ઝોરાવર ચંદ બક્ષી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
લેફ્ટનન્ટ જનરલ
ઝોરાવર ચંદ બક્ષી
પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ
હુલામણું નામઝોરુ
જન્મ (1921-10-21) 21 October 1921 (ઉંમર 99)
ગુલ્યાના, પંજાબ, અંગ્રેજ શાસિત ભારત
દેશ/જોડાણબ્રિટિશ ભારત
 ભારત
સેવા/શાખાબ્રિટિશ ભારતીય ભૂમિસેના,  ભારતીય ભૂમિસેના ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૪૩-૧૯૭૯
હોદ્દોLieutenant General of the Indian Army.svg લેફ્ટનન્ટ જનરલ
દળ૫ ગુરખા રાઇફલ્સ
૧૦મી પલટણ, બલુચ રેજિમેન્ટ
Commands held૨ કોર

૨૬મી પાયદળ ડિવિઝન
૮મી પહાડી ડિવિઝન
૬૮મી પાયદળ બ્રિગેડ

૨/૫ ગુરખા રાઇફલ્સ
યુદ્ધોબીજું વિશ્વ યુદ્ધ

૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
પુરસ્કારોParam Vishisht Seva Medal ribbon.svg પરમ વિશિષ્ઠ સેવા ચંદ્રક

Maha Vir Chakra ribbon.svg મહાવીર ચક્ર
Vir Chakra ribbon bar.svg વીર ચક્ર

Vishisht Seva Medal ribbon.svg વિશિષ્ઠ સેવા ચંદ્રક

લેફ્ટનન્ટ જનરલ ઝોરાવર ચંદ બક્ષી, પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ એ ભારતીય ભૂમિસેનાના એક સેવાનિવૃત્ત અધિકારી છે.[૧][૨][૩] તેઓ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન અબ્લેઝની કાર્યવાહી માટે જાણીતા છે. તેઓને ભારતના સૌથી 'પુરસ્કૃત જનરલ' ગણવામાં આવે છે.[૪][૫]

પરિવાર અને શરુઆતનું જીવન[ફેરફાર કરો]

બક્ષીના પિતા બહાદુર બક્ષી લાલ ચંદ લૌ એ અંગ્રેજ ભારતીય સેનાના એક સન્માનિત સૈનિક હતા. તેમને ઓર્ડર ઓફ બ્રિટિશ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો. તેમનો પરિવાર ગુલ્યાના, તાલુકો ગુજરાખાન, રાવલપિંડી જિલ્લાનો નિવાસી હતો.[૬] સ્વતંત્રતા સમયે તેમનો પરિવાર ભારત ખાતે સ્થળાંતર કરી અને આવ્યો હતો. તેમણે સ્નાતકની પદવી સ્વતંત્રતા પહેલાં ગોર્ડન કૉલેજ, રાવલપિંડી ખાતેથી ૧૯૪૨માં મેળવી હતી.

સૈન્ય કારકિર્દી[ફેરફાર કરો]

૧૯૪૩માં તેઓ ભારતીય ભૂમિસેનાની બલોચ રેજિમેન્ટમાં નિયુક્ત કરાયા.[૭] તેમણે સૌપ્રથમ લડાઈ બીજું વિશ્વ યુદ્ધ દરમિયાન જાપાન સામે બર્મા મોરચા પર લડી અને તેમાં તેમને જાપાની કિલ્લેબંધી પર કબ્જો મેળવવા માટે નોંધપાત્ર કાર્યવાહીનો પુરસ્કાર અપાયો. બર્માને જાપાનના કબ્જામાંથી મુક્ત કર્યા બાદ તેમણે મલેશિયા પરથી જાપાની કબ્જાને હટાવવાની કાર્યવાહીમાં ભાગ લીધો અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેમણે ઝડપી બઢતી આપી અને મેજરનો હોદ્દો આપવામાં આવ્યો.

૧૯૪૭માં ભારતના ભાગલા સમયે તેમને ભારતીય ભૂમિસેનાની ૫ ગુરખા રાઇફલ્સમાં નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમને વીરતા દર્શાવવા માટે જુલાઈ ૧૯૪૮માં વીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો.[૭][૮] તેમને ત્યારબાદ તુરંત જ મેકગ્રેગોર ચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાનીઓ પાસેથી હાજી પીર ઘાટ કબ્જે કરવામાં મુખ્ય ભૂમિકામાં હતા અને આ કાર્યવાહી માટે તેમને મહાવીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો. ૧૯૬૦ના દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ કોંગોમાં કટાંગા પ્રાંતમાં વિદ્રોહ દાબવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં પલટણ નિયુક્ત કરવામાં આવી. આ કાર્યવાહી માટે તેઓને વિશિષ્ઠ સેવા ચંદ્રક એનાયત કરાયો.[૩][૯] તેમણે ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં પણ યોગદાન આપ્યું છે. ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓએ હાલમાં ચિકન-નેક તરીકે ઓળખાતા વિસ્તારમાં મહત્વના દુશ્મન ઠેકાણાંઓ પર કબ્જો મેળવ્યો અને તેને માટે તેમને પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક એનાયત થયો. તેઓ ભારતીય સેનામાં ઝોરુના હુલામણા નામ વડે ઓળખવામાં આવે છે.[૫]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Ian Cardozo (૨૦૦૫). The Indian Army: A Brief History. Centre for Armed Forces Historical Research, United Service Institution of India. ISBN 978-81-902097-0-0.
  2. "Lt Gen Zorawar Chand Bakshi, PVSM, MVC, VrC, VSM (retd)". The War Decorated India & Trust. મેળવેલ 21 August 2013.
  3. ૩.૦ ૩.૧ Pratik, Pawan. "Indo-Pakistani War of 1965: Golden Jubilee Commemoration". Official Website of Indian Army. મેળવેલ 2015-11-05.
  4. V K Singh (૨૦૦૫). Leadership in the Indian Army: Biographies of Twelve Soldiers. SAGE Publications. પાનાઓ ૩૨૯–. ISBN 978-0-7619-3322-9.
  5. ૫.૦ ૫.૧ Kai Friese (૧૦ જુલાઇ ૨૦૧૪). "The Mask of Zoru". GQIndia magazine. મૂળ માંથી 2016-03-08 પર સંગ્રહિત. મેળવેલ ૫ નવેમ્બર ૨૦૧૫.
  6. B. Chakravorty (૧૯૯૫). Stories of Heroism: PVC & MVC Winners. Allied Publishers. પાનાઓ ૧૦૨–૧૦૩. ISBN 978-81-7023-516-3.
  7. ૭.૦ ૭.૧ The Army Quarterly and Defence Journal. West of England Press. ૧૯૮૩. પાનું ૧૭૫.
  8. Sri Nandan Prasad; Dharm Pal (૧૯૮૭). Operations in Jammu & Kashmir, 1947-48. History Division, Ministry of Defence, Government of India. પાનું ૩૯૮.
  9. Rachna Bisht (૨૦૧૫). 1965: Stories from the Second Indo-Pakistan War. Penguin Books Limited. પાનાઓ ૧૭–૧૮. ISBN 978-93-5214-129-6.