ડી. ડી. કૌશામ્બી

વિકિપીડિયામાંથી
ડી. ડી. કૌશામ્બી
જન્મની વિગત(1907-07-31)31 July 1907
કોસ્બેન, ગોઆ, ભારત
મૃત્યુ29 June 1966(1966-06-29) (ઉંમર 58)
પુણે, ભારત
વ્યવસાયગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનૈતિક વિચારક
સંબંધીઓધર્માનંદ કોસંબી (પિતા)
મીરા કોસંબી (પુત્રી)

ડી ડી કૌશામ્બી ભારત દેશના જાણીતા ગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનીતિક વિચારક હતા, જેમનું આખું નામ દામોદર ધર્મેન્દ્ર કોશામ્બી હતું. તેમનો જન્મ ૩૧ જુલાઇ ૧૯૦૭ના રોજ ભારત દેશના પશ્ચિમી તટ પર આવેલા નાનકડા એવા ગોઆ રાજ્યના કોસ્બેન ખાતે થયો હતો. એમનું અવસાન મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય શહેરો પૈકીના એક એવા પુના શહેરમાં ૨૯ જૂન ૧૯૬૬ના રોજ થયું હતું.

દેશના સ્વાધીનતા સંગ્રામના નિર્ણાયક કાળ એવા વીસમી સદીના પૂર્વાર્ધના સમયમાં જ્ઞાન-વિજ્ઞાન અને માનવના પ્રયાસોમાં એવું કોઈ ક્ષેત્ર ન હતું જેમાં વિલક્ષણ વિભૂતિઓનો આવિર્ભાવ ન થયો હોય. બહુમુખી પ્રતિભાના સ્વામી એવા ડી.ડી. કૌશાંબીને આજે આવા યશસ્વી લોકોમાં ગણના કરવામાં આવે છે.

કૌશામ્બીએ એમની કારકિર્દીમાં શું નથી કર્યું? ગણિત વિષયના તેઓ પ્રકાંડ વિદ્વાન હતા અને અંતિમ સમય સુધી ગણિતનું શિક્ષણ આપતા રહ્યા હતા. સાંખ્યિકી અને આંકડાશાસ્ત્રના સિદ્ધાંતના ક્ષેત્રમાં એમના કાર્ય વિજ્ઞાનને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. મુદ્રાશાસ્ત્ર એમનો પ્રિય વિષય રહ્યો હતો. તક્ષશિલાના (વિશેષ રૂપમાં મગધકાલીન યુગ) સિક્કાઓના વિશાળ ભંડાર અને નિયંત્રણ સાધનના રૂપમાં આધુનિક સિક્કાઓનો એમણે ઉપયોગ કર્યો. લગભગ ૧૨,૦૦૦ (બાર હજાર) સિક્કાઓની ચકાસણી કર્યા બાદ એમણે કહ્યું હતું કે પુરાલેખ તથા પુરાતત્વ કરતાં ભિન્ન એક વિજ્ઞાનના રૂપમાં મુદ્રા શાસ્ત્રનો પાયો નાખવો શક્ય છે. સંસ્કૃત ભાષાના સાહિત્યમાં કોશામ્બીએ ભર્તૃહરિ તથા ભાસની રચનાઓ તરફ વિશેષ ધ્યાન આપ્યું હતું અને એમના ભાષ્ય ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય દ્વારા તેઓ સામાજિક પીઠિકા, પ્રાચીન ભારતના ઇતિહાસ તરફ આગળ વધતા ગયા. ૧૯3૮-૩૯ના વર્ષથી એમણે આ વિષય પર અનેકાનેક નિબંધ લખ્યા હતા. ૧૯૫૬માં પ્રકાશિત થયેલા એમના પુસ્તક ઇંટ્રોડક્શન ટૂ દ સ્ટડી આફ ઇંડિયન હિસ્ટ્રીએ ઇતિહાસની એક નવી પરિભાષા દેખાડી હતી. ઇતિહાસ સમજવાની એમના દ્વારા એક નવી દૃષ્ટિ પ્રસ્તુત કરવામા આવી હતી અને ઇતિહાસ લેખનનો નવો, પરિવર્તનકામી માર્ગ પ્રસ્તુત કર્યો. જ્યાં એક તરફ એમણે પશ્ચિમી ઇતિહાસકારોની રચનાઓના આધારને પડકાર આપ્યો, તો બીજી તરફ એમણે પ્રાચીન કાળને સ્વર્ણ-યુગ દર્શાવવા વાળા આપણા પોતાના દેશના દેશાહંકારી ભાટોના દંભનો પણ ચૂરે-ચૂરો કરી નાખ્યો હતો. આજે પણ ડી.ડી. કૌશામ્બીને વિશેષ રૂપમાં આ યોગદાન માટે યાદ કરવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]