાં ગવાયેલું જણ ગણ મન રાષ્ટ્રગીત
રવીન્દ્રનાથ ટાગોર

ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા આમાર શોનાર બાંગ્લા બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Britannica, Editors of Encyclopedia (2008), Britannica Encyclopedia of India (Set of 5 Volumes), Encyclopedia Britannica India, p. 167, ISBN 978-81-8131-008-8, https://books.google.com/books?id=n1gOAQAAMAAJ  Quote: "Adopted by the Constituent Assembly as the national anthem of India on January 24, 1950, the song Jana-gana-mana, in its Hindi version of the first stanza, was originally composed in Bengali by poet Rabindranath Tagore"
  2. http://mha.gov.in/sites/upload_files/mha/files/pdf/NationalAnthem(E).pdf સંગ્રહિત ૨૦૧૮-૦૪-૧૮ ના રોજ વેબેક મશિન Quote: "The composition consisting of the words and music of the first stanza of the late poet Rabindra Nath Tagore’s song known as “Jana Gana Mana” is the National Anthem of India"

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]