જળ માર્જર
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
જળ માર્જર, જળ બિલાડી | |
---|---|
જળ બિલાડી | |
સ્થાનિક નામ | જળ માર્જર, જળ બિલાડી |
અંગ્રેજી નામ | Smooth Indian Otter, Smooth-coated Otter |
વૈજ્ઞાનિક નામ | Lutrogale perspicillata |
લંબાઇ | ૧૦૫ થી ૧૨૦ સેમી. |
વજન | ૭ થી ૧૨ કિલો |
સંવનનકાળ | શિયાળો |
ગર્ભકાળ | ૬૧ દિવસ |
દેખાવ | લાંબુ પાતળુ,વાળ વાળું શરીર, લાંબી પુંછડી અને પાણીમાં રહેઠાણ. |
ખોરાક | માછલી, કરચલા, દેડકા, ઉંદર અને જળપક્ષીઓ. |
વ્યાપ | ગુજરાતમાં નર્મદા નદીમાં |
રહેણાંક | મોટી નદીઓ અને સરોવરો |
ઉપસ્થિતિ ના ચિન્હો | હગાર, પગનાં નિશાનમાં પાંચ આંગળીઓ ઉપર નખનાં નિશાન. |
નોંધ આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૯ ના આધારે અપાયેલ છે. |
જળ માર્જર કે જળ બિલાડી (Lutrogale perspicillata) એ માર્જર (Otter) જાતિનું સસ્તન પ્રાણી છે. આ જાતિનું પ્રાણી પૂર્વ ભારત થી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી અને થોડા પ્રમાણમાં ઇરાકમાં પણ જોવા મળે છે.[૧]
વર્તણૂક
[ફેરફાર કરો]નર્મદા નદીને કાંઠે આ પ્રાણીને માછલીનો શિકાર કરતાં જોઇ શકાય છે. પાણીનાં કાંઠે આવેલ ખડકો ઉપર તેની હગાર જોઇ શકાય છે. નદીકાંઠે ભેખડોમાં બખોલ બનાવી બચ્ચાને જન્મ આપે છે. એકલું કે સમુહમાં જોવા મળે છે. જમીન પર પણ લાંબે સુધી ચાલી શકે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Hussain, S.A., de Silva, P.K. & Mostafa Feeroz, M. (2008). Lutrogale perspicillata. In: IUCN 2008. IUCN Red List of Threatened Species. Retrieved 02 January 2009.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પ્રાણીજગત વિષયક એક વેબસાઇટ પર જળમાંજર વિશે માહિતી (અંગ્રેજી ભાષામાં)
- આર્કાઈવ નામની વેબસાઇટ પર જળમાંજર વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન (અંગ્રેજી ભાષામાં)